વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બ્રાઉઝર સુરક્ષા

બ્રાઉઝર સુરક્ષા વિશેની માહિતી આપવામાં આવેલ છે

વેબ બ્રાઉઝર શું છે ?

વર્લડ વાઇડ વેબ પર રહેલ માહિતી અને સ્ત્રોત મેળવવા માટે વેબ બ્રાઉઝરનો ઉપયોગ થાય છે. વેબ પેજીસપર જવા અને તેમને પ્રદર્શિત કરવા માટે ઉપયોગમાં લેવાતું આ એક સોફ્ટવેર ઉપકરણ છે. વેબ બ્રાઉઝરનો મુખ્ય હેતુ માહિતી સ્ત્રોતને ઉપભોગતા સુધી પહોંચાડવાનો છે. આ માહિતી સ્ત્રોતને યુનિફૉર્મ રિસોર્સ આઇડેન્ટીફાયર / લોકેટર (URI / URL) દ્વારા ઓળખવામાં આવે છે. અને તે વેબપેજ, છબી, વીડીયો કે બીજી કોઇ વિષય-વસ્તુ હોઇ શકે છે. વેબ બ્રાઉઝર્સનો ઉપયોગ માત્ર ખાનગી કમ્પ્યુટર કે લેપટોપ પર જ નથી થતો, પરંતુ મોબાઇલ ફૉન પર પણ માહિતી મેળવવા માટે થાય છે.

યુનિફૉર્મ રિસોર્સ લોકેટર (URL)

URL આ પ્રમાણે દેખાય છે http://www.infosecawareness.in

પ્રત્યેક URL નીચે દર્શાવ્યા પ્રમાણેના જુદા-જુદા વિભાગોમાં વહેંચવામાં આવેલી હોય છે :
http:// ટૂંકમાં, http નો અર્થ થાય છે : the hypertext transfer protocol અને ફાઇલ એક વેબ પેજ છે અને દરેક વખતે તમારે http ટાઇપ કરવાની જરુર નથી, તે બ્રાઉઝરદ્વારા આપોઆપ દાખલ થઇ જાય છે.
www– World Wide Web માટે વપરાતું સંકેત ચિહ્ન છે infosecawareness વેબ સાઇટનું નામ છે
.માં તે એક ડોમેઇન નેઇમમાંથી એક છે, જે મૂળભૂતરીતે દેશનું નામ છે.

બીજા ડોમેઇનના નામ આ પ્રમાણે છે : .com (commercial organization), .net (network domain) વગેરે.

(સંસ્થા કે સંગઠનનું સરનામુ અને તેનું સ્થાન બંને ડોમેઇન નેઇમ તરીકે ઓળખાય છે.).

co.in આ એક Suffix ( અનુગ ) કે ડોમેઇન નેઇમનું વૈશ્વિક નામ છે જે સંગઠન સંસ્થાના સરનામાનો પ્રકાર અને તેનો મૂળ દેશ દર્શાવે છે, જેમકે, co.in Suffix ભારતની કોઇ કંપની દર્શાવે છે.

સામાન્ય રીતે વેબ બ્રાઉઝર વેબ સર્વર સાથે જોડાય છે અને માહિતી પ્રાપ્ત કરે છે. દરેક વેબ સર્વરમાં એક આઇ.પી. એડ્રેસ રહેલું હોય છે, અને એક વખત તમે જ્યારે http નો ઉપયોગ કરીને વેબ સર્વર સાથે જોડાવ છો ત્યારે તે હાયપર ટેક્સટ્ માર્ક અપ લેંગવેજ (HTML) વાંચે છે જે વર્લડ વાઇડ વેબ પર ડોક્યુમેન્ટ બનાવવા માટેની ભાષા છે અને તે જ ડોક્યુમેન્ટ વેબ બ્રાઉઝરમાં પ્રદર્શિત થાય છે.

ટૂંકમાં બ્રાઉઝર એ વર્લ્ડ વાઇડ વેબ પરની તમામ માહિતીને જોવા માટે તેમજ તેનું આદાન-પ્રદાન કરવા માટેની પધ્ધતિ સૂચવતું એક ઉપકરણ છે.

બ્રાઉઝરના પ્રકારો :

જુદા જદા પ્રકારના વેબ બ્રાઉઝર્સ જુદી-જુદી લાક્ષણિકતાઓ સાથેના હોય છે. કેટલાક જાણીતા વેબ બ્રાઉઝર્સ આ પ્રમાણે છે

 

ઇન્ટરનેટ એક્સપ્લોરર: તે માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર (ટૂંકમાં IE ) તરીકે ઓળખાય છે. તે તમામ કમ્પ્યુટર્સ પર પહેલેથી જ ઇન્સ્ટૉલ થયેલું હોય છે. તે સૌથી જાણીતા વેબ બ્રાઉઝર્સમાંનું એક છે અને તેની અધ્યતન આવૃત્તિ IE 11 પણ ઇન્ટરનેટ પર પ્રાપ્ય છે. તે વિન્ડોસ ઓપરેટીંગ સિસ્ટમ જેવીકે, Windows7, Windows8, Windows Vista અને Windows Server’s વગેરે સાથે ઇન્સટૉલ થઇ શકે છે.
મોઝીલા ફાયરફોક્સ: મોઝીલા કોર્પોરેશન દ્વારા વિકસિત આ એક મફત, ઓપન સોર્સ વેબ બ્રાઉઝર છે. તે માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરરની તુલનામાં વધુ સ્થિર અને સુરક્ષિત અને સુરક્ષા ભંગ, વાઇરસ અને માલવેર વગેરેની ઓછી શક્યતા વાળું ગણવામાં આવે છે. આ બ્રાઉઝરનો ઇપયોગ વિવિધ ઓપરેટીંગ સિસ્ટમ જેમકે, Windows, Linux and Apple MAC operating system વગેરેમાં થઇ શકે છે.
ગુગલ ક્રોમ:વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમમાટે તૈયાર કરવામાં આવેલું આ વેબ બ્રાઉઝર છે. આ બ્રાઉઝર windows vista, windows7 અને windows 8 પર કાર્ય કરે છે. OS X કે Linux જેવી ઓપરેટીંગ સિસ્ટમ માટે પણ ક્રોમ ડાઉનલોડ અને ઇન્સટૉલ કરી શકાય છે
સફારી:એપલ કોર્પોરેશન દ્વારા વિકસિત આ વેબ બ્રાઉઝર છે. તે MAC OSX નું ડિફૉલ્ટ વેબ બ્રાઉઝર છે. આ બ્રાઉઝર તમામ વિન્ડોઝ ફ્લેવર્સ પર પણ કાર્ય કરે છે. એપલ એક પ્લગ-ઇન બ્લેક લિસ્ટ ધરાવે છે જેથી તે સંભવિત રીતે ભયજનક કે vulnerable (ખામી યુક્ત) પ્લગ-ઇન્સને રન થવાથી રોકવામાટે ત્યાંથી જ અપડેટ કરી શકે.
તમારા વેબ બ્રાઉઝરને સુરક્ષિત કરવું શા માટે જરુરી છે ?
આજે, લગભગ તમામ કમ્પ્યુટર્સમાં Internet Explorer, Mozilla Firefox, Google Chrome and Apple Safari જેવા વેબ બ્રાઉઝર્સ ઇન્સ્ટૉલ કરવામાં આવે છે. અને ઓનલાઇન ગુનેહગારો જે લોકો વેબ બ્રાઉઝર્સ અને તેમની વલ્નરેબીલિટીનો ફાયદો લેવાનો પ્રયત્ન કરતા હોય છે તે લોકોના વધતા જતા જોખમોને ધ્યાને લેવા માટે ખૂબ સરળ છે. કારણ કે વેબ બ્રાઉઝર્સનો ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં થતો હોય છે, તેથી તેમને સુરક્ષિત રીતે કન્ફિગર કરવા અત્યંત જરુરી છે. ક્યારેક સુરક્ષિત કન્ફિગરેશનમાં ન ગોઠવાયેલ હોય તેવી ડિફૉલ્ટ સેટીંગ વાળી ઓપરેટીંગ સિસ્ટમ સાથેના પણ વેબ બ્રાઉઝર હોય છે.
ઓનલાઇન સુરક્ષાની ખાતરી કરવા માટેનું સૌ પ્રથમ પગલું એ બ્રાઉઝરને સુરક્ષિત કરવું તે છે. દુષ્ટ હેતુઓ વાળી વેબ સાઇટના ઉપયોગ થકી વેબ બ્રાઉઝરમાં રહેલ ઉણપોનો ફાયદો ઉઠાવનારાઓની સંખ્યા સતત વધતી જ જાય છે. અને આ સમસ્યા અસંખ્ય પાસાઓ દ્વારા દીન-પ્રતિદીન વકરતી જાય છે, જેમાં નીચે જણાવેલ બાબતોનો સમાવેશ થાય છે:
 • ઘણાં કમ્પ્યુટર ઉપભોગતાઓ વેબ લિંક પર ક્લિક કરવાથી શું થાય તેનાથી સજાગ નથી.
 • સોફ્ટવેર અને થર્ડ પાર્ટી સોફ્ટવેર પેકેજને ભેગાં ઇન્સટૉલ કરવાથી ઓનલાઇન હુમલાની સંખ્યા વધે છે
 • ઘણી વેબ સાઇટ્સ એવું માંગે છે કે યુઝર કોઇ ફિચર એનેબલ (કાર્યરત) કરે અથવા વધારાના સોફ્ટવેર કે થર્ડ પાર્ટી સોફ્ટવેર કે જે સિક્યોરિટી અપડેટ્સ નથી મેળવતા હોતા તેવા સોફ્ટવેર ઇન્સ્ટૉલ કરવાનું સૂચવે છે જે કમ્પ્યુટરને વધારાના જોખમમાં મૂકે છે.
 • ધણા યુઝર્સ એ પણ નથી જાણતા હોતા કે શી રીતે તેમના વેબ બ્રાઉઝર્સને સુરક્ષિત રીતે કન્ફિગર કરવા.
ઇન્ટરનેટ એક્સપ્લોરર: તે માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર (ટૂંકમાં IE ) તરીકે ઓળખાય છે. તે તમામ કમ્પ્યુટર્સ પર પહેલેથી જ ઇન્સ્ટૉલ થયેલું હોય છે. તે સૌથી જાણીતા વેબ બ્રાઉઝર્સમાંનું એક છે અને તેની અધ્યતન આવૃત્તિ IE 11 પણ ઇન્ટરનેટ પર પ્રાપ્ય છે. તે વિન્ડોસ ઓપરેટીંગ સિસ્ટમ જેવીકે, Windows7, Windows8, Windows Vista અને Windows Server’s વગેરે સાથે ઇન્સટૉલ થઇ શકે છે.મોઝીલા ફાયરફોક્સ: મોઝીલા કોર્પોરેશન દ્વારા વિકસિત આ એક મફત, ઓપન સોર્સ વેબ બ્રાઉઝર છે. તે માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરરની તુલનામાં વધુ સ્થિર અને સુરક્ષિત અને સુરક્ષા ભંગ, વાઇરસ અને માલવેર વગેરેની ઓછી શક્યતા વાળું ગણવામાં આવે છે. આ બ્રાઉઝરનો ઇપયોગ વિવિધ ઓપરેટીંગ સિસ્ટમ જેમકે, Windows, Linux and Apple MAC operating system વગેરેમાં થઇ શકે છે.ગુગલ ક્રોમ:વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમમાટે તૈયાર કરવામાં આવેલું આ વેબ બ્રાઉઝર છે. આ બ્રાઉઝર windows vista, windows7 અને windows 8 પર કાર્ય કરે છે. OS X કે Linux જેવી ઓપરેટીંગ સિસ્ટમ માટે પણ ક્રોમ ડાઉનલોડ અને ઇન્સટૉલ કરી શકાય છેસફારી:એપલ કોર્પોરેશન દ્વારા વિકસિત આ વેબ બ્રાઉઝર છે. તે MAC OSX નું ડિફૉલ્ટ વેબ બ્રાઉઝર છે. આ બ્રાઉઝર તમામ વિન્ડોઝ ફ્લેવર્સ પર પણ કાર્ય કરે છે. એપલ એક પ્લગ-ઇન બ્લેક લિસ્ટ ધરાવે છે જેથી તે સંભવિત રીતે ભયજનક કે vulnerable (ખામી યુક્ત) પ્લગ-ઇન્સને રન થવાથી રોકવામાટે ત્યાંથી જ અપડેટ કરી શકે.તમારા વેબ બ્રાઉઝરને સુરક્ષિત કરવું શા માટે જરુરી છે ?આજે, લગભગ તમામ કમ્પ્યુટર્સમાં Internet Explorer, Mozilla Firefox, Google Chrome and Apple Safari જેવા વેબ બ્રાઉઝર્સ ઇન્સ્ટૉલ કરવામાં આવે છે. અને ઓનલાઇન ગુનેહગારો જે લોકો વેબ બ્રાઉઝર્સ અને તેમની વલ્નરેબીલિટીનો ફાયદો લેવાનો પ્રયત્ન કરતા હોય છે તે લોકોના વધતા જતા જોખમોને ધ્યાને લેવા માટે ખૂબ સરળ છે. કારણ કે વેબ બ્રાઉઝર્સનો ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં થતો હોય છે, તેથી તેમને સુરક્ષિત રીતે કન્ફિગર કરવા અત્યંત જરુરી છે. ક્યારેક સુરક્ષિત કન્ફિગરેશનમાં ન ગોઠવાયેલ હોય તેવી ડિફૉલ્ટ સેટીંગ વાળી ઓપરેટીંગ સિસ્ટમ સાથેના પણ વેબ બ્રાઉઝર હોય છે.ઓનલાઇન સુરક્ષાની ખાતરી કરવા માટેનું સૌ પ્રથમ પગલું એ બ્રાઉઝરને સુરક્ષિત કરવું તે છે. દુષ્ટ હેતુઓ વાળી વેબ સાઇટના ઉપયોગ થકી વેબ બ્રાઉઝરમાં રહેલ ઉણપોનો ફાયદો ઉઠાવનારાઓની સંખ્યા સતત વધતી જ જાય છે. અને આ સમસ્યા અસંખ્ય પાસાઓ દ્વારા દીન-પ્રતિદીન વકરતી જાય છે, જેમાં નીચે જણાવેલ બાબતોનો સમાવેશ થાય છે: ઘણાં કમ્પ્યુટર ઉપભોગતાઓ વેબ લિંક પર ક્લિક કરવાથી શું થાય તેનાથી સજાગ નથી. સોફ્ટવેર અને થર્ડ પાર્ટી સોફ્ટવેર પેકેજને ભેગાં ઇન્સટૉલ કરવાથી ઓનલાઇન હુમલાની સંખ્યા વધે છે ઘણી વેબ સાઇટ્સ એવું માંગે છે કે યુઝર કોઇ ફિચર એનેબલ (કાર્યરત) કરે અથવા વધારાના સોફ્ટવેર કે થર્ડ પાર્ટી સોફ્ટવેર કે જે સિક્યોરિટી અપડેટ્સ નથી મેળવતા હોતા તેવા સોફ્ટવેર ઇન્સ્ટૉલ કરવાનું સૂચવે છે જે કમ્પ્યુટરને વધારાના જોખમમાં મૂકે છે. ધણા યુઝર્સ એ પણ નથી જાણતા હોતા કે શી રીતે તેમના વેબ બ્રાઉઝર્સને સુરક્ષિત રીતે કન્ફિગર કરવા.

વેબ બ્રાઉઝરના જોખમો અને કેસ સ્ટડી

બ્રાઉઝર કુકીઝ:

વેબ સાઇટ યુઝરને ઓળખવા માટે કુકીનો ઉપયોગ થાય છે. કુકી એ બ્રાઉઝર દ્વારા પ્રવેશ કરવામાં આવેલી વેબ સાઇટ દ્વારા બ્રાઉઝરને મોકલવામાં આવેલી એક નાની ટેક્સ્ટ છે. કુકી એ મુલાકાત લીધેલ વેબ સાઇટ, પસંદગીની ભાષા અને બીજા સેટીંગ્સને યાદ રાખીને આપની તે મુલાકાત લીધેલ વેબ સાઇટ વિશેની માહિતી ધરાવે છે. બ્રાઉઝર આ ડેટાનો સંગ્રહ કરે છે અને તે ડેટાનો તે વેબ સાઇટની લાક્ષણિકતાઓ દર્શાવવામાં કે ફરી વાર જ્યારે તે વેબ સાઇટમાં જાવ ત્યારે તેની એક્સેસ વધુ અંગત બનાવવા માટે ઉપયોગ કરે છે. જો કોઇ વેબ સાઇટ ઓથેન્ટીકેશન (પ્રમાણભૂતતા) માટે કુકીનો ઉપયોગ કરતી હોય, તો કોઇપણ હુમલાખોર કે હેકર તે કુકી મેળવીને તે સાઇટનો બિનઅધિકૃત ઉપયોગ કરી શકે છે.

કેસ 1:સાનિયાએ કોઇ મુવી વેબ સાઇટની મુલાકાત લીધી અને એવું સૂચવ્યું કે તે કોમેડી ફિલ્મોમાં રસ ધરાવે છે. વેબ સાઇટ દ્વારા મોકલવામાં આવેલી કુકીએ તેની તે પસંદગી યાદ રાખી લીધી અને તેણે જ્યારે ફરી વાર તે જ વેબ સાઇટની મુલાકાત લીધી ત્યારે તેણે જોયું કે તે વેબ સાઇટ પર કોમેડી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવેલી હતી.

કેસ 2:જ્યારે યુઝર્સ કોઇ વેબ સાઇટમાં લોગ-ઇન કરે છે, ત્યારે તેઓ લોગ-ઇન પેજમાં તેઓનું યુઝર નેઇમ અને પાસવર્ડ દાખલ કરે છે, અને જ્યારે તે પ્રમાણભૂત કરવામાં આવે છે, ત્યારે કુકી સેવ થાય છે, જે વેબ સાઇટને લોગ્ડ ઇન યુઝર્સ, જેઓ તે સાઇટની આસપાસ નેવીગેટ થાય છે, તેમના વિશે જાણવા માટે મંજૂરી આપે છે. આ તેમને માત્ર લોગ્ડ ઇન યુઝર્સ માટે પ્રાપ્ય એવી કોઇ પણ કાર્ય પ્રણાલીમાં દાખલ થવાની અનુમતિ આપે છે.

કેસ 3:ઓન-લાઇન શોપિંગ કાર્ટસ પણ કુકીનો ઉપયોગ કરતી હોય છે. જેવા તમે કોઇ મુવી શોપિંગ સાઇટની મુલાકાત લો છો, તો, ઉદાહરણ તરીકે, તમે જોશો કે તમે લોગ-ઇન થયા વિના તેમને તમારી શોપિગ કાર્ટમાં ઉમેરી શકો છો. પછી ભલે તમે તે શોપિંગ સાઇટ પર એક પેજ પરથી બીજા પેજ પર જાવ, તમારી શોપિંગ સાઇટ તમારી ડી.વી.ડી.ને “ ભૂલતી ” નથી, કારણ કે તે બ્રાઉઝર કુકીઝ દ્વારા સુરક્ષિત રીતે સચવાયેલ હોય છે. તેવી જ રીતે, તમે જ્યારે વેબ સર્ફ કરો છો, ત્યારે તમારી રસની બાબતોને યાદ રાખીને તમને લાગતી-વળગતી જાહેરાતો દર્શાવવા માટે કુકીનો ઓન-લાઇન જાહેરાત માટે પણ ઉપયોગ થઇ શકે છે.

પોપ-અપ્સ:

પોપ-અપ્સ એ એક નાની વિન્ડો છે જે તમારા બ્રાઉઝર પર આપમેળે ખુલી જાય છે. સામાન્યતઃ, તે જાહેરાત દર્શાવે છે, જે કાયદેસરની કંપની તરફથી પણ હોઇ શકે, પરંતુ સાથો-સાથ તે સ્કેમ (ફ્રોડ) કે ભયજનક સોફ્ટવેર પણ હોઇ શકે છે. જ્યારે કોઇ ચોક્કસ વેબ સાઇડ ખોલવામાં આવે ત્યારે પોપ-અપ્સ કાર્ય કરે છે. તમે જ્યારે કોઇ વેબ સાઇટની મુલાકાત લો છો, ત્યારે તમારી અંગત કે આર્થિક માહિતી છતી કરવા માટે તૈયાર કરવામાં આવેલ કોઇ ફિશીંગ-સ્કેમનો ભાગ આવા પોપ-અપ્સ હોઇ શકે છે. પોપ-અપ્સ તમને પોપ-અપ વિન્ડો પરના બટનને ક્લિક કરવા માટે ગેરમાર્ગે દોરે છે. પરંતુ જાહેરાત વાળા ક્યારેક એવી પોપ-અપ વિન્ડો બનાવે છે જે ક્લોઝ કે કેન્સવ ઓપ્શનના બટન જેવી જ દેખાય છે. તેથી જ્યારે પણ યુઝર આવા ઓપ્શન પસંદ કરે છે ત્યારે તે બટન બીજી કોઇ પોપ-અપ વિન્ડો ખોલવી કે તમારી સિસ્ટમ પર કોઇ બિન અધિકૃત કમાન્ડ ચલાવવા જેવી કોઇ અણધારી ક્રિયા કરે છે. તમામ પોપ-અપ્સ ખરાબ હોતા નથી. કેટલીક વેબ સાઇટ્સ પોપ-અપ વિન્ડોઝનો ઉપયોગ વિશિષ્ટ કાર્યો માટે કરતી હોય છે. તમારે તે કાર્ય પૂર્ણ કરવા માટે કદાચ તે વિન્ડો જોવી પડે.

કેસ 4: સારાહ XYZ@music.com પરથી ઓન લાઇન સંગીત સાંભળી રહી હતી. લગભગ એક કે બે કલાક પછી તેણીએ એક પોપ-અપ જોયું જેણે તેને માત્ર એક જ XYZ@music.com, ક્લિક વડે તદ્દન નવા ગીતો ડાઉનલોડ કરવાનું જણાવ્યું. તેણીએ તેના બ્રાઉઝર ડાઉનલોડ વિભાગમાં દર્શાવેલ એક ફૉર્મ ભર્યું. એક મહિના પછી તેણીએ પોતાના ક્રેડીટ કાર્ડના બિલની માહિતી જોઇ, જેમાં કેટલાક અનઅધિકૃત ચાર્જિસ હતા. તેણી ખૂબજ વ્યથિત અને આશ્ચર્યચકિત હતી. પછી જે વેબ સાઇટ પરથી તેણીએ જે ફૉર્મ ડાઉનલોડ કર્યું હતું તે ખોલવા પ્રયત્ન કર્યો, પરંતુ તેનો કોઇ અર્થ ન હતો.

સ્ક્રિપ્ટ

વેબ સાઇટને વધુ ઇન્ટરેક્ટીવ(આદાન-પ્રદાન યોગ્ય) બનાવવા માટે સ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક વેબ બ્રાઉઝર્સ કે જેનું અમલીકરણ ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટને યુઝર સાથે આદાન-પ્રદાન કરવાની અનુમતિ આપે છે, બ્રાઉઝરને અંકુશમાં રાખે છે, સિનક્રોનસલી કોમ્યુનિકેટ કરે છે અને પ્રદર્શિત ડોક્યુમેન્ટની વિષય-વસ્તુને બદલે છે, આવા વેબ બ્રાઉઝર્સના ભાગ તરીકે સ્ક્રિપ્ટ સર્વ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે. જાવા સ્ક્રિપ્ટ સ્ટાન્ડર્ડમાં વિગતે વર્ણનો આપવામાં આવેલા છે જે લોકલ ફાઇલ્સને એક્સેસ કરવા જેવી લાક્ષણિકતાઓની મર્યાદા આંકે છે.

મલિશિઅશ કોડ (દુષ્ટ હેતુ વાળા સંકેતો) કે જે સિસ્ટમની ફાઇલ્સમાં પ્રવેશવાની અનુમતિ આપીને વેબ બ્રાઉઝર્સ ઉપર અંકુશ મેળવે છે, તેમના માટે પણ આ જ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. બ્રાઉઝરની ખામીઓમાં પ્રવેશીને તે સિસ્ટમને હાનિ પહોંચાડી શકે છે.

કેસ 5: ચિન્ટુ પોતાના શાળા કાર્ય માટે અને રમતો રમવા કે સંગીત સાંભળવા માટે હંમેશા ઇન્ટરનેટની મુલાકાત લેતો હતો. ગેઇમ રમતા રમતા તેણે લેડી ગાગાના મૃત મળી આવવા વિશેના સમાચાર પોપ અપ થતા જોયા. જ્યારે તેણે BBCની સાઇટ પર ક્લિક કર્યું ત્યારે એક સર્વે ડાયલોગ પોપ અપ થયો જેણે યુઝરને એક સર્વે ફોર્મ ભરવા સૂચના આપી. તે સર્વે ફોર્મમાં લખેલું હતું “જો તમે લેડી ગાગાના સાચા ચાહક હોવ તો લાઇકના બટનને ક્લિક કરો. ” જેવું ચિન્ટુએ તે સર્વે ફૉર્મ પૂર્ણ કર્યું કે તે પોતાના અકાઉન્ટ હોમ પેજ પર પાછો આવ્યો અને પોતાના કુટુંબ અને મિત્રોને આ સમાચાર જણાવવા માટે તે જ લિંકને પોસ્ટ કરી.

પ્લગ-ઇન્સ:

પ્લગ-ઇન્સ એ વેબ બ્રાઉઝરમાં ઉપયોગમાં લેવાતી ઇવ-બિલ્ટ એપ્લીકેશન છે અને Netscape વેબ બ્રાઉઝરે પ્લગ-ઇન્સને વિકસાવવા માટે NPAPI standard વકસાવેલ છે. પછીથી આ સ્ટાન્ડર્ડ ઘણાબધા વેબ બ્રાઉઝર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે. પ્લગ-ઇન્સ એ ActiveX કંટ્રોલ જેવા જ છે પરંતુ વેબ બ્રાઉઝરની બહારની બાજુએથી તેમને ઉપયોગમાં લઇ શકાતા નથી. Adobe Flash એ વેબ બ્રાઉઝરમાં રહેલ પ્લગ-ઇન તરીકે પ્રાપ્ય તેવી એક એપ્લીકેશનનું ઉદાહરણ છે.

કેસ 6: ઉદાહરણ તરીકે, કોઇ એવું વેબ પેજ કે જેમાં વિડીયો કે ઇન્ટરેક્ટીવ ગેઇમ રહેલી હોય તેને જોવા માટે યુઝર Adobe Flash Player જેવો કોઇ પ્લગ-ઇન ડાઉનલોડ કરીને ઇન્સટૉલ કરે છે. પરંતુ તે પ્લગ-ઇન એવા કોઇ કી-લોગર સાથે ઇન્સટૉલ થઇ શકે છે કે જે યુઝરે બ્રાઉઝરમાં ટાઇપ કરેલા તમામ કી-સ્ટ્રૉક્સને જાણી લે છે અને હુમલાખોરને તે મોકલી આપે છે.

બ્રાઉઝર એક્સટેન્સન્શ તમને તમારા બ્રાઉઝરમાં નવા ફિચર્સ બરાબર એ જ રીતે ઉમેરવા દે છે જેમ કે તમારા બ્રાઉઝરને એવા ફિચર્સ, જે મુખ્યત્વે તમારા માટે જરુરી હોય, તેને તમારા બ્રાઉઝર માટે કસ્ટમાઇઝ કરવા તમારા બ્રાઉઝરને એક્સટેન્ડ કરવું. બીજા શબ્દોમાં કહીયે તો તમારા બ્રાઉઝરમાં સુપર પાવર ઉમેરવા બરાબર તે છે. ઉદાહરણ તરીકે, તમે એક કરન્સી કન્વર્ટર ઇન્સટૉલ કરો છો જે તમારા બ્રાઉઝરના એડ્રેસ બારની બરાબર બાજુમાં નવી કી તરીકે દેખાય છે. બટનને ક્લિક કરો અને તે તમારા વેબ પેજ પર રહેલ તમામ કિંમતોને તમે સૂચવેલ કોઇ પણ કરન્સીમાં તબદીલ કરી આપે છે.બ્રાઉઝરમાં વધુ કોડ ઉમેરવા સુરક્ષા હેતુઓમા પણ વધારા બરાબર છે કારણ કે તે આક્રમણખોરોને બ્રાઉઝરનું શોષણ કરવાની વધુ તક આપે છે. કારણ કે આવા કોડ ઘણી વાર હિડન (સંતાડેલા) હોય છે, તેના એક્ટેન્શન્સ પણ એટલા જ હાનિકારક હોય છે.

તમારા વેબ બ્રાઉઝરને શી રીતે સુરક્ષિત કરવુ ?

બાય ડિફોલ્ટ વેબ બ્રાઉઝર ઓપરેટીંગ સિસ્ટમ સાથે જ આવે છે અને તે ડિફોલ્ટ કનફીગરેશન સાથે જ સેટ થયેલુ હોય છે જેમા તમામ સુરક્ષામા ફિચર્સ એનેબલ કરેલા હોતા નથી. સ્પાય વેર, માલ વેર, વાયરસ, વૉર્મસ્ વગેરે જે તમારા કમ્પ્યુટરમાં ઇન્સટૉલ થાય છે અને ઘૂસણખોરોને તમારા કમ્પ્યુટરનો અંકુશ લેવા કારણભૂત બને છે. વેબ બ્રાઉઝરને સુરક્ષિત ન કરવું તે આ બધા દ્વારા ઉત્પન્ન થતી ગમે તે સમસ્યા તરફ દોરી જાય છે.
સોફ્ટવેર હુમલા કે જે ખામી યુક્ત વેબ બ્રાઉઝર્સનો ફાયદો ઉઠાવતા હોય છે તેમની સંખ્યામાં વધારો થયો છે. વેબ બ્રાઉઝરમાંના કેટલાંક સોફ્ટવેર જેમકે, java script, ActiveX વગેરે પણ કમ્પ્યુટર સિસ્ટમમાં રહેલ ખામીઓ માટે કારણભૂત બની શકે છે. તેથી તમારા કમ્પ્યુટર માટેનું જોખમ ઘટાડવા માટે તમારા વેબ બ્રાઉઝરમાં રહેલ સિક્યોરિટી ફિચર્સને એનેબલ કરવા ખૂબ જ જરુરી છે.

સુરક્ષા ક્ષેત્ર

ઇન્ટરનેટ વેબ બ્રાઉઝરમાં રહેલ સુરક્ષા ક્ષેત્ર તમારા બ્રાઉઝરને સુરક્ષા પ્રદાન કરે છે અને ઇન્ટરનેટ પર રહેલા લોકો તેમજ કંપની પર વિશ્વાસ મૂકવાનું સૂચવે છે. સુરક્ષા ક્ષેત્ર તમને કોઇ એપ્લીકેશન, સ્ક્રિપ્ટ કે એડ-વન્સ ચલાવવાનું કે પ્લગ-ઇન્સ ઇન્સટૉલ કરવાનો નિર્ણય કરવામાં કે તેમને ઉમેરવામાં મદદ કરે છે. સુરક્ષા ક્ષેત્રમાં રિસ્ટ્રીક્ટેડ સાઇટ્સના નેજા હેઠળ વેબ સાઇટનાં એડ્રેસ ઉમેરવા જેવા બીજા કેટલાક ફિચર્સનો પણ સમાવેશ થાય છે
આ ફિચર ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં પ્રાપ્ય છે અને જેથી તમે અવિશ્વાસુ સાઇટને બ્લોક કરી શકો છો. આ ફિચર Firefox માં પણ પ્રાપ્ય છે, પરંતુ અલગ-અલગ વેબ બ્રાઉઝર પ્રમાણે તેમાં ભિન્નતા જોવા મળે છે.

ટ્રસ્ટેડ સાઇટ (વિશ્વાસુ સાઇટ)

ઇન્ટરનેટ એ લોકોનું નેટવર્ક છે, જેમાં જુદી જુદી વેબ સાઇટ્સ થકી તમામ પ્રકારની સામગ્રી કે વિવિધ પ્રકારના લોકો રહેલા છે. સામાન્ય રીતે તમે તમારી આસપાસની દરેક વ્યક્તિ પર વિશ્વાસ નથી મૂકતા, તો પછી બધી જ વેબ સાઇટ્સ પર શા કારણે વિશ્વાસ મૂકવો ? આ ઉપરાંત, તમારી અનુમતિ વિના શા માટે તમારે દરેકને તમારા કમ્પ્યુટરમાં પ્રવેશવા દેવા જોઇએ ? તમારા વેબ બ્રાઉઝરમાં રહેલ ટ્રસ્ટેડ સાઇટ્સના ફિચરનો ઉપયોગ કરીવાથી તમે નિર્ણય કરી શકશો કે કોના પર વિશ્વાસ મૂકવો.

ઇન્ટરનેટ એક્સપ્લોરર

 • ઇન્ટરનેટ એક્સપ્લોરરના સેટિંગ્સને બદલવા માટે ટૂલ્સનો ઉપયોગ કરો.
 • ઇન્ટરનેટ એક્સપ્લોરરના ટૂલ્સ મેનુમાંથી ઇન્ટરનેટ ઓપ્શન્શ પસંદ કરો અને પછી સિક્યોરિટી ટેબ પર ક્લિક કરો, હાલના સિક્યોરિટી સેટિંગ્સ ચેક કરો અને જરૂર પ્રમાણે સિક્યોરિટી સેટિંગ્સ બદલો.
 • સિક્યોરિટી લેવલ હેઠળના સિક્યોરિટી સેટિંગ્સને બદલવા માટે સિક્યોરિટી લેવલ વધારવા માટે સ્લાઇડરને ઉપર તરફ ખસેડો અને મિડિયમ કે લો લેવલ માટે સ્લાઇડરને નીચે તરફ ખસેડો.
 • વધુ કંટ્રોલ્સ અને સેટિંગ્સ માટે કસ્ટમ લેવલ પર ક્લિક કરો અને પછી તમારે જોઇતા ઓપ્શન્શ પસંદ કરો
 • જો જરૂર પડે તો ટૂલ્સ મેનુ ઓપ્શન્શમાંથી Delete browsing history નો ઓપ્શન છે જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમામ કુકી, ટેમ્પરરી ફાઇલ્સ, હિસ્ટરી, એક્ટીવ એક્સ ફિલ્ટરીંગ અને બીજું ઘણું બધું ડિલીટ કરે છે
 • ટ્રસ્ટેડ કે રીસ્ટ્રીક્ટેડ સાઇટ્સને ઉમેરવા કે દૂર કરવા માટે સાઇટ્સ ઓપ્શન પર ક્લિકકરો અને પછી add or remove button પર ક્લિક કરો અને સિલેક્ટડ ઝોન માટેની સાઇટ્સની તમારી યાદી એન્ટર કરો.
 • Privacy નું બટન કુકી માટેના સેટિંગ્સ ધરાવે છે.
 • કુકી એ, જુદી જુદી સાઇટ્સ કે જેની તમે થર્ડ પાર્ટી થકી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મુલાકાત લો છો, તેના દ્વારા તમારા કમ્પ્યુટર પર પ્રસ્થાપિત ટેક્સટ ફાઇલ્સ છે.
 • Advanced બટનમાંથી override automatic cookie handling પસંદ કરો. પછી Prompt for both first and third-party cookies પસંદ કરો. દરેક વખતે જ્યારે કોઇ સાઇટ તમારા મશીન પર કુકી પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરશે ત્યારે આ ઓપ્શન તમને સૂચના આપશે
 • મેનુ માંથી tools પસંદ કરો અને smart screen filter પસંદ કરો અને turn on smart screen filter પર ક્લિક કરો અને smart screen filter ને કાર્યરત કરો, જે અપેક્ષિત છે. ફિશિંગ સ્કેમ્સ અને માલવેરને ટાળવા માટે આ ઓપ્શનનો ઉપયોગ થાય છે
 • tools મેનુ માંથી private filtering settings માં ઓપ્શન પસંદ કરો. ખાનગી રીતે બ્રાઉઝ કરવા માટે આ ઓપ્શનનો ઉપયોગ થાય છે જે કોઇ પણ બ્રાઉઝીંગ હિસ્ટ્રીનો સંગ્રહ કરતું નથી.
 • ટૂલ્સ મેનુમાં એક tracking protection નામે ઓપ્શન છે જે તમારી માહિતીનું રક્ષણ કરે છે, જેમકે, જો કોઇ વેબ સાઇટ એ વેબ સાઇટની તમારી મુલાકાતોની નોંધ લેતી હોય અથવા તો તમારી અંગત માહિતીની નોંધ લેતી હોય તો આવી માહિતી અટકી જશે. આ ફિચર આપણે ઇન્સટૉલ કરેલા એડ-વન્સના આધારે કાર્ય કરે છે.
 • આ ઓપ્શન દ્વારા સુરક્ષિત મોડને કાર્યરત કરો. બધી જ વેબ સાઇટ્સ પ્રોટેક્ટેડ મોડમાં ખુલે છે.• advanced tab ને પસંદ કરો અને તમને ગમતાં ઓપ્શન્શ જેવાં કે, “UseSSL3.0, Use TLS 1.0 ” ને કાર્યરત કરો

મોઝીલા ફાયરફોક્સ

 • મોઝીલા ફાયરફોક્સ વેબ બ્રાઉઝરના ફિચર્સ અને તેમના સેટિંગ્સ નીચે પ્રમાણે છે.
 • ફાયરફોક્સમાં રહેલ સુરક્ષાના સેટીંગ તમે કોઇ સાઇટને ફાયરફોક્સ દ્વારા આપવા ઇચ્છતા હોવ તેવા પરિક્ષણ સ્તરને અંકુશમાં રાખે છે. અને જે સાઇટ્સને થર્ડ ડીગ્રીની જરૂર ન હોય તેવા અપવાદો એન્ટર કરે છે. નીચે જણાવેલ સંપૂર્ણ અને સુરક્ષિત વેબ કાર્યાનુભવ માટે પાસ વર્ડ્સ, કુકી, ઇમેજ લોડ કરવી અને એડ-વન્સ ઇન્સટૉલ કરવી વગેરે માટે તમારી જરૂરીયાત મુજબ સેટીંગ કરો.
 • ફાયરફોક્સ બ્રાઉઝરના ટૂલ્સ મેનુ માંથી ઓપ્શન્શ પસંદ કરો અને પછી સિક્યોરિટી ટેબ પર ક્લિક કરો
 • સિક્યોરિટી ટેબ હેઠળ warn me when sites try to install the add-ons in જેવો ઓપ્શનને સક્રિય કરો અને કોઇ સાઇટ ઉમેરવા કે દૂર કરવા માટે exception tab પર ક્લિક કરો અને તમારે જોઇતી સાઇટ્સ ઉમેરો કે દૂર કરો
 • tell me if the site I’m visiting is a suspected attack site ના ઓપ્શનને સક્રિય કરો
 • tell me if the site I am using is a suspected forgery ના ઓપ્શનને સક્રિય કરો. ફાયરફોક્સ વેબ ફોર્જરી (વેબ પર થતી બનાવટ) ની સાઇટ્સમાટે દિવસમાં 48 વખત તદ્દન નવા અપડેટ્સ પ્રાપ્ત કરે છે, તેથી તમારી વિશ્વાસપાત્ર સાઇટ તરીકેનો ઢોંગ કરતી સાઇટની મુલાકાત લેવાનો જો તમે પ્રયત્ન કરો તો બ્રાઉઝર તમને એક સંદેશો પાઠવશે અને તમને આવું કરતા રોકશે
 • remember passwords for sites નો ઓપ્શન ડીસેબલ કરો. તમારા સર્ફિંગ અનુભવ માટે ફાયરફોક્સે આ ફિચર આવરી લીધેલું છે. “remember” site passwords ને ઘૂસણખોરિયા પોપ-અપ્સ વિના પસંદ કરો
 • advanced tab પસંદ કરો અને encryption tab ને સુરક્ષિત ડેટા ટ્રાન્ફર માટે encryption tab ને સક્રિય કરો અને SSL 3.0 નો ઉપયોગ કરો.
 • બીજું ફિચર એ automated updates નું છે. તે તમને સુરક્ષાની સમસ્યા અને અપડેટ્સને ફિક્સ કરવા દે છે અને સુરક્ષિત સર્ફિંગ કરો અને ઓટોમેટીક અપડેટ્સ મેળવો કે પછી તમે તૈયાર હોવ ત્યાં સુધી રાહ જોવો
 • બીજું એક વધારાનું ફિચર એ tracking નું છે જે privacy હેઠળ રહેલું છે. તે તમારા બ્રાઉઝરમાંથી થતા તમારા કાર્યને અટકાવે છે અને આપણે do not tell sites anything about my tracking preferences નો ઓપ્શન પસંદ કરી શકીએ છીએ જેની નોંધ નહીં થાય અને તે બીજી વેબ સાઇટ્સને તમારી માહિતી નહીં પહોંચાડે

ગુગલ ક્રોમ

 • સેટીંગ મેનુમાંથી Incognito window પસંદ કરો. એક નવી વિન્ડો ખુલશે અને તમે આ વિન્ડોમાંથી જે પેજ જોવો છો તે તમારી વેબ બ્રાઉઝરની હિસ્ટ્રી કે સર્ચ હિસ્ટ્રીમાં નહીં દેખાય અને તમે Incognito window બંધ કરો પછી પણ તેના કુકી જેવા એક પણ ચિહ્ન તે છોડશે નહીં. તમે ડાઉનલોડ કરેલી કોઇ પણ ફાઇલ કે બુક માર્ક સુરક્ષિત રહેશે.
 • own Task Manager નામનું બીજું પણ એક ફિચર તેમાં છે જે તમને બતાવે છે કે દરેક ટેબ અને પ્લગ-ઇન કેટલી મેમરી અને સી.પી.યુ. નો કેટલો ઉપયોગ કરે છે.
 • જો સર્ટિફીકેટની યાદીમાં રહેલ વેબ એડ્રેસ વેબ સાઇટના એડ્રેસ સાથે મેળ ન ખાય તો ગુગલ ક્રોમમાં રહેલું સેફ બ્રાઉઝીંગ ફિચર એક ચેતવણી પ્રદર્શિત કરે છે. ગુગલ ક્રોમમાં રહેલ બ્રાઉઝીંગ સેટીંગના પગથિયાં નીચે પ્રમાણે છે
 • સેટીંગ ટેબમાંથી ઓપ્શન્શ પસંદ કરો અને under the hood પર ક્લિક કરો : use a suggestion service to help complete searches અને એડ્રેસ બારમાં ટાઇપ કરેલ URL ના ઓપ્શનને સક્રિય કરો પેજ લોડ પ્રક્રિયા સુધારવા માટે DNS pre-fetching ને સક્રિય કરો. phishing and malware protection ને સક્રિય કરો કુકીમાં જઇને “Restrict how third party cookies can be used” ને પસંદ કરો. માત્ર ફર્સ્ટ-પાર્ટી કુકીની માહિતી જ વેબ સાઇટને મોકલાશે minor tweaks માં જઇને never save passwords ને સક્રિય કરો. computer wide SSL settings માં use SSL 2.0 નો ઓપ્શન સક્રિય કરો Under computer wide SSL settings enable the option use SSL 2.0

એપલ સફારી:

એપલ સફારી વડે સુરક્ષિત વેબ બ્રાઉઝરના ફિચર્સ નીચે પ્રમાણે છે

ફિશિંગ સુરક્ષા

છેતરપીંડી કરનારી ઇન્ટરનેટ સાઇટ્સથી સફારી તમને સુરક્ષિત રાખે છે. જ્યારે તમે કોઇ શંકાસ્પદ સાઇટની મુલાકાત લો છો, ત્યારે સફારી તમને તે સાઇટની શંકાસ્પદ પ્રકૃતિ વિશે ચેતવણી આપે છે અને પેજને ખૂલતું અટકાવે છે.

માલવેર સુરક્ષા

માલવેર ઠાલવતી કોઇ વેબ સાઇટની તમે મુલાકાત લો તે પહેલા જ સફારી તે વેબ સાઇટને ઓળખી લે છે. જો સફારી આવા ભયજનક પેજને ઓળખી લે છે તો તે તમને તે સાઇટની શંકાસ્પદ પ્રકૃતિ વિશે ચેતવણી આપે છે.

એન્ટીવાઇરસ એકત્રીકરણ

Windows Attachment Monitor ને ટેકો આપવા બદલ આભાર, તમે જ્યારે પણ કોઇ ફાઇલ, ઇમેજ. એપ્લીકેશન કે બીજી કોઇ વસ્તુ ડાઉનલોડ કરો ત્યારે સફારી તમારા એન્ટી વાઇરસ સોફ્ટવેરને સૂચના આપે છે. આ તમારા એન્ટીવાઇરસ સોફ્ટવેર પાસે દરેક ડાઉનલોડને વાઇરસ કે માલવેર માટે સ્કેન કરાવે છે.

Encryption (કોડમાં તબદીલ કરવું) ને સુરક્ષિત કરવું

ઇવ્ઝ ડ્રોપિંગ, છેતરપિંડી અને ડીજીટલ ટેમ્પરીંગને અટકાવવા માટે સફારી તમારા વેબ કમ્યુનિકેશનને સુરક્ષિત કરવા માટે એન્ક્રીપ્શનનો ઉપયોગ કરે છે. સફારી SSL versions2 and 3, Transport Layer Security (TLS), 40- and 128-bit SSL encryption અને જાવા એપ્લીકેશન જેવા ખૂબજ અત્યાધુનિક સુરક્ષા ધોરણોને સપૉર્ટ કરે છે.

ઓટોમેટીક અપડેટ્સ

અત્યાધુનિક સિક્યોરિટી અપડેટ્સની ઝડપી અને સરળ એક્સેસ મેળવો. તમે જ્યારે ઇન્ટરનેટ પર હોવ ત્યારે એપલ સોફ્ટવેર અપડેટ, કે જે સફારીના અત્યાધુનિક વર્ઝનને તપાસે છે, તેનો ફાયદો સફારી મેળવે છે.

પોપ-અપ બ્લોકિંગ

બાય ડિફોલ્ટ, સફારી ખૂબજ બુધ્ધિપૂર્વક તમામ ન સૂચવેલ પોપ-અપ અને પોપ-અન્ડર વિન્ડોને બ્લોક કરી દે છે, તેથી તમે બ્રાઉઝીંગ કરતા સમયે તમારો ધ્યાન પલટો કરતી તમામ જાહેરાતોને ટાળી શકો છો.

કુકી બ્લોકિંગ

તમે જે વેબ સાઇટની મુલાકાત લો છો તેના દ્વારા સર્જાતી કુકીને કેટલીક કંપનીઓ ટ્રેક કરે છે, જેથી તે લોકો તમારી વેબ પ્રવૃત્તિ વિશેની માહિતીને એકત્ર કરીને વેચી શકે. સફારી એવું સૌ પ્રથમ બ્રાઉઝર છે જે બાય ડિફોલ્ટ આવી ટ્રેકિંગ કુકીને બ્લોક કરી દે છે, અને આ રીતે તમારી પ્રાયવસી (અંગતતા)ને વધુ સારી રીતે સુરક્ષા પ્રદાન કરે છે. સફારી માત્ર તમારા કરન્ટ ડોમેઇન માંથી જ કુકી સ્વીકારે છે.

એડ-બ્લોક પ્લસ ( ફાયરફોક્સ / ક્રોમ )

21 એડ-બ્લોક, પોતાના નામ સુચિત કરે છે તે પ્રમાણે, વેબ સાઇટ પર જાહેરાત આપતી કેટલીક સ્ક્રિપ્ટને બ્લોક કરે છે. અગાઉ જણાવ્યા પ્રમાણે, " મલિશિયસ એડ " બ્લોક લિસ્ટનો ઉપયોગ કરીને તમે સિક્યોરિટીના વધારાના ફાયદા માટે ABP ને તમારી જરૂરીયાત પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. ચોક્કસ પણે તમે જે સાઇટને સપૉર્ટ કરવા માંગતા હોવ તેને વ્હાઇટ લિસ્ટ કરી શકો છો, પરંતુ ABP પણ ઓછી જાહેરાતોવાળી વેબનો વધુ સુંદર ફાયદો આપે છે.

HTTPS Everywhere (ફાયરફોક્સ)

ઇલોક્ટ્રોનિક ફ્રિડમ ફાઉન્ડેશનનું HTTPS Everywhere એ તમને તમારું બ્રાઉઝર અને તે જે સર્વરને જોડાય છે તે બન્ને વચ્ચેનું સુરક્ષિત જોડાણ કરવામાં તમને મદદ કરશે. વેબ સાઇટ પરનું ડિફૉલ્ટ સેટીંગ એડેડ (વધારાની) સિક્યોરીટી પ્રદાન ન કરતું હોય તો પણ શક્ય હોય ત્યારે તે તમને તમારું જોડાણ એન્ક્રિપ્ટ કરવામાં મદદ કરશે. Twitter એ એક સારું ઉદાહરણ છે. યુઝર નેમ અને પાસ વર્ડના ઇનપુટ બોક્સ એન્ક્રિપ્ટ કરેલા છે, પરંતુ તે પછી સર્વર તરફથી આવતી કે તેના દ્વારા મોકલાતી તમામ ટેક્સ્ટને ક્લિયરમાં મોકલવામાં આવે છે. ( તારેતરમાં જ, ફેસબુકે always turn on HTTPS નો ઓપ્શન ઉમેર્યો છે. તે શી રીતે કરવું તે અહીં આપેલું છે.) HTTPS Everywhere એ ફાયર શીપ જેવા હેકિંગ ટૂલ્સ સામે પણ રક્ષણ આપવામાં મદદ કરે છે.

LastPass (All Platforms)

તમારી અંગત માહિતી, જેવીકે તમારા પાસ વર્ડ, ને એક્સેસ કરવા માટે જે બીજા વેક્ટરનો હેકર્સ ઉપયોગ કરી શકે છે તેને Last Pass સુરક્ષિત કરે છે. તમે જ્યારે Last Pass બ્રાઉઝર પ્લગ-ઇનનો ઉપયોગ કરો છો ત્યારે તે તમારા પાસ વર્ડને એન્ક્રિપ્ટ કરીને સાચવે છે અને તે તમને કોઇ પણ સાઇટ માટે અટપટો અને ક્રેક કરવા માટે ખૂબજ મુશ્કેલ તેવો પાસવર્ડ જનરેટ કરવા દે છે. Last Pass પાસે દુનિયાના કોઇપણ બ્રાઉઝર માટે પ્લગ-ઇન છે. જો તમે Last Pass શરૂ કરવા જઇ રહ્યા હોવ તો અહીં તેનો પરિચય આપેલો છે જે તમારા Last Pass સાથેના પાસવર્ડને ઓડીટ અને અપડેટ કરવા માટેની મદદરૂપ એવી અમારી માર્ગદર્શિકા છે.

No Script (ફાયરફોક્સ)

No Script એ ફાયરફોક્સનું એકમાત્ર પ્લગ-ઇન છે જે એક વસ્તુ ખૂબજ સારી રીતે કરે છે- તે Java Script, Flash, Quick time Java Script, Flash, Quick time અને તમારી બ્રાઉઝર વિન્ડોમાંથી લોડ થતી બીજી ઘણી સ્ક્રિપ્ટને બ્લોક કરે છે. ( ક્રોમ યુઝર્સને કદાચ સ્ક્રિપ્ટ્સ નહીં પરંતુ તેના જેવા બીજા ક્રોમ એક્સટેન્શનને તપાસવાની જરૂર પડે.) જ્યાં મલિશિઅશ વેબ સાઇટ્સ તમારા બ્રાઉઝરને ક્રેશ કરવા કે તમારા કમ્પ્યુટરમાં પ્રવેશ કરવા માટે હુમલા તરીકે આવી સ્ક્રિપ્ટ્સનો ઉપયોગ કરે છે ત્યાં આ ખૂબજ સરસ રીતે કાર્ય કરે છે. આવી સ્ક્રિપ્ટ્સને બ્લોક કરીને તમે તમારી જાતને વેબ પર સૂચક રીતે વધુ સુરક્ષિત કરી શકો છો.
આવી સ્ક્રિપ્ટ્સને બ્લોક કરીને તમે તમારી જાતને વેબ પર સૂચક રીતે વધુ સુરક્ષિત કરી શકો છો
પરંતુ ધ્યાનમાં રાખશો કે આપણામાનાં મોટા ભાગના માટે, બધી જ સ્ક્રિપ્ટ્સને બ્લોક કરવાથી પરિણામે ઇન્ટરનેટ પડી ભાંગશે કારણ કે, Google, Gmail, Twitter, Life hacker અને બીજા પોતાના પેજને લોડ કરવા માટે Java Script પર જ આધાર રાખે છે. કોઇ પણ સ્ક્રિપ્ટ તમને થર્ડ પાર્ટી સ્ક્રિપ્ટ કે અસુરક્ષિત ડોમેઇન તરફથી આવતી સ્ક્રિપ્ટને બ્લોક કરવા દેતી નથી. તને આ સેટીંગ્સને તમારી રીતે ગોઠવી શકો છો અને આ રીતે ખૂબ ઓછી અગવડ સાથે ખૂબ વધુ સુરક્ષા પ્રાપ્ત કરી શકો છો.

Web of Trust (તમામ બ્રાઉઝર્સ)

Web of Trust એ બીજું એક પ્લગ-ઇન છે જે ઉપરોક્ત કરતા કંઇક જૂદું કરે છે. કોઇપણ હુમલાને સ્થગિત કરવાના બદલે તે તમને જણાવે છે કે ક્યારે કોઇ વેબ સાઇટ વિશ્વાસુ છે અને ક્યારે નહીં. આ રીતે જો તમે જેને વિશ્વાસુ સમજતા હોવ કોઇ વેબ સાઇટમાં જાવ અને તેને જોવો પણ ખરા, ત્યારે તમને એક ચેતવણી મળે છે કે તમારે તમારી અંગત માહિતી તે સાઇટમાં ન ભરવી જોઇએ.
તે લોકો પોતાની સાઇટને રેટ કરવા માટે યુઝર-રેટીંગનો આધાર લેતા હોય છે અને મારા અનુભવ પ્રમાણે તે ખૂબજ સચોટ અને ઉપયોગી છે.
નોંધ : ઉપરોક્ત એક્સટેન્શન માત્ર બ્રાઉઝર એક્સટેન્શન થકી જ ઉમેરવા

ઉપયોગી માહિતી

 • જોખમો ખાળવા માટે હંમેશા સુરક્ષિત વેબ બ્રાઉઝરનો જ ઉપયોગ કરો. સુરક્ષિત બ્રાઉઝરનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ પર પ્રાપ્ય માહિતી અને સ્ત્રોતને પ્રાપ્ત કરી શકીએ છીએ અને ઇન્ટરનેટ પર સુરક્ષિત બ્રાઉઝીંગ કરી શકીએ છીએ
 • તમારા પી.સી.ને બીજા મશીન પર હુમલો કરવાનું શસ્ત્ર બનતું ટાળવા માટે વેબ બ્રાઉઝર્સ અને ઇન્ટરનેટ ઉપભોકતાઓને સલાહ આપવામાં આવે છે કે, ખાતરી કરી લો કે તમારી ઓપરેટીંગ સિસ્ટમ અને વેબ બ્રાઉઝર જેવા સિસ્ટમના ચાવી રૂપ અંગો સંપૂર્ણ રીતે પેચ્ડ છે અને અપડેટ થયેલા છે.
 • અત્યાધુનિક વાઇરસ સિગ્નેચર વાળા એન્ટી-વાઇરસ સોફ્ટવેરની સાથોસાથ વ્યક્તિગત ફાયરવોલ ઇન્સટૉલ કરો. જે કી-લોગર્સ જેવા માલવેરને ડીટેક્ટ કરી શકે.
 • જો વન-ટાઇમ પાસવર્ડ સિસ્ટમ સપોર્ટ ન કરતી હોય તો નુકસાનકારક વેબ એપ્લીકેશનમાં નિયમિત રૂપે લેટર, નંબર અને સ્પેશિઅલ કેસ કેરેક્ટર્સના સમન્વય વાળા પાસવર્ડ બદલતા રહો.
 • કોઇ પણ અજાણી વેબ સાઇટની મુલાકાત લેતા પહેલા તમારા વેબ બ્રાઉઝરમાં રહેલા તમામ Java Scripter ActiveX support ને બંધ કરો.
 • મોટાભાગના વેન્ડર્સ તમને તેમની પોતાની વેબ સાઇટ પરથી તેઓના બ્રાઉઝર્સ ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપે છે. આવી કોઇ પણ ફાઇલ ડાઉનલોડ કરતા પહેલા જે તે સાઇટની આધારભૂતતાની ખાતરી કરી લો.
 • જોખમને બને તેટલું ઘટાડવા માટે, પર્સનલ ફાયરવૉલનો ઉપયોગ કરવો, સિક્યોરીટી પેચ ઇન્સટૉલ કરેલ અત્યાધુનિક બ્રાઉઝરને અપડેટ કરવું અને આખી સિસ્ટમને નિયમિત સ્કેન કરતા એન્ટી વાઇરસ સોફ્ટવેરને અપ-ડેટ રાખવા જેવા સુરક્ષાના પગલાંને અનુસરો.
2.86111111111
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top