વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પંચાયત શાખા

પંચાયત શાખા વિશેની માહિતી આપવામાં આવી છે

પ્રસ્તાવના

જીલ્‍લા કક્ષાએ પંચાયત શાખાએ ખૂબ જ મહત્‍વની શાખા ગણાય છે . જીલ્‍લા પંચાયત હસ્‍તકની તમામ કામગીરીઓ પંચાયત શાખાના સંકલનથી થાય છે . ટુંકમાં કહીએ તો પંચાયત શાખા સમગ્ર જીલ્‍લાના વહીવટ ઉપર પકકડ ધરાવે છે . આ ઉપરાંત જીલ્‍લા હસ્‍તકના તમામ તાલુકાઓના વહીવટ ઉપર પણ નજર રાખે છે . આ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખો, ઉપ પ્રમુખો, સભ્‍યો, સરપંચો વિગેરેની વહીવટી કામગીરી આ શાખા મારફતે થાય છે . સ્‍ટેમ્‍પ ડયુટી, પંચાયત ઘર, દબાણ, તાલીમ, ગામ પંચાયતનું વિભાજન, મહેસુલી ગ્રાંટ, સિંચાઇ, નિધિ જેવી ઘણીબી કામગીરીઓ આ શાખા હસ્‍તક હોય છે . તદઉપરાંત જે કામગીરી અન્‍ય કોઇ શાખાને ફાળવવામાં આવી ન હોય તેવી કામગીરી પણ આ શાખા સંભાળે છે . આમ સમગ્ર તંત્રને પંચાયત શાખા કાર્યરત રાખે છે .

શાખાની કામગીરી

 • ગ્રામ પંચાયતનું વિભાજન તથા સંયોજન
 • ગ્રામ પંચાયતની મિલ્‍કત વહેંચણી
 • કલમ ર૪૯ ના હુકમની સ‍મીક્ષા
 • ગ્રામ પંચાયતોને સુ૫રસીડ કરવા બાબત
 • ગ્રામ સભાની કામગીરી
 • તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું મંજુર કરવા બાબત
 • ગ્રામ પંચાયતના પ્રમુખનું રાજીનામું મંજુર કરવા બાબત
 • તાલુકા /જીલ્‍લા પંચાયત ના સભ્‍યની ખાલી ૫ડેલ જગ્‍યાની કામગીરી
 • તાલુકા પંચાયત પ્રમુખનું રાજીનામું મંજુર કરવા બાબત
 • જીલ્‍લા /તાલુકા પંચાયત ચુંટણીની કામગીરી
 • ૨૫૧૫ અન્‍ય ગ્રામિણ વિકાસ કાર્યક્રમના પેટાસદરની ગ્રાંટ ફાળવણી કરવા બાબત .
 • ચાર માસીક બજેટ
 • જીલ્‍લા સમકારી નિધ‍િ બાબત .
 • જીલ્‍લા ગ્રામ ઉતેજન નિધ‍િ બાબત .
 • ચાર ખર્ચના દર નકકી કરવા બાબત

સ્ત્રોત :દાહોદ જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર

4.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top