વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

તમે કોની પાસેથી ખરીદી કરી શકો છો – સપ્લાયર્સનાં 3 પ્રકારો

તમે કોની પાસેથી ખરીદી કરી શકો છો – સપ્લાયર્સનાં 3 પ્રકારો

GST યુગમાં એક વ્યવસાયને વ્યાપક રીતે બે આધારો હેઠળ વર્ગીકૃત કરવામાં આવશે – રજીસ્ટર અને બિન-રજીસ્ટર. રજિસ્ટર્ડ આધારમાં બે શક્યતાઓ રહેલી હશે – કા તો વ્યવસાય નિયમિત વેપારી હોઈ શકે છે, અથવા કમ્પોઝીશન યોજના હેઠળ હોઈ શકે છે. એમ ધારો કે તમે નિયમિત વેપારી છો, તો તમે આ 3 પ્રકારના તમામ સપ્લાયરો સાથે કરોબારી સબંધ ધરાવી શકો છો. આ એવી પરિસ્થિતિઓ હોઈ શકે છે કે જ્યાં તમારે અનુપાલન લાભ અને હાલનાં કારોબારી સંબંધો વચ્ચે પસંદગી કરવાની જરૂર પડે છે. આથી, એ સલાહભર્યું છે કે તમે 3 પ્રકારનાં તમામ સપ્લાયરો પાસેથી ખરીદી કરવાથી થતી અસરો વિશે સંપૂર્ણપણે પરિચિત હોય.

અહી ૩ પરિસ્થિતિઓનું ટુકમાં દ્રષ્ટાંત આપેલ છે જેનો GST હેઠળ તમારે સામનો કરવો પડી શકે છે :

પરિસ્થિતિ 1 : જ્યારે તમે નિયમિત વેપારી પાસેથી ખરીદી કરો છો: જ્યારે તમે એક રજિસ્ટર્ડ વેપારી પાસેથી ખરીદી કરો છો, ત્યારે તેઓને તેમની આઉટવર્ડ સપ્લાઈ પર GST પ્રાપ્ત થશે. આમ, તમારા દ્વારા સપ્લાયરને થયેલ GST ની ચૂકવણી પર તમે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો દાવો કરી શકો છો, અને તમારી આઉટપુટ ટેક્સ ચુકવણીને ઓફસેટ કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.

તમારા પર થતી અસર આ પરિસ્થિતિમાં, તમે ચુકવણી કરો છો તે GST સામે તમે સંપૂર્ણ ITC મેળવી શકો છો, તે તમારા રોકડ પ્રવાહ પર સકારાત્મક અસર પેદા કરશે.

પરીસ્થિતિ 2 : જ્યારે તમે કમ્પોઝીશન વેપારી પાસેથી ખરીદી કરો છો

જ્યારે તમે રજિસ્ટર્ડ વેપારી પાસેથી ખરીદી કરો છો, કે જેમણે કોમ્પોઝિશન સ્કીમનો લાભ લીધો છે, ત્યારે પરિસ્થિતિ થોડી બદલાય છે. કારણ કે એક કમ્પોઝીશન વેપારી ચોક્કસ દર હેઠળ GST વસુલ કરતો નથી, પરંતુ તેણે GST ને ફ્લેટ દરે ચૂકવવો પડે છે, તે તમને ટેક્સ ઇનવોઇસ આપી શકશે નહીં. તેના બદલે, તે તમને સપ્લાઈનું બિલ આપશે. જો કમ્પોઝીશન વેપારી નિયમિત વેપારી પાસેથી ખરીદી કરતો હોય તો કમ્પોઝીશન વેપારીએ ચૂકવેલ GST ને તેમના ખર્ચ તરીકે ગણીને તમારા પર નાખવામાં આવશે. પરિણામે, તમારી પાસે દાવો કરવા માટે કોઈપણ ITC હશે નહીં.

આ પણ વાંચો :  GST હેઠળ ઇન્વોઇસિંગ અંગે તમારે જાણકારી મેળવવાની જરૂર છે

તમારા પર થતી અસર આ પ્રકારની ખરીદી તમારા માટે ઉત્પાદનની કિંમતમાં વધારો કરશે અને બજારની સ્થિતીમાં તમારી સ્પર્ધાત્મકતાને અસર કરશે.

પરીસ્થિતિ 3 : જ્યારે તમે બિન-રજીસ્ટર વેપારીઓ પાસેથી ખરીદી કરો છો

જ્યારે તમે બિન-રજીસ્ટર વેપારીઓ પાસેથી ખરીદી કરો છો, ત્યારે તમે રિવર્સ ચાર્જ પદ્ધતિ (RCM) હેઠળ GST ચૂકવવા માટે જવાબદાર છો. આ પદ્ધતિ હેઠળ, કોઇપણ માલ અથવા સેવાઓની ખરીદી પર પ્રાપ્તકર્તા દ્વારા ટેક્સની ચુકવણી કરવામાં આવે છે. GST ની જોગવાઈઓ પ્રમાણે, દરેક કરદાતા ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લઈ શકે છે, પરંતુ ચૂકવાયેલ ટેક્સ પર ક્રેડિટનો લાભ મેળવવા માટે અને આગામી મહિનાની તમામ ખરીદીઓ પર મળતી ક્રેડિટનો ઉપયોગ કરવા માટે પ્રથમ તેને ટેક્સ ચૂકવવાની જરૂર પડે છે. રિવર્સ ચાર્જીસ હેઠળ સામાન પર ચૂકવવામાં આવેલા GST ની સંપૂર્ણ ક્રેડિટ મળે છે, જ્યારે સૂચિત સેવાઓના કિસ્સામાં રિવર્સ ચાર્જીસ શૂન્ય, આંશિક અથવા સંપૂર્ણ સુધી મર્યાદિત છે.

GST ની જોગવાઈઓમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે GST ક્રેડિટનો ઉપયોગ ખાદ્ય, પીણા, મકાન, પેસેન્જર વાહનો પર કરી શકાશે નહીં, જો રિવર્સ ચાર્જને આધારે ટેક્સ ચૂકવવામાં આવે તો પણ નહી. આનો અર્થ એ થયો કે, આવા દેણાનો સપૂર્ણ ભાર કરદાતાના શિરે આવશે.

રીઝર્વ ચાર્જની ચુકવણી – સામાન

રીઝર્વ ચાર્જ પદ્ધતિમાં માલ ખરીદીના મુદ્દે સપ્લાઈની અવધિ નીચે મુજબ રહેશે :

  • માલની રસીદની તારીખ, અથવા
  • તારીખ કે જેના પર ચુકવણી કરવામાં આવે છે તે, અથવા
  • ઇન્વોઇસ ઇશ્યૂ થયાની તારીખથી 30 દિવસ પછીની જ તારીખ.

રીઝર્વ ચાર્જની ચુકવણી – સેવાઓ

રીઝર્વ ચાર્જ પદ્ધતિમાં સેવાઓની ખરીદીના મુદ્દે સપ્લાઈની અવધિ નીચે મુજબ રહેશે :

  • તારીખ કે જેના પર ચુકવણી કરવામાં આવે છે, અથવા
  • ઇન્વોઇસ ઇશ્યૂ થયાની તારીખથી 60 દિવસ પછીની જ તારીખ.

રીઝર્વ ચાર્જમાંથી મુક્તિ

GST કાયદા મુજબ, એક રજીસ્ટર્ડ વ્યક્તિ કોઈ એક અથવા ઘણા સપ્લાયર્સ કે જેઓ રજીસ્ટર થયેલા ન હોય, તેની પાસેથી સામાન અથવા સેવાઓ અથવા બન્ને પ્રાપ્ત કરે કે જેનું એકંદરે મૂલ્ય એક દિવસના અંતે 5000 રૂપિયાથી વધુ ન હોય, તો રિવર્સ ચાર્જ લાગુ પડશે નહીં.

તમારા પર થતી અસર રીઝર્વ ચાર્જના વ્યવહારો તમને કેવી રીતે અસર કરશે તે નીચે મુજબ છે :

  • માલ કે સેવાઓની ખરીદી પર ઇનવોઇસના નિયમો મુજબ તમારે ઇનવોઇસ આપવું પડશે.
  • તમારે તેનો ખરીદીના રીટર્નમાં સમાવેશ કરવો પડશે અને તે નિયત તારીખ મુજબ જ ફાઇલ કરવું પડશે.
  • આ ચુકવણી ભરવા માટે તમે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો ઉપયોગ કરવા માટે પાત્ર નહીં રહો. તમારે રોકડ દ્વારા ચૂકવણી કરવી પડશે.
  • સરકારને ટેક્સની ચુકવણી કર્યા બાદ તમે આ રકમ પર ITC પ્રાપ્ત કરી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો, તમારા વ્યવસાયના રોકડ પ્રવાહ પર આની નકરાત્મક અસર પડશે.

ટેલી સોલ્યુશન

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top