অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

GSTR-3B માં ટ્રાન્ઝિશનલ ITCનો દાવો કેવી રીતે કરવો

ફોર્મ GSTR-3B ફોર્મનું ફોર્મેટ રિલિઝ થયું ત્યારથી મોટાભાગનાં વ્યવસાય ધારકોનો મૂળભૂત સવાલ એ છે કે ‘GSTR-3B ફોર્મમાં મારા ટ્રાન્ઝિશનલ ITCની વિગતો હું કેવી રીતે મેળવી શકું ?’ 25 ઓગસ્ટ, 2017 ની તારીખને વધારવામાં આવી ત્યાર પછીના થોડા દિવસોમાં આ પ્રશ્નો GSTR-3B ફોર્મ ફાઈલ કરવામાં સૌથી વધુ સંબંધિત પ્રશ્નોમાનો પૈકી એક હોવાનું જણાય છે. આ બ્લોગમાં, આપણે નીચેના મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું.

ટ્રાન્ઝિશનલ ITC શું છે ?

ટ્રાન્ઝિશનલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ અગાઉની ટેક્સ પ્રણાલીમાંથી બંધ સિલ્કને GST સુધી લઇ જવાનો ઉલ્લેખ કરે છે. GST નિયમ ટેક્સ ક્રેડિટને બે રીતે આગળ લઈ જવા માટે તમને મંજુરી આપે છે. તેમાંથી એક, અગાઉની ટેક્સ પ્રણાલીમાં ફાઈલ કરવામાં આવેલા છેલ્લા રીટર્નમાંથી ટેક્સ ક્રેડિટની બંધ સિલ્કને આગળ લઇ જવા માટે. અને બીજો એ છે કે ચોક્કસ સંદર્ભમાં મંજૂરી આપેલ છેલ્લા દિવસે ઉમેરાયેલા બંધ સ્ટોક પરની ટેક્સ ક્રેડિટ. જોકે, તેને પાત્ર બનવા માટે ત્યાં રહેલી ચોક્કસ શરતો કે જે વ્યવસાયો સાથે મેળ ખાય તે જરૂરી છે. વધુ વિગતવાર જાણકારી મેળવવા માટે રજિસ્ટર્ડ વ્યવસાય માટે GST પર જવું અને GST પર જવું : શું હું બંધ સ્ટોક પર ઇનપુટ ક્રેડિટ મેળવી શકું ? પર અમારા બ્લોગ્સ વાંચો.

સેનવેટ ક્રેડિટને CGST ક્રેડિટ તરીકે અને VAT ને SGST ક્રેડિટ તરીકે આગળ ધરવામાં આવશે. GST ચુકવણીનો પ્રતિદાવો કરવા માટે વ્યવસાયોને આ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ કરવાની મંજૂરી છે.

હું ટ્રાન્ઝિશનલ ITCનો દાવો કેવી રીતે કરી શકું ?

ટ્રાન્ઝિશનલ ITCનો દાવો કરવા માટે, વ્યવસાયોને 1 લી જુલાઈ, 2017 થી 90 દિવસની અંદર ટ્રાન્ઝિશનલ-1 ફોર્મ ફાઈલ કરવું જરૂરી છે. GST પોર્ટલમાં ટ્રાન્ઝિશનલ-1 ફોર્મ ફાઈલ કરવાના આધારે યોગ્ય ટ્રાન્ઝિશનલ ઇનપુટ ટેક્સ ક્રેડિટની રકમ તમારા ઈ-ક્રેડિટ ખાતામાં જમા કરવામાં આવશે, જે ત્યાર પછી રીટર્ન ફાઇલિંગ કરતી વખતે ITC એડજસ્ટમેન્ટ દ્વારા ચુકવણી માટે ઉપયોગમાં લઇ શકાય છે. ટ્રાન્ઝિશનલ-1 ફોર્મ ફાઈલ કરવાની સુવિધા હાલમાં GST પોર્ટલમાં ઉપલબ્ધ નથી પરંતુ ટૂંક સમયમાં જ GST પોર્ટલ ટ્રાન્ઝિશનલ-1 ફોર્મને સ્વીકારવા માટેના દ્વાર ખોલશે.

ટ્રાન્ઝિશનલ ક્રેડિટ અને આગળ વધારવા માટે લાયક ટેક્સ અંગે વધુ જાણકારી મેળવવા માટે કૃપા કરીને અગાઉની ટેક્સ પ્રણાલીમાંથી ITCની બંધ સીલીક આગળ કેવી રીતે ધપાવવી ? અને 1 લી જુલાઇના ખુલતા સ્ટોક પર ITC માટે ચુકવવાપાત્ર ટેક્સ . અંગેના અમારા બ્લોગને વાંચો. પોર્ટલમાં જુદી જુદી ઇલેક્ટ્રોનિક ખાતાવહી કેવી રીતે રાખવામાં આવે છે તે અંગેની વધુ જાણકારી મેળવવા માટે પણ કૃપા કરીને GST ની ચુકવણી કેવી રીતે કરવી ? તે વિશેના બ્લોગ વાંચો.

GSTR-3B ફાઈલિંગમાં વ્યવસાય માટે ટ્રાન્ઝિશનલ ITC શા માટે ચિંતા છે ?

GSTR-3B ફાઇલ કરવાની અંતિમ તારીખ 20 મી ઑગસ્ટ, 2017 છે (જેને 25 ઓગસ્ટ, 2017 સુધી લંબાવવામાં આવી છે), અને હજુ સુધી ટ્રાન્ઝિશનલ-1 ફોર્મ ફાઇલ કરવા માટે પોર્ટલ ખુલવાના કોઈ સંકેતો મળ્યા નથી. ઉદ્યોગો માટેની મુશ્કેલી એ છે કે તેમની પાસે ટ્રાન્ઝિશનલ ક્રેડિટની રકમ મોટા પ્રમાણમાં રહેલી છે, તેમ છતાં તેઓ GSTR-3B ફાઈલ કરતી વખતે ટેક્સ ચુકવણીની કપાતમા તેનો ઉપયોગ કરી શકશે નહી. આ વ્યવસાયના રોકડ પ્રવાહને અસર કરે છે.

GSTR-3B ફોર્મમાં ટ્રાન્ઝિશનલ ITCનો દાવો કરવા માટેના ઉપાયો શું છે ?

હવે આપણે ચિંતાઓને સમજી ગયા છીએ પરંતુ આગળનું શું ? કોઈ ઉપાય છે ? હા છે ! આ વિષય પર ઉભી થયેલી ચિંતાઓને સાંભળીને મેક-શિફ્ટની વ્યવસ્થા તરીકે, કાઉન્સિલે તે વ્યવસ્થા માટે એક તક આપવાનો નિર્ણય કર્યો છે કે જેઓ જુલાઇ મહિનાની ટેક્સ ચુકવણી માટે ટ્રાન્ઝિશનલ ઇનપુટ ટેક્સ ક્રેડીટનો ઉપયોગ કરવા માંગે છે. આ વ્યવસ્થા મુજબ, એવા વ્યવસાયો જે ટ્રાન્ઝિશનલ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ કરવા ઇચ્છે છે, તેઓએ ટ્રાન્ઝિશનલ-1 ફોર્મ મુજબ ટ્રાન્ઝિશનલ ક્રેડિટની રકમને ધ્યાનમાં લઈને તેમની ટેક્સ ચુકવણીની ગણતરી કરવી જોઈએ.

જુલાઈ મહિનાની ટેક્સ ચુકવણીની ગણતરી માટે તમે નીચેના સૂત્રનો ઉપયોગ કરી શકો છો.

ચૂકવવાપાત્ર ટેક્સ = (ચુકવવાપાત્ર ટેક્સ આઉટપુટ + રિવર્સ ચાર્જ હેઠળ ચૂકવવાપાત્ર ટેક્સ) – (ટ્રાન્ઝિશનલ ક્રેડિટ + જુલાઈ, 2017 મહિનામાં મળેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ)

ટ્રાન્ઝિશનલ ITCની ગોઠવણી કર્યા પછી આગામી ટેક્સ ચુકવણી 25 મી ઓગસ્ટ, 2017 પહેલાં ચૂકવવી જરૂરી છે, તેમ છતાં GSTR-3B ફોર્મ ફાઇલ કરવા માટે તમને 28 મી ઓગસ્ટ, 2017 ના રોજ અથવા તે પહેલાં વધારાના 8 દિવસ મળશે. ઘટાડો થવાના કિસ્સામાં, એટલે કે GSTR-3B ફાઈલ કરતી વખતે ચુકવવાપાત્ર રકમ અને પહેલાથી ચૂકવાયેલી રકમમાં કોઈ તફાવત હોય તો, જ્યાં સુધી આવી રકમનો તફાવત ચૂકતે ન થાય ત્યાં સુધી 26 ઓગસ્ટ, 2017 થી 18 ટકા વ્યાજ સાથે આવી રકમની ચૂકવણી કરવી પડે છે.

વ્યવસાયોએ નોંધ લેવી જરૂરી છે કે ટ્રાન્ઝિશનલ-1 ફોર્મ જીએસટી પોર્ટલમાં 28 ઓગસ્ટ, 2017 સુધીમાં રજૂ કરવામાં આવશે અને ટ્રાન્ઝિશનલ-1 ફોર્મ અપલોડ કરવાની સુવિધા 21 ઓગસ્ટ, 2017 થી ઉપલબ્ધ રહેશે.

GSTR-3B ને ફાઇલ કરવાની અંતિમ તારીખ માત્ર એવા વ્યવસાયો માટે જ છે જે ટ્રાન્ઝિશનલ ક્રેડીટનો ઉપયોગ કરવા માંગે છે. અન્ય લોકો માટે, જે ફોર્મ GSTR-3B માં ટ્રાન્ઝિશનલ આઇટીસીનો દાવો કરવા નથી માગતા, તેના માટે અંતિમ તારીખ 25 ઓગસ્ટ, 2017 છે.

સ્ત્રોત: ટેલી સોલ્યુશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/5/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate