অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પંચાયત વિષે

પ્રસ્તાવના

અમારૂ ગુજરાત સ્‍વસ્‍થ નિરોગી અને નિર્મળ ગુજરાત અને આપણા રાજયની પૂર્વ સરહદ પર આવેલ આપણા પંચમહાલ જિલ્‍લામાંથી વિભાજિત થઈ તા.ર/૧૦/૧૯૯૭ ના રોજ થી અસ્‍તિત્‍વમાં આવેલો ''ગુજરાતનો પૂર્વ દરવાજો'' એટલે આપણો દાહોદ જિલ્‍લો જે ગુજરાત અને માળવા બન્‍ને હદોની વચ્‍ચે આવતો હોવાથી દોહદ એટલે દાહોદ, ઋષિ દધિચિ ની તપો ભૂમિ દુધીમતી નદી, આપણા દાહોદને દેહવદ પણ કહેવામાં આવતું હતું તેની પાછળ પણ એવી લોકવાયકા છે કે દેવ દાનવોના યુઘ્‍ધ વખતે દેવોને વજ્ર જેવા શસ્‍ત્રો બનાવવા માટે દધિચિના વજ્ર જેવા અસ્‍થિની જરૂર પડતા તે આપવા માટે દધિચિ ઋષિએ પોતાના દેહનો વધ કરેલો તેના પરથી દેહવધ નામ પ્રચલિત બનેલું, મોગલ બાદશાહ ઔરંગઝેબની જન્‍મ ભૂમિ અને ગડીનો કીલ્‍લો, અણહીલવાડ પાટણના રાજા સિઘ્‍ધરાજ જયસિંહનું એક રાતમાં છાબડીથી માટી કાઢીને બનાવેલું છાબ તળાવ અને ખજુરાહોની યાદ અપાવતું બાવકાનું મંદિર, પાટાડુંગરી જળાશય, અને ગરીબોના બેલી અને ૧૯રર-ર૩ માં ભીલ સેવા મંડળના સ્‍થાપક ઠકકરબાપા, ગુરૂજી ડાહયાભાઈ નાયક, ગીરધરલાલ નગર શેઠ વિગેરેની કર્મ ભૂમિ એટલે આપણું દાહોદ અને આપણા જિલ્‍લાની ખાસિયતો પણ ખાસી છે.રતનમહાલનું રીછ, દિપડા, સરીસૃપો વિગેરે વન્‍ય પ્રાણીઓનું અભ્‍યારણ્‍ય, કાલીડેમ કેદારનાથ મહાદેવ મંદિરનો શ્રાવણ માસનો મેળો, દેવઝરીનો શિવરાત્રીનો મેળો, ઝાલોદમાં રણીયારનો ચૂલનો મેળો, જેસાવાડાનો ગોળ ગધેડાનો મેળો, સને.૧૮પ૭ ના બળવાની શરૂઆત પણ ગુજરાતમાં દાહોદ જિલ્‍લા માં ઝાલોદ ગામથીજ થયેલી, દાહોદ ખાતે વર્ષો પૂર્વે પ્‍લેગની ભંયકર બીમારી ફેલાયેલી ત્‍યારે દાઉદી વહોરા સમાજના શેખ હેપ્‍તુલ્‍લાહ પીરે પોતાની જાનની કુરબાની આપીને પણ દાહોદ વાસીઓને બચાવેલા એવી કિંવદતી છે, સને.૧૯રપ માં કાળીડેમ જળાશય તથા સને.૧૯ર૬ માં દાહોદમાં રેલવે કારખાનું નખાયું તથા સને.૧૯ર૭ માં લેડીજેકશન રેલ્‍વે હોસ્‍પીટલ (ટેકરીનું દવાખાનું) બન્‍યુ.

હાલમાં દાહોદ જિલ્‍લા માં ૭ તાલુકા છે. જિલ્‍લાની કુલ વસ્‍તી સને ર૦૧૧ મુજબ ૨૧,૨૭,૦૮૬ થાય છે તે પૈકી અનુસુચિત જનજાતિની વસ્‍તી ૧૫,૮૦,૮૧૫ અને અનુસુચિત જાતિની વસ્‍તી૪૧,૪૪૪ જયારે અન્‍ય વસ્‍તી ૧૬,૨૨,૨૯૪ છે. જિલ્‍લામાં ૭ર.ર૮% આદિજાતિ વસ્‍તીના કારણે આદિજાતિ વસ્‍તી ધરાવતો પછાત જિલ્‍લો છે. દાહોદ જિલ્‍લાનો લીમખેડા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે રાજયમાં બીજા ક્રમે આવે છે. જેના કારણે આ તાલુકાના ર૬ ગામો માન.મુખ્‍ય મંત્રીશ્રીએ દત્‍તક લીધેલ છે.જિલ્‍લાની મોટા ભાગનીજમીન ડુંગરાળ અને ખડકોવાળી છે. અને ખેતી ચોમાસા પર આધારીત છે. જિલ્‍લાનું ભૌગોલિક સ્‍થાન ૭૩.૪પ થી ૭૪.૩૦ અક્ષાંશ અને રર.૩૦ થી ર૩.૩૦ રેખાંશ વચ્‍ચે આવેલું છે. જિલ્‍લાનું કુલ ક્ષેત્રફળ ૩૮ર૦૪ર૦૪ હેકટર છે.આબોહવા ગરમ છે. જમીન ઢાળવાળી ડુંગરાળ અને હલકા પ્રકારની છે. નદીઓ દુધીમતી, પાનમ, માછણ, હડપ, કાળી અને ખાન નદીઓ છે.જિલ્‍લાનો મુખ્‍ય પાક મકાઈ, ચણા અને અડદ છે.જિલ્‍લાના કુલ ગામો ૬૯૬ છે. ગ્રામ્‍ય વસ્‍તી ૧૪.૮૦ લાખ અને શહેરી વસ્‍તી ૧.પ૬ લાખ છે. વસ્‍તીની ગીચતા દર ચોરસ કિલોમીટર દીઠ ૪૨૬ છે. સાક્ષરતાનું પ્રમાણ ૭૪.૮૯ % છે. આરોગ્‍યની સવલતોમાં ૨ સિવિલ હોસ્‍પીટલ, ૧૧ સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર, ૬૫ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો, ૩૩ર પેટા આરોગ્‍ય કેન્‍દ્રો, ૨૯૭૩ આંગણવાડીઓ વગેરે આપણા દાહોદ જિલ્‍લાની ખાસિયતો છે.

એન.આર.એચ.એમ.ભારત સરકારશ્રીની યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારોમાં છેવાડાના માણસો સુઘી અારોગ્યની સેવાઅો ૫હોંચાડવામાં અાવે છે.તેમજ કુ૫ોષણને દુર કરવા માટે આરોગ્ય તેમજ આંગણવાડીના કર્મચારીઅો સાથે મળીને સર્ગભાબહેનો તેમજ ૦ થી ૫ વર્ષના બાળકોને વિવિઘ વાનગી આ૫વામાં આવે છે.

વિઝન અને મીશન

વિઝન

  • આદીવાસી વિસ્‍તારનું પછાતપણું દુર કરવું.
  • લોકોની આર્થિક અને સામાજિક સ્‍થિતીમાં સુધારો કરવો.
  • ઘરવિહોણા નબળા ઇસમોને આવાસીય સગવડ ઉભી કરવી.
  • કુપોષણનો દર મહદ અંશે ઘટાડવો.

મીશન

  • રાજય સરકારની તમામ યોજનાનું ગુણવtતા સભર અમલીકરણ.
  • વિવિધ યોજનામાંથી વ્‍યકિતગત ધોરણે લોન-સબસીડી ધ્‍વારા આર્થિક ઉપાર્જનના સાધનોનો વિકાસ.
  • સિંચાઇ સગવડમાં વધારો કરવા નવા ચેકડેમોનું નિર્માણ.
  • સંસ્‍થાકીય સુવાવડનો દર વધારવો.
  • કુપોષણ સામેનાં જંગ અભિયાન સ્‍વરૂપે ઉપડવો.
  • સતત નિરીક્ષણ અને મુલ્‍યાંકન ધ્‍વારા ગુણવતા સભર સેવાઓનું વિસ્‍તરણ.

સ્ત્રોત : દાહોદ, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/5/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate