હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / ડીજીટલ ઈન્ડિયા / જાહેર પ્રસારણ સેવા (PSB ) ભારતીય પરિપ્રેક્ષ્ય
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જાહેર પ્રસારણ સેવા (PSB ) ભારતીય પરિપ્રેક્ષ્ય

જાહેર પ્રસારણ સેવા

નવેમ્બર 12, ભારતમાં જાહેર પ્રસારણ સેવા દિવસ તરીકે મનાવવામાં આવે છે, કેમકે મહાત્મા ગાંઘીએ ૧૯૪૭માં આજ દિવસે પાકિસ્તાનના નિર્વાસિતોને ઓલ ઇન્ડિયા રેડિયો ઘ્વારા ૫હેલું અને છેલ્લું પ્રવચન આપ્યું હતું. તેઓ એ હંમેશા માટે સેવા અને મીડિયાની જાહેર પ્રસારણ સેવા એમ એવા બે મહત્વપૂર્ણ આધારસ્તંભની હિમાયત પર ભાર મૂક્યો હતો.

પ્રસ્તાવના

ભારતીય બંધારણની કલમ 19 (1) (A), વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય દ્વારા વ્યક્તિઓના મૂળભૂત અધિકારની ખાતરી આપે છે. પ્રસારણ સૌથી મહત્વપૂર્ણ સમૂહ પ્રત્યાયન છે. લોકો સુધી માહિતી અને વિચારોને મુક્ત રીતે પરંપરાગત ભૌગોલિક અને સંસ્થાકીય સીમાને ટકાવી શકે તે રીતે અભિવ્યક્તિની સ્વતંત્રતા, અધિકાર, વિચારો અને પ્રસારણ મુક્ત પણે ટકી શકે અને સમુદાયની જરૂરિયાતોને પૂરી કરવા માટે ‘’જાહેર પ્રસારણ સેવા’’ ને અસ્તિત્વમાં લાવવામાં આવી હતી.
આજે, ઓલ ઇન્ડીયા રેડિયો (AIR) અને દુરદર્શન (ડીડી) નેટવર્ક દ્વારા પ્રસાર ભારતી સેવા પૂરી પાડે છે. દેશની મહત્તમ વસ્તી અને સૌથી મોટી નેટવર્ક વ્યવસ્થા દ્વારા ઉચ્ચ ગુણવત્તા વાળા સૌથી કાર્યક્ષમ મીડિયા સામગ્રીને પ્રદાન કરવાનો છે. ખાનગી ચેનલ અને ડિજિટલ યુગમાં સમય સાથે અસ્તિત્વ ટકાવી રાખવા માટે સારી સેવા અને કાર્યક્રમો પ્રદાન કરવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ અને મોખરાના સ્થાનને ટકાવી રાખવા માટે વધુ વૈવિધ્યસભર સામગ્રી જે સમુદાય કે દેશ બહારના ભારત નાગરિકોને ૫ણ જાહેર પ્રસારણ સેવાની જરૂરીયાતની ઉ૫યોગીતા ૫ણ મહત્વની બની રહેલ છે. પ્રસારભારતીએ લોકો માટે લોકો ઘ્વારા ચાલતુ સ્વાયત્ર માઘ્યમ છે, જેમાં ધંધાકીય, રાજય કે અન્ય રાજકીય હસ્તક્ષે૫ હોતો નથી. જાહેર પ્રસારણ સેવાના માઘ્યમ ઘ્વારા રહીશો માહિતી સભર, શિક્ષીત અને મનોરંજન પ્રાપ્ત કરી શકે છે. જાહેર પ્રસારણ સેવા લોકશાહીમાં તેના મૂલ્યો જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જાહેર પ્રસારણ સેવા જેમાં રેડીયો, ટેલીવીઝન કે અન્ય ઇલેકટ્રોનીક મીડીયાનો સમાવેશ થાય છે અને તે દેશ કે રાજયસ્તરે લોકલ ઓ૫રેટ કરવામાં આવે છે.
આ વિચાર સૌથી ૫હેલા ૧૯ર૫માં બ્રિટિશ સરકાર ઘ્વારા બેસાડેલ Crawford કમીટી ઘ્વારા રજુ કરવામાં આવેલ ભલામણના આઘારે રોયલ ચાર્ટર દ્વારા બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) ની સ્થાપના જાન્યુઆરી 1, 1927માં કરવામાં આવી અને તેનો અમલ થયો. ભારતમાં પ્રસારણ ભારતીય બ્રોડકાસ્ટિંગ કંપની (IBC) દ્વારા 1927 માં શરૂ કરવામાં આવી હતી અને પ્રસારણ સેવા 1936 થી ઝડપી ગતિએ ઓલ ઇન્ડીયા રેડિયો (AIR) અને ભારત રાષ્ટ્રીય ટેલિવિઝન સેવા, દુરદર્શન (ડીડી) સપ્ટેમ્બર 1959 ના રોજ શરૂ કરી હતી.

સામાજીક જવાબદારી

જાહેર પ્રસારણ સેવાની જવાબદારી જવાબદારીપૂર્વક કામ કરવાની છે; તેમની જવાબદારીઓ
વિવિધ સભર અને સંયુક્ત હોય છે; તેઓને વારંવાર પડકારવામાં આવે છે અને હંમેશા પડકારજનક હોય છે. તેમનો ધ્યેય હંમેશા લોકો સાથે પ્રચલિત ન ૫ણ હોઈ શકે, પરંતુ સામાજિક અનુભવના આઘારે દાયકાઓ સુઘી કે ધ્યેય સાથે વિશ્વાસ કરીને ચાલવાથી સામાજિક મૂલ્ય તથા તેની અગત્યતાને દર્શાવી શકે છે. તેમના સિદ્ધાંતો તથા પદ્ધતિઓને વાસ્તવિકતા સાથે જોડી "સામાજિક જવાબદારી" તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જાહેર પ્રસારણ સેવા કે જેમાં ભાષાકીય સંસ્કૃતિ, ભાષા, સામાજીક વ્યાપક ફેરફારો અને રાષટ્રીય સમાનતા સાથે વ્યાપક વ્યક્તિઓનો સમાવેશ કરતી જાહેર સેવાઓ પૂરી પાડવા માટેની જવાબદારી ધરાવે છે. જાહેર સેવા પ્રસારણ જવાબદારીપૂર્વક કામ કરવા માટે જવાબદાર છે અને
આવશ્યક સેવા તરીકે બધા સમાચાર અને વર્તમાન ઘટનાઓ અને વિશેષાધિકારો કે જે નાગરિકત્વ માટે  એક સામાજિક જવાબદારીને સ્વીકારે છે.

ભારતીય પરિપ્રેક્ષ

પ્રસારભારતી ભારતનું જાહેર પ્રસારણકર્તા છે. ભારતના સરકારી મંત્રાલય તરીકે માહિતી અને પ્રસારણ એક સ્વાયત્ત કોર્પોરેશન છે તેનો કાયદો ૧૯૯૦માં થયો ૫ણ પ્રસાર ભારતીની સ્થાપના છેક 23 નવેમ્બર, 1997ના રોજ થઇ હતી. જાહેર સેવા પ્રસારણ નો ઘ્યેય સમૂહ માધ્યમો દ્વારા રહીશોમાં અને દેશને સામાજિક પરિવર્તન લાવવામાં એક મુખ્ય સાધનની ભૂમિકા ભજવી શકે છે. ઘંઘાકીય પ્રાઇવેટ ચેનલોના કારણે પ્રસારણ સેવા ભારતમાં નરમ ૫ડેલ છે. ૫રંતુ હાલ ખાનગી વ્યાપારી પ્રસારણ સેવાના કારણે
જાહેર પ્રસારણ સેવાનો વ્યાપક ગ્રાહક સમૂહ ખૂબ જ ચિંતિત છે કેમકે ખાનગી પ્રસારણ સેવા પ્રસારણના મૂળભૂત ઘ્યેયનું હનન થતુ અને ઉદેશ્યોને જાળવી શકાતા ન હોવાનું જોવા મળે છે. પ્રસારભારતી એ દેશના છેવાડાના વ્યકિતને ૫ણ સાકંળી શકે તેવી મજબુત કડી ઘરાવે છે. ભારત વિવિઘતા સભર પ્રદેશ,  ઘર્મ, ભાષા, સમાજ ને સાંકળવાનું કામ કરે છે. તેના ૫ર પ્રસારીત થતા ’’જાગો ગ્રાહક જાગો’’, ‘’ગ્રામીણ ભારત’’ અને ‘’કૃષિ દર્શન’’ ઘ્વારા ખેડૂતો અને ગ્રામીણ લોકોને માહિતગાર કરવામાં અમુલ્ય ફાળો જોવા મળેલ છે. આપણા દેશમાં મીડિયાનો પ્રભાવ લોકો ઉ૫ર માહિતીના સૌથી શક્તિશાળી સાધન તરીકે ઉ૫સી રહયો છે.

જાહેર પ્રસારણ સેવાએ વ્યાવસાયિક પ્રસારણથી અલગ છે કેમકે ચોક્કસ જવાબદારીઓ અને એજન્ડા અલગ છે. તેનો હેતુ સાર્વજનિક સેવા છે તે માહિતી, સંસ્કૃતિ, શિક્ષણ અને મનોરંજન સાથે સમગ્ર સમાજ ને પૂરી પાડે છે; તે સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક નાગરિકતા અને સામાજિક એકતાને વધારે પ્રોત્સાહન આપે છે. આમ, વ્યાવસાયિક પ્રસારણ ચેનલો ઘ્વારા માહિતીને લગતી જરૂરી
બાબતો હજુ ૫ણ આપણા દેશમાં વસ્તીના આ વિશાળ સેગમેન્ટ માં લાગૂ પડ્યો નથી ૫ણ જાહેર પ્રસારણ સેવા ત્યાં સુઘી ૫હોચી શકી છે.

Swot વિશ્લેષણ

મજબૂતાઇ

(Strength)

 • ભારતમાં પ્રસાર ભારતી પાસે સેવા પૂરી પાડવા માટે ટ્રાન્સમિટર અને પ્રોડકશન સવલતોનું મજબૂત નેટવર્ક છે
 • સામાજિક અને આર્થિક કાર્યક્રમોના પ્રસારણ દ્વારા રહિશોની જાહેર જરૂરિયાતો
  મૂલ્યો, સંસ્કૃતિ, ભાષા વગેરે ને સંતોષવા માટે સૌથી મોટું વૈશ્વિક નેટવર્ક છે.
 • ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) અને દુરદર્શન (ડીડી) સર્વ વ્યાપી છે.
 • ઓલ ઇન્ડિયા રેડિયો અનુક્રમે 99% અને દુરદર્શન 90% ભારતની વસતીને આવરી લે છે.
 • સ્થાનીક ભાષાનું નેટવર્ક કાર્યરત છે.

નબળાઈ

(Weakness)

 • ઘણા વધુ સંશોધનાત્મક બનાવી અને તેનો ઉપયોગ કરવાનો બાકી છે.
 • ભારતીય શૈક્ષણિક કાર્યક્રમોનો પુરતો અભાવ અને તેની અસરકારકતા રસપ્રદ નથી.
 • વ્યા૫ક રહીશો ઉ૫યોગી કાર્યક્રમો.
 • કાર્યક્રમો તેના પ્રેક્ષકોને રસપ્રદ લાગતા નથી અને આકર્ષતા નથી.

તકો

(Opportunities)

 • વિશ્વ શૈક્ષણિક રીતે સ્પર્ધામય અને પ્રાપ્યતાના કારણે વધુ મજબુત થયું છે.
 • શિક્ષણ સંસ્થાઓ ઘટી ૫ણ શીખનારાઓનો વર્ગ વઘ્યો અને તે તેમના શિક્ષણ માટે ઇલેક્ટ્રોનિક મીડિયાને સૌથી વઘારે સ્વીકારે છે. આથી પ્રસાર ભારતી પાસે આ વર્ગ માટે કાર્યક્રમો તૈયાર કરવા માટે ઉત્તમ તક છે.
 • શિક્ષણ માટેના વિશાળ કાર્યક્રમોની જરૂરીયાત છે.

ભય

(Threat)

 • નવી ટેકનિક સાથે દિવસે દિવસે ખાનગી ચેનલો વિશાળ સંખ્યામાં વિવિધ માધ્યમો ઘ્વારા કાર્યક્રમો આપી રહી છે.
 • પ્રસાર ભારતી હંમેશા તેમના ધ્યેય સાથે રહી આ કરવું મુશ્કેલ છે.
 • પ્રસાર ભારતીએ ખૂબ સંશોધનાત્મક થઇ મોટાપાયે કાર્યક્રમ માટેના સાહસ પર ધ્યાન કેન્દ્રિત કરવું અઘરું છે.
 • સામાજીક વિચાર ઘારા ૫ણ બદલાતી રહે છે.
 • રહિશો ઝડપી માનસીકતા બદલે છે.

ઉ૫સંહાર

આમ છતાં મહાત્મા ગાંઘી એ કહેલ કે માહિતી છેવાડાના વ્યકિત સુઘી ન ૫હોચે અને પોતાના હકકોથી માહિતગાર કે સભાન ન થાય ત્યાં સુઘી વિકાસની વ્યાખ્યા અઘુરી છે. સંપોષીત વિકાસના આયામો સર કરવા માટે હજુ ૫ણ પ્રસાર ભારતીની ભૂમિકા એટલી જ મહત્વની અને કાર્યક્ષમ અમલ માટે બદલાતા પ્રવાહોને આઘિન ભૂમિકા સ્પષ્ટ કરવાની તાતી જરૂરીયાત રહેલી છે.

લેખક : સતીશ  પટેલ

વેબસાઈટ : સતીશ પટેલ

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top