অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્રામ ગૃહ નિર્માણ

ગ્રામીણ આવાસન

સરદાર પટેલ આવાસ યોજના

આવાસ એ માનવજાત માટેની એક મુખ્ય જરૂરિયાત છે. જમીન વિહોણા ખેતમજુરોને આવાસની સુવિધા આપવા પરત્વે રાજય અને કેન્દ્ર સરકારે મુખ્ય ધ્યાન કેન્દ્રીત કરેલ છે. વસ્તી ગણતરી ૨૦૦૧ ના આખરી પરીણામ મુજબ આશરે ૬૨.૬૪ ટકા ગુજરાતની વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ ધરાવતી મોટા ભાગની વસ્તી મુખ્યત્વે અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને અન્ય સામાજિક અને આર્થિક પછાત વર્ગની છે જે પૈકી મોટા ભાગના લોકો જમીન વિહોણા ખેત મજુરી અથવા ગ્રામીણ કારીગરો વસવાટની સુવિધા વગરના છે. જેથી રાજય સરકારે ગ્રામીણ આવાસનની આદર્શ યોજના ગ્રામ્ય કક્ષાએ શરૂ કરેલ છે. આવાસ બાંધકામ માટે આપવામાં આવતી નાણાંકીય સહાયની યોજના 1976 થી અમલમાં મુકવામાં આવેલ છે.તા. 1-4-1997 થી સરદાર પટેલ આવાસ યોજના નામે નવી યોજના શરૂ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ તા. 11-08-2010ના ઠરાવ થી સુધારો કરીને લાભાર્થીને સારી ગુણવત્તાવાળું પાકું, ટકાઉ, હવા ઉજાશની સગવડતા વાળું ભુકંપ અવરોધક આવાસ પુરુ પાડવા યુનિટ કોસ્ટ પેટે રૂ. ૪૫,૦૦૦/- ની સહાય(રૂ. ૭,૦૦૦ લાભાર્થી શ્રમફાળો નિયત કરવામાં આવેલ છે. તેમજ ટોઇલેટ બ્લોક બનાવવા માટે લાભાર્થી દીઠ રૂ.૨૨૦૦.૦૦ ( રૂ.૩૦૦ લાભાર્થી શ્રમફાળો) આપવાનું નકકી કરેલ છે. સરદાર પટેલ આવાસ યોજના (SPAY) તા.૧-૪-૧૯૯૭ થી શરૂ કરવામાં આવી.

  • જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા જમીન વિહોણા કુટુંબોને ભૂકપ અવરોધક તથા ટોઇલેટ અને બાથરૂમની સુવિધા સહીતનું આવાસ પુરા પાડવાની મહત્વાકાંક્ષી યોજના
  • સરદાર પટેલ આવાસ યોજના એ ઇન્દીરા આવાસ યોજના ઉપરાંતની વધારાની યોજના
  • યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૮,૬૧, ૬૮૫ આવાસો બાંધવામાં આવ્યા.

સરદાર આવાસ યોજના – ર

  • વર્ષ ૨૦૧૩-૧૪ થી અમલવારી
  • કાચા મકાન ધરાવતા બી.પી.એલ. સિવાયના કુટુંબેને મકાન સહાય
  • પ્રથમ તબકકે ૨૧ થી ૨૮ સુધી ગુણાંક ધરાવતા એ.પી.એલ. કુટુંબેોને આવરી લેવાનું આયોજન
  • નવા આવાસ માટે બાંધકામ યુનિટ કોસ્ટ રૂ.૧.૦૦ લાખ સામે રાજય સરકારશ્રી દ્વારા રૂ.૪૦,૦૦૦/- ની સહાય

નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬ માટે કુલ રૂ. ૫૦૦,૦૦.૦૦ લાખની નવી બાબત ની જોગવાઇ સુચવવામાં આવેલ છે. જે પૈકી ડિસેમ્બર-૧૫ અંતિત રૂ.૩૬૮૦૮.૦૦ લાખનો ખર્ચ થયેલ છે.

આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં ફૂલ રૂ. ૨૦૦૦૦.૦૦ લાખની જોગવાઇ સુચવવામાં આવેલ છે.

એચ.એસ.જી-૩ જમીન સંપાદન અને માળખાગત સુવિધા

ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબલક્ષી ગ્રામીણ આવાસન યોજનાઓની વસાહતોમાં પર્યાપ્ત નાણાંકીય સાધનોના અભાવે પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, શેરીની પ્રકાશ વ્યવસ્થા, ઘરોમાં વીજળીકરણ, આંતરિક રસ્તાઓ, એપ્રોચરોડ વગેરે જેવી પાયાની નાગરિક સુવિધાઓ પૂરી પાડી શકાતી ન હતી જેના કારણે વસાહતીઓ સગવડતાથી વંચિત રહેતા હતા. ગરીબલક્ષી ગ્રામીણ આવાસન યોજનાઓની વસાહતોમાં માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા તથા જમીન સંપાદન માટે બજેટ જોગવાઇ કરાયેલ છે. યોજનામાં સમાવિષ્ટ જમીન સંપાદન અને માળખાકીય સુવિધાઓ અંગેની જોગવાઇ અન્વયે નીચે મુજબની કામગીરી કરવાનું આયોજન છે:

ગ્રામીણ આવાસન માટે જમીન સંપાદન

  • ગ્રામીણ આવાસન માટે જમીન ઉપલબ્ધ કરાવવી
  • ગ્રામીણ આવાસન યોજના માટે ગામતળ ન હોય તેવા ગામ માટે તેમજ વિવિધ ગ્રામીણ આવાસન યોજના હેઠળ સંકુલ માળખાકીય સુવિધા સાથે પૂરું પાડવાનું થતું હોય તે ગામ માટે ગામતળની જમીન ઉપલબ્ધ કરાવવી.
  • જમીનની કિંમત જીલ્લા કક્ષાની મૂલ્યાંકન સમિતિ દ્વારા નકકી કરાવવાની રહેશે.
  • સરકારશ્રીના તા. ૪-૧-૨૦૧૦ ના ઠરાવ ક્રમાંક:- બજટ-૧૦-૨૦૧૦-૧૬-લ થી ગ્રામ પંચાયત દીઠ રૂ. ૨ લાખ (રૂપિયા બે લાખ) ની મર્યાદા વધારીને રૂ. ૧૦.૦૦ લાખ (રૂપિયા દસ લાખ) ની મર્યાદામાં તેમજ જુદા જુદા વિસ્તારના પ્રવર્તમાન ભાવ મુજબ • આ યોજના હેઠળ દર વર્ષે આશરે ૫૦૦ ગામોને આવરી લેવામાં આવશે.
  • ગ્રામીણ આવાસન યોજના માટે પાયાની માળખાકીય સુવિધા પૂરી પાડવી

ગ્રામીણ આવાસન યોજના માટે પાયાની માળખાકીય સુવિધા પૂરી પાડવા અંગે

  • ગામતળ જમીનની ઉપલબ્ધતાના આધારે સંકુલનું આયોજન થાય તેવી નવીન યોજનાને પ્રાથમિકતા
  • ગામ ખાતે ગ્રામીણ આવાસન જેવા કે સરદાર આવાસ યોજના વગેરેના હયાત કલસ્ટરને સંકુલમાં ફેરવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવી
  • આ યોજના હેઠળ ગ્રામ્ય જીવનનું ધોરણ ઊચું લાવવા માટે માળખાકીય સુવિધા જેવી કે પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, શેરીની પ્રકાશ વ્યવસ્થા, ઘરોમાં વીજળીકરણ, આંતરિક રસ્તાઓ, એપ્રોચરોડ વગેરેનો સમાવેશ કરવામાં આવશે.
  • રાજય સરકારની જુદી જુદી ગ્રામીણ આવાસન યોજનાઓ સરદાર પટેલ આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના વગેરેનો સમન્વય કરી શકાશે.
  • એક ગામ માટે રૂપિયા પાંચ લાખની મર્યાદામાં સહાય પૂરી પાડી શકાશે. પરંતુ જરૂર જણાયે નાણાંપંચની ગ્રાન્ટમાંથી વધુ રૂપિયા બે લાખ વિકાસ કમિશ્નરશ્રીની કચેરીની મંજૂરીથી ઉપયોગ કરી શકાશે.
  • સંકુલમાં ઓછામાં ઓછા ૧૫ (પંદર) આવાસોનું આયોજન કરવાનું રહેશે.
  • ૩૦૦૦ (ત્રણ હજાર) થી વધુ વસ્તી ધરાવતા ગામોને અગ્રિમતાના ધોરણે તથા આદિજાતિ વિસ્તાર પેટા યોજના અને ખાસ અંગભૂત યોજના હેઠળ યોગ્ય પ્રમાણમાં લાભ આપવામાં આવશે. આ યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ.૨૦૦૦.૦૦ લાખ નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે. જે પૈકી ડિસેમ્બર-૧૫ અંતિત રૂ.૬૬૯.00 લાખનો ખર્ચ થયેલ છે. આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં ફૂલ રૂ.૧000.00 લાખની જોગવાઇ સુચવવામાં આવેલ છે.

એચ.એસ.જી.-૪ જમીન વિકાસ

ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબલક્ષી ગ્રામીણ આવાસન યોજનાઓની વસાહતમાં પર્યાપ્ત સાધનોના અભાવે પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, શેરીની પ્રકાશ વ્યવસ્થા, ધરોમાં વીજળીકરણ, આંતરિક રસ્તાઓ, એપ્રોચરોડ વગેરે જેવી પાયાની નાગરિક સુવિધાઓ પુરી પાડી શકાતી નથી. જેના કારણે વસાહતીઓના જીવન ધોરણની પરિસ્થિતિ સંતોષકારક નથી.

આ યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ.૧૦૦૦.૦૦ લાખ નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે. જે પૈકી ડિસેમ્બર-૧૫ અંતિત રૂ.૩૩૪.00 લાખનો ખર્ચ થયેલ છે. આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં ફૂલ રૂ.૧00.00 લાખની જોગવાઇ સુચવવામાં આવેલ છે.

ગુજરાત ગ્રામ ગ્રહ નિર્માણ બોર્ડ

ગાંધીનગર કામગીરી અંદાજપત્ર સને ૨૦૧૬-૧૭ અંગે બોર્ડની પ્રવૃતિઓ અંગેની માહિતી

ગુજરાત ગ્રામ ગ્રહ નિર્માણ બોર્ડની રચના ગુજરાત ગ્રામ ગ્રહ નિર્માણ બોર્ડ અધિનિયમ૧૯૭૨ હેઠળ રાજયના ગ્રામીણ વિસ્તારમાં વસતા સમાજના નબળા વર્ગના તથા ઓછી આવક જુથના લોકોને " નહી નફો નહી નુકશાન " ના ધોરણે પાકા આવાસનની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુ માટે કરવામાં આવેલ છે.

રાજયના ગ્રામીણ વિસ્તારોમાં બોર્ડ ધ્વારા બાંધવામાં આવેલ વસાહતોના ભાડા ખરીદ હપ્તાઓની સઘન વસુલાત, મિલકતોની તબદીલી, અનએલોટેડ આવાસોના નિકાલ, બોર્ડની રાખવામાં આવેલ તમામ મિલકતો ની જમીન મહેસુલની ચુકવણી, લાભાર્થીઓની ડીપોઝીટની પરત ચૂકવણીના કામ અર્થે ચાલુ છે. તાજેતરમાં સરકારશ્રી ધ્વારા આ બોર્ડના વિવીધ આવાસોના લાભાર્થીઓને દંડકીય વ્યાજમાં રાહત પેકેજ યોજના જાહેર કરેલ છે જે સરાહનીય છે. જેથી બોર્ડના ભાડે ખરીદ હપ્તાની વસુલાતમાં વધારો થયેલ છે. ગત વર્ષમાં સરકારશ્રી ધ્વારા ગુજરાત ગ્રામ ગ્રહ નિર્માણ બોર્ડમાં મા.અધ્યક્ષશ્રી તથા સભ્યશ્રીઓની નિમણુંક કરવામાં આવેલ છે. અને માન.મુખ્ય મંત્રીશ્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં મકાનો પુરા પાડવા નિર્ધાર જાહેર થતા પંચાયત ગ્રામ ગ્રહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ધ્વારા તા.૮/૧૦/૨૦૧પથી ગુજરાત ગ્રામ ગ્રહ નિર્માણ બોર્ડની બાંધકામ પ્રવૃતિને પુનઃ શરૂ કરવા મંજુરી મળેલ છે. અને બે પાયલોટ પ્રોજેકટ અનેક્રમે

(૧) મોજે:ભાયલા, તા.બાવળા, જિ.અમદાવાદ અને

(ર) મોજે માલણ, તા.પાલનપુર, જી.બનાસકાંઠા ખાતે ઇ.ડબલ્યુ.એસ., એલ.આઇ.જી. અને એમ.આઇ.જી.પ્રકારનાં મકાનો બનાવવા માટે મંજુરી મળેલ છે.

વર્ષ ૨૦૧૬-૧૭ માટે સૂચવવામાં આવેલ નવી બાબતો

(૧) ગુજરાત રૂરલ હાઉસીંગ બોર્ડ ગુજરાત ગ્રામ ગ્રહ નિર્માણ બોર્ડના વર્ષ ૨૦૧૫-૧૬ સુધીમાં નિવૃત થયેલ કર્મચારીઓને રજા પગાર તથા ગ્રેજ્યુટીના ચૂકવવાની થતી રકમ માટે રૂ.3 ૧૩.૦૦ લાખની જોગવાઇ માટે વર્ષ ૨૦૧૬-૧૭ માં નવી બાબત સૂચવેલ છે.

સ્ત્રોત :પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate