હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / ડીજીટલ ઈન્ડિયા / માહિતી સંચાર ટેકનોલોજી : સુષુપ્ત લાભો અને ભયસ્થાનો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

માહિતી સંચાર ટેકનોલોજી : સુષુપ્ત લાભો અને ભયસ્થાનો

માહિતી સંચાર ટેકનોલોજી : સુષુપ્ત લાભો અને ભયસ્થાનો

“માહિતી સંચાર ટેકનોલોજી (Information and Communication Technology : ICT) પોતે એક વસ્તુની જેમ છે જેમકે ચોખા જેમાં કૅલેરી અને પોષણ જેવી વિશિષ્ટતાઓ સમાયેલ છે, તેવી જ રીતે માહિતી સંચાર ટેકનોલોજી પણ વિશિષ્ટતાઓનું વિવિધપૂર્ણ રીતે સંકલન કરે છે જેમાં માહિતી એ વસ્તુની કામગીરી અથવા ફાળો વગેરેનું જીવન સુનિશ્ચિત કરે છે. તેવીજ રીતે માહિતી સંચાર ટેકનોલોજી જાણકારીઓનું વ્યવસ્થાપન સમુદાય અને વ્યકિતઓની જરૂરિયાત પ્રમાણે સુવ્યવસ્થિત સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવે છે. આ વસ્તુ અને પ્રક્રિયાનો અંતિમ તબકકો ઉપયોગિતા અને પરિણામ પર છે. સંતુષ્ટિની પ્રાપ્તિ એ જ માહિતી સંચાર ટેકનોલોજીની સામાજિક-આર્થિક વિકાસ માટે માહિતીના સ્વરૂપમાં થયેલ પરિવર્તનની અંતિમ સ્થિતિ દર્શાવે છે” માહિતી સંચારમાં સરળતા, સ્પષ્ટતા, વિશ્વસનીયતા અને પારદર્શકતાના સિવાય એક મહત્વપૂર્ણ ઘટક છે, '' સમાન સમજ '' જે માહિતી સંચારની ધ્યેય સિધ્ધીમાં અગત્યનો ભાગ ભજવે છે અને એજ સફળાનો આધાર છે. માહિતી સંચારનું માધ્યમ ગમે તે હોય પણ તેમા આ લાક્ષણિકતા જણાવવી જોઈએ તે અસરકારક માહિતી સંચારની અનિવાર્ય શરત છે. એવી પ્રણાલી ગ્રામિણ વિકાસ પ્રક્રિયા પ્રવાહને યોગ્ય દિશામાં દોરી શકે તેમ છે.

ICT બે માર્ગ દ્વારા આર્થિક દ્રષ્ટિએ મુખ્ય પરિબળ બનવાની સંભાવના છે : એક નવી આર્થિક પ્રવૃતિ પેદા કરી (ICT સાધનો અને સેવાઓનાં ઉત્પાદન દ્વારા) અને બીજું તેના દ્વારા હાલની આર્થિક પ્રવૃતિઓ પરનાં સુષુપ્ત બળવાન નવરચનાનો પ્રભાવ. ICT એ રાજકીય અને સામાજિક વિકાસને ફેલાવવા પર દેખીતી રીતનો સ્પષ્ટ પ્રભાવ પાડેલ છે, સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓમાં નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાં હિસ્સેદારી વધી છે. ખૂબ જ ઓછા વિકસાશીલ દેશોએ ICTજે તક આપી રહી છે તેનો સફળતાપૂર્વક લાભ ઉઠાવી તેમના અર્થતંત્રમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. તેમાંના ધણા બધાએ કેટલાક સુષુપ્ત લાભો તેના મૂળમાંથી મેળવવાનું શરૂ કયું છે, છતાં પણ મોટાભાગના વિકાસશીલ દુનિયા માટે ICT એક વચન જ રહયું છે.

ગ્રામ્ય સ્તરે નવા જ્ઞાન અને ટેકનોલોજીનો લાભ સેવા માટેની રાહનો ICT સુધી પહોચવાનો માર્ગ, ટેકનોલોજી અને ICT જ્ઞાનનો આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે બદલી કરવા માટે અને વધુ મૂળભૂત શિક્ષણ અને સ્વાસ્થય માટેનું પ્રવેશદ્વાર, કે જે સામાન્ય રીતે દુનિયાના મોટા ભાગના ગરીબો અને અલ્પવિકસિત દેશો માટે નબળું રહયું છે. આથી, ICT ક્રાતિનાં વચનની સાતત્યતાં માટે સરકાર, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, બિનસરકારી સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્ર દ્વારા વધારે પ્રયત્નો જરૂરી છે. ICT વિકસિત દેશોમાં કેન્દ્રીય સ્થાને છે, જે વૈશ્વિક બજારનાં ૯૦% કરતાં પણ વધારે કામકાજ ઘરાવે છે. આથી વિશેષમાં, ICT માં આવી અસમાનતા માત્ર આવકનાં સ્તર પૂરતી જ અસ્તિત્વમાં હતી તેવું નથી પણ આ અસમાનતા માનવ વિકાસનાં સ્તરનાં કારણે પણ છે.

“માહિતી અર્થશાસ્ત્ર અને માહિતી સમાજ” ભવિષ્ય માટે ઉભરતાં ખ્યાલો છે. આમાં બહોળા પ્રમાણમાં વધતાં માહિતીનો પ્રવાહ મૂલ્યાંકનનાં પ્રશ્નો, બૌધ્ધિક ધનનો બચાવ, ઉમદા સ્પર્ધા, સમાવિષ્ટ વસ્તુના નિંયત્રણ અને સામાજિક જાળવણીનાં પરિણામ, ઓવરલોડ માહિતીની કિંમત તેમજ જોખમોને સમાવે છે. એક એવી પણ ચિંતા છે કે[ ICT ની શકિત જેની પાસે સામાજિક ઉત્કર્ષ માટે ખૂબ જ સુષુપ્ત શકિતઓ છે તેનો સ્વાર્થી, જોખમી અથવા તો વિનાશકારી અંત માટે પણ ઉપયોગમાં લઈ શકાય તેમ છે. ICT પ્રસારનાં લાભ માટે અને સ્પર્ધાત્મક અને સમૃધ્ધિની પરિસ્થિતિ વહન કરવા માટે, ટેકનોલોજી અને માળખા સુધી સરળતાથી પહોંચી શકાય તેવું અને તાલીમ પામેલ અને કાર્યકરો અને નિષ્ણાતોનો સમાવેશ થવો જોઈએ, જે ICT ક્રાંતિ પૂરી પાડતી તકોને ઝડપી લેવા સક્ષમ હોય. આ બંને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નીતિઓ માટે તેમજ ફંડ અને બીજી સહાયો જરૂરી ટેલીકોમ્યુનિકેશન સગવડો અને બીજા માળખાઓને કાર્યાન્વિત કરવા તેમજ મેળવવા માટે આકર્ષે છે. જરૂરી માળખાગત સાધનો ઉપલબ્ધ હોવા છતાં ICT નો ઉત્પાદકીય લાભનો ઉપયોગ કરવાનું બીજા ધણા પરિબળો પર આધાર રાખે છે. જેમાં શિક્ષણનું પૂરતું સ્તર, આવક અને સહાયક નીતીઓનો સમાવેશ થાય છે.

ICT દ્વારા લાભ પામેલ વિકાસશીલ દેશો પણ રોજગારીનાં કદ અને પેટર્ન ઉપર ICT ના પ્રભાવ સાથે સંબંધ રાખે છે. જયારે નવી વસ્તુનાં ઉત્પાદન અને સેવા ઉત્પન્ન કરે ત્યારે આવા કાર્યો માટે લાંબી હદ સુધી કુશળતા જરૂરી છે. ખૂબજ કુશળ મજૂરી આગળ વધુ ICT ની સાથે ઉધોગોની વિશાળ ક્ષેણીમાં દરેક પ્રકારનાં કાર્યો લુપ્ત થઈ શકે છે. માહિતી આધારિત વૈશ્વિક અર્થતંત્રમાં વિકાસશીલ દેશોની પોતાની બહોળી ઉત્પાદન શૈલીને એક કરવાની ક્ષમતા પર ધેરા પ્રત્યાધાતો પાડી શકે છે.

દેશો જે માહિતી યુગમાં પ્રવેશેલ છે અથવા એવુ કરવાની શરૂઆત કરે છે તેઓ વૃધ્ધિ પામી રહેલ ICT નાં નકારાત્મક પ્રભાવ વિષે ચિંતિત છે. આ ચિંતામાં કોમ્પ્યુટર સ્ક્રીન અને વીડીયો ટર્મીનલ પાસે રહેવાથી સ્વાસ્થ પર અસરો અને ટેલીકોમ્યુનિકેશન વહેંચણી માળખાનાં એન્ટેના અને સેલ્યુલર ફોન દ્વારા આવતા રેડિયેશનને સમાવે છે. ICT ઉપરાંત હાર્ડવેરના ઉત્પાદનમાં પેદા થતો હાનિકારક કચરોના વહીવટ વિષે અને જેવાકે નકામા સાધનો અને ભાગોનો વહીવટ વિષે ચિતિત છે બીજા ભયમાં સામાજિક યોગ્યતાનું નુકસાન અને વ્યકિતગત ભયનો સમાવેશ થાય છે. વધારામાં બીજું ICT ના આર્થિક વચનો વિકાસ પામતા દેશાનાં જો કયારેય સાચા બને, વૈશ્વિક આર્થિક પ્રવૃતિમાં માપ અસરનો વધારોની વિશ્વભરનાં પર્યાવરણ પર ગંભીર હાનિકારક પ્રભાવ હોઈ શકે છે.

લેખક ડો. સતીષ પટેલ, કમ્પ્યુટર એકમ ગ્રામ વ્યવસ્થાપન અધ્યયન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ : રાંધેજા, જિ. ગાંધીનગર- ૩૮ર ૬ર૦.

વેબસાઈટ : ડૉ. સતિષ પટેલ

 

2.71428571429
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top