অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મુલકી સેવા પરીક્ષા

મુલકી સેવા પરીક્ષા

પ્રશ્ન - ૧ મને મુલકી સેવા પરીક્ષા અંગે જણાવો.

જવાબ-૧ મુલકી સેવા : પ્રસ્તાવના : ભારત જેવા વિશાળ અને ગીચ વસ્તીશવાળા દેશને યોગ્ય્ શાસન માટે સુયોજિત સરકારી તંત્ર જોઇએ. દેશના વહીવટનાં બે પાસાં છે. એક છે સલામતી, તે માટે દેશમાં સંરક્ષણ સેવા છે. બીજો બિન-લશ્ક‍રી ભાગ છે. તેની સંભાળ મુલકી સેવા રાખે છે.

ભારતીય વહિવટી સેવાનું મૂળ ભારતની સ્વિતંત્રતાના વર્ષ ૧૯૪૭ માં શોધી શકાય. ભારતીય વહીવટી સેવા (IAS) ત્રણ કક્ષાએ કામ કરે છે. કેન્દ્રીય, જિલ્લા અને વિભાગીય. કેન્દ્રીય કક્ષાના કામમાં નીતિ ઘડવી અને તેને અમલમાં મૂકવાનો સમાવેશ થાય છે. જિલ્લાS કક્ષાએ આઇ.ઓ.એસ.નાં કાર્યોમાં વિકાસ પર ખાસ ભાર મૂકીને જિલ્લાયની બાબતોને આવરી લે છે. વિભાગીય જવાબદારી છે. આઇ.એ.એસ. અધિકારીની જગ્યાીની ઘણી જવાબદારી છે. આઇ.એ.એસ. અધિકારીના કાર્યની વ્યાાખ્યાામાં સંબંધિત મંત્રી સાથે ચર્ચા-વિચારણા કરીને નીતિની બાબતો ઘડવી, તેમાં ફેરફાર કરવા અને તેના અર્થઘટનનો સમાવેશ થાય છે. નીતિના અમલ માટે દેખરેખ અને લીધેલા નિર્ણયોનો જ્યાં અમલ કરવાનો છે તે સ્થયળોએ પ્રવાસનો પણ સમાવેશ થાય છે. અમલ સાથે નાણાંની ચુકવણી આવે છે. તેના પર વ્ય ક્તિગત દેખરેખની જરૂર છે. આ અધિકારીઓ બનતી કોઇ પણ અનિયમિતતા માટે સંસદને જવાબદાર છે. આઇ.એ.એસ. અધિકારીઓના અધિક્રમના ટોચે મંત્રીમંડળના સચિવ છે. તે પછી સચિવ, અધિક સચિવ, સંયુક્ત સચિવ, નાયબ સચિવ, ઉપસચિવ અને તે પછી જુનિયર કક્ષાના અધિકારીઓ આવે છે. આ જગ્યારઓ સિનિયોરીટી મુજબ ભરવામાં આવે છે.

ભારતીય પોલીસ સેવા (આઇ.પી.એસ) : નામ સૂચવે છે તેમ તેમની મુખ્યમ જવાબદારી લોકોની સલામતી અને સુરક્ષા છે. ભારતીય પોલીસ સેવા અનેક ખાતામાં વિભાજિત છે : ગુના શાખા, ગુનેગાર તપાસ ખાતું, ગૃહરક્ષક (હોમગાર્ડ) અને ટ્રાફિક બ્યૂજરો, આઇ.પી.એસ.ની કામગીરીના ક્ષેત્રમાં વ્યાહપક રીતે નીચે મુજબ વિભાજન થઇ શકે : કાયદો અને વ્યઇવસ્થાાની જાળવણી, ગુના થતા અટકાવવા અને શોધવા, ટ્રાફિકનું નિયંત્રણ, અકસ્માસતોનું નિવારણ અને વ્યવસ્થાઅ. આઇ.પી.એસ. માં પણ અનેક પોલીસ એજન્સીણઓ છે : બાતમી કાર્યાલય, કેન્દ્રી ય તપાસ બ્યૂકરો, મંત્રીમંડળ સચિવાલયની સલામતી. સરહદ સલામતી દળ અને કેન્દ્રીાય અનામત પોલીસદળ. બે વર્ષના પ્રારંભના અજમાયશી સમય પછી આઇ.પી.એસ. અધિકારીને જિલ્લા ના અધિક પોલીસ અધીક્ષક તરીકે ચાર્જ આપવામાં આવે છે. આ જગ્યા સામાન્યન રીતે બે વર્ષ માટે ધારણ કરવાની હોય છે. તે પછીની નિમણૂક પોલીસ અધીક્ષક અને તે પછી નાયબ મહાનિરીક્ષકની જગ્યાો મળે છે. આઇ.પી.એસ. સંવર્ગનો અધિક્રમ આ મુજબ છે : પોલીસ મહાનિયામક (DG) રાજ્યના તમામ પોલીસ દળનો વડો છે. પોલીસ દળમાં ખાસ વિભાગ, સરહદ સુરક્ષા દળ, કેન્દ્રી ય તપાસ બ્યૂકરો વગેરેની ટોચે મહાનિયામક છે.

ભારતીય વન સેવા (IFS) : દેશના સંતુલિત સર્વાંગી વિકાસ માટે કુદરતી સંસાધનોનો નિભાવ ખૂબ જ આવશ્યયક છે. પરિસ્થિવતિ વિજ્ઞાન વિષયક (Ecological) સમતુલા જાળવવા માટે વનની જાળવણી એટલી મહત્વરની છે કે આ જ હેતુ માટે ભારતીય વન સેવાની રચના કરવામાં આવી છે. અખિલ ભારત વન સેવા ૧૯૭૬ માં અસ્‍તિત્વેમાં આવી. ભારતીય વન સેવાની કામગીરીમાં ક્ષેત્રોમાં વન, વન્ય૧ પ્રાણી અને વન-પેદાશનો સમાવેશ થાય છે.

પ્રશ્ન – ૨ મુલકી સેવા પસંદ કરવા શું જોઇએ ?

જવાબ-ર માનસિક સતર્કતા, જુદા જુદા વિષયોમાં રસ, કોઇ વિષય કે પરિસ્થિતિનો નિકાલ કરી શકાય તે માટે સારી બુદ્ધિ, જુદા જુદા લોકોના ભિન્નમ ભિન્ન અભિપ્રાય તારવવા, તોલવા અને લાગુ પાડવાની શક્તિ, નેતાગીરીના ગુણ, બીજાને પ્રેરવાની અને ઉપલબ્ધઅ બુદ્ધિને વાળવાની શક્તિ, કુનેહ અને મુત્સ દ્દીગીરી અને પ્રામાણિકતા, તમે મુલકી સેવા પસંદ કરવાનો નિર્ણય સભાનપણે લો ત્યા રે તમારામાં આ વ્ય ક્તિત્વ નાં લક્ષણો છે તે જોવું જોઇએ.

પ્રશ્ન – ૩ મુલકી સેવામાં સંવર્ગ પદ્ધતિ કઇ છે ?

જવાબ-૩ કામગીરીમાં સરળતા રહે તે માટે મુલકી સેવાનું જુદી જુદી કક્ષામાં વિભાજન કર્યું છે. કક્ષા કામનું ક્ષેત્ર નક્કી કરે છે. જુનિયર કક્ષાના અધિકારીઓ તેમને જે રાજ્યમાં ફાળવવામાં આવ્યાષ હોય ત્યાં કામ કરે છે. સિનિયર કક્ષાના અધિકારીઓ રાજ્યમાં ઉપસચિવ તરીકે કામ કરે છે. જુનિયર વહીવટી કક્ષાના અધિકારીઓ નવ વર્ષની નોકરી પછી નાયબ સચિવનું સ્થાીન ધરાવે છે. અધિકારીઓ પસંદગીની કક્ષાએ ૧૪ વર્ષની નોકરી પછી પહોંચે તે નિયામક અથવા નાયબ સચિવના સ્થાવને પહોંચે છે. તે પછીનું ધોરણ ઉચ્ચ સમયમર્યાદા અથવા સિનિયર વહીવટી કક્ષા તરીકે જાણીતી જગ્યાં પર સંયુક્ત સચિવ, અધિક સચિવ, સચિવ અથવા કેબિનેટ સચિવની જગ્યાા ધરાવે છે. મુલકી સેવાઓને વ્યાપક રીતે અખિલ ભારત સેવા અને કેન્દ્રીકય સેવાઓનાં વર્ગીકૃત કરી શકાય.

પ્રશ્ન – ૪ પસંદગીની પ્રક્રિયા શું છે ?

જવાબ-૪ મુલકી સેવા પ્રારંભિક પરીક્ષા માટેની લાયકાત : મુલકી સેવા પ્રારંભિક પરીક્ષામાં બેસતા માટેની લઘુત્તમ ઉપરની જરૂરિયાત ૨૧ વર્ષ છે અને ઉપલી વયમર્યાદા ૨૮ વર્ષ છે. લઘુતમ શૈક્ષણિક લાયકાત ભારતની માન્યૂ યુનિવર્સિટીની કોઇ પણ વિદ્યાશાખાના સ્ના્તક અથવા સમકક્ષ શૈક્ષણિક લાયકાત છે. બધા ઉમેદવારોને ચાર પ્રયત્નોશની છૂટ આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ / અનુસૂચિત આદિજાતિના ઉમેદવાર અન્યછથા પાત્ર હોય, તો પ્રયત્નોતની સંખ્યાભમાં છૂટ અપાય છે.

મુલકી સેવામાં પ્રવેશ માટે બહુપાદ (મલ્ટીં-સ્ટે,પ) પરીક્ષા પ્રક્રિયા છે. સમગ્ર પ્રક્રિયા પૂરી એક વર્ષ ચાલે છે. સંઘ જાહેર સેવા આયોગ પ્રથમ ઉમેદવારોને પારખવા (સ્ક્રી્નિંગ) વસ્તુ લક્ષી પ્રકારની પ્રારંભિક પરીક્ષા લે છે. પ્રારંભિક પરીક્ષા : પ્રારંભિક રાઉન્ડક માટે બે રાઉન્ડ) છે એક સામાન્ય અભ્યાસ છે અને બીજો વૈકલ્પિક વિષય છે. પ્રશ્નપત્રો હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં કાઢવામાં આવે છે. દરેક પ્રશ્નપત્ર બે કલાકનું હોય છે. સામાન્યર અભ્યાંસ ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્રર વગેરેને આવરી લે છે. પ્રશ્નપત્રોમાં વસ્તુેલક્ષી પ્રકારના બહુ પસંદગીના પ્રશ્ન હોય છે. સામાન્ય અભ્યાસનું પ્રશ્નપત્ર ૧૫૦ ગુણનું છે. વૈકલ્પિ ક વિષય માટેનો પાઠ્યક્રમ સ્થાેનિક કક્ષાના અભ્યાનસક્રમ જેવો જ છે. વૈકલ્પિલક વિષયનું પ્રશ્નપત્ર ૩૦૦ ગુણનું છે. દ્વિતીય પ્રશ્નપત્રના વૈકલ્પિજક વિષય નીચેનામાંથી પસંદ કરી શકાય : કૃષિ, પશુપાલન અને પશુ ચિકિત્સા સેવા, વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર , બાંધકામ ઇજનેરી, વાણિજ્ય, અર્થશાસ્ત્રા, વીજળી ઇજનેરી, ભૂગોળ, ભૂસ્ત્રવિજ્ઞાન, તત્વ‍જ્ઞાન, ભૌતિકવિજ્ઞાન, રાજકીયવિજ્ઞાન, મનોવિજ્ઞાન, જાહેર વહીવટ, સમાજવિજ્ઞાન, આંકડાશાસ્ત્ર , પ્રાણીવિજ્ઞાન.

મુખ્યૃ પરીક્ષા : પ્રારંભિક રાઉન્ડ , મૂળભૂત રીતે પરખ (સ્ક્રીરનિંગ) રાઉન્ડ છે. તેમાં મેળવેલ ગુણ પરીક્ષાના આખરી તબક્કામાં ગણાતા નથી. પ્રારંભિક રાઉન્ડ,માં પાસ થનાર ઉમેદવારો માટે મુખ્યી રાઉન્ડથ છે. બીજા તબક્કામાં મુખ્ય પરીક્ષા છે. તેમાં લેખિત પરીક્ષા અને ઇન્ટ્રવ્યૂરનો સમાવેશ થાય છે. લેખિત પરીક્ષામાં નવ પ્રશ્નપત્રો છે. (નિબંધ પ્રકારના જવાબ લખવાના છે.) પ્રશ્નપત્ર ૧. ભારતના સંવિધાનની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટં એક ભારતીય ભાષા. આ ભાષા આસામી, બંગાળી, હિંદી, કન્નૂડ, કાશ્મીારી, મલયાલમ, મરાઠી, ઉડિયા, પાલી, પંજાબી, સંસ્કૃછત, સિંધી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ. આ પ્રશ્નપત્ર લાયકાત પ્રકારનું છે. તેમાં મેળવેલા ગુણ ક્રમ (Ranking) માટે ગુણાતા નથી. આ પ્રશ્નપત્ર અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કીમના ઉમેદવારો માટે ફરજિયાત નથી. પ્રશ્નપત્ર ર. અંગ્રેજી : અંગ્રેજી ભાષાનું પ્રશ્નપત્ર પણ લાયકાત પ્રકારનું છે અને તેમાં મેળવેલ ગુણ ક્રમ માટે ગણાતા નથી. પ્રશ્નપત્ર ૩ નિબંધ : પ્રશ્નપત્ર ૪ અને ૫. સામાન્યપ અભ્યામસ. વૈકલ્પિશક વિષય ૧ (બે પ્રશ્નપત્ર, વૈકલ્પિતક વિષય બે પ્રશ્નપત્રો) પ્રશ્નપત્ર ૬, ૭, ૮ અને ૯ માટે બે વિષય પસંદ કરવાના છે. જે વિષયની યાદીમાંથી પસંદગી કરી શકાય તે છે. કૃષિ, પશુપાલન. પશુચિકિત્સાવ વિજ્ઞાન, નૃવંશશાસ્‍ત્ર, વનસ્પકતિશાસ્‍ત્ર, રસાયણવિજ્ઞાન, બાંધકામ ઇજનેરી, વાણિજ્ય અને હિસાબપદ્ધતિ, અર્થશાસ્ત્ર , વીજળી ઇજનેરી, ભૂગોળ, ભૂસ્તારશાસ્ત્ર , યાંત્રિક ઇજનેરી, તત્વપજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર , રાજકીયવિજ્ઞાન, અને આંતરરાષ્ટ્રી ય સંબંધો, મનોવિજ્ઞાન, જાહેર વહીવટ, સમાજશાસ્ત્રી, આંકડાશાસ્ત્રષ, પ્રાણીશાસ્ત્રન. નીચેની કોઇ એક ભાષાનું સાહિત્યૌ અરબી, આસામી, બંગાળી, ચીની, અંગ્રેજી, ફ્રેન્ચા, જર્મન, ગુજરાતી, હિંદી, કન્નઆડ, કાશ્મીારી, મરાઠી, મલયાલમ, ઉડીયા, પાલી, ફારસી (પર્શિયન), પંજાબી, રશિયન, સંસ્કૃાત, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દૂ. અંગ્રેજી ભાષા સિવાયના પ્રશ્નપત્રો હિંદી અને અંગ્રેજી બન્ને, ભાષામાં કાઢવામાં આવે છે.

બંને લેખિત પરીક્ષામાં અને વ્યેક્તિગત ઇન્ટવ્યુ્માં મેળવેલા કુલ ગુણ ઉમેદવારનો ક્રમ નંબર (રેન્ક ) નક્કી કરે છે. ઇન્ટ રવ્યુમ : આ છેલ્લોી અવરોધ પસાર કરવાનો છે. ઇન્ટણરવ્યુસના ૨૫૦ ગુણ છે અને ન્યૂ નતમ પાત્રતા ગુણ નક્કી કરેલા નથી. ઇન્ટણરવ્યુસનો મુખ્ય૦ હેતુ ઉમેદવારના સમગ્ર વ્યાક્તિત્વ(ને આકારવાનો છે. ઈન્ટનરવ્યુક બોર્ડ લે છે. બોર્ડને ઉમેદવારથી પૂરેપૂરા વાકેફ કરવામાં આવે છે. તેઓ ઉમેદવારની કારકિર્દીના પૂરા પાડેલા રેકર્ડના આધારે પ્રશ્નો પૂછે છે. સામાન્યદ રીતે ઉમેદવારની શિક્ષણની ગ્રહણશીલતા, હાલની બાબતો, સામાજિક પ્રશ્નો વગેરેમાં સામાન્યઉ જાગૃતિનાં પાસાં જોવામાં આવે છે તે મૂળભૂત રીતે ઉમેદવારના સામર્થ્યિની કસોટી છે. તે મુલકી અધિકારી નોકરીની માંગ પૂરી કરી શકે તેમ છે કે કેમ તે આકારવા બોર્ડ પ્રયત્ન. કરે છે.

પ્રશ્ન – ૫ નોકરી માટે શક્યતાઓ કઇ છે ?

જવાબ-૫ તેના ક્રમ નંબરના આધારે ઉમેદવારને ભારતીય વહીવટી સેવા (આઇ.એ.એસ.), ભારતીય પોલીસ સેવા (આઇ.પી.એસ.) ભારતીય વિદેશ સેવા (આઇ.એફ.એસ.) અને નાણા, તાર અને ટપાલ, મહેસૂલ, સચિવાલય વગેરે સહિત બીજા વિભાગ નીમણૂક વહીવટી સત્તા આપે છે, બઢતી સમયબદ્ધ હોય છે અને આપમેળે વિશેષાધિકાર વધે છે. પસંદ કરેલા ઉમેદવારને પ્રથમ ટૂંકી મુદત માટે તાલીમ સત્ર મારફત મૂકવામાં આવે છે. તેમને સામાન્યઢ રીતે જ્યાં ફાળવવામાં આવ્યાત હોય તે સેવા સાથે સંકળાયેલી શૈક્ષણિક સ્ટા ફ કૉલેજમાં સામાન્ય રીતે મોકલવામાં આવે છે. મુલકી સેવાની સૌથી મોટી બાબત નોકરીની સલામતી છે. ખાસ સગવડોમાં સહાયિત રહેઠાણ, ટેલિફોન અને પરિવહન સગવડો, તબીબી લાભ, રજા પ્રવાસ રાહતનો સમાવેશ થાય છે. નિવૃત્ત થયા પછી તેમને ઘણી સારી સમાજ કલ્યા ણ સગવડો મળે છે. છેલ્લે દેશના વિકાસની પ્રક્રિયામાં ભાગ લઇ શકવા બદલ વ્યાક્તિને પુષ્કળ સંતોષ મળે છે.

પ્રશ્ન – ૬ વેતન કેટલું છે ?

જવાબ-૬ ભારત સરકારે મુલકી અધિકારીઓ માટે વેતનના ગ્રેડ નક્કી કર્યા છે. જુદી જુદી કક્ષાએ મળતી વેતનની શ્રેણી નીચે મુજબ છે.

  • જુનિયર અધિકારી રૂ. ૮૦૦૦-૨૭૫-૧૬,૫૦૦
  • સિનિયર અધિકારી રૂ. ૧૦,૬૫૦-૩૨૫-૧૫,૨૦૦
  • જુનિયર વહીવટી ગ્રેડ રૂ. ૧૨,૭૫૦-૩૭૫-૧૬,૫૦૦
  • પસંદગી ગ્રેડ : રૂ. ૧૫,૧૦૦-૪૦૦-૧૮,૩૦૦
  • અધિક સચિવ : રૂ. ૨૨,૪૦૦-૫૨૫-૨૪,૫૦૦ સચિવ / કેબિનેટ સચિવ : રૂ. ૨૬,૦૦૦ / ૩૦,૦૦૦. ઉપરનાં ધોરણ ફક્ત પગાર-ધોરણનો વિચાર આપે છે. સેવાની જુદી જુદી શાખાઓમાં જુદાં જુદાં પગાર-ધોરણ હોય છે. વેતન ઉપરાંત, મુલકી અધિકારીઓને મોંઘવારી ભથ્થું , શહેરી વળતર ભથ્થુંહ, રજા પ્રવાસ ભથ્થુ., તબીબી અને સહાયિત આવાસન જેવાં ભથ્થાંથ મળે છે.
સ્ત્રોત ઇ-નાગરિક

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate