অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ ખાતા વિશે

પ્રસ્તાવના

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ પોતાને ફાળવેલ વિષયોને લગતી બાબતો અંગે નીતિ વિષયક નિર્ણયો લે છે તે ઉપરાંત એના અમલ પર દેખરેખ રાખે છે , અને માર્ગદર્શન અને હુકમો ના સ્વરુપે આદેશો બહાર પાડે છે. આ રીતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ નિયંત્રણની કામગીરી કરે છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનું આ ૨૬ (છવ્વીેસ)મું કામગીરી અંદાજપત્ર છે.

પંચાયત, ગ્રામ ગૃહનિમાર્ણ અને ગ્રામ વિકાસ વિભાગની કામગીરી

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અગ્ર સચિવશ્રીના નિયંત્રણ હેઠળની કામગીરી છે. આ વિભાગમાં તા.૧૪-૦

બિન રાજય પત્રિત અધિકારીઓ

ક્રમ

અધિકારી/કર્મચારી

વિગત

નાયબ સેકશન અધિકારી

૬૨

ર.

કારકુન

લધુલિપિક ગ્રેડ ૧(અંગ્રેજી)

લધુલિપિક ગ્રેડ ૧(ગુજરાતી)

લધુલિપિક ગ્રેડ ૨

કારકુન / ટાઇપીસ્ટ (હાયર ગ્રેડ )

૧૧

અંગ્રેજી ટાઇપીસ્ટ

ગુજરાતી ટાઇપીસ્ટ

ડ્રાઇવર

નાયક

૧૦

પટાવાળા

૧૧

૧૧

હમાલ

૧૨

વર્ગ-૪ ની જગાઓ

૧૩

પેકર કમ બાઇન્ડર


કુલઃ

૧૫૮

૭-૨૦૧૨ ના રોજની સ્થિતીએ મંજુર થયેલ અધિકારીઓ/કર્મચારીઓની વિગત નીચે પ્રમાણે છે.

રાજય પત્રિત અધિકારીઓ

ક્રમ

અધિકારી/કર્મચારી

વિગત

અધિક મુખ્‍ય સચિવશ્રી (પંચાયત)

ર.

કમિશ્નરશ્રી-વ- અગ્ર સચિવશ્રી ( ગ્રામ વિકાસ)

અધિક સચિવ

નાયબ સચિવ

ઉપસચિવ

સેકશન અધિકારી

૨૦

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનુ વહીવટી માળખુ પરિશિષ્ટ-૧ મુજબ છે.

  • પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના વહીવટી અંકુશ હેઠળ નીચે દર્શાવેલ ખાતાના વડાઓ કામ કરે છે.
  • વિકાસ કમિશ્નરશ્રી, ગાંધીનગર.
  • ગ્રામ વિકાસ કમિશ્નર -વ-સચિવશ્રી, ગાંધીનગર.
  • સચિવશ્રી, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, અમદાવાદ.
  • નિયામકશ્રી, ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ , જૂનાગઢ.
  • આ ઉપરાંત નીચે મુજબના નિગમ અને વૈધાનિક સંસ્થા આ વિભાગની પ્રવૃતિઓના વિકાસમાં મદદ કરવા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ કામ કરે છે.

પંચાયત વિષેની કામગીરી

  • ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડ, ગાંધીનગર.
  • ગુજરાત જમીન વિહોણા મજુરો અને હળપતિ ગૃહનિર્માણ બોર્ડ, ગાંધીનગર.
  • ગુજરાત રાજય ગ્રામ વિકાસ નિગમ ગાંધીનગર.

ફાળવેલ વિષયો

  • સામુહિક વિકાસ યોજના.
  • રાષ્ટ્રીય વિસ્તરણ સેવા.
  • જિલ્લા વિકાસ બોર્ડ સહિત ગ્રામ વિકાસના સ્થાનિક કામો.
  • સર્વોદય યોજના
  • રાજયનું પંચાયત તંત્ર.
  • સ્થાનિક બોર્ડ સાથે સંકળાયેલી બધી બાબત (રસ્તાઓ સિવાય )
  • સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને લોન.
  • સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ વસુલ કરતી હોય તે માથાવેરો, વ્યવસાયવેરો, વેપાર, ધંધા અને રોજગાર ઉપરના કર, પશુઓ અને હોડીઓ ઉપરના કર, વર્તમાનપત્ર સિવાયના બીજા માલની ખરીદી કે વેચાણ ઉપરના કર, વર્તમાનપત્રોમાં પ્રસિધ્‍ધ થતી જાહેર ખબરો સિવાયની જાહેર ખબરો ઉપરના કર.
  • બજાર અને મેળા.
  • ધર્મશાળાઓ અને તેના રખેવાળો.
  • ગ્રામ ગૃહનિર્માણ યોજનાઓ
  • ગુજરાત ગામ ગૃહનિર્માણ બોર્ડ અધિનિયમ,૧૯૭૨નો અમલ અને તેમાંથી ઉપસ્થિત થતી બાબતો.
  • કેન્દ્ર સરકાર અને રાજય સરકાર એ બંનેની યોજનાઓ હેઠળના ગ્રામ વિસ્તારોમાં ભૂમિહીન મજુરો વિના મૂલ્યે ઘરથાળની જમીન આપવા બાબત.

(૧) વિભાગના વહિવટી નિયંત્રણ નીચેના બધા રાજયપત્રિત અધિકારીઓ અને રાજયપત્રિત સરકારી નોકરોની નિમણૂક, પદ- નિયુકતીઓ, બદલીઓ, વર્તણુંક, રજા- મંજુરી, પેન્શન વગેરેને લગતી તમામ બાબતો. (ર) વિભાગના વહિવટી નિયંત્રણ નીચેના સચિવાલય કેડરના વર્ગ-૧ અને ર ના અધિકારીઓને પેન્શન મંજુર કરવાને લગતી તમામ બાબતો, અને (૩) વિભાગના વહિવટી નિયંત્રણ નીચેના સચિવાલય કેડરના વર્ગ-૧ ના અધિકારીઓની બે માસ સુધીની રજા તથા વર્ગ-ર ના અધિકારીઓની રજા મંજુર કરવાને લગતી તમામ બાબતો.

  • રાજયના હેતુઓ માટે સરકારમાં નહિત થયેલો કે સરકારના કબજા હેઠળના અને પંચાયત, ગામ ગૃહનિર્માણઅને ગામ વિકાસ વિભાગને સોંપાયેલા કામ, જમીન અને મકાનો.
  • આ સૂચિમાંની કોઇપણ બાબતના હેતુ માટે તપાસ અને આંકડા
  • કોઇ કોર્ટ મારફત લેવાની ફી સિવાય આ સૂચિમાની બાબતો માટેની ફી.
  • સતત અછતગ્રસ્ત વિસ્‍તારો માટેનો કાર્યક્રમ
  • રણ વિસ્‍તાર વિકાસ કાર્યક્રમ
  • સ્વૈચ્છિક સંસ્થાઓ, સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ હાથ ધરવા ઇચ્છતી હોય તેવી સંસ્થાઓને માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ.
  • ગ્રામ વિકાસ તાલીમ સંગીન બનાવવી.
  • સંપુર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના.
  • ખાસ રોજગાર યોજના
  • ઇન્દિરા આવાસ યોજના
  • ગ્રામીણ સ્વચ્છતા યોજના (રૂરલ સેનીટેશન )
  • ગોકુળ ગ્રામ યોજના
  • સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના
  • નાબાર્ડ સહાયિત વોટર શેડ પ્રોજેકટ
  • સ્ટેટ વોટર શેડ પ્રોજેકટ
  • ઇન્દિરા આવાસ યોજના હેઠળ રાજય સરકારનો પૂરક હિસ્સો
  • આઇ.ડબલ્યુ.ડી.પી. (ન્યુ પેટર્ન )
  • માહિતી પ્રૌઘોગિકી ( ઇન્ફરમેશન ટેકનોલોજી )
  • ગ્રામ ગૃહનિર્માણ બોર્ડને મૂડી સહાય
  • ગ્રામ પંચાયતોને અંતરિયાળ રસ્તા અને પીવાનાપાણીની સુવિધા માટે સહાયક અનુદાન.
  • ગુજરાતમાં ધરતીકંપ - અસરગ્રસ્ત ગ્રામીણ લોકોને જીવન નિર્વાહ સુરક્ષા પરિયોજના.

વિકાસ કમિશ્નર કચેરીની કામગીરી

વિકાસ કમિશ્નર કચેરી, ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નિયંત્રણ હેઠળ કામ કરતી ખાતાના વડાની કચેરી છે. આ કચેરી ગુજરાત પંચાયત અધિનયમ ૧૯૯૩ અન્વયે ગુજરાતમાં અસ્તીત્વમાં આવેલ ત્રિસ્તરીય પંચાયતી રાજ સંસ્થાઓની સત્તાઓ, ફરજો, કાર્યો અને નાણાંકીય સાધનોના નિયંત્રણ, અંકુશમાં માર્ગદર્શન આપવાના મુખ્ય હેતુથી ૧૫ મી મે, ૧૯૬૪ થી અસ્તિત્વમાં આવેલી છે.

પંચાયતી રાજ સંસ્થાઓ પર દેખરેખ રાખવાની સત્તા વિકાસ કમિશ્નરને સુપ્રત થયેલ હોઇ, તે ઠરાવોનો અમલ મોકુફ રાખી શકે છે અને જિલ્લા પંચાયતો સામેની અપીલ અંગે વિચારણા કરે છે. કસુર કરવા જેવા આંત્યાતિક સંજોગોમાં પંચાયતોને સુપરસીડ પણ કરી શકે છે.

વિકાસ કમિશ્નર કચેરીના વહિવટ અને ધારાકીય કાર્યો નીચે મુજબ છે

વહિવટી નિયમન

(અ)    જિલ્લા / તાલુકા/ નગર / ગ્રામ પંચાયતોની વાર્ષિક તપાસણી અને પુર્તતાની ચકાસણી.

(બ)    હિસાબી નિયમન અને અનુદાનની વહેંચણી.

(ક)     હિસાબી, વહિવટી અને આંકડાકીય અહેવાલોનું સંકલન.

ધારાકીય નિયંત્રણ

(અ)    ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ અન્વયે સક્ષમ અધિકારી તરીકેની ફરજો અને કાર્યો.

(બ)    ગુજરાત પંચાયત અધિનિયમ / નિયમો અન્વયે રાજય સરકારની સુપ્રત સત્તાઓ.

(ક)     લોકલ ફંડ ઓડિટ એકટ અન્વયે જિલ્લા / તાલુકા પંચાયતોને લગતા ઓડીટ અહેવાલમાં લેવાયેલ બાબતોને લગતું નિયમન.

સેવા સંવર્ગ વિષયક

(અ)    વિકાસ સેવા સંવર્ગ વર્ગ-ર માટે નિમણૂંક બદલી અને શિસ્‍તના નિયમો અન્વયે કાર્યવાહી.

(બ)    પંચાયત સેવાના બિનરાજ્ય પત્રિત સંવર્ગો અંગેની કામગીરી.

(ક)     પંચાયત કર્મચારીઓની તાલીમ વ્યવસ્થા.

(ડ)     પંચાયત પદાધિકારીઓની તાલીમ વ્યવસ્થા.

માર્ગદર્શન અને સંકલન

(અ)    પંચાયત સંસ્થાઓને તબદીલ થયેલ યોજનાઓ અને કાર્યક્રમ અંગે મુશ્કેલીઓ પ્રશ્નો તથા પ્રગતિ સમીક્ષા અને સંકલન.

(બ)    પંચાયતોની સ્થાનિકી મુલાકાત, સલાહ અને સૂચનો.

(ક)     સરકારશ્રીમાંથી ચકાસણી અને અભિપ્રાયો માટે આવતી બાબતોમાં સલાહ અને અભિપ્રાય.

(ડ)     હોદ્દાની રૂએ રાજય કક્ષાની જુદી જુદી સમિતિઓના સભ્ય સચિવ કે અધ્યક્ષ તરીકેની કામગીરી.

સ્ત્રોત: પંચાયત, ગ્રામ ગૃહનિમાર્ણ અને ગ્રામ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate