অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કાયદા

કાયદા

અપીલો અને અરજીઓ કેવી રીતે કરી શકાય?

  • જે તે કિસ્‍સામાં અપીલવાળા અથવા અરજદારે જાતે અથવા તેના દ્વારા અધિકૃત પ્રતિનિધિ અથવા પ્‍લીડર દ્વારા અપીલ અથવા અરજી રજીસ્‍ટ્રારને કામના કલાકો દ્વારા રજૂ કરવાની રહેશે અથવા રજીસ્‍ટર્ડ પોસ્‍ટથી તેમને મોકલી શકાશે.
  • જ્યારે તે પ્‍લીડર દ્વારા મોકલાશે ત્‍યારે તેની સાથે અપીલવાળા કે અરજદારે જે તે કિસ્‍સામાં સહી કરેલા વકીલપત્ર અને તેવા વકીલપત્રનો વકીલ દ્વારા સ્‍વીકાર થયો હોય તેવા વકીલપત્ર સાથે રજૂ કરવાની રહેશે.
  • પ્રત્‍યેક અપીલ અથવા અરજી કાયદા, નિયમો અથવા નિયમનોની જોગવાઇઓ મુજબ કરવાની રહેશે.
  • પ્રત્‍યેક અપીલમેમો અથવા રીવીઝન, રીવ્‍યુ કે પુનઃસ્‍થાપના અરજી –
    • સુવાચ્‍ય શાહીથી લખેલી અથવા ટાઇપ કરેલી અથવા છાપેલી રહેશે. તે અંગ્રેજી અથવા ગુજરાતી ભાષામાં, સારા ફુલસ્‍કેપ કાગળમાં અથવા તે માપના અન્‍ય સારી ગુણવત્તાના કાગળમાં કરવાની રહેશે.
    • રૂા. પ/- ની કોર્ટ ફી સ્‍ટેમ્‍પ ચોડવાની રહેશે.
    • ચુકાદો કે હુકમ કે જેની વિરૂદ્ધ ફરિયાદ કરાઇ છે તેની પ્રમાણિક નકલ જોડવાની રહેશે.
    • જે તે કિસ્‍સામાં અપીલવાળા અથવા અરજદારનું નામ-સરનામું જણાવવાનું રહેશે તેમજ સામાવાળાનું પણ નામ-સરનામુ રજૂ કરવાનું રહેશે.
    • ચુકાદો કે હુકમ રજીસ્‍ટ્રાર અથવા તેના નોમીની દ્વારા અથવા બોર્ડ ઓફ નોમીનીઝ કોના દ્વારા કરાયો છે તે જણાવવાનું રહેશે.
    • જે કારણોસર અપીલ કે અરજી કરાઇ હોય તે સ્‍પષ્‍ટ જણાવવાની રહેશે.
    • અપીલવાળા કે અરજદારે શું દાદ માંગે છે તે સ્‍પષ્‍ટ જણાવવાની રહેશે.
    • જે ચુકાદો કે હુકમ વિરૂદ્ધ અપીલ કરાઇ હોય અથવા રીવીઝન, રીવ્‍યુ કે રીસ્‍ટોરેશન માંગ્‍યું હોય તેની તારીખ જણાવવાની રહેશે.
    • જો અપીલ કે અરજી, નિયત સમય મર્યાદા બાદ કરવામાં આવી હોય તો, નિયત સમયમાં કયા કારણોસર તે કરી શકાઇ નથી તે કારણો જણાવવાં પડશે.
    • અપીલ કે અરજીનાં જેટલા સામાવાળા – પ્રતિપક્ષકારો હોય તેટલી સંખ્‍યામાં અપીલમેમેો કે અરજીની નકલો રજૂ કરવાની રહેશે અને ટ્રીબ્‍યુનલના જેટલી સંખ્‍યામાં સભ્‍યો હોય તેટલી સંખ્‍યામાં પેપર-બુકો રજૂ કરવાની રહેશે અને પ્રત્‍યેક સેટમાં અપીલમેમો કે અરજી અને જે ચુકાદા કે હુકમ વિરૂદ્ધ તે કરાઇ હોય તેવા ચુકાદા કે હુકમની નકલ લેખિતમાં શાહીથી લખેલી, ટાઇપ કરેલી અથવા છાપેલી હોવી જોઇશે.

અપીલો અથવા અરજીઓની નોંધણી કેવી રીતે કરી શકાય?

  • અપીલ કે અરજી મળ્યેથી, રજીસ્‍ટ્રારે તેના ઉપર તે મળ્યા તારીખનો અને રજૂ થયાનો પ્રકારનો શેરો કરવાનો રહેશે. રજીસ્‍ટારે શક્ય તેટલી ત્‍વરાએ તે તપાસવાની રહેશે અને એવી ખાતરી થાય કે –
  • તે રજૂ કરનાર વ્‍યક્તિને તેમ કરવાની સત્તા છે,
  • તે નિર્દિષ્‍ટ સમય મર્યાદામાં કરાયેલી છે અને
  • તે કાયદાની, નિયમોની અને આ નિયમનોની તમામ જોગવાઇઓ મુજબ કરાયેલી છે. તો તેણે નિયમન-૯ અન્‍વયે રાખવામાં આવતા યોગ્‍ય રજીસ્‍ટરમાં તેની નોંધણી કરવાની રહેશે.
  • જો રજીસ્‍ટ્રારને એવું જણાય કે અપીલ કે અરજી, ઉપર જણાવેલી કોઇ જોગવાઇઓ મુજબ કરાયેલી નથી, તો તેણે ણે મતલબની નોંધ અરજી કે અપીલ ઉપર કરવાની રહેશે અને તે આવાં પક્ષકાર અથવા તેના પ્રતિનિધી અથવા વકીલને બોલાવી, આવી ક્ષતિઓ ૧૦ દિવ્‍સની મુદતમાં પૂર્તિ કરવા સૂચના આપશે. રજીસ્‍ટ્રાર, શુભ હેતુથી આવી ખામીઓની પૂર્તિઓ માટેનો સમય મુદત ૧૦ દિવસથી વધારી શકશે અને જો આવી ૧૦ દિવ્‍સથી વધુ સમયની માંગણી કરવામાં આવે તો રજીસ્‍ટ્રારે તે બાબત પ્રમુખ સમક્ષ રજૂ કરી તેમનો હુકમ મેળવવાનો રહેશે.
  • જો પેટા નિયમન(ર) માં નિર્દિષ્‍ટ સમયમાં આવી ક્ષતિઓની પૂર્તિ કરવામાં આવશે તો, રજીસ્‍ટ્રારે આવી અપીલ કે અરજી, યોગ્‍ય રજીસ્‍ટરમાં નોંધવાની રહેશે.
  • જો કોઇ પક્ષકાર અથવા તેના પ્રતિનિધિ અથવા વકીલ નિયમ સમયમાં આવી ક્ષતિ પૂર્તિ કરવામાં નિષ્‍ફળ જાય તો, રજીસ્‍ટારે પ્રમુખને રીપોર્ટ કરવાનો રહેશે અને તેની મંજૂરી મળ્યેથી સુનાવણીની નિયત કરેલી તારીખની યોગ્‍ય નોટિસ જાણ પક્ષકાર અથવા તેના પ્રતિનિધિ અથવા વકીલને કરવાની રહેશે.
  • આવી રીતે નકકી કરાયેલી તારીખે મુદતે ટ્રીબ્‍યુનલે સંબંધિત પેપર્સ જોઇ તપાસી હાજર રહેલ પક્ષકાર અથવા તેના પ્રતિનિધિ કે વકીલશ્રીને સાંભળીને, આવી અપીલ કે અરજી દાખલ કરવી કે રદ કરવી તે સંબંધી આદેશ કરતો હુકમ પસાર કરશે. જ્યારે અપીલ કે અરજી રદ થાય ત્‍યારે ટ્રીબ્‍યુનલે તેમ કરવા માટેના કારણોની નોંધ કરવાની રહેશે. (૬)
  • જ્યારે આ નિયમન અન્‍વયે કોઇ અપીલ કે અરજી નોંધવાનો હુકમ થયો હોય ત્‍યારે, રજીસ્‍ટ્રારે તે શક્ય તેટલી ત્‍વરાએ નોંધાય છે કે કેમ તે જોવાનું રહેશે અને આવી નોંધણીનો હુકમ થયા તારીખથી સાત દિવસથી વધુ મોડું ન થાય તે જોવાનું રહેશે.

સામાવાળા પ્રતિવિવાદીને જાણ કેવી રીતે કરવી?

જ્યારે અપીલ કે અરજી નિયમન-૮ અન્‍વયે નોંધવામાં આવે ત્‍યારે, રજીસ્‍ટ્રારે ફોર્મ જી મુજબની તે અંગેની જાણ શક્ય તેટલી ત્‍વરાએ સામાવાળા વિવાદીને કરવાની રહેશે.

સહકારી મંડળીઓના રજીસ્ટ્રા રને જાણ કેવી રીતે કરવી?

જ્યારે અપીલ કે અરજીની રેગ્‍યુલેશન ૮ અન્‍વયે નોંધણી થયેલી હોય ત્‍યારે, રજીસ્‍ટ્રારે શક્ય તેટલી વહેલી તકે સહકારી મંડળીઓના રજીસ્‍ટ્રારને ફાર્મ ‘એચ’ માં આવી અપીલ અથવા અરજીને લગતું તથા કાર્યવાહીને લગતું દફતર-સાહિત્‍ય મોકલી આપવા જાણ કરવાની રહેશે. સિવાય કે આવું રેકર્ડ ટ્રીબ્‍યુનલની ઓફિસમાં અગાઉ આવી ગયેલું હોય.

પક્ષકારોની ગેરહાજરીમાં સુનાવણી કયારે થશે?

  • જો નિયત કરેલી તારીખે અથવા અન્‍ય કોઇ દિવસે કે જ્યારે સુનાવણી નકકી કરાઇ હોય, ત્‍યારે જો અપીલવાળા કે અરજદાર રૂબરૂ અથવા તેના પ્રતિનિધિ અથવા વકીલશ્રી મારફત સુનાવણી માટે હાજર રહે નહીં તો ટ્રીબ્‍યુનલ આવી અપીલ કે અરજી કાઢી નાંખશે અથવા કોઇ કિસ્‍સામાં સામાવાળા કે વિવાદી કે તેના પ્રતિનિધિ અથવા વકીલ જો હાજર હોય તો તેમને સાંભળીને ગુણ-દોષ ઉપર આવી અપીલ-અરજીનો નિર્ણય કરશે.
  • જો સુનાવણીની નકકી કરેલી તારીખે અથવા અન્‍ય કોઇ દિવસ કે જે સુનાવણી માટે મુકરર કરાયો હોય ત્‍યારે સામાવાળા કે વિવાદી જાતે અથવા પ્રતિનિધિ અથવા વકીલ મારફત આવી અરજી કે અપીલની સુનાવણી માટે હાજર ન હોય ત્‍યારે ટ્રીબ્‍યુનલ એક-તરફી નિકાલ કરશે.

અરજી એડીટ તેમજ રદ કેવી રીતે કરવી?

  • અપીલવાળા અથવા કોઇ કિસ્‍સામાં અરજદાર અથવા ગુજરનાર અપીલવાળા અથવા અરજદારના કાયદેસર પ્રતિનિધિ હોવાનો દાવો કરનાર વ્‍યક્તિ અથવા એસાઇની અથવા નાદાર થયેલ અપીલવાળા કે અરજદારનો રીસીવર, આવી અપીલ કે અરજીનાં એબેટમેન્‍ટ અથવા રદ કરવા માટે હુકમ કરવા અરજી કરી શકશે અને જો તે એવું સાબિત કરે કે તેને કોઇ પર્યાપ્‍ત કારણોસર આવી અપીલ કે અરજી ચાલુ રાખતાં અટકાવવામાં આવે છે, તો ટ્રીબ્‍યુનલ તેને યોગ્‍ય લાગે તેવી શરતે અને ખર્ચની શરતે તે એબેટ કરશે અથવા ડીસમીસ કરશે.
  • સબ-રેગ્‍યુલેશન (૧) અન્‍વયેની અરજીઓને ભારતીય સમયમર્યાદા ધારા, ૧૯૦૮ની કલમ (પ) ની જોગવાઇઓ લાગુ પડશે.

અપીલમાં સામા વાંધા કેવી રીતે લેવા?

  • કોઇ સામાવાળા કે જેણે રજીસ્‍ટ્રાર અથવા તેના નોમીની અથવા બોર્ડ ઓફ નોમીનીઝ દ્વારા નિર્ણય કરાયેલા અથવા પસાર કરાયેલા કોઇ હુકમ કે તેના ભાગ ઉપર કોઇ અપીલ કરેલી ન હોય, તો નીચેના સત્તાધીશે તેના વિરૃદ્ધ કરેલા હુકમના કોઇ મુદ્દાઓનો ટેકો કરશે નહી પરંતુ અપીલ તરીકે જે સામા (ક્રોસ) વાંધાઓ લઇ શકત તે વાંધાઓ નિયમન ૧૦ અન્‍વયેની અપીલની નોંધણીની નોટીસ તેને અથવા તેના પ્રતિનિધિને અથવા વકીલશ્રીને બજયાની તારીખથી એક માસમાં અથવા ટ્રીબ્‍યુનલ આ માટે તેને આપે તેવા વધારાના સમયમાં આવી અપીલમાં સામા વાંધા લઇ શકશે.
  • આવા સામા વાંધાઓ અપીલ મેમોના ફોર્મમાં સ્‍વરૂપમાં રહેશે.
  • જો સામાવાળા તેણે રજૂ કરેલા વાંધાઓથી જેને અસર થવાની છે તે પક્ષકાર અથવા તેના પ્રતિનિધિ અથવા વકીલને આવા વાંધાઓની નકલ મળ્યાની સ્‍વીકૃતિ લેખિતમાં રજૂ કરે નહીં તો, ટ્રીબ્‍યુનલે આવા વાંધાઓ રજૂ થાય કે શક્ય તેટલી ત્‍વરાએ તેની નકલની બજવણી આવા અસરકર્તા પક્ષકારને અથવા તેના પ્રતિનિધિ અથવા વકીલશ્રીને, સામાવાળા ખર્ચે કરવાની રહેશે.
  • જ્યારે કોઇ કિસ્‍સામાં કોઇ સામાવાળા કે વિવાદીએ આ નિયમન અન્‍વયે વાંધા રજૂ કર્યા હોય, પરંતુ મૂળ અપીલ કે અરજી પરત ખેંચવામાં આવેલી હોય અથવા કસૂરને કારણે રદ કરવામાં આવેલી હોય, તો ટ્રીબ્‍યુનલ યોગ્‍ય જણાયે, અન્‍ય પક્ષકારોને આવી નોટીસ થયેલ હોય તો પણ આવા વાંધા સાંભળશે નહીં કે નિર્ણય કરશે નહીં.

ચુકાદાની જાહેરાત કયારે થશે?

  • જ્યારે અપીલ અથવા અરજીની સુનાવણી સંપૂર્ણ થાય, તો ટ્રીબ્‍યુનલ તે જે ચુકાદો આપવા માંગતી હોય તેની વિગતો જાહેર કરશે અથવા ચુકાદો જાહેર કરવાની તારીખ જાહેર કરશે. આવી તારીખની ટ્રીબ્‍યુનલના નોટીસબોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે.
  • ટ્રીબ્‍યુનલનો પ્રત્‍યેક ચુકાદો લેખિતમાં રહેશે.

સર્વસંમતિ અથવા બહુમતી ચુકાદો કયારે થશે?

  • જ્યારે કોઇ ચુકાદો સર્વસંમતિવાળો હોય ત્‍યારે તે ખુલ્‍લી અદાલતમાં પ્રમુખ દ્વારા જાહેર કરાશે અને તેના તમામ સભ્‍યોની સહીવાળો હશે. જ્યારે ચુકાદો બહુમતીથી અપયેલો હશે ત્‍યારે, તે બહુમતી સભ્‍યોની સહીવાળો હશે અને તેઓ પૈકીના વરિષ્‍ઠ સભ્‍ય દ્વારા તે જાહેર કરાશે. આ ચુકાદા સાથે સંમત ન થનાર સભ્‍ય પણ તેનો ચુકાદો લેખિતમાં આપી તે કયાં મુદ્દાસર સંમત થતા નથી તે અંગેના પોતાના અભિપ્રાય નોંધશે. જો સંમત ન થનાર સભ્‍ય અલગ લેખિત ચુકાદો આપવા માંગતા ન હોય તો, બહુમતી સભ્‍યોના ચુકાદાની નીચે તેઓ એવું જણાવશે તે આ ચુકાદા સાથે સંમત નથી અને તે મતલબની સહી કરી શેરો કરશે. સંમત ન થનાર સભ્‍ય આવી જોગવાઇઓનું પાલન કરે અથવા ન કરે તો પણ બહુમતીનો ચુકાદો એ ટ્રીબ્‍યુનલનો ચુકાદો ગણાશે.
  • જ્યારે ટ્રીબ્‍યુનલ બે સભ્‍યોની બનેલી હશે અને બંનેનો મત અલગ હશે ત્‍યારે પ્રમુખનો ચુકાદો, ટ્રીબ્‍યુનલનો ચુકાદો ગણાશે.

ચુકાદામાં કઈ વિગતો જણાવવાની રહેશે?

ટ્રીબ્‍યુનલ, તેના ચુકાદામાં અંતે ટૂંકમાં એવું જણાવશે કે આ અપીલ અથવા અરજી સંપૂર્ણપણે રદ થઇ છે અથવા અમુક ભાગ રદ કરાયો છે અને અપીલવાળા કે અરજદારને કોઇ દાદ આપવામાં આવી હોય તો તે પણ જણાવશે.

ચુકાદો પસાર કરવાની સત્તા

ટ્રીબ્‍યુનલને કોઇ ચુકાદો પસાર કરવાની અને કોઇ ચુકાદો જે પસાર કરવો જોઇતો હતો અથવા કરવો જોઇતો હતો તે કરવાની સત્તા રહેશે અને વધારાનો અથવા બીજો ચુકાદો અથવા હુકમ કોઇ કિસ્‍સામાં કરશે અને આવી સત્તા ટ્રીબ્‍યુનલ દ્વારા વાપરવામાં આવશે પછી ભલે અપીલ કરનારાના માટે ચુકાદાનો ભાગ જ હોય અને સામાવાળા કે વિવાદીની કે પક્ષકારોની તરફેણમાં અમલી હોય ભલે પછી આવા સામાવાળા કે પક્ષકારોએ કોઇ અપીલ કે વાંધા દાખલ કરેલા ન હોય.

ચુકાદાની પ્રમાણિક નકલો કેવી રીતે પૂરી પાડવી?

ટ્રીબ્‍યુનલના પ્રત્‍યેક ચુકદાની પ્રમાણિત નકલ સહકારી મંડળીઓના રજિસ્‍ટ્રાર અને નોમીની અથવા કોઇ કિસ્‍સામાં સંબંધિત બોર્ડ ઓફ નોમીનીઝને અને પક્ષકારોને શક્ય એટલી ત્‍વરાએ વિના-મૂલ્‍યો પૂરી પાડવામાં આવશે.

મહત્વ ની કડીઓ કઈ છે?

  • ટ્રીબ્‍યુનલ સમક્ષની અપીલ અથવા અરજીના કોઇ પક્ષકાર રજિસ્‍ટ્રારને કોઇપણ દસ્‍તાવેજની પ્રમાણિત નકલ કે જેમાં ચુકાદો, રજિસ્‍ટ્રારના નોમીનીના રેકર્ડ અને તે પક્ષકાર હોય તેવી અરજીના રેકર્ડની માટે અરજી કરી શકશે.
  • આવી અરજી સાથે શક્ય હોય ત્‍યાં સુધી, આવી નકલો તૈયાર કરવાના ખર્ચનો સમાવેશ થાય તેવી રકમ અનામત મૂકવાની રહેશે. નકલ ફીનો દર નીચે મુજબનો રહેશે.
    • પ્રથમ ર૦૦ કે તેથી ઓછા શબ્‍દો માટેઃ અંગ્રેજી ૭પ પૈસા ગુજરાતી ૪૦ પૈસા
    • પછીના વધારાના ૧૦૦ શબ્‍દો અથવા તેના ભાવ માટે અંગ્રેજી ૪૦ પૈસા ગુજરાતી ૨૦ પૈસા
  • અરજન્‍ટ માંગવામાં આવેલી નકલની અરજી ઉપર વધારાના એક રૂપિયાની એકસરખી ફી ચાર્જ કરવામાં આવશે. ઉપરના દર મુજબ ગણતરી કરીને, રજિસ્‍ટ્રાર નકલ ફી, પક્ષકારે અનામત મૂકેલી રકમમાંથી રાખી શકશે અને બાકીની રકમ જો વધે તો તેમણે પક્ષકારને નકલની સોંપણી સમયે પરત કરવાની રહેશે અને જો પક્ષકારે ડીપોઝીટ કરેલી રકમ નકલ ફી જેટલી પર્યાપ્‍ત ન હોય તો ખૂટતી નકલ ફી, આવી નકલ મેળવતાં પહેલાં પક્ષકારે ભરપાઇ કરવાની રહેશે.
  • યોગ્‍ય કિસ્‍સામાં પક્ષકારોની વિનંતીથી, આવી પ્રમાણિત નકલો પક્ષકારોને વી.પી.પી.થી મોકલવાની સત્તા રજિસ્‍ટ્રારને રહેશે.
  • જો રજિસ્‍ટ્રારને કોઇ દસ્‍તાવેજની નકલ મંજૂર કરવા બાબતે શંકા હોય તો તેઓ તે અરજી પ્રમુખ સમક્ષ મૂકશે અને પ્રમુખના હુકમ મુજબ કાર્યો કરશે.
  • પક્ષકારો કે જેઓ અરજીનાં પક્ષકારો નથી તેઓને આવા કોઇ દસ્‍તાવેજની નકલ પ્રમુખના હુકમથી જ અને નકલ ફી ચૂકવેથી જ પૂરી પાડવામાં આવશે.
સ્ત્રોત : ગુજરાત રાજ્ય સહકારી ટ્રીબ્યુનલ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/25/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate