অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્રામસભા અભિયાન વિભાગ કક્ષાનું આયોજન પત્રિકા

ગ્રામસભા અભિયાન વિભાગ કક્ષાનું આયોજન પત્રિકા

ગ્રામસભામાં સંવાદિતા, સંવાદિતાથી વિકાસ, વિકાસથી સમૃધ્ધિ, સમૃધ્ધિથી ગામડું સુખી, ગામડું સુખી તો દેશ સુખી.

ક્રમાંક: વિક, પંચાયતા ર/ગ્રામસભા/C૯ વિકાસ કમિશ્નરની કચેરી , ડૉ.જીવરાજ મહેતા ભવન બલોક નં.૧૬/૨ ગાંધીનગર, પ્રતિ, 1. 14 CROC- કલેકટરશ્રી, તમામ. - જિલ્લા વિકાસ અધિકારીશ્રી તમામ.

વિષય :- ગ્રામસભા અભિયાન (વિભાગ કક્ષાનું આયોજન) - ગ્રામ વિકાસ વિભાગ માહે : નવેમ્બર -૦૯ માં ગ્રામસભા યોજવા બાબત. તા.૧૬/૧૧/૦૯ થી તા.૩૦, ૧ ૧/૦૯ ના સમયગાળા દરમ્યાનનું આયોજન. ગ્રામ વિકાસ વિભાગ સંદર્ભ ગ્રામસભામાં ચર્ચવાના મુદો તથા અહેવાલ મોકલવા સબંધી સૂચનાઓ.

સંદર્ભ :- (૧) ગુજરાત પંચાયત અધિનિયમ -૧૯૯૩ ની કલમ-૯૩ (ર) પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક; પરચ/૧૦૨૦૦૮/૫૨૧૫/ચ

ઉપરોકત વિષય બાબતે જયભારત સહ જણાવવાનું કે, સંદર્ભ નિર્દેશિત ઠરાવ અન્વયે કાયમી ધોરણે ચાર ગ્રામસભાઓનું અસરકારક અને સફળતાપૂર્વક આયોજન કરવાનું થાય છે. જે અનુસાર રાજય કક્ષાએથી, સરકારશ્રીના એક વિભાગ ધ્વારા, સબંધિત જિલ્લા “વારા અને સબંધિત તાલુકા ધ્વારા એમ કુલ ચાર ગ્રામસભાઓ યોજવાનું આયોજન કરવાનું થાય છે. સંદર્ભ ૨ માં દર્શાવેલ ઠરાવના અનુસંધાને નીચેની વિગતે વર્ષ દરમિયાન ગ્રામસભાઓ યોજવાનુ ઠરાવેલ છે.

ગ્રામસભાની વિગત

કઈ કક્ષાએથી ગ્રામસભાઓ યોજવાની થાય છે

પ્રથમ ગ્રામસભા

તાલુકા કક્ષાએ

બીજી ગ્રામસભા

જીલ્લા કક્ષાએ

ત્રીજી ગ્રામસભા

વિભાગ કક્ષાએ

ચોથી ગ્રામસભા

રાજ્ય કક્ષાએ

ઉપર દર્શાવ્યા મુજબના વાર્ષિક સમય પત્રક કેલેન્ડર અનુસાર પ્રથમ અને બીજી ગ્રામસભાના કુલ-બે તબકકાના આયોજન સંપન્ન થયેલ છે. હવે ગ્રામસભાઓનું આયોજન ગ્રામ વિકાસ વિભાગ કક્ષાએથી હાથ ધરવા નિર્ણય લેવામાં આવેલ હોઇ તા. ૧૬,નવેમ્બર-૦૯ થી તા.૩૦ નવેમ્બર-૦૯ દરમિયાન આપના જિલ્લામાં ગ્રામસભાઓનું આયોજન હાથ ધરવામાં આવે અને તે મુજબ તમામ ગામોએ અમલ થાય તે જોવા અનુરોધ કરવામાં આવે છે. જેનું આયોજન કરી કાર્યક્રમની જાણ અત્રે કરવા સુચના આપવામાં આવે છે.

ગ્રામસભા અભિયાનના ગ્રામ વિકાસ વિભાગ કક્ષાના પ્રસ્તુત આયોજનમાં પૂર્વ આયોજન અને અમલીકરણ સારૂ અત્રેથી અગાઉ આપવામાં આવેલ સૂચનાઓ તેમજ ગ્રામસભા અભિયાન/  વર્ષમાં ચાર ગ્રામસભાઓના આયોજન અંગેની કાયમી વ્યવસ્થા બાબતના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા.૧૯/૧૨/૦૮ ના ઠરાવ ક્રમાંક: પરિચ, ૧૦ ૨૦૦૮) પર ૧ પાચ, તરફ અમલીકરણ સારૂ આપનું ધ્યાન દોરવામાં આવે છે.

ગ્રામસભાના એજન્ડાના મુદો

  • ગ્રામસભામાં ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૯૪ મુજબ ચર્ચવાના કાયમી મુદ્દા ઉપરાંત પરિશિષ્ટ-૧ માં જણાવેલ કાયમી ૧ર મુદ્દાઓનો તથા માન. મુખ્ય મંત્રીશ્રીની પરિકલ્પના મુજબ સમર્ષિની જેમ લોકોને સ્પર્શતા અને વહીવટના પાયાના વિકાસના સાત મુદ્દાઓ એટલે કે, (૧) પાણી (૨) અન્ન અને નાગરિક પુરવઠો (૩) પંચાયત (૪) શિક્ષણ (૫) આરોગ્ય (૬) કૃષિ અને (૭) કાયદો અને વ્યવસ્થા એમ પરિશિષ્ટ-૨ માં જણાવેલ મહત્વના મુદાઓની ચર્ચા હાથ ધરવાની રહેશે તથા પરિશિષ્ટ-૩ માં જણાવ્યા મુજબ એજન્ડાના અન્ય મુદાઓ સાથે ભૌગોલિક વિસ્તારને ધ્યાને રાખી તેનો સમાવેશ કરવાનો રહેશે.
  • વિશેષમાં જણાવવાનું કે, ગ્રામ વિકાસ વિભાગ કક્ષાના ગ્રામસભા અભિયાનના પ્રસ્તુત આયોજનમાં નીચે જણાવેલ બાબતો ઉપર ખાસ ધ્યાન આપવા અને તે મુદ્દાઓનો ગ્રામસભામાં વિશિષ્ટ બાબતો તરીકે સમાવેશ કરવા જણાવવામાં આવે છે.
  1. રાષ્ટ્રિય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના.
  2. ઇન્દીરા આવાસ યોજના.
  3. સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના અને સખી મંડળ
  4. આમ આદમી વીમા યોજના
  5. ગોકુળગામ યોજના.
  6. સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન પ્રોજેકટ.
  7. બી.પી.એલ. યાદી.

ગ્રામ વિકાસ વિભાગના એજન્ડાના ઉપરોકત મુદ્દાઓની વિગતો આ સાથે પરિશિષ્ટ-૪   સામેલ છે.

ગ્રામસભા અંગેના અગત્યના સૂચનો

ગ્રામસભાનો સમય ગામના બહોળા સમુદાયને અનુકુળ હોય તેવી રીતે રાખવો. બને ત્યાં સુધી અધિકારીઓ અને ગ્રામજનો એક જ પ્રકારની બેઠક ઉપર બેસે અને ભારતીય બેઠક હોય તે આવકારદાયક રહેશે. સામાન્ય રીતે એક તાલુકામાં દરરોજ ત્રણ થી ચાર ની મર્યાદામાં ગ્રામસભાઓનું આયોજન કરવાનું ધોરણ રાખવાનું રહેશે. ગ્રામસભા અંગેની પુસ્તિકાનું વાંચન ગ્રામસભાના સંચાલન દરમ્યાન કરવામાં આવે તે જોવાનું રહેશે. આ બાબત ગામે હાજર રહેનાર અધિકારીશ્રીના ધ્યાન ઉપર લાવવાની રહેશે. ગ્રામસભા સંચાલન અંગેની માર્ગદર્શક પુસ્તિકા અગાઉ આપને મોકલવામાં આવેલ છે. તદ્ઉપરાંત સદરહુ પુસ્તિકા પંચાયત વિભાગની વેબસાઇટ ઉપર પણ મુકવામાં આવેલ છે. અધિકારીઓ ધ્વારા વાપરવામાં આવતાં વાહનો ગામની બહાર મૂકીને અધિકારીઓ ચાલીને ગ્રામસભાના સ્થળ સુધી જાય. ગ્રામસભા પહેલાં પદયાત્રા યોજી ગામની

શેરીઓમાં ફરવાનું રાખવામાં આવે.

અનુસૂચિત વિસ્તારની ગ્રામસભામાં વિશેષ કાર્યવાહીઓ

અનુસૂચિત વિસ્તારની ગ્રામસભામાં વિશેષ કાર્યવાહીઓ હાથ ધરવાની રહેશે જે સંબંધે અત્રેથી અગાઉ સુચનાઓ આપવામાં આવેલ છે. જેનો અમલ થાય તે જોવા વિનંતી છે. રાજયની અનુસૂચિત વિસ્તારોની ગ્રામ પંચાયતોના ક્ષેત્રાધિકારમાંથી પ્રાપ્ત થતી ગૌણ વન પેદાશોની આવક અનુસૂચિત વિસ્તારોની ગ્રામ પંચાયતોને વિહિત કરવામાં આવેલ છે. જેથી આ સબંધે ગ્રામ પંચાયતોને મળેલ આવક અને સદરહુ આવકનો ગ્રામ ચાયતે કરેલ ઉપયોગ અંગેની માહિતી અને ચર્ચા ગ્રામસભામાં થાય તે જોવાનું રહેશે.

ગ્રામસભાના પ્રસ્તુત વિભાગ કક્ષાના આયોજન અને અમલીકરણ માટે અગાઉ હાથ ધરવામાં આવેલ ગ્રામસભા અભિયાનના વિવિધ તબકકાઓમાં કરવામાં આવેલ કાર્યવાહી જેવી કે, ગ્રામસભામાં અધિકારી / કર્મચારીશ્રીઓની હાજરી, પદાધિકારીશ્રીઓની હાજરી પ્રચાર-પ્રસાર, તાલીમ, તાલુકા કક્ષાએ અમલીકરણ માટે કોર કમિટીની રચના, પ્રશ્નોના નિકાલની વ્યવસ્થા, ગ્રામસભાનો દૈનિક રીર્પોટીંગ, ગ્રામસભાનો અહેવાલ વિગેરે બાબતો તરફ ધ્યાન દોરવામાં આવે છે. ગ્રામસભાના પ્રસ્તુત તબકકાના આયોજનની વિગતો તાત્કાલિક ધોરણે અત્રેની કચેરીની આયોજન શાખામાં દિન-પ માં મોકલી આપવાની રહેશે. ગ્રામસભાના પ્રસ્તુત અભિયાન પૂર્ણ થયે ત્યાર પછીના દિન-પ માં સંકલિત અહેવાલ તાલુકાવાર સોફટકોપી અને હાર્ડકોપીમાં ફોટોગ્રાફસ સાથે અત્રેની કચેરીની આયોજન શાખામાં મુદ્દામ કર્મચારી સાથે મોકલવાનું રહેશે.

જિલ્લામાં મળેલ ગ્રામસભાઓ પૈકી વિશિષ્ટ ગ્રામસભાઓ સબંધે જિલ્લાવાર ગ્રામસભા આનુસાંગિક સાફલ્યગાથા (સકશેસ સ્ટોરી) અંગે ઇલાયદી નોંધ સ્વરૂપે વિગત મોકલવાની રહેશે. તેમજ જિલ્લામાં મળેલ ગ્રામસભાઓ પૈકી મોડેલ ગ્રામસભા (આદર્શ ગ્રામસભા) ની એક ડોકયુમેન્ટરી ફીલ્મ, જિલ્લા કક્ષાએ ગ્રામસભા અંગેની પુસ્તિકા, જિલ્લા કક્ષાએ ગ્રામસભાના આયોજનથી લઇને ગ્રામસભાઓ પૂર્ણ થયા સુધીની (પ્રશ્નોના નિકાલની વ્યવસ્થા સહિત) બાબતોને આવરી લેતી સી.ડી.તૈયાર કરવાની રહેશે.

આામ ઉપરોકત તમામ તમામ બાબતો ધ્યાનમાં રાખી તેની તકેદારી રાખવા સબંધિત તમામને અનુરોધ કરવામાં આવે છે.

અત્યાર સુધી યોજાયેલ ગ્રામસભાઓના અનુભવ અને મળેલ માહિતી પ્રમાણે ગામના પ્રશ્નોનો લોકભાગીદારી અને લોક-સહયોગથી નિકાલ કરવાના મૂળભૂત આાશયમાં વહીવટી તંત્ર ભૌતિક લક્ષાંકો સિધ્ધ કરવાની દિશામાં વધારે સચેત બનેલ છે. ખરેખર ગ્રામસભાઓ થકી ગામના પ્રશ્નોનો હકારાત્મક અને વિધેયાત્મક રીતે નિકાલ થાય તે પરત્વે જિલ્લા વહીવટી તંત્રએ ખૂબજ જાગૃતિ દાખવવાની જરૂર છે. આપના જિલ્લામાં ગ્રામસભાનું આયોજન અને અમલીકરણ પારસ્પરિક સુમેળ, સંવાદ, સહકાર અને એકરૂપતાની ભાવનાથી થાય અને સદરહુ અભિયાન એક મહોત્સવ તરીકે ઉજવવામાં આવે તે જોવા અનુરોધ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે, ગ્રામસભામાં ગામલોકોના પ્રશ્નોનો ઉકેલ આવે છે. ગામલોકોની ભલામણો, સૂચનોના આધારે વિકાસના કામો થાય છે એટલે લોકોના પોતાના પ્રશ્નોનો ઉકેલ લાવવો હોય, વિકાસના કામો સૂચવવા હોય તો ગ્રામસભામાં ઉમળકાભેર હાજરી આપે તેવા પ્રયાસો કરવા જોઇએ. ગ્રામસભા અભિયાનના આ નવા આયામનું ઉમળકાભેર સ્વાગત કરી ગ્રામસભા સંસ્થાને નવા સંસ્કરણમાં કાયમી સ્વરૂપ આપીએ. ગ્રામસભાના મળવાના તબકકા અને સમયગાળાને ધ્યાને રાખીને ગ્રામસભામાં વિશેષ ધ્યાન આપવાનું રહેશે.

પરિશિષ્ટિ-૧

ગ્રામસભાના એજન્ડાના કાયમી મુદ્દા.

  • ચાલુ નાણાંકીય વર્ષ માટે યોજેલ વિકાસના કામો તથા અન્ય બીજા કાર્યક્રમોની સમીક્ષા
  • ગ્રામ વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ, એન.આર.ઈ.જી.એ., સખી મંડળ, વોટર શેડ, એસ.જી.એસ.વાય, સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન જેવી યોજનાના થયેલ થનાર કામોની સમીક્ષા. ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની યાદીની સમીક્ષા.
  • ગ્રામ વિકાસના કામોમાં લોકોનો શ્રમ, સાધન અને નાણાંકીય ફાળો.
  • સ્થાનિક કર્મચારીઓની ગામમાં કરેલ કામગીરીની તથા હાજરીની સમિક્ષા તથા ગ્રામમિત્રોની કામગીરીની સમીક્ષા
  • નાગરિક અધિકાર હેઠળના પ્રશ્નો અને તેના નિકાલ મર્યાદાની જાણકારી.
  • સરકારશ્રીના નવા કાર્યક્રમ અંગેના ઠરાવો, પરિપત્રો, માર્ગદર્શક સૂચનાઓ વિગેરેની જાણકારી
  • મહેસુલ , પંચાયત કર ની વસુલાત અને બાકીની પરિસ્થિતિ, મોટા બાકીદારોની યાદીનું વાંચન
  • હકક પત્રક નોંધોનું વાંચન તથા ગામતળની મિલકતોમાં માલિકી હકકના ફેરફારોની જાણકારી
  • ગેરકાયદેસર બાંધકામો અને અનઅધિકૃત દબાણોની સમીક્ષા
  • આગામી સમય દરમ્યાન હાથ ઉપર લેવામાં આવનાર વિકાસના કાર્યક્રમો તથા તેના લાભાર્થી અને સહાયની માહિતી.
  • આરોગ્ય, શિક્ષણ, ખેતી, પશુપાલન, આવાસ, ગ્રામ વિકાસ સામુહિક વિષયો અંગેના કાર્યક્રમો અંગેની ચર્ચા.

પરિશિષ્ટ-૨

માન. મુખ્ય મંત્રીશ્રીની પરિકલ્પના મુજબ સમર્ષિ સમાન લોકોને સ્પર્શતા અને વહીવટના પાયાના વિકાસના સાત માધ્યમો.

પાણી

  • પ્રવર્તમાન પાણીના સ્રોતની જાણકારી, જાળવણી અને સ્વચ્છતા
  • પાણીની ગુણવત્તા જાળવણી સારૂના પગલાં
  • આગામી દિવસોમાં ઉદભવનાર પાણીના પ્રશ્નો પરત્વેનું આયોજન અને અમલીકરણ.
  • ઘરે ઘરે પાઇપ લાઇનથી પાણીના જોડાણની ચર્ચા
  • હેન્ડ પંપ રીપેર, પાઇપ લાઇન રીપેર માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી અને તે માટે તાલીમ આપવી
  • પાણી સમિતિની કામગીરીની સમીક્ષા
  • જુથ પાણી પુરવઠા યોજના ને કાર્યાન્વિત કરવી
  • પાણીની ટાંકીઓની નિયમિત સફાઇ
  • પાણીના નિકાલની વ્યવસ્થા (ગટર લાઇન સહિતની બાબતો)
  • સિંચાઇ યોજનામાંથી ગામ તળાવો ભરવાનો નીતિવિષયક નિર્ણય
  • ખેત તલાવડી. બોરીબંધ, ચેકડેમ વિગેરેની ચર્ચા
  • સિંચાઇ માટે ગામલોકોની કેવા પ્રકારની જરૂરીયાત છે તેની ચર્ચા

અન્ન પુરવઠો

  • મોડલ એફ.પી.એસ.ની ચર્ચા
  • વ્યાજબી ભાવની દુકાનો દ્વારા વિતરણ વ્યવસ્થા ગોઠવણીની ચર્ચા
  • લક્ષિત જાહેર વિતરણ યોજના, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની યોજના, અંત્યોદય અન્ન યોજના, અન્નપૂણ યોજના (વયોવૃધ્ધ પેન્શન યોજના અંતર્ગત), આદિજાતિ કન્યાઓના વાલીઓને મફત અનાજની યોજનાની ચર્ચા
  • ગામના બી.પી.એલ. અને અંત્યોદય લાભાર્થીઓના નામોનું વાંચન કરવું તથા તેની પસંદગીના ધોરણોથી ગ્રામજનોને વાકેફ કરી ખોટા લાભાર્થીઓની માહિતી મેળવવી તથા તેનો રીપોર્ટ કરવો
  • કેરોસીન - ૩ વ્યકિત સુધીના કુટુંબને પ લિટર અને ૪ અને તેથી વધુ વ્યકિતને કાર્ડધારકોને ૧૦ લિટર મુજબ એકજ હોતે વિતરણ થાય છે કે કેમ ?તેની ખાત્રી કરવી
  • રેશનકાર્ડની બાકી અરજીઓના સમય-મર્યાદામાં નિકાલની વ્યવસ્થાનું આયોજન કરવું
  • સસ્તા દરે વિતરણ કરતી સંસ્થા નિયમિત સમયસર ખૂલે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી તથા આવશ્યક ચીજ વસ્તુઓની જરૂરી જથ્થો ઉપલબ્ધ રહે તેની તકેદારી રાખતી
  • ગ્રામ તકેદારી સમિતિઓ સમયસર મળે છે કે કેમ તેમજ કાર્યવાહી યોગ્ય રીતે થાય છે ? તેની ખાત્રી કરવી
  • મધ્યાહન ભોજન અને આંગણવાડીના પુરવઠાની ગુણવત્તાની ચર્ચા
  • વિલેજ ગ્રેઇન બેન્કોની કામગીરી યોગ્ય રીતે ચાલે છે કે કેમ ? તેની ખાત્રી કરવી

પંચાયત

  • સ્વર્ણિમ ગુજરાતના સંકલ્પનું વાંચન
  • નિર્મળ ગુજરાતના અભિયાનની ચર્ચા
  • ઈ-ગ્રામ વિશ્વ ગામની ચર્ચા
  • તીર્થગામ યોજના, પાવનગામ યોજના, સમરસ તથા પંચવટી યોજનાઓ તેમજ બારમા નાણાપંચના કામોની ચર્ચા
  • અર્બન વિકાસ પરિકલ્પનાની સમજણ ગામમાં કોઇ વિકટ સમસ્યા હોય તો તે અંગેની ચર્ચા
  • ગ્રામ પંચાયત પોતાના કાર્યો અને ફરજો નિષ્ઠાથી બજાવે
  • ગ્રામ્ય / તાલુકા  / જીલ્લા કક્ષાના અધિકારી /કર્મચારીઓની કામગીરી તથા હાજરી, ક્ષેત્રિય કર્મચારીઓની નિયમિતતાની ચર્ચા.
  • આપત્તિ વ્યવસ્થાપન અંગેની જાણકારી
  • નાગરિક અધિકાર હેઠળના પ્રશ્નો અને લોકાભિમુખ યોજનાઓની ચર્ચા - જાણકારી
  • વિકાસ અને વહીવટનું ગ્રામ્ય કક્ષાએ આયોજન તથા પારદર્શક વહીવટ
  • વિકાસના કામોને અગ્રતા ક્રમ નકકી કરવો
  • સરકારી જમીન ઉપરના દબાણી, પંચાયત અને મહેસુલી બાકી વેરાઓની ચર્ચા
  • ગ્રામ સફાઇના વેરા બાબતે ગ્રામસભાનો અભિપ્રાય

શિક્ષણ

  • શાળા પ્રવેશ મહોત્સવની સમિક્ષા (૧૦૦  ટકા પ્રવેશ ઝુંબેશ)
  • કન્યા કેળવણી ને પ્રાધાન્ય
  • બાલભોગ, તીથીભોજન, મધ્યાહન ભોજન અંગે ચર્ચા
  • શિક્ષક વિહોણી એક પણ શાળા રહે નહિં તેની તકેદારી રાખવી
  • શિક્ષકો નિયમિત હાજરી આપે તે જોવું શિક્ષકો / છાત્રોની ગેરહાજરી, અભ્યાસની ગુણવત્તા, અભ્યાસ સુધારણાનું આયોજન અમલીકરણ થાય
  • ડોપ આઉટ રેટ ઓછો થાય તેનું આયોજન કરવું
  • ધોરણ ૧ થી ૭ માં કોમ્પ્યુટર વારા શિક્ષણની ચર્ચા
  • અનુ. જાતિ / અનુ જનજાતિના શિક્ષણને પ્રાધાન્ય અપાય
  • સેનીટેશન (વિદ્યાથીનીઓના ટોયલેટ સહિત), પીવાનું પાણી તથા શાળાની મરામત પરત્વે કાળજી તથા તકેદારી લેવાય
  • શિક્ષકો / છાત્રોની ગેરહાજરી, અભ્યાસની ગુણવત્તા, અભ્યાસ સુધારણાનું આયોજન
  • શાળાઓમાં સામૂહિક ટોયલેટમાં પાણીનું જોડાણ
  • શાળામાં વૃક્ષારોપણ અને કેન્સીંગ

આરોગ્ય

  • નીરોગી બાળ અભિયાનની ચર્ચા
  • ચિરંજીવી યોજનાની જાણકારી
  • હેલ્થ કાર્ડની સમીક્ષા
  • બેટી બચાવો (સ્ત્રી ભૂણ હત્યા) ની સમીક્ષા
  • દરેક ગામમાં પુરૂષ - સ્ત્રીના રેશીયાની જાણકારી આપવી
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/ પેટા કેન્દ્ર નિયમિત ખૂલે અને મેડીકલ ઓફીસરથી માંડીને તમામ કર્મચારીઓ નિયત સમયે ફરજ બજાવે તે સુનિશ્ચિત કરવું
  • દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બને તે જોવું
  • રોગચાળા સામે પ્રતિકારક આયોજન કરવું
  • લાંબુ જીવે અને સુખી જીવે તે માટે સુનિશ્ચિત આયોજન કરવું
  • આંગણવાડી કાર્યક્રમમાં બાળકો, પ્રસૂતા અને ધાત્રી માતાઓને યોગ્ય લાભ મળે તે જોવું
  • આંગણવાડીમાં પૌષ્ટીક આહાર જેવા કે સુખડી વિતરણ તથા દૂધ આપવા બાબતની ચર્ચા

કૃષિ

  • કૃષિ મહોત્સવની સમીક્ષા
  • સોઇલ હેલથ કાર્ડની સમીક્ષા
  • ગોબર બેંકની સ્થાપનાની ચર્ચા
  • ગુજરાત રાજયમાં વસ્તીના ર/૩ લોકો કૃષિ ક્ષેત્રે સંકળાયેલા છે કૃષિ ઉત્પાદકતા વધારવી, ખેત પેદાશોના ભાવ સુનિશ્ચિત કરવા તેમજ કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિમાં રોજગાર નિર્માણ કરવા માટે રાજય સરકારે ખેતીના સુનિશ્ચિત વિકાસ માટે એગ્રોવિઝન - ર૦૧૦ તૈયાર કરેલ છે
  • ખેડૂતોને પાક અંગે માર્ગદર્શન તથા પાક વિમા યોજનાનું સંકલન
  • સુધારેલ બિયારણ, ખાતરો અને ઓજારોનો વ્યાપ વધે તે સુનિશ્ચિત આયોજન કરવું
  • ગુણવત્તાવાળા બિયારણની ઉપલબ્ધી
  • વિસ્તરણ સેવાઓ સંગીન બનાવવી - નિદર્શનો યોજવા
  • કુવાઓ રીચાર્જ કરાવવા તથા સિંચાઇની વ્યવસ્થાની ઉપલબ્ધિ

કાયદો અને વ્યવસ્થા

  • જુદી જુદી કોમો વચ્ચે કોમી એખલાસ માટે કાયમી ધોરણે શાંતિ સમિતિની રચના
  • પાકનું ભેલાણ અટકાવવા માટે મોનીટરીંગ
  • પછાત જાતિઓની અરજીઓનું નિરાકરણ અને સામુહિક સુવિધાઓની ઉપલબ્ધિ
  • અ. જા. / અ. જ જાતિ તથા મહિલા અત્યાચાર નિવાર કાર્યો પ્રત્યે સજાગતા રાખવામાં આવે
  • ગામમાં સમરસ ગામનું વાતાવરણ ઉભુ કરવું
  • પાવન ગામ, તીર્થગામની ચર્ચા
  • અસામાજીક તત્વોની હેરાનગતીની વ્યાપક ફરિયાદ હોય તો તેની ચર્ચા

પરિશિષ્ટ-૩

ગ્રામસભાના એજન્ડાના અન્ય મુદ્દાઓ.

  • એન.આર.ઈ.જી.એ. તળે સેલ્ફ ઓફ પ્રોજેકટનું વાંચન તથા નવા કામોની મંજુરી આપવી તથા બી.પી.એલ. કુટુંબોને રોજગારી મેળવવા ખાસ અનુરોધ કરવા બાબત.
  • નામ.સુપ્રિમ કોર્ટના ચુકાદા ૧૯૬/૨૦૦૧ અન્વયે સામાજીક અન્વેષણ અંગે નીચેની યોજનાની જાણકારી.
  1. લક્ષીત જાહેર વિતરણ યોજના (ટી.પી.ડી.એસ.)
  2. અંત્યોદય અન યોજના.
  3. મધ્યાહન ભોજન યોજના.
  4. રાષ્ટ્રીય વૃધ્ધાવસ્થા પેન્શન યોજના.
  5. અન્ય પૂર્ણા યોજના.
  6. સંકલિત બાળ વિકાસ યોજના.
  7. રાષ્ટ્રિય પ્રસૂતિ લાભ યોજના
  8. રાષ્ટ્રિય પરિવાર લાભ યોજના,
  • પાણીના સ્ત્રોતોની જાળવણી સ્પે.સી.એ.નં. ૧૦૬:૨૧, ૨૦૦૦ માં નામદાર હાઈકોર્ટના તા.૨/૮/૨૦૦૦ ના ચુકાદા મુજબની સમજ આપવા બાબત.
  • ગ્રામસભાના એજન્ડામાં ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખી જે તે વિસ્તારની ગ્રામસભામાં ચર્ચવાના
  1. વનબંધુ કાર્યક્રમની સમીક્ષા
  2. સાગર ખેડૂ કાર્યક્રમની સમીક્ષા,
  3. વિકાસશીલ તાલુકાઓના કાર્યક્રમોની સમીક્ષા.
  4. વન અધિકાર અધિનિયમ અંગેની સમજુતી.
  5. અનુસૂચિત વિસ્તારની ગ્રામસભામાં કાયદાની જોગવાઈ અનુસારની કાર્યવાહી કરવી.
  • રાજયના અનુસૂચિત વિસ્તારના ગામોમાં અનુસૂચિત આદિજાતીઓને અન્ય પરંપરાગત વનવાસીઓ (વન સબંધિ અધિકારોનો સ્વીકાર) અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત વનસબંધિ અધિકાર સમિતિ (PRC) સબંધિત કાર્યવાહી તથા પ્રસ્તુત બાબતે હકક-દાવાઓ સ્વિકારવા સબંધે નિયમોની જોગવાઇઓ મુજબ કાર્યવાહી હાથ ધરવા તથા પ્રસ્તુત બાબતે નામ રાજય સરકારશ્રીના સબંધિત વિભાગ ધ્વારા મળેલ સૂચનાઓના અમલીકરણ બાબત.
  • વન અધિકાર ધારા હેઠળ જે તે અરજદારની નિયત સમય મર્યાદામાં પોતાના કલેમ નિયત નમુનામાં ગ્રામ પંચાયત સમક્ષ દાખલ કરવાના થાય છે. આવી અરજીઓની સ્થળ ચકાસણી જે તે વન અધિકાર સમિતિ તરફથી કરવામાં આવેલ છે. જેથી ગ્રામ સભામાં આ અરજીઓ રજૂ કરવામાં આવે જેથી આવા પ્રશ્નોનો સમયસર નિકાલ કરી શકાય.

આગામી નવેમ્બર '૦૯ માસમાં યોજાનાર ગ્રામ સભામાં ચર્ચા કરવા અંગેનો ગ્રામ વિકાસ વિભાગનો અજેંડા

રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના

  • એન.આર.ઈ.જી.એ યોજનાના અમલીકરણનો વ્યાપ વધારવા બાબત
  • જોબકાર્ડ નોંધણી ઝુંબેશ - જેમાં મુખ્યત્વે ગામમાં રહેતા કુલ એ પી.એલ.બી.પી.એલ. કુટુંબોની સંખ્યા, તે પૈકી જોબકાર્ડ આપવામાં આવેલ કુટુંબોની સંખ્યા તથા બાકી શ્રમિકોને જોબ કાર્ડ આપવા અંગેના આયોજન અંગેની સમીક્ષા.
  • નરેગા યોજનામાં સખીમંડળની ભાગીદારી - જેમાં ગામના કુલ સખામંડળની સંખ્યા, સખીમંડળના કુલ સભ્યોની સંખ્યા, સખીમંડળના કુલ સભ્યો પૈકી નરેગા યોજના લાભ લેનાર સખી મંડળના સભ્યોની સંખ્યા અંગેની સમીક્ષા.
  • નરેગા યોજનાના લાભાર્થીના બેન્ક/પોસ્ટ માં ખાતા ખોલવા - જેમાં મુખ્યત્વે કુલ કેટલા લાભાર્થીઓ છે તે પેકી કેટલા લાભાર્થીઓના બેન્ક/પોસ્ટમાં ખાતા ખોલવામાં આવેલ છે તથા ખાતા ખોલવાના બાકી હોય તેવા લાભાર્થીઓના ખાતા ખોલવા અંગેનું આયોજન અને સમીક્ષા
  • નરેગા યોજના હેઠળ શ્રમિકોને નાણાંની ચુકવણી કરવા બાબત- જેમાં ૧૫ દિવસથી વધુ નાણાની ચુકવણી બાકી હોય તો તેના કારણો તથા તે ચુકવણા કયારે કરવાના છે? તેની સમીક્ષા.

લેબર બજેટ નકકી કરવું

  • અમલીકરણ એજન્સી પ્રમાણે હાથ ધરવાના કામો નકકી કરવા
  • સંભવિત લાભ લેનાર કુટુંબોની સંખ્યા તથા સંભવિત ઉત્પન થનાર રોજગારી
  • સંભવિત અંદાજીત ખર્ચની વિગત.

નરેગા યોજના હેઠળ થયેલ કામોનું સામાજીક ઓડિટર

સામાજીક ઓડિટ માટે ગ્રામસભામાં નીચેના મુદ્દાઓ આવરી લેવાના રહેશે. મહત્વનું ર, અને માહિતી જાહેર જનતાની જાણ માટે પ્રાપ્ય બને તેમ કરવાનું રહેશે, જોબકાર્ડ અને રોજગાર માટે મળેલી અરજીઓ સંબંધી રેકર્ડ, તે પૈકી નોંધાયેલી અરજીઓ, અરજદારોને આપવામાં આવેલા જોબકાર્ડ, અરજદારોને રોજગાર પુરો પાડવામાં આવ્યો છે કે કેમ તે દર્શાવતી યાદી, મળેલું અને વાપરેલું ફંડ, કરેલી યુકવણીઓ, મંજુર થયેલું કામ હાથ ધરેલ તમામ કામો, કામનો અંદાજ અને તેની ઉપર વહોરેલું ખર્ચ, કામનો સમયગાળો, ઉત્પન થયેલ માનવ દિવસો, સ્થાનિક સમિતિનો અહેવાલ, કરેલ કામના  હાજરી પત્રક વાંચણે લેવાના રહેશે.

ઈન્દિરા આવાસ યોજના

  1. ઈન્દિરા આવાસ યોજનાની કાયમી પ્રતિક્ષા યાદી મુજબ O- ૧ : સ્કોર ધરાવતા બી.પી.એલ. લાભાર્થીઓની અદ્યતન થયેલ યાદી જે ગામ પંચાયતના દિવાલ પર પેઈન્ટ કરવામાં આવેલ છે તે વાંચણે લેવું.
  2. અગાઉ  તથા નવા ઉમેરાયેલ બી પી એલ  લીસ્ટના લાભાર્થીઓની યાદી વાંચણે લેવી.
  3. વર્ષ ૨૦૦૮-૦૯ તથા ચાલુ વર્ષ ૨૦૦૯ -૧૦માં જે લાભાર્થીઓને આવાસના મકાનો મળેલ છે તેનું લીસ્ટ તથા તેઓને કેટલા હપ્તાની સહાય મળેલ છે તેની લાભાર્થીવાર વિગતો ગ્રામસભામાં મુકવી.
  4. ૪% ડીઆરઆઈ યોજના અંગેની ચર્ચા
  5. ઈન્દીરા આવાસ યોજના અંતર્ગત શૌચાલય બનાવવા બાબત.

સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના અને સખી મંડળ

  • ગ્રામ્ય વિસ્તારના ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને આર્થિકરીતે પગભર કરવા વધુમાં વધુ સ્વસહાય જુથો બનાવવા માટે ગ્રામજનોને  અપીલ કરવી
  • તેમની જરૂરીયાત પ્રમાણે આર્થિક પ્રવૃત્તિને સાંકળવા માટે વિવિધ આર્થિક, પ્રવૃત્તિઓની તાલિમ આપવી, તેની સમજ આપવા અને પોતાની આર્થિક પ્રવૃત્તિ શરૂ કરવા બેંકનો સંપર્ક સાધી તેમની જરૂરીયાત પ્રમાણે બેક ધિરાણ સહાય અપાવવી, અને કાયમી આવકનું કાયમી સાધન ઉભું કરી શકે તે માટે જરૂરી મદદ અને માર્ગદર્શન પુરું પાડવું.
  • બી.પી.એલ.સ્વસહાયજુથો/કારીગરો ધ્વારા ઉત્પાદીત થયેલ ચીજ-વસ્તુ તથા કલાકારીગરી કરેલ બનાવટોને બજાર સુધી પહોંચડવા પાક tail બજારની સુવિધા પુરી પાડવા માટે ગ્રામજનોએ ગામો ક/તલાટી, તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સંપર્ક કરવા જણાવવું.
  • ગામડાની જરૂરીયાતમંદ બહેનોને આર્થિક અને સામા,િ રીતે સશકત કરવા માટે સંગઠીત કરવા સખીમંડળોની રચના કરવા આ રચાયેલ સખી મંડળોના સભ્યો પરસ્પર વિશ્વાસ કેળવી બચત કરવાની ટેવ પાડના આ માટે નિયમિત મીટીંગો બોલાવવા તથા મિટિંગમાં નકકી કરવામાં આવેલ રકમના નિયમિત  રીતે બચતો કરવા હિસાબોના માહિતગાર કરવા અને હિસાબો નિભાવવા
  • સખી મંડળોના બેંકમાં ખાતા ખોલાવવા સમયાંતરે બેકની મુલાકાત લઇ, બેંક ના વ્યવહારોને સમજવા તથા સખી મંડળની રચનાને છ માસ થયા પછી બેક પાસે ગ્રેડીંગ કરાવવું, ગ્રેડીંગ થયેલ સખી મંડળોને કેશ કેડીટ મેળવી શરાફોના ઉચા વ્યાજદરમાંથી મુકત થાય તે બાબતે જાગૃતિ કેળવી આંતરિક ધિરાણ વધારવુ.
  • ત્યારબાદ સખી મંડળોના તમામ સભ્યોએ એકત્રિત થઈ આવકની પ્રવૃતિઓ શરૂ કરવા માટે બેકનો સંપર્ક સાધી જરૂરી આર્થિક સહાય મેળવી મહિલાઓ સશકિતકરણ થાય તે માટે અભિયાન રૂપે કામગીરી હાથ ધરી પગભર થઈ સ્વમાનભેર જીવી શકે તે રીતે લોક જાગૃતિ કેળવવી.

આમ આદમી વિમા યોજના

  • ૧૬ સ્કોરના ગરીબી રેખા નીચે જીવતા ૧૮ થી ૫૯ વર્ષના જમીન વિહોણા કુટુંબો માટેની આમ આદમી વિમા યોજનાની ગામ લોકોને જાણકારી આપવી.
  • ૦ થી ૧૬  ગુણાંક ધરાવતા જમીન વિહોણાં ખેતમજુર ૧૮ થી ૫૯ વર્ષની ઉંમર ધરાવતા બીપીએલ લાભાથીને નોમીનેશન ફોર્મ ભરાયેલ છે તે યાદી વંચાણે લેવી.
  • આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલ લાભાર્થીના કુટુંબોના ધોરણ ૮ થી ૧૨માં અભ્યાસ કરતા હોય તેવા મહત્તમ બે બાળકોને શિષ્યવૃત્તિ ની દરખાસ્ત કરવાની જાણકારી આપવી તથાજેની શિષ્યવૃત્તિની દરખાસ્તો થયેલ છે તથા મંજુર થયેલ છે તે યાદી વાંચણે  લેવી
  • વિમા કલેમના ચુકવણા માટે એલ.આઈ.સી.ને મોકલેલ અને મજુર થયેલ દાવાની વિગતો જાણ માટે મુકવી.

ગોકુળ ગ્રામ યોજના :

  • જે ગામોમો ગોકુળ ગ્રામ યોજના અંતર્ગત સુનિશ્ચિત કરેલી ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ હોય અને યોજનાકીય કામગીરી પૂર્ણ થયેલ હોય તેવા ગામો ગોકુલ ગ્રામ તરીકે જાહેર ન થયેલા હોય  તો જે તે ગામ ને ગોકુળ ગ્રામ તરીકે જાહેર માટે મુકવો.

સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન પ્રોજેકટ

  1. ગામમાં એ.પી.એલ. કુટુંબોની કુલ સંખ્યા.
  2. ગામમાં બી.પી.એલ. કુટુંબોની કુલ સંખ્યા.
  3. શૌચાલયની સુવિધા ધરાવતા એ.પી.એલ. કુટુંબોની સંખ્યા.
  4. શૌચાલયની સુવિધા ધરાવતા ગામમાં બી.પી.એલ. કુટુંબોની સંખ્યા.
  5. શૌચાલયની સુવિધા ધરાવતા હોય અને ઉપયોગ ના કરતા હોય  તેવા કુટુંબોની સંખ્યા અને કારણો અંગે ચર્ચા.
  6. જો ગામમાં ૧૦૦ ટકા શૌચાલય ન બનેલા હોય તો તેના કારણો અંગે ચર્ચા.
  7. સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન યોજના હેઠળ શૌચાલય બનેલા હોય અને પ્રોત્સાહક રકમ ચુકવાયેલ ન હોય તેવો લાભાર્થીઓ કુટુંબોની સંખ્યા અંગે ચર્ચા.
  8. સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન યોજના હેઠળ શૌચાલય બનાવ્યા બાદ પ્રોત્સાહક  રકમ ની ચૂકવણું
  9. જગ્યાના અભાવે વ્યકિતગત શૌચાલય બનાવેલ ન હોય તો સામૂહિક શૌચાલય માટે આયોજન કરેલ છે કે કેમ ? તેની ચર્ચા.

10. ગામની શાળામાં બાળકોની સંખ્યાને ધ્યાને લઈ તેમજ ખાંગણવાડીમાં શૌચાલય સુવિધા ઉભી કરાયેલ છે કે કેમ ? તેની ચર્ચા

11. ખુલ્લામાં શૌચક્રિયા બંધ કરવા કયા કયા પગલાં લેવામાં આવ્યા. દંડની રકમ નિયત કરવામાં આવેલ હોય તો તેની વિગતો અને તેની ચર્ચા.

12. આપના ગામને "નિર્મળ ગામ" બનાવવા ગામમાં તમામ કુટુંબો શૌચાલય બનાવી તેનો ઉપયોગ કરે અને ગામને ખુલ્લામાં શૌચક્રિયા થી મુકત કરવા 'ગ્રામ સભા' ઠરાવ પસાર કરવા અંગે ચર્ચા

બી.પી.એલ. યાદી

  • ૦ થી ૧ - ગુણાંક તથા ૧.૭ થી ર૦ ગુણાંક ધરાવતા કુટુંબોની યાદી ગ્રામસભામાં વચાણે , મંજુરી અર્થે મુકવી.
  • નવા ઉમેરાયેલ, રદ કરાયેલ બીપીએલ કુટુંબોની યાદી ગ્રામસભામાં વંચાણે , મંજુરી  અર્થે મુકવી.
  • પ્રવર્તમાન / અર્ધતન યાદી ગ્રામસભામાં વંચાણે , મંજુરી અર્થે મુકવી.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate