વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

એલ.પી.જી

એલ.પી.જી. સ્થાનિક રાંધણ ગેસના ગ્રાહકોના લગતા સવાલોના જવાબ

એલ.પી.જી. સ્થાનિક રાંધણ ગેસના ગ્રાહકો, અહીં તમારા સવાલોના જવાબ જુઓ.

એલ.પી.જી. સ્થાનિક રાંધણ ગેસના ગ્રાહકોના લગતા સવાલોના જવાબ જોવા અહીં ક્લીક કરો.

એલ.પી.જી. સ્થાનિક રાંધણ ગેસના ગ્રાહકોના લગતા સવાલોના જવાબ જોવા અહીં ક્લીક કરો.

નવું રાંધણગેસ કનેકશન મેળવવા માટે આપ આપના રહેઠાણ સ્‍થળથી નજીકમાં આવેલ અગર તો આપના રહેઠાણ સ્‍થળ વિસ્‍તારમાં ગેસ રીફીલ ડીલીવરી કરતાં કોઇપણ ઓઇલ કંપનીના (આઇ.ઓ.સી./બી.પી.સી./એચ.પી.સી.) ડીલરનો સંપર્ક કરી નવા ગેસ જોડાણ મેળવવા માટેનું રજીસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે અને રજીસ્‍ટ્રેશનના વેઇટીંગ અગ્રતાક્રમ મુજબ આપને ગેસ જોડાણ આપવામાં આવશે.

ડીલર પાસેથી ગેસ જોડાણ મેળવવા માટે રજીસ્‍ટ્રેશન કરાવતી વખતે આપે રહેઠાણ સ્‍થળના પુરાવારૂપે ૧. રેશનકાર્ડ, ર. ઇલેકટ્રીસીટી બીલ, ૩. ભાડાની પહોંચ, ૪. એલ.આઇ.સી. પોલીસી, પ. મકાન એલોટમેન્‍ટ લેટર, ૬. મકાન અંગેનો દસ્‍તાવેજ આ કોઇપણ પુરાવામાંથી એક પુરાવો રહેઠાણ સ્‍થળ માટે આપવાનો રહેશે.

આ ઉપરાંત ફોટો આઇ.ડી. પ્રુફ તરીકે પાન કાર્ડ / ડ્રાઇવીંગ લાઇસન્‍સ / પાસપોર્ટ / ઇલેકશન કાર્ડ / કચેરીનું ઓળખપત્ર વિગેરે.

મારે નવું રાંધણગેસનું કનેક્શન જોઈએ છે તો મારે શું કરવું?

મારું ગેસ કનેક્શન ટ્રાન્સફર કરાવવું છે તો તેના માટે શું કરવું?

એક જ શહેર/ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગેસ કનેકશન ટ્રાન્‍સફર માટે આપ જે ગેસ એજન્‍સીનું જોડાણ ધરાવતા હોય તે એજન્‍સી દ્વારા અપાયેલ ઓરીજીનલ સબસ્‍ક્રીપ્‍શન વાઉચર (એસ.વી.) તે એજન્‍સીમાં જમા કરાવવાનું રહેશે. સાથે રહેઠાણ સ્‍થળ બદલાયા અંગેના આધાર પુરાવા રજુ કરવાના રહેશે. ગેસ ડીલર દ્વારા અસલ એસ. વી. વાઉચર પરત લઇને તેની જગ્‍યાએ ટર્મીનેશન ટ્રાન્‍સફર વાઉચર (ટીટીવી) બનાવી આપવામાં આવશે. જેમાં જે એજન્‍સીમાં ટ્રાન્‍સફર જોઇતું હોય તેની નોંધ ડીલર કરશે. એસ.વી. વાઉચરની સાથે ગેસ બોટલ તથા રેગ્‍યુલેટર પરત કરવાનું રહેશે નહિ. પરંતુ રૂબરૂમાં રેગ્‍યુલેટર બતાવી તેના ઉપર દર્શાવેલ નંબરની નોંધણી ડીલર દ્વારા કરવામાં આવશે. ડીલર દ્વારા જે એજન્‍સી માટે ટીટીવી વાઉચર બનેલ હોય તે એજન્‍સીનો સંપર્ક કરી ટીટીવી વાઉચર રજુ કર્યેથી આપને નવું એસ. વી. વાઉચર આપી આપનું જોડાણ ચાલુ કરવામાં આવશે.

એક શહેર / ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી અન્‍ય શહેર / ગ્રામ્‍ય વિસ્‍તાર ખાતે ગેસ જોડાણ ટ્રાન્‍સફર કરવાનું થાય ત્‍યારે મુળ એજન્‍સી ખાતે ઓરીજીનલ એસ. વી. વાઉચર, સીંગલ / ડબલ બોટલ તથા રેગ્‍યુલેટર જમા કરાવવાનું રહેશે. જેની સામે ડીલર નવું ટ્રાન્‍સફર વાઉચર (ટી.વી.) બનાવીને આપશે. તેમજ બોટલ અને રેગ્‍યુલેટરના નાણાં પરત આપશે. ત્‍યારબાદ જે શહેર/ટાઉન ખાતે ગેસ જોડાણ ટ્રાન્‍સફર કરવાનું ત્‍યાં આવેલ આપના નવા રહેઠાણ સ્‍થળની નજીકની ગેસ એજન્‍સીનો સંપર્ક કરી ટી.વી. વાઉચર તેમજ રહેઠાણના પુરાવા તથા અગાઉની ગેસ એજન્‍સી પાસેથી બોટલ / રેગ્‍યુલેટરની પરત મળેલ ડીપોઝીટની રકમ જમા લઇને ડીલર નવું એસ.વી. વાઉચર આપી આપનું ગેસ જોડાણ ચાલુ કરશે.

મારો ગેસ સમયસર મળતો નથી અને ગેસ એજન્‍સી મારી પાસેથી એકસ્‍ટ્રા ચાર્જ વસુલે છે તો મારે કયાં ફરિયાદ કરવી?

ગેસ સમયસર મળતો ન હોય અને ગેસ એજન્સી એક્સ્ટ્રા ચાર્જ વસુલતી હોય તો ફરિયાદ કરવા માટે

  • આપની નજીકની ઝોનલ ઓફીસ અથવા મામલતદારની કચેરીમાં રજુઆત કરો, જેની સંપર્ક માહિતી માટે જીલ્લો તથા તાલુકો પસંદ કરો.
  • વેબસાઈટની મદદથી ઓનલાઈન કંમ્પ્લેન રજીસ્ટર કરી શકાસે જેના માટે અહીં ક્લીક કરો.
  • વિભાગના ટોલ ફ્રી નંબર (૧૮૦૦-૨૩૩-૫૫૦૦) પરથી પણ જરુરી મદદ મેળવી શકાશે.

મને એલ.પી.જી. તથા પી.એન.જી. ધારકોની માહિતી ઓનલાઈન કેવી રીતે મળી શકે. ?

આ માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

એલ.પી.જી. તથા પી.એન.જી. ધારકોની માહિતી માટે અહીં ક્લીક કરો

મારે જાણવું છે કે મારી એજન્સી સાથે કેટલા એલ.પી.જી. ગ્રાહકો જોડાયેલ છે?

આ માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

એજન્સી સાથે જોડાયેલ એલ.પી.જી. ગ્રાહકોની માહિતી માટે અહીં ક્લીક કરો

મારે જાણવું છે કે મારી એજન્સી સાથે કેટલા પી.એન.જી. ગ્રાહકો જોડાયેલ છે?

આ માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

એજન્સી સાથે જોડાયેલ પી.એન.જી. ગ્રાહકોની માહિતી માટે અહીં ક્લીક કરો

સ્ત્રોત : અન્ન અને નાગરીક પુરવઠા.
3.2
ભોઇ ચિમનભાઈ સામંત ભાઈ Mar 11, 2019 02:09 PM

ભોઇપુરા ચિમનભાઈ સામંત ભાઈ અમારે ગેસ કનેકશન લેવું છે

વાળદ ચિમનભાઇ ભિખાભાઇ Feb 01, 2019 02:04 PM

સાહેબ મારા રેશનકાડ મો ગેશ કનેકશન લિધેલ નથિ તો પણ બતાવે છે તોઆને રદ કરાવવા શુ કરવુ

જીતેન્દ્ર એમ.તલાવીયા Dec 04, 2018 09:52 AM

સબસીડી આવતીનથી

તાવિયાડ ચતુરભાઇ અખમાભાઇ Sep 11, 2018 05:00 PM

વીસ દિવસથી ડોક્યુમેન્ટ જમા કરાવેલ છે તો પણ ગેસ કનેક્શન મળેલ નથી તો મારે શું કરવું તે જણાવવા વિન્તી

ધર્મેશ રમેશભાઈ પુરાણીક Jun 30, 2018 05:09 PM

થોડા થોડા સમય પછી સબસિડી બંધ થય જાયઅને વારંવારઆધાર કાડ લઈ બોલાવે છે જે પૈસા સબસિડીલેવામાં મળે તે ગેસઅોફિસે ધક્કા મા પુરા થાયછે માટેઅમારે શું કરવુ જરુર જણાવવા વિનંતી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top