অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડિજિટલ ભારત પ્રોગ્રામ માટે અભિગમ અને પદ્ધતિ

ડિજિટલ ભારત પ્રોગ્રામ માટે અભિગમ અને પદ્ધતિ

  1. મંત્રાલયો / વિભાગો / રાજ્યો સંપૂર્ણપણે ભારત સરકાર દ્વારા સ્થાપિત સામાન્ય અને આધાર ICT ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લેશે. ડૈટી ધોરણો અને નીતિ માર્ગદર્શિકાઓ વિકસિત/નિર્ધારિત કરશે, ટેકનિકલ અને સહાયક આધાર પૂરો પાડશે, ક્ષમતા નિર્માણ, R&D, વગેરે પણ હાથ ધરશે.
  2. ડિજિટલ ભારતના સિદ્ધાંતો સાથે હાલની/ચાલુ ઇ-ગવર્નન્સ પહેલોને સંરેખિત કરવા માટે તેમનું અનુકૂળ રીતે ઘડતર કરવામાં આવશે. નાગરિકો માટે સરકારી સેવાઓનું વિતરણ વધારવા માટે હદ વૃદ્ધિ, પ્રક્રિયા પુનઃઇજનેરી, સંકલિત અને આંતરપ્રચલિત સિસ્ટમોનો ઉપયોગ અને ક્લાઉડ અને મોબાઇલ જેવા ઉભરતી ટેકનોલોજીની જમાવટ હાથ ધરવામાં આવશે.
  3. તેમની સામાજિક-આર્થિક જરૂરિયાતો સાથે સંબંધિત, વધારાના રાજ્ય-વિશિષ્ટ પ્રોજેક્ટોનો સમાવેશ કરવા માટે ઓળખવાની રાહત રાજ્યોને આપવામાં આવશે.
  4. એક વિકેન્દ્રિત અમલીકરણ મોડેલ અપનાવવા સાથે, નાગરિક કેન્દ્રિત સેવા અભિગમ, વિવિધ ઇ-ગવર્નન્સ એપ્લિકેશન્સની આંતરપ્રક્રિયા અને ICT ઈન્ફ્રાસ્ટ્રક્ચર/સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગની ખાતરી કરવા માટે જરૂરી હદ સુધી કેન્દ્રિય પહેલ મારફતે ઇ-ગવર્નન્સને પ્રોત્સાહન આપવામાં આવશે.
  5. સફળતાઓ ઓળખી શકાશે અને જરૂરી હોય ત્યાં ઉત્પાદકીકરણ અને વૈવિધ્યપણા સાથે તેમની નકલને સક્રિયપણે પ્રોત્સાહન આપવામાં આવશે.
  6. પર્યાપ્ત સંચાલન અને વ્યૂહાત્મક નિયંત્રણ સાથે ઇ-ગવર્નન્સ પ્રોજેક્ટોના અમલીકરણ માટે શક્ય હોય ત્યાં જાહેર ખાનગી ભાગીદારીઓ પસંદ કરવામાં આવશે.
  7. ઓળખ, પ્રમાણભૂતતા અને લાભોનું વિતરણ સુવિધાજનક બનાવવા માટે અનન્ય Idની સ્વીકાર્યતાને પ્રોત્સાહન આપવામાં આવશે.
  8. કેન્દ્ર અને રાજ્ય સ્તરે તમામ સરકારી વિભાગો માટે IT આધાર મજબૂત કરવા માટે NICની પુન: રચના હાથ ધરવામાં આવશે.
  9. ઓછામાં ઓછા 10 મુખ્ય મંત્રાલયોમાં મુખ્ય માહિતી અધિકારીઓ (CIO)ના પદો નિર્માણ કરવામાં આવશે જેથી વિવિધ ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટો ઝડપી રીતે ડિઝાઇન, વિકસિત અને અમલ કરી શકાય.CIO પદો સંબંધિત મંત્રાલયના IT પર ઉપરવટ સત્તાઓ સાથે અધિક સચિવ/ સંયુક્ત સચિવ સ્તર પર હશે.

સ્ત્રોત: ડિજિટલ ભારત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate