অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મહેકમ શાખા

પ્રસ્તાવના

જિલ્લા પંચાયત મહેકમ શાખા ધ્વારા કર્મચારીઓના નિમણુંક , બઢતી, બદલી નિવૃતિ, પેન્શન કેસ તેમજ ફરજકાળ દરમ્યાન દાખવેલ કસુર સબબ શિક્ષાત્મક કાર્યવાહી કરવી વિગેરે કર્મચારીઓના હીત સબંધિ સેવાકીય વહીવટી કામગીરી, તેમજ જિલ્લા પંચાયતના તાબા હેઠળના રાજય પત્રિત અધિકારીઓની સેવાકીય, રજા, ઇજાફા, તપાસ સબંધે કામગીરી કરવામાં આવે છે. શાખાના વડા તરીકેની કામગીરી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેસુલ સંભાળે છે.

શાખાની કામગીરી

  • મહેકમ શાખા ઘ્વારા નીચેના સંવર્ગના કર્મચરીઓની નિમણુંક, બદલી, બઢતી, પગાર બાંધણી, ઉચ્ચતર પગાર ધોરણ, શ્રેયાન યાદી, નિવળતિ, પેન્શન કેસ તેમજ શિક્ષાત્મક કાર્યવાહી, તેમજ જિલ્લા પંચાયતના તાબા હેઠળના રાજયપત્રિત અધિકારીઓની સેવાકીય, રજા, ઈજાફા, તપાસ સબંધે કામગીરી કરવામાં આવે છે.
  • વર્ગઃ- 1 અને ર ના અધિકારીશ્રીઓ
  • જિલ્લા પંચાયતની તમામ શાખાના વડાઓ
  • જિલ્લાના યોજના સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી
  • વર્ગઃ-૩ અને ૪ ના કર્મચારીઓ
  • નાયબ તાલુકા વિકાસ અધિકારી
  • નાયબ ચીટનીશ / મદદનીશ તાલુકા વિકાસ અધિકારી
  • વિસ્તરણ અધિકારી પંચાયત
  • સિ.કલાર્ક
  • જા.કલાર્ક
  • પંચાયત સર્કલ ઈન્સ્પેકટર
  • તલાટી કમ મંત્રી / પંચાયત સહાયક
  • ડ્રાયવર
  • પટાવાળા, વોર્ડબોય, વોર્ડ આયા

કર્મચારીની નિમણુંક

જિલ્લા પંચાયત કાર્યક્ષેત્ર હેઠળ આવતી વર્ગ-૩ તથા વર્ગ-૪ ની નવીન ભરતીની કાર્યવાહી સચિવશ્રી, જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના નેતળત્વ હેઠળ ભરતી કરવામાં આવે છે. વર્ગ-૪ પટાવાળા સંવર્ગ માટે શૈક્ષણિક લાયકાતનું ન્યુનતમ ધોરણ એસ.એસ.સી. પાસ તથા ઉંમરની લાયકાત ૧૮ થી રપ વર્ષ તેમજ અ.જા., અ.જ.જા., સા.શૈ.પ. વિધવા/ત્યકતા, અપંગ, શારિરીક ખોડખાંપણ, માજી સૈનિક વિગેરે જાતિ માટે સરકારશ્રીના ધારાધોરણ મુજબ ઉપલી વયમર્યાદામાં છુટછાટ તેમજ આ જિલ્લાના રોસ્ટરની ઠરાવેલ ટકાવારી મુજબ જે તે જાતિને પ્રાધાન્યતા આપવામાં આવે છે.આજ પ્રમાણે વર્ગ-૩ સંવર્ગની રૂ.૪૦૦૦-૬૦૦૦ સુધીની મર્યાદાવાળા પગારધોરણના વિવિધ સંવર્ગની નવીન ભરતી / બઢતીની કાર્યવાહી કરવામાં આવે છે.

બદલી/બઢતી

સરકારી કર્મચારીઓ/અધિકારીઓની બદલી અને નિયુકિતઓના ફરેફારયુકત માર્ગદર્શક સિઘ્ધાંતો સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંકઃટી.આર.એફ./૧૦૮૯/૧૪૩ર/ગ-ર તા.રપ/૧૧/ર૦૦પથી નકકી થઈ આવેલ છે. અને તેમાં જણાવેલ જોગવાઈઓ મુજબ અત્રેની જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્ર હેઠળના વર્ગ-૩ અને વર્ગ-૪ સંવર્ગના કર્મચરીઓની બદલીઓ કરવામાં આવે છે

કેટલાક સંજોગે કર્મચરીઓની કામગીરી વિગેરે બાબતો મળતી રજુઆતોને સમીક્ષામાં લઈ ખાસ કિસ્સામાં સામાન્ય સંજોગે બદલી કરવામાં આવે છે.

કર્મચારીની નિવૃત્તી

સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો-ધારાધોરણ તથા ઠરાવોને આધિન કર્મચારીની જન્મ તારીખને લક્ષમાં લઈ વર્ગ-૪ના કર્મચારીઓને ૬૦ વર્ષની વયનિવૃત્તી વયે પહોંચતા જે તે માસની છેલ્લી તારીખે તથા તેજ પ્રમાણે વર્ગ-૩ના કર્મચારીઓને પ૮ વર્ષની વયનિવળતિ વયે જન્મતારીખના આધારે જે તે માસની છેલ્લી તારીખે સરકારશ્રીની પંચાયત સેવાની ફરજોમાંથી વયનિવળત કરવાનું ધોરણ અમલમાં છે.

સ્ત્રોત :દાહોદ જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate