હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ-GST / ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ-GST ને સંબંધિત લેખો / ટર્નઓવરને ધ્યાનમાં લીધા વગર જીએસટી હેઠળ નોંધણી કરાવવાની જરૂર હોય તેવા લોકો માટે
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ટર્નઓવરને ધ્યાનમાં લીધા વગર જીએસટી હેઠળ નોંધણી કરાવવાની જરૂર હોય તેવા લોકો માટે

ટર્નઓવરને ધ્યાનમાં લીધા વગર જીએસટી હેઠળ નોંધણી કરાવવાની જરૂર હોય તેવા લોકો માટે

 

 

 

 

 

જીએસટી હેઠળ, અમુક વ્યક્તિઓએ તેમના ટર્નઓવરને ધ્યાનમાં લીધા વગર ફરજિયાતપણે રજિસ્ટર કરવું પડશે.આનો અર્થ એ થયો કે એવા વ્યક્તિઓએ પણ રજીસ્ટર થવું પડશે કે જેનું ટર્નઓવર ખાસ શ્રેણીવાળા રાજ્યો માટે રૂ. 10 લાખ અને બાકીના ભારત માટે રૂ. 20 લાખ મર્યાદાને પાર કરતું નથી. આ વ્યક્તિઓ છે:
ભારતના રહેવાસી વ્યક્તિને ભારત બહારના સ્થળેથી પુનઃપ્રાપ્તિસેવાઓ અથવા ઓનલાઈન માહિતી અને ડેટાબેઝ એક્સેસ પૂરા પાડતા લોકો

વ્યક્તિઓ

પ્રવૃતિઓ ના પ્રકાર

આંતરરાજ્યમાં સપ્લાય કરતી વ્યક્તિઓ

આંતરરાજ્ય બાહ્ય સપ્લાય કરનારા તમામ વ્યક્તિઓએ ફરજિયાતપણે રજિસ્ટર કરાવવું પડશે.કૃપા કરી નોંધો કે નિકાસ અને આયાત પણ આંતરરાજ્ય સપ્લાય તરીકે ગણવામાં આવે છે.

અન્ય કરપાત્ર વ્યક્તિઓ વતી કરપાત્ર સપ્લાય કરનારા વ્યક્તિ

ઉદાહરણ: એજન્ટ્સ, બ્રોકરો, ડીલર્સ, વગેરે. જે અન્ય કરપાત્ર વ્યક્તિઓ વતી કરપાત્ર સપ્લાય કરે છે.

રિવર્સ ચાર્જ પર કર ચૂકવવા માટે જવાબદાર વ્યક્તિ

રિવર્સ ચાર્જ લાગુ પડતા સપ્લાય વિશે વધુ જાણવા માટે આ બ્લોગ પોસ્ટ વાંચો

કેઝ્યુઅલ કરપાત્ર વ્યક્તિઓ

આ વ્યક્તિ એવા હોય છે કે જે પ્રસંગોપાત રાજ્યોમાં કરપાત્ર વ્યવહારો કરે છે અને તેઓના વ્યવસાયનું નિશ્ચિત સ્થળ નથી.ઉદાહરણ તરીકે, પ્રદર્શનમાં વેચતા વેપારીઓ, વેપાર મેળા, સર્કસ વ્યવસાય, વગેરે

કેઝ્યુઅલ કરપાત્ર વ્યક્તિઓ વિશે વધુ વાંચો

બિન-નિવાસી કરપાત્ર વ્યક્તિઓ

આ એવી વ્યક્તિઓ છે જે ભારતની બહાર રહે છે અને ક્યારેક ભારતમાં કરપાત્ર વ્યવહારો કરે છે,જ્યાં તેઓના વ્યવસાય અથવા નિવાસસ્થાનનું નિશ્ચિતસ્થળ ન હોય.

બિન નિવાસી કરપાત્ર વ્યક્તિઓ વિશે વધુ વાંચો

ઇનપુટ સર્વિસ ડીસ્ટ્રીબ્યુટર

ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર માલ અને / અથવા સર્વિસિસના સપ્લાયરની ઓફિસ છે, જે આંતરિક સેવાઓના અંતર્ગત સપ્લાય માટે ટેક્ષ ઇન્વૉઇસેસ મેળવે છે અને સમાન PAN હેઠળ નોંધાયેલા કચેરીઓને આ ઇન્વોઇસ પરની ઇનપુટ ક્રેડિટ વહેંચે છે.

ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર વિશે વધુ વાંચો

ટીડીએસ કપાત માટે જવાબદાર વ્યક્તિ

કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો અથવા સંસ્થાઓ, સ્થાનિક સત્તાધિકારીઓ અને સરકારી એજન્સીઓ આવકના પુરવઠા પર ટીડીએસ કાપવા માટે જવાબદાર છે.

જોકે, ટીડીએસના નિયમો હાલમાં વિલંબિત કરવામાં આવ્યા છે, ટીડીએસના નિયમો લાગુ થાય ત્યાં સુધી ફરજિયાત નોંધણી વ્યક્તિઓને લાગુ પડતી નથી.

ઇ-કોમર્સ ઓપરેટર્સ દ્વારા સપ્લાય કરનારા વ્યક્તિ

ઇ-કોમર્સ ઓપરેટરો દ્વારા સપ્લાય કરનારા તમામ વ્યક્તિઓએ ફરજિયાતપણે રજીસ્ટર થવું પડશે

જોકે, ટીસીએસના નિયમો હાલ વિલંબિત રાખવામાં આવ્યા હોય ત્યાં સુધી વ્યક્તિઓને ફરજિયાત નોંધણી લાગુ પડતી નથી

ઇ-કોમર્સ ઑપરેટર્સ

ઈ-કૉમર્સ ઑપરેટર એ એવી વ્યક્તિ છે જે ઇ-કૉમર્સ માટે ડિજિટલ અથવા ઇલેક્ટ્રોનિક સવલત અથવા પ્લેટફોર્મની માલિકી ધરાવે છે,ચલાવે છે અથવા તેનું સંચાલન કરે છે.

ટીસીએસના નિયમો હવે વિલંબિત થઈ ગયા હોવાથી ટીસીએસના નિયમો લાગુ પડતા સુધી ફરજિયાત નોંધણી વ્યક્તિઓને લાગુ પડતી નથી

ભારતના રહેવાસી વ્યક્તિને ભારત બહારના સ્થળેથી પ્રાપ્ત થતી સેવાઓ

ઉદાહરણ તરીકે: ઈ-પુસ્તકો, કલાઉડસર્વિસ, સૉફ્ટવેરની ઑનલાઇન ડાઉનલોડ, વેબસાઇટ પર જાહેરાતની જગ્યા, વગેરે.

સ્ત્રોત :ટેલીસોલ્યુશન બ્લોગ
3.45454545455
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top