অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તાલીમ શાખાની કામગીરી

તાલીમ શાખાની કામગીરી

રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ યોજના

જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના તમામ પદાધિકારીશ્રીઓને તાલીમ આપવાની યોજના.

  • રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ યોજના હેઠળ સમગ્ર રાજયમાં તા. ૧૦/૧/૨૦૧૦થી ૧૫/૫/૨૦૧૦ દરમ્યાન પ્રથમ તબક્કામાં તેમજ ૧૦/૮/૨૦૧૦થી૩૦/૩/૨૦૧૧ સુધીમાં બીજા તબક્કામાં કુલ ૧,૨૭,૮૩૧ પદાધિકારીશ્રીઓને તાલીમ આપવામાં આવેલ છે.
  • ૨૬ જિલ્લાના કુલ ૮૩૧ પદાધિકારીશ્રીઓ.
  • ૨૨૩ તાલુકાના ૪૨૦૧ પદાધિકારીશ્રીઓ.
  • ૧૩૭૩૮ ગ્રામ પંચાયતના કુલ ૧,૨૨,૯૪૪ પદાધિકારીશ્રીઓ.
  • તાલીમના પ્રથમ તબક્કામાં રાજયના ટી.એ.એસ.પીમાં સમાવિષ્ટે થતા કુલ ૧૧ જિલ્લાઓ બનાસકાંઠા, ભરૂચ, દાહોદ, ડાંગ, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, વલસાડ, તેમજ તાપીના ગ્રામ્ય કક્ષાના તમામ પદાધિકારીશ્રીઓને તાલીમ હેઠળ આવરી લેવામાં આવેલ છે. જયારે અન્ય જિલ્લાઓના ગ્રામકક્ષાના સરપંચશ્રી તેમજ ગ્રામ પંચાયત સામાજીક ન્યાય સમિતીના અધ્યમક્ષશ્રીઓને તાલીમ હેઠળ આવરી લેવામાં આવેલ છે.
  • તાલીમના બીજા તબક્કામાં રાજયમાં બાકીના તમામ પદાધિકારીશ્રીઓને આવરી લેવામાં આવેલ છે.
  • જિલ્લા તેમજ તાલુકા કક્ષાના નવા ચુટાયેલા પદાધિકારીશ્રીઓને માર્ચ ૨૦૧૧ સુધીમાં તાલીમબધ્ધ કરવાનું આયોજન હતુ તે પૈકી કુલ ૩૨૯૧ જિલ્લા/તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓની ફાઉન્ડેશન કોર્સનીતાલીમ પૂર્ણ કરવામાં આવેલ છે.
  • જિલ્લા કક્ષાના પદાધિકારીશ્રીઓને જિલ્લા કક્ષાએ તાલીમ આપવામાં આવે છે.
  • તાલુકા કક્ષાના પદાધિકારીશ્રીઓને જિલ્લા કક્ષાએ તાલીમ આપવામાં આવે છે.
  • તેમજ ગ્રામ કક્ષાના પદાધિકારીશ્રીઓને તાલુકા કક્ષાએ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવે છે.
  • આ ઉપરાંત રાજયમાં આવેલ તાલીમ કેન્દ્રો ખાતે પદાધિકારીશ્રીઓને તાલીમ મળી રહે તેવું આયોજન કરવામાં આવે છે.
  • ૩ દિવસીય તાલીમ કાર્યક્રમમાં પદાધિકારીશ્રીઓને પંચાયતીરાજમાં ઇતિહાસ/ગુજરાત પંચાયત એકટના મુખ્ય મુદૃાઓની સમજ, ગ્રામસભા, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, પેસા એકટ, તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવે છે.
  • તાજેતરમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વ્યકિતલક્ષી યોજનાઓની પુસ્તીંકા બનાવવામાં આવેલ છે જે તમામ જિલ્લાઓમાં ત્રણેય સ્તરના પદાધિકારીશ્રીઓને પહોંચે તે માટે વિતરણ કરવામાં આવેલ છે.
  • પદાધિકારીશ્રીઓને તાલીમ આપવા માટે ડીસેમ્બર-૨૦૧૦માં સ્પી.પા, અમદાવાદ ખાતે જિલ્લા તેમજ તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓની ટ્રેઇનીંગ ઓફ ટ્રેનર્સ (ટી.ઓ.ટી.) તાલીમનુ઼ આયોજન કરવામાં આવેલ. આગામી સમયમાં આ અધિકારીશ્રીઓ દ્વારા પદાધિકારીશ્રીઓને તાલીમ શિબિરોમાં વિવિધ વિષયોની માહિતી મળી રહે તેવું આયોજન કરવામાં આવેલ છે
  • તાલીમ કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૦૯-૧૦ દરમ્યાન રૂ. ૫.૨૭ કરોડની ફાળવણી થયેલ છે. જેમાં કેન્દ્રર સરકાર પુરસ્કૃવત રૂ.૩.૯૫ કરોડ તેમજ રાજય સરકાર પુરસ્કૃત રૂ.૧.૩૨ કરોડ ફાળવવામાં આવેલ છે.

બેકવર્ડ રીજીયન ગ્રાન્ટ ફંડ યોજના.(બીઆરજીએફ)

  • ભારત સરકાર દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૦૬-૦૭માં રાષ્ટ્રીય સમ વિકાસ યોજનાના સ્થાવને બેકવર્ડ રીજીયન ગ્રાન્ટ ફંડ યોજના શરૂ કરવામાં આવી. ગુજરાતના ૬ જિલ્લા બનાસકાંઠા, ડાંગ, દાહોદ, નર્મદા, પંચમહાલ અને સાબરકાંઠા તેમજ આ જિલ્લાઓના ૪૮ તાલુકાઓમાં આ યોજના અમલમાં છે. આ યોજના ૧૦૦ ટકા કેન્દ્રઆ સરકાર પુરસ્કૃત છે. જેનો મુખ્યબ ઉદૃેશ નાણાંકીય સાધનો પુરા પાડી પ્રાદેશિક અસમતુલા દુર કરી વિકાસ કરવાનો છે.
  • અપુરતી સગવડોને લીધે અપૂર્ણ રહેતી સ્થાનિક માળખાકિય સુવિધાઓ તેમજ અન્ય વિકાસ લક્ષી જરૂરિયાતોને પુરી નાણાંકીય સુવિધા આપવી.
  • પંચાયત તેમજ નગરપાલીકા કક્ષાએ પ્રશાસન વધુ મજબુત બને તેમજ આયોજન, અમલીકરણ, અને નિર્ણય લેવાની વ્યવસ્થા માં ભાગીદારી વધે તેમજ સ્થાનિક જરૂરિયાતોનો સમાવેશ થાય.
  • સ્થાનિક પ્રશાસન તેમજ લોકોને તેઓના વિકાસના કામોના આયોજન, અમલીકરણ તેમજ દેખરેખ માટે પ્રોફેશનલ સહયોગ પુરો પાડવો.
  • પંચાયતને સોંપવામાં આવેલી કેટલીક મહત્વ ની જવાબદારીઓ સારી રીતે નિભાવી શકે તે માટે પંચાયતોની સ્થાનિક ક્ષમતા વધારવી તેમજ સુધારવી.
  • કેન્દ્ર સરકારની આ યોજનામાં જિલ્લાને દરવર્ષે ઓછામાં ઓછા રૂા.૧૦કરોડ ફાળવવામાં આવે છે. જિલ્લા કક્ષાએ જિલ્લા આયોજન સમિતિ વિકાસના કામોનું આયોજન કરે છે.ત્યારબાદ આ આયોજન હાઇપાવર કમિટિ માં આવે છે.જે મંજુર થઇને કેન્દ્ર્માંજાય છે.
  • આ યોજના હેઠળ મળતી ગ્રાન્ટનો ઉપયોગ શાળાના ઓરડા, બાલ આંગણવાડી, હોસ્ટેલ, સિંચાઇના કામો, ડેરી, ગ્રામ હાટ, ધો.૧૧ અને ૧૨ના સાયન્સના વિદ્યાર્થીઓ માટે કોચીંગ કલાસ, આદિજાતિના બાળકો માટે એકલવ્ય મોડેલ સ્કુયલ, રાજીવગાંધી સેવા સદનમાટે ફંડ, ડ્રેઇનેજ, પીવાનું પાણી, મધ્યા્હન ભોજન યોજના શેડ વગેરેબનાવવા ઉપયોગમાં લેવાય છે.
  • બી.આર.જી.એફ યોજના હેઠળ મુખ્યાત્વે (૧) વિકાસના કામો (૨) તાલીમ કાર્યક્રમ હાથ ધરવામા આવે છે.
  • બીઆરજીએફ યોજના હેઠળ રાજય ગ્રામ વિકાસ સંસ્થા દ્વારા પંચાયતીરાજ સંસ્થાઓ સાથે સંકળાયેલા પદાધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓને દર વર્ષે ક્ષમતાવર્ધક તાલીમ આપવાની કામગીરી કરવામાં આવે છે. આ માટે રાજય ગ્રામ વિકાસ સંસ્થાઆ ને નોડલ એજન્સીઆ તરીકે નિયુકત કરવામાં આવેલ છે. સંસ્થાને કેપેસીટી બિલ્ડીંગ અને ટ્રેઇનીંગ અંતર્ગત વર્ષ ૨૦૦૭-૦૮થી ૨૦૧૦-૧૧ દરમ્યાવન રૂા. ૧૩.૩૬ કરોડની ગ્રાન્ટ મળેલ છે. જે પૈકી જુલાઇ ૨૦૧૧ સુધીમાં રૂા. ૭.૯૭ કરોડનો ખર્ચ થયેલ છે. સંસ્થા દ્વારા ટેલી-સેટકોમ, સંસ્થાના મુખ્ય મથક અમદાવાદ ખાતે અને દરેક તાલુકાઓમાં પ્રત્યક્ષ તાલીમ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ પ્રત્યક્ષ તાલીમ કાર્યક્રમ ત્રણ દિવસના હોય છે.
  • આ યોજના હેઠળ રાજયના બી.આર.જી.એફ જિલ્લાઓના જિલ્લા/તાલુકા તેમજ ગ્રામ કક્ષાના કુલ ૨૬૫૧૦ પદાધિકારીશ્રીઓની તાલીમ પૂર્ણ કરવામાં આવેલ છે. નવા ચુંટાયેલા જિલ્લા/ તાલુકાના કુલ ૧૨૨૫ પદાધિકારીશ્રીઓ પૈકી ૧૧૬૪ની ફાઉન્ડેંશન કોર્ષની તાલીમ પૂર્ણ કરવામાં આવેલ છે.
  • વધુમાં આ યોજના હેઠળ તાલુકા કક્ષાના ઇન્ટંર મીડીયેટ રીસોર્સ સેન્ટીર્સની પણ જોગવાઇ છે. જે અંતર્ગત ૪૮ સેન્ટટર્સમાંથી કુલ ૨૫ રીસોર્સ સેન્ટમર્સની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

આ યોજના હેઠળ વર્ષ ૨૦૦૯-૧૦ દરમ્યાોન કુલ રૂા. ૯૧.૧૭ કરોડ રીલીઝ ગ્રાન્ટો સામે જુલાઇ-૧૧ અંતિત કુલ રૂા.૮૯.૩૮ કરોડનો ખર્ચ થયેલ છે.

વર્ષ ૨૦૧૦-૧૧ દરમ્યાતન કુલ રૂા.૧૦૧.૩૧ કરોડની રીલીઝ ગ્રાન્ટ સામે જુલાઇ-૧૧ અંતિત કુલ રૂા.૫૯.૫૩ કરોડનો ખર્ચ થયેલ છે.

આ યોજના માટે વર્ષ ૨૦૧૧-૧૨માં કુલ રૂા. ૧૦૧.૦૦ કરોડની જોગવાઇ રાખવામાં આવેલ છે.

ગુજરાતના પંચાયતીરાજ તાલીમ કેન્દ્રો

કેન્દ્રં સરકારની યોજના હેઠળ ગુજરાતમાં પંચાયતીરાજ સંસ્થારઓના બીન સરકારી હોદેદારોને તાલીમ માટે પંચાયતીરાજ તાલીમ કેન્દ્રોજ ત્રીજી પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવ્યા હતા.

ગ્રામકક્ષાએ પંચાયતોમાં કામ કરતા પદાધિકારીઓ અને પંચાયત મંત્રીઓમાં પરસ્પર કામ કરવાની સમજૂતી કેળવાય અને તાલીમ કાર્યક્રમ વધુ હેતુ પુર્વક અને કરકસરયુકત બને તે દ્રષ્ટિ એ રાજયની ખ્યાતનામ શિક્ષણ સંસ્થાઓને પંચાયતીરાજ તાલીમની કામગીરી સોંપવામાં આવી. આ માટે સરકારશ્રીના તા.૧-૧૦-૬૬થી છ તાલીમ કેન્દ્રોને આ કામગીરી સોંપવામાંનું ઠરાવવામાં આવ્યુ જે કેન્દ્રોમાં (૧) લોકભારતી સણોસરા (૨) શ્રી વી.ટી.કૃષ્ણાદમાચારી ઇન્ટીમ . સમીયાળા (૩) સર્વોદય આશ્રમ વાલમ (૪) સ્વથરાજ આશ્રમ, બારડોલી (૫) ગંગાજલી વિધાલય, અલીયાબાડા (૬) ગુજરાત સેવા સંઘ, સાદરાનો સમાવેશ કરવામાં આવેલ.

હાલમાં પંચાયતીરાજની તાલીમ અને વહીવટી માર્ગદર્શન માટે રાજયમાં સાદરા, લોકભારતી સણોસરા, સ્વરાજય આશ્રમ, બારડોલી, સરસ્વતી ગ્રામ વિધાપીઠ, સમોડા, બળવંતરાય મહેતા પદાધિકારી તાલીમ કેન્દ્ર ગાંધીનગર અને રાજય સરકારના સીધા નિયંત્રણ હેઠળ બળવંતરાય મહેતા ગ્રામ વિકાસ અને પંચાયતીરાજ ભવન શશીકુંજ જૂનાગઢ અને પ્રાદેશિક પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર , વડોદરા વગેરે કેન્દ્રો ચાલે છે.

ગુજરાત વિધાપીઠ સંચાલીત પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર સાદરા.

૧૯૨૦માં મહાત્માત ગાંધી સ્થાપિત ગુજરાત વિધાપીઠ ધ્વારા પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર, સાદરા ગાંધીનગર જિલ્લામાં આવેલુ છે. વિધાપીઠ સને ૧૯૬૮થી લોકશાહી વિકેન્દ્રીરકરણના ધ્યેયને અનુરૂપ ગ્રામ/નગર કક્ષાએ આદર્શ વહીવટી ગ્રામનવનિર્મિત અને ગાંધી યુકત ગ્રામસ્વયરાજની ભાવનાને મૂર્તિમંત કરી શકે તેવા પદાધિકારીઓ અને પાયાના કર્મચારીઓને તાલીમ આપવાનું કામ કરે છે. પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર , સાદરા જિ.ગાંધીનગરમાં ગ્રામ પંચાયતો માટે રાજય સરકારના નવા નિયુકત થયેલ ત.ક.મંત્રીશ્રીઓ પંચાયતોને આદર્શ વહીવટ કરી શકે તે માટે વહીવટી ૪ માસની પાયાની તાલીમના વર્ગો ચલાવે છે. ગ્રામ પંચાયતોના કાયમી પંચાયત મંત્રીઓ માટે ૩ અને બે અઠવાડીયાના પવર્ગો ચલાવે છે. સાદરા તાલીમ કેન્દ્ર માટે સાદરા ગામમાં જુની સિવીલ હોસ્પિટલના મકાનો અને જમીન સને ૧૯૪૭માં સાદરા એજન્સીર સમાપ્ત થતાં વણવપરાયેલાં પડયા હતા તે મકાનોમાં સામાન્ય૯ રીપેરીંગ કરીને તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુહ. આ મકાનો અને જમીન ગુજરાત સરકારે સને ૧૯૭૮માં ગુજરાત વિધાપીઠની રૂપિયા ૫૦૧ના કન્સેજશનલ સેલથી તાલીમ અને શિક્ષણના હેતુ માટે આપેલ. પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર તરીકે ઓળખાતા આ પરિસરમાં છાત્રાલય વર્ગખંડ, રસોડુ, પ્રાર્થનાખંડ, કાર્યાલય, ગ્રંથાલયની વ્યવસ્થા છે.

તાલીમ ર્કાયક્રમ માટે કેન્દ્ર ને સરકાર ૧૦૦ ટકા ગ્રાન્ટ આપે છે. અને નિયત સ્ટાફ પેટર્ન મુજબ તા.વિ.અ.શ્રી કક્ષાના વર્ગ-૨ના આચાર્ય, સરકારમાંથી પ્રતિનિયુકિત ઉપર અને પંચાયત, મહેસુલ અને ગ્રામ વિકાસના ત્રણ અધ્યાપક હોય છે. અધ્યાપકોની ભરતી સંસ્થા કરે છે. સાદરા તાલીમ કેન્દ્રના આચાર્ય તરીકે સંસ્થાન નિયુકિત આચાર્યની સરકારે મંજૂરી આપી છે.

પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર , સણોસરા

તા.૧-૫-૧૯૬૦ના રોજ ગુજરાતની સ્થાપના થતાં ૧૯૬૩થી પંચાયતીરાજની સ્થાપના પણ ગુજરાતમાં કરવામાં આવી. વધુમાં ૧૯૬૧ના કાયદા અન્વયે ત્રિસ્તેરીય પંચાયતીરાજ માળખું અસ્તિનત્વધમાં આવ્યુ અને તેના પરિણામે તાલીમનું એક નવું સિમાંકન ખુલ્યું જે અન્વઅયે ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓને તાલીમ આપીને કાર્યની રીતે સભાન બનાવવા તેવું સૂચન બળવંતરાય મહેતા અને શ્રી રસિકલાલ પરીખ તરફથી આવ્યુા. આ અન્વયે લોકભારતી સણોસરા ગ્રામ વિધાપીઠ, સ્વૈચ્છિક સંસ્થાને તાલીમ અંગેની કાર્યવાહી રાજય સરકારે સોંપી. જેમાં સરૂઆતના તબકકામાં ગ્રામ તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે તાલીમ આપવામાં આવતી જેનો તમામ ખર્ચ રાજય સરકાર આપતી. ત્યારબાદ રાજય સરકારનું સૂચન થતાં ૧૯૬૬-૬૭થી ગ્રામ લેવલના ત.ક.મંત્રીશ્રીઓને પણ તાલીમ આપવાનું કાર્ય સંસ્થાં સંચાલિત તાલીમ કેન્દ્રને સોંપવામાં આવ્યુા. ધીમે ધીમે ગ્રામ લેવલના કર્મચારીઓ એટલે બિન તાલીમી ત.ક.મંત્રીઓની સંખ્યા વધી જવાના પરીણામે તાલીમ સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો અને પદાધિકારીશ્રીઓની તાલીમ માટે ગાંધીનગર ખાતે તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યુ. હાલમાં તાલીમ કેન્દ્ર માં પાયાના અને રીફ્રેસર વર્ગો ચાલે છે. તેમજ ત.ક.મંત્રી તથા મહેસુલ કેડરના ત.ક.મંત્રીઓને પૂર્વસેવા તાલીમ આપવાની જવાબદારી પણ સુપ્રત થયેલ છે. આ તાલીમમાં આવતા તાલીમાર્થિઓને સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવે છે. તાલીમ કેન્દ્ર્ ચલાવવા રાજય સરકાર ૧૦૦ ટકા ગ્રાન્ટ તેમજ મકાન મરામત વાર્ષિક - ૪૦૦૦ ગ્રાન્ટ (૧૯૮૮થી નકકી) કરેલ છે. વધુમાં નવું મકાન બનાવવા માટેની ગ્રાન્ટ પણ રાજય સરકાર ફાળવે છે. ૧૯૬૭ના ઠરાવથી દરેક તાલીમ કેન્દ્ર માટે રાજય સરકારે મહેકમનું માળખુ પણ ઉપસ્થિત કર્યુ. તે મુજબ આચાર્યની જગ્યા વર્ગ-૨ના અધિકારી અથવા સમકક્ષ લાયકાત ધરાવનારની દરખાસ્ત તાલીમ કેન્દ્ર ચલાવનાર ઇન્ટ્રીક ટયુટના સંચાલક કરે છે અને વિકાસ કમિશ્નરશ્રી બહાલી આપે છે. અને પંચાયત વિભાગ મંજૂરી આપે છે. ત્રણ અધ્યાપકો સરકારમાં કામ હોય તેવા ડેપ્યુટેશન ઉપર લઇ શકાય તેવા તેમજ તલાટી કરતાં અપર કેડરના હોવા જરૂરી છે.

સરસ્વતી ગ્રામ વિધાપીઠ સમોડા-ગણવાડા.

ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતીરાજ આવતાં પંચાયતના પદાધિકારીશ્રીઓને તાલીમ મળી રહે તે માટે રાજયમાં આવેલી ગ્રામવિકાસની વિભાવના ધરાવતી સ્વૈહચ્છિરક સંસ્થાઓને તાલીમની કામગીરી રાજય સરકારે સોંપી. ત્યાતરબાદ ૧૯૬૬-૬૭થી ત.ક.મંત્રીશ્રીઓને પણ તાલીમ આપવાનું આવી સ્વૈચ્છિક સંસ્થાઓ સંચાલિત સંસ્થાતઓને સોંપવામાં આવી. આ પૈકીની એક સંસ્થા સરસ્વ‍તી ગ્રામ વિધાપીઠા સમોડા-ગણવાડા ખાતે ૧૯૭૧થી તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુા. તાલીમ કેન્દ્ર ચલાવવા માટે રાજય સરકાર મહેકમની ૧૦૦ ટકા ગ્રાન્ટ, મકાન ભાડા પેટે વાર્ષિક - ૫૦૦૦ ગ્રાન્ટ્ ફાળવેછે. આચાર્યની જગ્યા પર વર્ગ-૨ના અધિકારી સરકારશ્રી તરફથી મુકવામાં આવે છે. જયારે અધ્યાપકશ્રીની ભરતી કરીને રાજય સરકારની બહાલી મેળવવામાં આવે છે.

સ્વરાજ આશ્રમ, બારડોલી.

સુરત જિલ્લામાં સ્વરાજ આશ્રમ, બારડોલી ૧૯૬૫માં ગુજરાત સરકારના ૧૦૦ ટકા સહાય અનુદાનથી પંચાયતીરાજ તાલીમ કેન્દ્રા શરૂ કરવાનું ઠરાવેલું છે આ તાલીમ કેન્દ્રુ સરકારશ્રીના ધારધોરણ મુજબ તેમજ વિકાસ કમિશ્નર કચેરીના ર્માગદર્શન હેઠળ ચલાવવામાં આવે છે. આ તાલીમ કેન્દ્રમાં ત.ક.મંત્રી તથા સરપંચ, ઉપ સરપંચશ્રી તથા અન્ય પદાધિકારીશ્રીઓને તાલીમ આપાવામાં આવે છે. સરકારશ્રીની સૂચનામુજબ ત.ક.મં.ત્રીઓ માટે પાયાની તાલીમ ગ્રામ વિકાસ કરવામાં આવે છે. જયારે ઓપવર્ગની તાલીમ ૧૪ દિવસની રાખવામાં આવેલ છે. બારડોલી તાલીમ કેન્દ્ર ને આઠ જિલ્લાઓ જેવા કે, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ફાળવવામાં આવેલ છે. જેમાંથી તાલીમાર્થિઓ આવે છે. તાલીમ કેન્દ્ર નું ૧૦ ટકા મહેકમ ગ્રાન્ટ તેમજ રૂપિગા ૧૦,૦૦૦/-નું વાર્ષિક ભાડુ (૧૯૮૪)થી નકકી કરેલ છે. તાલીમ કેન્દ્રમાં ૧ આચાર્ય તેમજ ૩ અધ્યાપક, સિનીયર કલાર્ક-૧, પટાવાળા-૨, રસોયા-૧,ની જગ્યા ઓ સરકારશ્રીએ મંજૂર કરેલ છે.

ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ સંચાલિત પદાધિકારીશ્રી તાલીમ કેન્દ્રર, ગાંધીનગર.

પંચાયતીરાજને વધુ સરળ બનાવવા માટે લોકો ધ્વાતરા ચૂટાયેલા પ્રતિનિધિઓની પંચાયતીરાજ સાથે સંકળાયેલી બાબતોની વધુ અને સારી જાણકારી મળી રહે તે માટે પંચાયતોના પદાધિકારીઓને તાલીમ આપવાનું આવશ્યક જણાયું. તેથી ગાંધીનગર સ્થિાત ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં બાબતની દરખાસ્ત રાજય સરકારે ધ્યાને લઇને ગાંધીનગર ખાતે ગુજરાત રાજય પંચાયત પરીષદના ઉપક્રમે પંચાયતોના પદાધિકારીઓ માટે એક તાલીમ કેન્દ્ર શરૂ કરવાનું નકકી કર્યુ. તેમજ તા.૧૧-૫-૧૯૭૯ના ઠરાવ મુજબ જગ્યા્ઓ મંજુર કરવામાં આવી. ગુજરાત પ્રદેશ પંચાયત પરીષદને પોતાની પ્રવૃતિઓ માટે ભવનની જરૂરિયાત ઉભી થતાં સરકારશ્રીએ સેકટર-૧૭માં કુલ ૧૨૫૮૦ ચો.મી.જમીન ફાળવી. જેમાંથી ૭૫૦૦ ચો.મી.માં પંચાયત પરીષદનું મકાન તેમજ સામી બાજુ ૫૦૮૦ ચો.મી.જમીન પર તાલીમ કેન્દ્રનું નિર્માણ થયું. વર્ષ ૧૯૯૨થી તાલીમ કેન્દ્ર ખાતે પદાધિકારીશ્રીઓ માટે વર્ગો શરૂ કરવામાં આવ્યા.

સ્ત્રોત: પંચાયત, ગ્રામ ગૃહનિમાર્ણ અને ગ્રામ વિકાસ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate