অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સુરક્ષિત ડીજીટલ વ્યવહારો USSD દ્વારા મોબાઈલ બેન્કિંગ

અનૌપચારિક પૂરક સેવા માહિતી -ગુસ્સડ

અનૌપચારિક  પૂરક  સેવા  માહિતી ( USSD) એ  મોબાઈલ   ઓપરેટરોની ચેનલ  છે.  NUUP ( રાષ્ટ્રીય  એકીકૃત  USSD  પ્લેટફોર્મ )  ભારતમાં  મોબાઈલ  ચૂકવણીઓ  કરવા  માટે  આ  ચેનલનો    ઉપયોગ   કરે    છે.   IDRBT, DoT, TRAI    અને      RBIની    મદદથી     MPFI ( મોબાઈલ  પેમેન્ટ  ફોરમ  ઓફ  ઇન્ડિયા ) દ્વારા  આની  શરૂઆત  કરવામાં   આવી  હતી   અને NPCI ( ભારતના   રાષ્ટ્રીય  ચૂકવણી  નિગમ  ) દ્વારા  અમલમાં  મૂકવામાં  આવ્યું  છે.

USSD  આધારિત   મોબાઈલ  બેન્કિંગ   અને  મોબાઈલ  ચૂકવણી ના   ઉપયોગ  વિષે  અને  ડીજીટલ  ચૂકવણીઓ માં   ભારતની   પ્રગતિ   વધુ   ઝડપી   બને    તેમાં   ફાળો   આપવા   જાહેર   જનતા માં   વધારે   જાગૃતિ   આવે   તે   આ   વપરાશકર્તા   માર્ગદર્શિકાનો   હેતુ   છે.

USSD ની લાક્ષણિકતાઓ

  • નીચા  સ્તરના   સહિત   બધા  પ્રકારના  મોબાઈલ  ફોન  ઉપર   એ  કામ  કરે  છે .
  • ભારતમાં  કોઈ  પણ  મોબાઈલ  ઓપરેટર નો   ગ્રાહક  તેનો   ઉપયોગ  કરી   શકે  છે.
  • વપરાશકર્તાએ   તેનું / તેણીનું    બેંક  ખાતું   મોબાઈલ  ફોન  નંબર  સાથે  જોડેલું  હોવું  જોઈએ .
    • વપરાશકર્તાના   મોબાઈલમાં   કોઈ   પણ   મોબાઈલ  એપ્લીકેશન  ડાઉનલોડ  કરેલી  હોવી  જરૂરી  નથી.
    • હાલમાં આ  સેવા નિઃશુલ્ક  છે. જો  કે  ઉપરની  મર્યાદા  રૂ.૧.૫૦   પ્રતિ  લેવડદેવડ કે એક  સેશન .
    • બેંક  ખાતા  લેવડદેવડની  માહિતીની   સ્થિતિ , ચૂકવણી  અથવા  મોકલેલી   રકમ  કે  અગત્યના  ઓળખપત્ર  મેળવવા  કે    બદલવા  એનો   ઉપયોગ  થઇ   શકે  છે.
    • આનો   ઉપયોગ   બીજી  વ્યક્તિ  કે  દુકાનદાર  કે  વેપારીને  ચૂકવણી કરવા   માટે  જેનું   ખાતું  એ  જ  બેંક  કે  અન્ય  કોઈ  બેંકમાં  હોય , થઇ   શકે   છે.
    • હાલમાં  નાણાં  સ્થાનાંતરિત   કરવાની   મર્યાદા  રૂ .૫૦૦૦ પ્રતિ  લેવડદેવડ   છે.
      • તે   મોબાઈલ  વપરાશકર્તાને  સીધા  બેંક  સર્વર   સાથે  વાસ્તવિક  સમયમાં    જોડે  છે અને  તાત્કાલિક   પ્રતિભાવ   મળે  છે.
    • તે  મોબાઈલ  ફોન   ઉપર  લેવડદેવડ ની   કોઈ  પણ   માહિતી  સંગ્રહ  કરતા  નથી.
    • આમાં  કોઈ   ગંભીર  સુરક્ષા  ખતરો  નથી  કારણકે   વપરાશકર્તા  તેના /તેણીના  મોબાઈલ  ફોનથી  જ  M-PIN  વાપરીને  અને  ઉપર   જણાવેલા  (ઈ )  અને (જ ) પોઈન્ટ  પ્રમાણે  લેવડદેવડ   કરે  છે.
      • તે  અંગ્રેજીમાં  (*૯૯ # ડાયલ  કરીને ), હિન્દીમાં  (*૯૯*૨૨ # ડાયલ  કરીને ) અને  અન્ય   ભારતીય   ભાષાઓમાં   પ્રતિભાવો   આપી  શકે  છે.

નીચે  જણાવ્યા  પ્રમાણે   USSD  કોડ નંબર  ડાયલ  કરવાથી  જે   તે   ભાષામાં   પ્રતિભાવો   મળી   શકે  છે.

ussd કોડ

ભાષા

ussd કોડ

ભાષા

અંગ્રેજી

*99#

ગુજરાતી

*99*27#

હિન્દી

*99*22#

મરાઠી

*99*28#

બંગાળી

*99*29#

*99*23#

તમિલ

પંજાબી

*99*30#

*99*24#

તેલુગુ

આસામી

*99*31#

 

*99*25#

મલયાલમ

ઉડિયા

*99*32#

 

*99*26#

 

કન્નડ

વપરાશકર્તા માટે જરૂરિયાતો

  • વપરાશકર્તા  પાસે  બેંક  ખાતું  હોવું   જોઈએ અને  તેનો/ તેણીનો  મોબાઈલ  ફોન  નંબર તેના / તેણીના  બેંક  ખાતા  સાથે   જોડાયેલો  બેંકમાં  નોંધાવવો   જોઈએ .
  • વપરાશકર્તાએ   તેના / તેણીના  બેન્કના  IFSC  કે  શોર્ટ  નામ   કે  ન્યુમેરિક  કોડ જાણવા  જોઈએ. પેરાગ્રાફ -૭ માં   આપેલ  સૂચિ  અથવા  બેંક  પાસબુક અથવા  બેંક  અથવા  NPCI માં   તેને  શોધી / નોંધી   શકાય  છે.
  • વપરાશકર્તા  પાસે  ચૂકવણી  વ્યવહાર  શરૂ  કરવા  M-PIN  હોવી  જોઈએ.
  • નાણાં  મોકલવા  વપરાશકર્તાએ  કાં  તો  (i) લાભાર્થીનો  મોબાઈલ  ફોન નંબર  અને  MMID  અથવા  ( ii) IFS કોડ  અને  બેંક  ખાતા  નંબર અથવા ( iii)  આધાર  નંબર  જાણવા  જોઈએ.

અનુસરવા માટેના પગલાં

  • તમારા  રજીસ્ટર્ડ  કરેલા  મોબાઈલ  ફોનના  ડાયલિંગ  પેડ  ઉપર  *99# દાખલ  કરો  અને  કોલ  બટન   દબાવો.
  • NUUP ( નેશનલ  યુંનીફાઈડ  USSD  પ્લેટફોર્મ ) ની   વેલકમ  સ્ક્રીન  મેનુ   બતાવશે.
  • કાં  તો  તમારી  બેન્કના  ટૂંકા   નામ ના   ૩  અક્ષરો  અથવા  બેંક  IFSC ના  પહેલાં ૪     અક્ષરો   અથવા  બે  અંકોનો   બેંક  આંકડાકીય   કોડ *99#  દાખલ  કરો  અને  SEND  ઉપર  ક્લિક   કરો.
  • વિકલ્પોની   સૂચિ  દેખાશે. વિકલ્પો  વાંચો   અને  નીચેની   સૂચિમાં થી  જે   વિકલ્પનો   અમલ  કરવા   ઈચ્છતા  હો  તે  વિકલ્પ  નંબર  દાખલ  કરો  અને  SEND  ઉપર  ક્લિક   કરો:

 

i.  ખાતા  બેલેન્સ

ii . મિની  સ્ટેટમેન્ટ

iii . MMID થી  નાણાં  મોકલો.

iv  IFSC નો   ઉપયોગ   કરી   નાણાં  મોકલો.

v .  આધાર  નંબરનો  ઉપયોગ   કરી  નાણાં   મોકલો .

vi . MMID  દર્શાવો.

vii .  MPIN

viii . OTP  ઉત્તપન્ન   કરો.

  • દરેક  વિકલ્પ  માટેની  સૂચનાઓ નું   પાલન  કરો   અને  જરૂરી  માહિતી  દાખલ કરો.

મેનુ વિકલ્પોની વિગતો

  • ખાતા  બેલેન્સ :  બેલેન્સ   પૂછપરછ  માટે  1  દાખલ  કરો  અને  send  કરો ,  એક  નવી  વિન્ડો  ખુલશે  જેમાં  તમારાં   ખાતાનું   પ્રાપ્ય   બેલેન્સ  દેખાશે.
  • મિની  સ્ટેટમેન્ટ : મિની  સ્ટેટમેન્ટ   ઉત્તપન્ન  કરવા  2  દાખલ  કરો  અને  send  કરો , એક  નવી  વિન્ડો   ખુલશે  જેમાં  તમારા  ખાતાની   છેલ્લી  ૫  લેવડદેવડો   દેખાશે.
  • MMID થી   નાણાં  મોકલો :  કોઈ   વ્યક્તિ  કે  વેપારી ને  MMID થી  નાણાં  મોકલવા  3  દાખલ   કરો.
  • વેપારીનો  મોબાઈલ નંબર  પૂછતી   એક  વિન્ડો  દેખાશે . દાખલ  કરો  અને  મોકલો.
  • અનુગામી  વિન્ડોઝ   વેપારીનો   MMID , સ્થાનાંતરિત   કરવાની   રકમ  અને  વિશેષ   નોંધ ( વૈકલ્પિક )  પૂછશે.
  • તમારો  MPIN  અને  ખાતા  નંબરના   છેલ્લા  ૪  અંકો   દાખલ  કરો  અને  મોકલો .
  • લેવડદેવડ   સફળ  રહી   તેવો   સમર્થનનો   સંદેશ  દર્શાવતો   સ્ક્રીન  દેખાશે.

IFSC નો ઉપયોગ કરી નાણાં મોકલો :

  • IFSC થી   નાણાં  મોકલવા  4  દાખલ  કરો.
  • વેપારીનો  બેંક  IFSC  કોડ  પૂછતી  વિન્ડો   દેખાશે . દાખલ  કરો  અને  મોકલો.
  • અનુગામી  વિન્ડોઝ  વેપારીનો   ખાતા  નંબર, સ્થાનાંતરિત  કરવાની  રકમ અને  વિશેષ  નોંધ ( વૈકલ્પિક )  પૂછશે.
  • તમારો  MPIN  અને  ખાતા  નંબરના   છેલ્લા  ૪  અંકો   દાખલ  કરો  અને  મોકલો .
  • લેવડદેવડ   સફળ  રહી   તેવો   સમર્થનનો   સંદેશ   દર્શાવતો  સ્ક્રીન  દેખાશે .

આધાર નંબરનો ઉપયોગ કરી નાણાં મોકલો :

  • આધાર  નંબરથી  નાણાં  મોકલવા  ૫  દાખલ  કરો.
  • વેપારીનો   આધાર  નંબર  પૂછતી   વિન્ડો  દેખાશે. દાખલ  કરો  અને  મોકલો.
  • તમારો   MPIN  અને  તમારા  ખાતા  નંબરના   છેલ્લા  ૪  અંકો   દાખલ  કરો અને  મોકલો.
  • લેવડદેવડ  સફળ  રહી  એવો   સમર્થનનો  સંદેશ  દર્શાવતો   સ્ક્રીન  દેખાશે.

MMID બતાવો :

  • તમારો  MMID  જાણવા  ૬  દાખલ  કરો  અને  મોકલો,  તમારા   ખાતા  સાથે  જોડાયેલ   MMID  દર્શાવતો  સમર્થન   સ્ક્રીન  દેખાશે.

MPIN :

  • MPIN  ઉત્ત્પન્ન  કરવા  કે  બદલવા  ૭  દાખલ  કરો  અને  મોકલો .
  • નવા  MPIN  ઉત્ત્પન્ન  કરવા ૧  દાખલ  કરો  અને  મોકલો . તમારા  કાર્ડ  નંબરના  છેલ્લા  ૬  અંકો   અને  સમાપ્તિ   તારીખ  MMYY  એક  ખાલી  જગ્યા થી  અલગ  કરેલ   પૂછતી   સ્ક્રીન  દેખાશે, દાખલ  કરો  અને  મોકલો. ઉત્તપન્ન  થયેલ  MPIN  નોંધો.
  • MPIN  બદલવા  ૨  દાખલ  કરો  અને  મોકલો. તમારી  હાલની   MPIN  અને  નવી  MPIN  દાખલ  કરો  અને  મોકલો.  MPIN  સફળતાપૂર્વક  બદલાઈ  તેમ  દર્શાવતો   સમર્થન  સ્ક્રીન  દેખાશે.

OTP ઉત્તપન્ન કરો

  • OTP  ઉત્તપન્ન  કરવા  ૮  દાખલ  કરો  અને  મોકલો.
  • MPIN  દાખલ કરો . તમને  જરૂરી   કાર્ય  કરવા   ઉત્તપન્ન  કરેલ  OTP  દર્શાવતી  સમર્થન  સ્ક્રીન   દેખાશે.

ઉદાહરણ

. દાખલો -

મારું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં છે અને મારે દુકાનદાર કે વેપારી કે મિત્ર ને MMID થી નાણાં ચુકવવા છે.

૧. *99#   ડાયલ  કરો.

૨. તમારી  બેન્કનો   શોર્ટ  કોડ  SBI   અથવા  IFSCના  પહેલા    ૪  SBIN  અથવા  ૨ - અંકોનો  સંખ્યાકીય   કોડ ૪૧ દાખલ  કરો  અને  મોકલો.

૩. અનુગામી  સ્ક્રીન  ઉપર  MMID થી  નાણાં  મોકલવાનો  વિકલ્પ  ૩  પસંદ કરો , ૩  દાખલ  કરો  અને  મોકલો.

૪. વેપારીનો  મોબાઈલ  નંબર  દાખલ  કરો.  જેમ કે 999xxxxxx 9.

૫. વેપારીનો  MMID ( ૭  અંકો ) અને  રકમ  જેવી કે  1234567 5000

૬. તમારો  MPIN  દાખલ  કરો  અને  મોકલો .

૭. લેવડદેવડ  સફળ  રહી   તેમ  દર્શાવતો  સમર્થન  સ્ક્રીન  દેખાશે.

. દાખલો -

મારું ખાતું આન્ધ્ર બેંકમાં છે અને મારે મિત્રને તેના IFSC નો ઉપયોગ કરી નાણાં સ્થાનાંતરિત કરવા છે.

૧. *99 #  ડાયલ  કરો.

૨. તમારી  બેન્કનો  શોર્ટ  કોડ  ANB  અથવા  IFSC ના  પહેલા  ૪ અક્ષરો  ANDB   અથવા  બે  અંકોનો  સંખ્યાકીય  કોડ  ૫૯  દાખલ  કરો  અને  મોકલો.

૩. અનુગામી  સ્ક્રીન  ઉપર  IFSCથી  નાણાં  મોકલવા   વિકલ્પ  ૪  દાખલ  કરો.

 

૪. મિત્રની  બેન્કનો   IFSC  કોડ ( ૧૧  અક્ષરો)  દાખલ  કરો અને  મોકલો જેમ કે ICIC0123456.

૫. ખાતા  નંબર  અને  રકમ   દાખલ  કરો  જેમ  કે  01234567891011 5000.

૬. MPIN  દાખલ  કરો  અને  મોકલો  જેમ કે  0123.

૭. લેવડદેવડ  સફળ  રહી  તેમ  દર્શાવતી  સમર્થન  સ્ક્રીન  દેખાશે.

. USSD માટે બેંક કોડ્સ ની સૂચિ

 

 

બેન્ક નું નામ

IFSCના પહેલા અક્ષરો

બેંક શોર્ટ

કોડ

 

 

મલ્ટી મોડલ કોડ્સ

After *99*

 

ક્રમ નં.

સ્ટેટ  બેંક  ઓફ  ઇન્ડિયા

SBIN

SBI

*99*41#

પંજાબ  નેશનલ  બેંક

PUNB

PNB

*99*42#

કેનરા   બેંક

CNRB

CNB

*99*46#

બેંક   ઓફ  ઇન્ડિયા

BKID

BOI

*99*47#

૪.

બેંક   ઓફ  બરોડા

BARB

BOB

*99*48#

૫.

IDBI  બેંક

IBKL

IDB

*99*49#

યુનિયન   બેંક  ઓફ  ઇન્ડિયા

UBIN

UOB

*99*50#

 

સેન્ટ્રલ   બેંક  ઓફ  ઇન્ડિયા

CBIN

CBI

*99*51#

 

 

ઇન્ડિયન   ઓવરસીઝ   બેંક

IOBA

IOB

*99*52#

 

 

ઓરિએન્ટલ  બેંક  ઓફ  કોમર્સ

ORBC

OBC

*99*53#

 

૧૦

 

અલાહાબાદ   બેંક

ALLA

ALB

*99*54#

 

૧૧

 

સિન્ડીકેટ  બેંક

SYNB

SYB

*99*55#

 

૧૨

 

યુકો   બેંક

UCBA

UCO

*99*56#

 

૧૩

 

કોર્પોરેશન   બેંક

CORP

CRB

*99*57#

 

૧૪

ઇન્ડિયન   બેંક

IDIB

INB

*99*58#

૧૫

આન્ધ્ર  બેંક

ANDB

ANB

*99*59#

૧૬

સ્ટેટ   બેંક  ઓફ  હૈદરાબાદ

SBHY

SBH

*99*60#

૧૭

બેંક   ઓફ  મહારાષ્ટ્ર

MAHB

BOM

*99*61#

૧૮

અપના  સહકારી  બેંક

ASBL

APN

*99*85#

૧૯

સ્ટેટ   બેંક   ઓફ  પટીઆલા

STBP

SBP

*99*62#

૨૦

યુનાઈટેડ    બેંક  ઓફ  ઇન્ડિયા

UTBI

UBI

*99*63#

૨૧

વિજયા   બેંક

VIJB

VJB

*99*64#

૨૨

DCB  બેંક

DCBL

DCB

*99*65#

23

ભારતીય   મહિલા   બેંક

BMBL

BMB

*99*86#

૨૪

સ્ટેટ   બેંક   ઓફ  ત્રાવણકોર

SBTR

SBT

*99*67#

૨૫

અભ્યુદય   કો-ઓપ   બેંક

ABHY

ACB

*99*87#

૨૬

પંજાબ  એન્ડ   મહારાષ્ટ્ર  કો- ઓપ  બેંક

PMCB

PMC

*99*88#

૨૭

સ્ટેટ   બેંક  ઓફ  બિકાનેર  એન્ડ  જયપુર

SBBJ

SBJ

*99*70#

૨૮

પંજાબ   એન્ડ  સીંદ  બેંક

PSJB

PSB

*99*71#

૨૯

હસ્તી  કો- ઓપ  બેંક

HCBL

HCB

*99*89#

૩૦

સ્ટેટ   બેંક  ઓફ  માયસોર

SBMY

SBM

*99*73#

૩૧

ગુજરાત  સ્ટેટ  કો- ઓપ  બેંક

GSCB

GSC

*99*90#

૩૨

કાલુપુર  કોમર્શિયલ કો- ઓપરેટીવ  બેંક

KCCB

KCB

*99*91#

૩૩

તામિલનાડ  મર્કનટઈલ  બેંક

TMBL

TMB

*99*77#

૩૪

દેના  બેંક

BKDN

DNB

*99*78#

૩૫

નૈનીતાલ    બેંક

NTBL

NTB

*99*80#

૩૬

જનતા  સહકારી  બેંક

JSBP

JSB

*99*81#

૩૭

મહેસાણા  અર્બન  કો- ઓપ  બેંક

MSNU

MUC

*99*82#

૩૮

NKGSB  કો--ઓપ  બેંક

NKGS

NGB

*99*83#

૩૯

સારસ્વત   બેંક

SRCB

SRC

*99*84#

૪૦

ધ   સાઉથ   ઇન્ડિયન   બેંક

SIBL

SIB

*99*74#

૪૧

ICICI   બેંક

ICIC

ICI

*99*44#

૪૨

એક્સીસ   બેંક

UTIB

AXB

*99*45#

૪૩

HDFC  બેંક

HDFC

HDF

*99*43#

૪૪

RBL  બેંક

RATN

RBL

*99*79#

૪૫

કરુર  વ્યાસ્ય  બેંક

KVBL

KVB

*99*75#

૪૬

ફેડરલ   બેંક

FDRL

FBL

*99*72#

૪૭

કર્ણાટક   બેંક

KARB

KTB

*99*76#

૪૮

યેસ  બેંક

YESB

YBL

*99*66#

૪૯

ઇન્ડસઇન્ડ   બેંક

INDB

IIB

*99*69#

૫૦

સ્ત્રોત: ઇન્ફોર્મેશન સિક્યુરીટી એજ્યુકેશન  એન્ડ અવેરનેસ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate