વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આયોજન બહાર

આયોજન બહાર વિશેની માહિતી આપેલ છે

૧૪ મું નાણાં પંચ: :૪ માં નાણાપચ અંતર્ગત વર્ષ ૨૦૧૫-૧૬ થી ૨૦૧૯-૨૦ ના સમયગાળા માટે અંદાજીત મળનાર બેઝિક ગ્રાન્ટ રૂ.૭૭૭૧.૨૬ કરોડ અને પરફોર્મન્સ ગ્રાન્ટ રૂ.૮૬૩.૪૭ કરોડ મળવાપાત્ર છે.

૧૪ મા નાણાંપંચની ભલામણોમાં દર્શાવ્યા મુજબ વર્ષ ૨૦૧૧ ની વસ્તીના આધારે ગણી

કુલ ગ્રાન્ટના ૯૦ ટકા ગ્રામ પંચાયતની વસ્તીના આધારે અને ૧૦ ટકા ગ્રાન્ટ ગ્રામ પંચાયતના વિસ્તાર ના આધારે ફાળવવાની થાય છે.

૧૪ માં નાણા પંચ હેઠળ મળનાર બેઝીક ગ્રાન્ટનો ઉપયોગ ગ્રામ પંચાયત નીચેના હેતુઓ માટે કરી શકશે.

 • પીવાનુ પાણી પુરૂ પાડવાની યોજના
 • સેનીટેશન
 • સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ (કચરાના નિકાલ માટેના સાધનો વસાવવા, ડોપીંગ સાઇટ બનાવવા તથા ઘન / પ્રવાહી કચરાના વર્ગીકરણ માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા)
 • સ્ટ્રોમ વોટર ડ્રેનેજ
 • આંતરીક રસ્તા
 • ગામનાં મુખ્ય માર્ગ ઉપર ફુટપાથ
 • હાટ બજાર
 • પ્રાથમીક શિક્ષણમાં ખુટતી પાયાની સુવિધા
 • આંગણવાડી કેન્દ્રોમાં ખૂટતી સુવિધા
 • ગુજરાત પંચાયત અધિનિયમની અનુસુચિ - ૧માં ઠરાવેલ ગ્રામપંચાયતના કાર્યો અને ફરજો અદા કરવા માટે ઉભી કરવાની થતી સામુહિક સુવિધાઓ.
 • મનરેગા યોજનાના કન્વર્ઝન્સમાં મિલકતોના ટકાઉપણામાં વધારો કરવા માટે.
 • ઇ-ગ્રામની સુવિધામાં વધારો કરવો. વિજળીકરણના કામો (સ્ટ્રીટ લાઇટ) ( LED ના ઉપયોગને પ્રાથમીકતા આપવી) .
 • કોમ્યુનીટી એસેટના કામો તથા કોમ્યુનીટી એસેટની જાળવણી
 • કબ્રસ્તાન / સ્મશાન ગ્રહના કામો

૧૪મા નાણાંપંચ હેઠળ મળનાર ગ્રાન્ટમાંથી નીચે મુજબના કામો હાથ ધરી શકાશે નહિં .

 • અસ્થાયી પ્રકારના મરામતના કામો.
 • સોલાર લાઇટના કામો.
 • સ્ટેશનરી / ઓફિસ ફર્નિચર ખરીદીના કામો.
 • મહેકમ અંગેના ખર્ચના કામો.
 • વીજળીબીલ અંગેનો ખર્ચ
 • કન્ટીજન્સી ખર્ચના કામો.

ચાલુ વર્ષ ૨૦૧૫-૧૬ માં કુલ રૂ.૪૬૬૧3.00 લાખ નો પ્રથમ હપ્તો અનેરૂ.૪૬૬૧૨.૦૦ લાખ નો બીજો હપ્તો મળી કુલ રૂ.૯3 ૨૨૫.૦૦ લાખ ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવેલ છે. તે પૈકી સામાન્ય સદરે રૂ.૭૦૨૨૬.00 લાખ , ખાસ અંગભૂત સદરે રૂ.૬૬૧૯.૦૦ લાખ અને અનુ. જનજાતિ સદરે રૂ.૧૬3 ૮૦.૦૦ લાખ ની ફાળવણી કરવામાંઆવેલ છે.

સ્ત્રોત : પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ

3.04761904762
જેઠાલાલ ભાણજી મંગે Sep 26, 2018 03:52 PM

અમારા જખૌ ગામ માં ઢહોરવાળા ની વ્યવશ્થા કરવાની જરૂરત છે. તેમાં સરકાર તરફથી શું સાથ સહકાર મળશે?

rajpura akbaralisulemanbhai Feb 03, 2017 02:15 PM

અમારાગરં મોં પાણી નો પોબ્લામ છે
તો પાણીનો પોબ્લામ દોરકારશોજી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top