অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એકીકૃત ચૂકવણી ઇન્ટરફેસ દ્વારા ઓનલાઈન ચૂકવણી

એકીકૃત ચૂકવણી ઇન્ટરફેસ (UPI) નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની પહેલ છે જે “ ઓછી - રોકડ “ અને વધુ ડીજીટલ સમાજ તરફ જવા ની દ્રષ્ટિ થી રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની મદદથી સ્થાપવામાં આવી છે.
UPI એક એવી પદ્ધતિ છે જે વપરાશકર્તાઓને તેમના સ્માર્ટફોન થી બેંક ખાતાની માહિતી કે નેટ બેન્કિંગ યુઝર ID / પાસવર્ડ વાપર્યા સિવાય જુદા જુદા બેંક ખાતા ધરાવતા સહભાગી થી સહભાગી ઓનલાઈન ચૂકવણી , પૈસાની લેવડદેવડ અથવા વેપારીઓને સીધી ચૂકવણી કરવા સક્ષમ બનાવે છે.
UPI તાત્કાલિક ચૂકવણી સેવા (IMPS)ના મંચ ઉપર બાંધવામાં આવ્યું છે.

તે કેવી રીતે કામ કરે છે

નોંધણી માટેના પગલાં:

  • વપરાશકર્તા App સ્ટોર / બેન્કની વેબસાઈટથી એકીકૃત ચૂકવણી ઇન્ટરફેસ (UPI) એપ્લીકેશન ડાઉનલોડ કરે છે.
  • વપરાશકર્તા નામ , વર્ચુઅલ ID ( નાણાકીય સરનામું ), પાસવર્ડ વગેરે વિગતોથી તેનું / તેણીનું પ્રોફાઈલ બનાવે છે.
  • વપરાશકર્તા “ Add/Link/Manage Bank Account” વિકલ્પ પર જાય છે અને બેંક અને ખાતા નંબર વર્ચુઅલ ID સાથે જોડે છે.

M-PIN ઉત્પન્ન કરવી:

  • વપરાશકર્તા જે બેંક ખાતામાંથી તે/તેણી લેવડદેવડ શરૂ કરવા માંગે છે તેની પસંદગી કરે છે.
  • વપરાશકર્તા જરૂર પ્રમાણે આપેલા વિકલ્પો ઉપર ક્લિક કરે છે.

એકીકૃત ચૂકવણી ઇન્ટરફેસ વ્યવહાર કરવો

PUSH - વર્ચુઅલ સરનામાં થી નાણાં મોકલવા

  • વપરાશકર્તા UPI એપ્લીકેશન માં લોગ ઇન કરે છે.
  • સફળ લોગ ઇન પછી વપરાશકર્તા નાણાં મોકલો / ચૂકવણી વિકલ્પ પસંદ કરે છે.
  • વપરાશકર્તા લાભાર્થી / નાણાં લેનારના વર્ચુઅલ ID, રકમ દાખલ કરે છે અને જે ખાતામાં થી ઉધારવાનું હોય તે પસંદ કરે છે.
  • વપરાશકર્તાને ચૂકવણીની વિગતોની સમીક્ષા કરવા કન્ફર્મેશન સ્ક્રીન મળે છે અને કન્ફર્મ ઉપર ક્લિક કરે છે.
  • વપરાશકર્તા હવે MPIN દાખલ કરે છે.
  • વપરાશકર્તાને સફળ કે નિષ્ફળતાનો સંદેશ મળે છે.

PULL - નાણાં માટે વિનંતી કરવી

  • વપરાશકર્તા તેની બેન્કની UPI એપ્લીકેશન માં લોગ ઇન કરે છે.
  • સફળ લોગ ઇન પછી વપરાશકર્તા નાણાં એકત્રિત કરવાનો વિકલ્પ પસંદ કરે છે. ( નાણાં માટે વિનંતી ).
  • વપરાશકર્તા નાણાં મોકલનાર / ચૂકવણીકારનાં વર્ચુઅલ ID, રકમ અને જે ખાતામાં જમા કરવાના હોય તે દાખલ કરે છે.
  • વપરાશકર્તાને ચૂકવણીની વિગતોની સમીક્ષા કરવા કન્ફર્મેશન સ્ક્રીન મળે છે અને કન્ફર્મ ઉપર ક્લિક કરે છે.
  • ચૂકવણીકારને તેના મોબાઈલ ઉપર નાણાં માટે વિનંતીની સૂચના મળશે.
  • વપરાશકર્તા હવે સૂચના ઉપર ક્લિક કરે છે અને તેની બેન્કની UPI APP ખોલે છે જ્યાં તે નાણાં માટેની વિનંતી ની સમીક્ષા કરે છે.
  • ચૂકવણીકાર સ્વીકાર અથવા અસ્વીકાર ઉપર ક્લિક કરવાનું નક્કી કરે છે.
  • ચૂકવણી સ્વીકારની સ્થિતિમાં ચૂકવણીકાર વ્યવહાર અધિકૃત કરવા માટે MPIN દાખલ કરશે.
  • વ્યવહાર સંપૂર્ણ થયા પછી ચૂકવણીકારને સફળ કે નિષ્ફળતાની સૂચના મળે છે.
  • નાણાં લેનાર/ વિનંતી કરનારને બેંક તરફથી તેના બેંક ખાતામાં જમા થયાની સૂચના અને SMS મળે છે.

ફાયદાઓ

  • UPIથી વપરાશકર્તાનું બેંક ખાતું સરળ બે ફેક્ટર પ્રમાણીકરણ વાળા પાકીટ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે જેથી નાણાં બીજા કોઈ પાકીટમાં સંગ્રહ કરવાની જરૂરત રહેતી નથી.
  • વર્ચુઅલ IDનો ઉપયોગ તેને વધુ સુરક્ષિત બનાવે છે કારણકે ઓળખાણ પત્ર જાહેર કરવાની જરૂર રહેતી નથી.
  • UPI વ્યવહાર IMPS દ્વારા વાસ્તવિક સમયમાં થઇ શકે છે જે તેને ૨૪*૭ ઉપલબ્ધ બનાવે છે.
  • વપરાશકર્તા એક સ્માર્ટફોન સાથે અનેક બેંક ખાતા જોડી શકે છે. તેથી સમગ્ર બેંકો માં નાણાં મોકલવા કે સ્વીકારવા સરળ છે.
  • વેપારીઓ માટે તે ઈલેક્ટ્રોનિક વાણિજ્ય અને મોબાઈલ વાણિજ્ય વ્યવહાર માટે યોગ્ય છે તથા માલ સોંપણી પર રોકડની ઉઘરાણીની સમસ્યાનો ઉકેલ લાવે છે.
  • બેંકો તેમની પોતાની એપ્લીકેશન ઇન્ટરફેસ બનાવી શકે છે કારણકે UPI લવચીકપણું તથા ખુલ્લું આર્કિટેક્ચર પૂરું પાડે છે.

સુરક્ષાના ઉપાય

  • મોબાઈલ ફિશીંગથી સાવધાન : હંમેશા બેન્કની અધિકૃત વેબસાઈટથી ઉચિત UPI એપ્લીકેશન ડાઉનલોડ કરો અને APP સ્ટોર માંથી ડાઉનલોડ કરતાં પહેલાં સાવધ રહો.
  • તમારા ફોન તથા UPI એપ્લીકેશન માટે મજબૂત પાસવર્ડ રાખો.
  • કોઈને પણ MPIN જણાવો નહિ ( બેન્કને પણ નહિ ), અને તમારી બેંકમાંથી છે એમ કહેનારા અજાણ્યા ફોન કરનારાઓ ઉપર શંકા કરો.
  • શક્ય હોય તો બાયો મેટ્રિક પ્રમાણીકરણ નો ઉપયોગ કરો.
  • નબળાઈથી સુરક્ષિત રહેવા શક્ય હોય તેટલી વાર તમારા મોબાઇલની OS અને એપ્લીકેશનો અદ્યતન કરો.
  • એનક્રિપ્શન , રીમોટ વાઈપ એબીલીટીસ અને એન્ટી - વાઇરસ સોફ્ટવેર તમારા ફોન ઉપર સમર્થ કરવું વપરાશકર્તા માટે સલાહ્ભરેલું છે.
  • તમારું SIM કાર્ડ દુરુપયોગથી બચવા PINથી તાળાબંધ રાખો. મોબાઈલ ઉપકરણની ચોરી કે ખોવાઈ જવાની સ્થિતિમાં તમે તમારા સબસ્ક્રાઈબરને કહી SIM કાર્ડનું સબસ્ક્રિપ્શન અટકાવી શકો.
  • જ્યાં પહોંચવા પાસવર્ડની જરૂર હોતી નથી તેવા અસુરક્ષિત વાયરલેસ નેટવર્ક્સ સાથે ફોન જોડવાનું ટાળો.

સંદર્ભ:

http://www.cert-in.org.in/

સ્ત્રોત : ઇન્ફોર્મેશન સિક્યુરીટી એજ્યુકેશન  એન્ડ અવેરનેસ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate