অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઇજનેર માટે જરૂરી લક્ષણો

આજે ઇજનેરીની કઇ કઇ અનેક શાખાઓ ઉપલબ્ધ છે?

ઉપલબ્ધ શાખાઓ આ છે : વૈજ્ઞાનિક / વિજ્ઞાન અંતરીક્ષ (એરોસ્પેદસ) ઇજનેરી, કૃષિ ઇજનેરી, ઓટોમોબાઇલ ઇજનેરી, જેવિક તબીબી ઇજનેરી, ચિનાઇ માટીકામ પ્રૌદ્યોગિકી, રસાયણ ઇજનેરી, બાંધકામ ઇજનેરી, કોમ્યુમા ટર ઇજનેરી, વીજળી ઇજનેરી, વીજાણુ ઇજનેરી, વીજાણુ અને દૂરસંદેશવ્યકવહાર (ટેલિકોમ્યુમનિકેશન) ઇજનેરી, ઊર્જા ઇજનેરી, પર્યાવરણીય ઇજનેરી, ઔદ્યોગિક ઇજનેરી, સાધન વિનિયોગ (ઇન્ટ્રુર મેન્ટેસશન), ચર્મ પ્રૌદ્યોગિકી, દરિયાઇ ઇજનેરી, યાંત્રિક ઇજનેરી, ધાતુવિજ્ઞાન ઇજનેરી, ખાણકામ ઇજનેરી, પેકેજિંગ પ્રોદ્યોગિકી, પેટ્રોલિયમ ઇજનેરી, પ્લાસ્ટિક પ્રોદ્યોગિકી, પોલિમર ઇજનેરી, ઉત્પાગદન ઇજનેરી, મુદ્રણ પ્રોદ્યોગિકી, દૂરસંચાર ઇજનેરી, કાપડ ઉદ્યોગ ઇજનેરી

ઇજનેર માટે કયાં વ્યક્તિગત લક્ષણો જરૂરી છે ?

ઇજનેરી વિજ્ઞાનનો પ્રત્યુક્ષ ઉપયોગ હોઇ, ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓનો ગણિતશાસ્ત્રક, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર નો પાયો મજબૂત હોવો જોઇએ. સારી તર્કબદ્ધ અને માનસિક શક્તિ, પ્રશ્નો ઉકેલવાની શક્તિ અને ઝડપથી વિભાવના ગ્રહણ કરવાની શક્તિ આવશ્યિક છે. આંકડા અને શબ્દોવનો ઉપયોગ કરીને પોતાને અભિવ્યઅક્ત કરવાની શક્તિ, ધૈર્ય અને ન્યાકયશક્તિ જેવાં કેટલાંક કૌશલ જરૂરી છે. ઇજનેરી અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને લાંબો સમય અભ્યાંસ કરવો પડે છે. ઓજારોથી કામ કરવું પડે છે અને ટુકડીમાં કામ કરવાનું રહે છે.

પાત્રતા શું છે ?

ઇજનેરીમાં ડિપ્લોલમાં માટે પાત્ર થવા સારુ વિદ્યાર્થીએ બોર્ડની દશમા ધોરણની પરીક્ષા પાસ કરવી જોઇએ. બોર્ડની દસમા ધોરણની પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે પ્રવેશ આપવામાં આવે છે. સ્ના તક ડિગ્રીના અભ્યાસક્રમ માટે પાત્ર થવા સારુ, વિદ્યાર્થીએ બોર્ડની બારમા ધોરણની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ભૌતિકવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રણના ફરજિયાત વિષય સાથે પાસ કરવી પડે. કેટલાંક રાજ્યો અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઓ ઇજનેરીમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા રાખે છે. બીજાં રાજ્યોમાં વિદ્યાર્થીએ બારમા ધોરણમાં ખાસ કરીને ભૌતિકશાસ્ત્રા, રસાયણશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર્માં મેળવેલા ગુણના આધારે પ્રવેશ આપવામાં આવે છે. ડિપ્લોમા ધરાવનારા જે પ્રવાહમાં તેમણે ડિપ્લોમમા પૂરો કર્યો હોય તે પ્રવાહના ઇજનેરીના દ્વિતીય વર્ષમાં સીધો પ્રવેશ મેળવી શકે છે. અનુસ્નાપતક કક્ષાના અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીએ સ્ના તક ડિગ્રી અભ્યારસક્રમ પૂરો કરી ડિગ્રી મેળવેલી હોવી જોઇએ. સ્નાકતક થયા પછી વિદ્યાર્થીઓ ભારતમાં કે વિદેશમાં અનુસ્ના્તક અભ્યાસ માટે જઇ શકે છે. તે અનુસ્નાદતક ડિગ્રીની ટોચ હશે. પીએચ.ડી. કક્ષા સુધીનો વધારે અભ્યાજસ પણ વિકલ્પ છે.

ઇજનેરીમાં સ્નાસતક થયા પછી કારકિર્દીમાં કઇ શક્યતાઓ છે ?

 

ઉમેદવાર ખાનગી સેકટર, જાહેર સેકટર કે સરકારમાં જોડાઇ શકે. સરકારમાં ઇજનેર સંઘ જાહેર સેવા આયોગ દ્વારા રાષ્ટ્રીેય કક્ષાએ લેવાતી ભારતીય ઇજનેરી સેવા પરીક્ષામાં બેસી શકે અથવા રાજ્ય સરકારનાં જુદાં જુદાં ખાતાંમાં તેમની સંબંધિત પરીક્ષા આપીને જોડાઇ શકે. સશસ્ત્ર દળો પણ દર વર્ષે સંખ્યાતબંધ ઇજનેરી સ્ના તકોને નીમી શકે. મુલકી ઉડ્ડયન ખાતું પણ ઇજનેરોની ભરતી કરે છે. ઇજનેરો મર્ચન્ટર નેવીમાં જોડાઇ શકે. વિગતવાર કારકિર્દી શક્યતાઓ, ઇજનેરીની જુદી જુદી શાખાઓના સંબંધિત લેખમાં દર્શાવી છે. ભાવિ માહોલ : સુધારા પ્રક્રિયાથી ભારત વૈશ્વિક અર્થતંત્ર સાથે એકત્રીકરણ કરતું જણાય છે. વૈશ્વીકરણ અને ઉદારીકરણને લીધે ભારતમાં તમામ સેકટરમાં વિવિધરાષ્ટ્રીતય (મલ્ટીનેશનલ) કંપનીઓ પ્રવેશી છે. આધાર માળખાના વિકાસ માટે પુષ્કીળ શક્યતા હોવાને કારણે ઇજનેરોની સારી માગ છે. દૂરસંદેશાવ્યીવહાર (ટેલિકોમ્યુજનિકેશન), વીજાણુ, કોમ્યુશ્ ટર અને રસાયણ ઇજનેરોની સારી માગ રહેવાનો સંભવ છે. યાંત્રિક અને બાંધકામ ઇજનેરોને નોકરીની પુષ્કોળ તક મળવાનો સંભવ છે.

સ્ત્રોત: ઇ-નાગરિક

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/3/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate