હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / જિલ્લાવાર માહિતી / મોરબી / મોરબી જિલ્લાની સામાન્ય માહિતી
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મોરબી જિલ્લાની સામાન્ય માહિતી

મોરબી જિલ્લાની સામાન્ય માહિતી આપવામાં આવી છે

મોરબી જિલ્લો ૧૫મી ઓગષ્ટ ૨૦૧૩થી અસ્તીત્વમાં આવ્યો છે. મોરબીનાં ઉત્તરે કચ્છ, દક્ષિણે રાજકોટ, પૂર્વમાં સુરેન્દ્રનગર અને પશ્ચિમે જામનગર જિલ્લો આવેલો છે. મોરબી જિલ્લો રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લા માંથી બન્યો છે. આ જિલ્લામાં રાજકોટ જિલ્લા માંથી મોરબી, માળીયા (મી),વાંકાનેર અને ટંકારા ( ટંકારા તાલુકાના કદગડી, કોઠારીયા, બેડી, હડાળા, આનંદપર અને વિજયનગર ગામનો સમાવેશ રાજકોટ જિલ્લામાં થાય છે.) તાલુકો તેમજ આ તાલુકામા આવેલ મોરબી, માળીયા(મી.) અને વાંકાનેર નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લા માંથી હળવદ તાલુકો તેમજ હળવદ નગરપાલીકાનો વિસ્તાર મોરબી જિલ્લામાં ભળ્યો છે. જમનગર જિલ્લામાં આવેલ જોડીયા તાલુકાનાં ૧૫ ગામો ઉટબેટટ-સામપર, ઝીંઝુડા,રાજપર, ફાટસર,બેલા,રામપર-પાડાબેકર,આમરણ,ફાડસર,ખારચીયા,કેરાળી,જીવાપર,બાદનપર(આમરણ),ધુળકોટ, અને કોયલી ગામોનો સમાવેશ મોરબી તાલુકામાં થયેલ છે. જયારે જોડયા તાલુકાના ગજેડી ગામનો ટંકારા તાલુકામાં સમાવેશ થયેલ છે. આમ મોરબી જિલ્લામાં પાંચા તાલુકાઓ, ચાર નગરપાલીકા અને ૩૩૯ (વસ્તી ગણતરી ૨૦૧૧ મુજબ) ગામોનો સમાવેશ થાયા છે. સમગ્ર જિલ્લાને બે સબ ડિવીઝનમાં વહેચવામાં આવેલ છે. મોરબી સબ ડિવીઝનમાં મોરબી, માળીયા, ટંકારા અને હળવદ તાલુકાનો સમાવેશ થાયા છે. વાંકાનેર તાલુકા માટે વાંકાનેર સબડિવીઝન અલગ છે.

મોરબી જિલ્લાનું એકમાત્ર બંદર નવલખી મોરબી જિલ્લા મથકથી ૪૫ કિ.મી. ના અંતરે આવેલું છે. તે રોડ માર્ગે તથા બ્રોડગેજ રેલવે લાઈનથી જોડાયેલું મધ્યમ કક્ષાનું બારમાસી બંદર છે. ફ્લોરોસ્પાર, કોલસો, સિમેન્ટની આયાત અને મીઠાની મોટી નિકાસ માટે નામના ધરાવતા આ બંદર પરથી વિક્રમસર્જક માત્રામાં માલની આયાત અને નિર્યાત થાય છે.

જિલ્લામાં ઉધ્યોગ અને ખેતીના વિકાસ માટે જરૂરી એવી વિજળીની સાતત્યપૂર્ણ ઉપલબ્ધી છે. તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનું સંપૂર્ણ વિજળીકરણ થયેલું છે. જિલ્લાના શહેરો, ગામો તથા આંતર રાજ્ય શહેરોને સાંકળી લેતી એસ.ટી બસ સેવા ઉપલબ્ધ છે. રાજકોટથી લાંબા અને ટુંકા અંતરની દેશની ચારે દિશાઓના રાજ્યોને જોડતી ટ્રેનો દોડે છે. મોરબીથી રાજકોટ, કચ્છ, વાંકાનેરથી અમદાવાદ થઈ દેશના અન્ય રાજ્યો સાથે મોરબી જિલ્લો જોડાયેલો છે.

મોરબી જિલ્લો મહત્વનું ઔધ્યોગિક નગર છે. મોરબી, વાંકાનેર, ટંકારા, અને હળવદ વિવિધ ઔધ્યોગિક પ્રવૂત્તિઓથી ધમધમી રહયો છે. માળખાકીય સુવિધાઓ અને સરકારશ્રીની પ્રોત્સાહક નીતિઓને કારણે જીલ્લામાં ઓઈલ એન્જીન, જીનીંગ, પ્રેસીંગ સહિતના ઉધ્યોગો ઝડપ ભેર વિકસ્યા છે. જિલ્લાના મહત્વના ઉધ્યોગોમાં એન્જીનેયરીંગ, સિરામીક, ધડીયાલ, પ્લાસ્ટીક, સ્ક્રીન પ્રિન્ટીગ અને ખાધતેલ મુખ્યત્વે છે. મોરબી સિરામીક, નળીયા અને ધડીયાલ ઉધ્યોગ માટે દેશભરમાં નામના ધરાવે છે.

વિવિધ આર્થિક પ્રવૂત્તિઓથી ધમધમતો મોરબી જિલ્લો તેની ઐતિહાસિક  ધરોહર અને ધાર્મિક સ્થળોને કારણે પ્રવાસનની દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવે છે. વાંકાનેર તાલુકાનું જડેશ્વર, મોરબીનો ઝૂલતો પૂલ, મણિમંદિર, રફાળેશ્વર મહાદેવ, ટંકારા ખાતેનું મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થાન, માળીયા તાલુકાના વવાણીયા ગામે શ્રીમદ રાજચંદ્રનું જન્મ સ્થાન, હળવદ તાલુકાનું નકલંક ધામ, મૌલા કાજીની દરગાહની જોવાલાયક સ્થળો છે.

માળીયા(મી.) તાલુકામાં માછીમારોની કો-ઓપરેટીવ સોસાયટી કાર્યરત છે. જેમની પાસે ઓટોમેટીક અને મેન્યુઅલ હેન્ડ ઓપરેટીવ બોટ ઉપલબ્ધ છે. ૬૭ જેટલા મીઠા પકવવાનાં અગાર આવેલા છે.

ભૌગોલિક માહિતી

આ જિલ્લાનાં ભૌગોલિક માળખામાં કાંપ ફળદ્રૂપ જમીન તથા ખરાશવાળી જમીનનો સમાવેશ થાય છે. હકીકતમાં આ જિલ્લો અતિપ્રાચિન કાળની ઈન્ડો એલ્યુવીઅલ મેદાનોનો બનેલો છે. આ મેદાનોમાં એસોલિયનનાં થર જામેલા જોવા મળે છે. આ વિસ્તારની જમીનમાં માટી, રેતી, કાંકરા મિશ્રીત માટીનાં તત્વો જોવા મળે છે. ઉમિયા પાટમાં મિશ્ર ખડકો, રેતાળજમીન, છિપલા તથા ચીકણી માટી અને પથ્થરો આવેલા છે. આ પ્રદેશો સિધા પટ્ટામાં પથરાયેલા છે. આ જિલ્લામાં વહેતી નદીઓ મચ્છુ, ધોડાધ્રોઈ અને બ્રહમાણી છે. મહત્વનાં સમુદ્ર કાંઠાનાં વિસ્તારમાં નવલખી છે.

મોરબી જિલ્લાની ભૌગોલિક સ્થિતિ જોતા ખેતી માટે ખુબ જ ઓછો અવકાશ છે. કારણ કે નજીક દરિયો આવેલો હોવાથી ક્ષારનું પ્રમાણ વધારે છે. ઓછા વરસાદને કારણે આ વિસ્તાર અનાવૂષ્ટિની શકયતાવાળો વિસ્તાર છે. મીઠું પ્કવવા( મીઠાનું ઉત્પાદન)નાં વ્યવસાય સાથે તેમજ મહદઅંશે માછીમારીનો ઉધ્યોગનો વિમાસ થયો છે. માળીયા વિસ્તારમાં નદીનાં પાણીમાં ઝીગાનાં ઉત્પાદનનાં વ્યવસાયમાં લોકો રોકાયેલા છે.

હવામાન

આ જિલ્લાનું હવામાન ગરમ સભર/ભેજવાળુ તથા સુકું જોવા મળે છે. અને વરસાદ વર્ષમાં ૩૦ દિવસોમાં નોંધાય છે. વર્ષમાં ચાર ઋતુઓ અનુભવાય છે. ડિસેમ્બર થી ફેબ્રુઆરી દરમિયાન ઠંડીની ઋતુ, ત્યારબાદ માર્ચ થી મે સુધી ઉનાળો, જુન થી સપ્ટેમ્બર સુધી નૈઋત્યનાં મોસમી પવનો, ઓક્ટોમ્બર થી નવેમ્બર દરમિયાન વરસાદ પછીની ઋતુ છે.

વરસાદ

આ જિલ્લાનો વર્ષનો વરસાદ ૩૦ સેમી. જેટલો છે. વરસાદ અનિયમિત કહી શકાય તેવો પડે છે/ દક્ષિણ-પૂર્વ થી દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં વરસાદ જુલાઈ થી સપ્ટેમ્બર દરમિયાન પડે છે. મોસમનો ૮૦% વરસાદ આ સમયગાળામાં જ પડે છે. ઓછા વરસાદ અને ઓછા સમયગાળા પડતા વરસાદને કારણે ખેતી મહંદશે ટ્યુબવેલ અને કુવા મારફત થતી જોવા મળે છે.

વરસાદી પાણીની નિકાલ વ્યવસ્થા :આ જિલ્લો ભુપૂષ્ટીય આકાર ઉંધી રકાબી જેવો હોવાથી પાણી ભરાઈ રહેવાની શકયતા ઓછી રહેલી છે. જિલ્લામાં એકેય બારમાસી નદી નથી, ગામોનાં ડેમો, તળાવો અથવા તો રાજય સરકાર હસ્તકનાં ડેમોમાં પાણીનું દબાણ વધવાથી ડેમને અસર થતાં આજુ-બાજુનાં ગામો અસરગ્રસ્ત થઈ શકે છે.

જમીન

આ જિલ્લાની મોટા ભાગની જમીન રેતાળ પ્રકારની છે. જે જીરાયત તરીકે ઓળખાય છે. આ પ્રકારનીએ જમીનમાં ઘણીવાર ચુનાના પથ્થરો /રેતીનાં સ્તતર પણ જોવા મળે છે. ઉમિયાપટમાં આવનાર રેતાળ ખડકો તથા લાલ જમીન જોવા મળે છે. જે ખેતીને અનુરૂપ નથી. ક્ષાર અને રેતીનાં જાડા થરો દરિયાકાંઠે જોવા મળે છે. કાંપમાં રેતી દરિયાકાંઠાની રેતી તેમજ ભરતીમાં તણાઈ આવતી રેતીનું મિશ્રણ પણ જોવા મળે છે.

આ જિલ્લામાં કાંપવાળી જમીનનો પટ્ટો દરિયાકાંઠાને અડીને આવેલો છે. આ વિસ્તારની જમીનનાં પોતમાં થોડે ઉંડે ખોદતા કેલ્શીયમ કાર્બોનેટનાં થર જામેલા જોવા મળે છે. જમીનનો ૧૦% વિસ્તાર ક્ષારથી અસર પામેલો છે. આ ઉપરાંત પણી નિકાલની અપૂરતી વ્યવસ્થા જોવા મળે છે.

શૈક્ષણીક

પ્રાથમિક શિક્ષણ પાયાની જરૂરીયાત છે. મોરબી જિલ્લાના પાંચ તાલુકાઓમાં હાલ ૫૯૫ પ્રાથમિક શાળાઓ આવેલ છે. જેનુ સંચાલન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતી મોરબી દ્વારા કરવામાં આવે છે. ખનગી ટ્રસ્ટ દ્વારા ૧૯૫ પ્રાથમિક શાળાઓનું સંચાલન કરવામાં આવે છે. એક આશ્રમ શાળા છે. જેનું સંચાલન ગુજરાત સરકારના સમાજ ક્લ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. જિલ્લામાં ૨૨૬ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ૨૩ વિવિધ પ્રવાહની કોલેઝોમાં ઉચ્ચશિક્ષણ મળી રહે છે.

સરકારશ્રીનાં ઓપરેશન બ્લેક બોર્ડ યોજના હેઠળ શાળાની ભૈતિક જરૂરિયાતો અને શૈક્ષણિક સાધનો પુરા પાડવામાં આવેલ છે. ૬ થી ૧૪ વર્ષનાં શાળામાં ન આવતા બાળકોને દર વર્ષે પ્રવેશોત્સવનું આયોજન કરી સામૂહિક પ્રવેશ કરાવામાં આવે છે. ધોરણ ૧ નાં વર્ગોમાં બાળમિત્ર વર્ગ બનાવવામાં આવેલ છે. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધારવા પાયાની જરૂરીયાતો અને શિક્ષકો નૂતન પ્રવાહોથી વાકેફ થાય તે માટે ક્રમશ નવા પાઠય પુસ્તકો મુજબ તમામ ધોરણોનાં શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે. જેના કારણે ભૈતિક સગવડતાની સાથે શિક્ષણની ગુણવત્તા વધારી શકાય.

સ્ત્રોત: ડીડીઓ મોરબી

2.88372093023
Ahir pooja May 23, 2017 01:13 AM

Morbi tho halvad javano Rasta khubaj kharab hova thi sri pradhan mantri saheb ne vinati che કે
They samar kam karas vinati che.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top