હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ-GST / ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ-GST ને સંબંધિત લેખો / GST હેઠળ તમારા ધંધા માટે સપ્લાયરનું મૂલ્યાંકન શા માટે જરૂરી છે
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

GST હેઠળ તમારા ધંધા માટે સપ્લાયરનું મૂલ્યાંકન શા માટે જરૂરી છે

GST હેઠળ તમારા ધંધા માટે સપ્લાયરનું મૂલ્યાંકન શા માટે જરૂરી છે

ભૂતકાળના શાસનકાળમાં, તમારા દ્વારા લેવામાં આવતી ઈનપુટ ક્રેડિટનું મૂલ્ય સપ્લાયર દ્વારા કરના નાણાં પર આધારિત ન હતું. પરિણામે, વિક્રેતાનું અનુપાલન વિક્રેતા મૂલ્યાંકનમાં અસરકારક પરિબળ ન હતું. મોટેભાગે, તે ઉત્પાદન અથવા સેવાઓ વિતરિત કરવામાં સપ્લાયરની કિંમત, ગુણવત્તા અને કાર્યક્ષમતા વિશે બધું જ હતું.

જીએસટી હેઠળ, તમારા વિક્રેતાનું અનુપાલન એ તમારા સપ્લાયરની પસંદગી/મૂલ્યાંકનમાંનું એક મહત્વપૂર્ણ પરિબળ હશે. આનું કારણ એ છે કે તમારી ઇનપુટ ટેક્સ ક્રેડિટ તમારા સપ્લાયરના અનુપાલન પર આધારિત હશે, એટલે કે, તમારા સપ્લાયરે રિટર્ન ફાઇલ કરવું જોઈએ. તેણે કર ચુકવણી સાથે બાહ્ય પુરવઠો અને ઇનવોઇસનું પોસ્ટ-મેચિંગ દર્શાવવું જોઈએ. જો તમારો સપ્લાયર કોઈ માન્ય રિટર્ન રજૂ કરવામાં નિષ્ફળ જાય, તો એ તમારા કેશફ્લો ને નુકશાન કરશે. આનું કારણ એ છે કે, તમે ક્લેમ કરેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટને ઉલટાવી દેવામાં આવશે અને તમને 24 ટકાના દરે વ્યાજ સાથે ડિસ્ચાર્જ કરવાનું કહેવામાં આવશે.

આ પણ વાંચો:  GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નું રિવર્સલ

વ્યવસાયો, ખાસ કરીને SME, 2-5% ના અત્યંત બારીક માર્જિન સાથે કામ કરે છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટનો વિલંબ અથવા નુકશાનથી નફા પર ગંભીર અસર પડે છે. અને લાંબા ગાળે, જો તેમના સપ્લાયરના મૂલ્યાંકનમાં અત્યંત સંભાળ અને સાવધાની લેવામાં ન આવે, તો તે વ્યવસાય પર અસર કરી શકે છે.

નીચેના કેટલાક મુદ્દાઓ છે જે તમને સપ્લાયરના અનુપાલનને કારણે ITCના જોખમને ઘટાડવા માટે મદદ કરી શકે છે:

  • બિન-સુસંગત વિક્રેતાઓની ઓળખાણ માટે તમારા વર્તમાન વિક્રેતાઓના ઇતિહાસની ચકાસણી કરો
  • GST હેઠળ કરેલી ફરિયાદથી તમારા વિક્રેતાઓને શિક્ષિત કરો, ખાસ કરીને જ્યારે તમે નાના વિક્રેતાઓ સાથે વ્યવહાર કરો છો. આમાં GST, રજિસ્ટ્રેશન નોંધણી, ઇન્વોઇસિંગ/બિલિંગ, સમયસર રિટર્ન ફાઇલ કરવું, કરવેરાની ચુકવણી, અને તેના પરના શૈક્ષણિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
  • તમારા સપ્લાયર સાથે તમારા GSTIN શેર કરો અને ખાતરી કરો કે આપના સપ્લાયર પાસેથી કરવેરા રિટર્નને તમારા GSTIN સાથે અપડેટ કરવામાં આવે છે, જેથી તમે ITCનો ક્લેમ કરવા માટે સક્ષમ રહો.
  • નવા સપ્લાયરનું મૂલ્યાંકન કરવામાં GST અનુપાલનનું રેટિંગ ખૂબ જ સરળ હશે. આખરે તેની ખાતરી કરો કે નવા સપ્લાયરને નક્કી કરતા પહેલા અનુપાલન રેટિંગ્સની તપાસ કરવામાં આવી છે.

તમારા સપ્લાયરનું રજીસ્ટ્રેશન પ્રકાર જાણવાનું પણ એક નિર્ણાયક પરિબળોમાંનું એક હશે જે નક્કી કરે છે કે તમારા માટે ખરો સપ્લાયર કોણ છે. તમારે જાણવું જરૂરી છે કે તમારો સપ્લાયર રેગ્યુલર ડીલર છે, કમ્પોઝિશન ડીલર છે કે અનરજિસ્ટર્ડ ડીલર(URD) છે. આનું કારણ એ છે કે, તમારા ગ્રાહકોના પ્રકાર – રજિસ્ટર્ડ બિઝનેસ અથવા ગ્રાહકો પર આધારીત, ઉપરોક્ત પ્રકારનાં ડીલરો પાસેથી કરેલી ખરીદી એ તમારી કિંમત અને નફાકારકતા પર અસર કરશે.

જો તમારા મોટાભાગના ગ્રાહકો રજિસ્ટર્ડ વ્યવસાયો (B2B) છે, તો રજિસ્ટર્ડ વિક્રેતા પાસેથી પુરવઠો મેળવવાથી તમને ITCનો લાભ મળશે. કાસ્કેડિંગ અસરને દૂર કરવાના લીધે આ ખર્ચ બચાવનાર રહેશે, કમ્પોઝિશન ડીલર પાસેથી કરેલી ખરીદી ખર્ચાળ થઈ શકે છે કારણ કે તેના દ્વારા ચૂકવવામાં આવતો ટેક્સ તેના ઉત્પાદન ખર્ચનો એક ભાગ બની જાય છે. અને, રજિસ્ટર થયેલ વેપારી પાસેથી કરેલી ખરીદી તમારા અનુપાલનના બોજને વધારશે કારણ કે તમારે રિવર્સ ચાર્જ આધારે કર ચૂકવવાની જરૂર પડશે.

સ્ત્રોત: ટેલી સોલ્યુશન

3.47058823529
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top