অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કેઝ્યુઅલ કરપાત્ર વ્યક્તિઓ

કેઝ્યુઅલ કરપાત્ર વ્યક્તિઓ

 

 

જીએસટીમાં કેઝ્યુઅલ (પ્રાસંગિક) અને બિન-નિવાસી કરપાત્ર વ્યક્તિ કોણ છે?

કેટલાંક વ્યવસાયો એવી રીતે કામ કરે છે કે તેઓ પ્રસંગોપાત્ત અમુક પ્રદેશોમાં વ્યવહારો કરે છે જ્યાં તેમને વ્યવસાયનું કોઈ નિશ્ચિત સ્થાન નથી. જીએસટી, હેઠળ, જે વ્યક્તિ રાજ્યમાં વ્યવસાયનું નિશ્ચિત સ્થાન ધરાવે છે અને કરપાત્ર આઉટવર્ડ (બાહ્ય) વ્યવહારો કરે છે તેમને રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે, જો તેનું ટર્નઓવર નિર્ધારિત થ્રેશોલ્ડ મર્યાદાથી વધુ હોય. જો કોઈ વ્યક્તિ એવા સ્થળે કરપાત્ર વ્યવહારો કરે છે જ્યાં તેમનું વ્યવસાયનું નિશ્ચિત સ્થળ નથી તો શું થાય?

એવું 2 કિસ્સાઓમાં બની શકે:

  1. એક વ્યક્તિ રાજ્યમાં વ્યવસાયનું નિશ્ચિત સ્થળ ધરાવે છે અને ક્યારેક ક્યારેક અન્ય રાજ્યમાં કરપાત્ર વ્યવહારો કરે છે જ્યાં તેમને વ્યવસાયનું કોઈ નિશ્ચિત સ્થાન નથી
  2. તે વ્યક્તિ ભારતની બહાર રહે છે પરંતુ ક્યારેક ભારતમાં કરપાત્ર વ્યવહારો કરે છે જ્યાં તેમને વ્યવસાય અથવા રહેઠાણનું કોઈ ચોક્કસ સ્થળ નથી.

પ્રથમ કેસમાં ઉલ્લેખ કરાયેલા વ્યક્તિઓને ‘કેઝ્યુઅલ કરપાત્ર વ્યક્તિ‘ કહેવામાં આવે છે, એટલે કે એવા લોકો કે જેઓ ક્યારેક-ક્યારેક રાજ્યમાં કરપાત્ર વ્યવહારો કરે છે જ્યાં તેમને વ્યવસાયનું નિશ્ચિત સ્થળ ન હોય. કેઝ્યુઅલ કરપાત્ર વ્યક્તિઓનાં ઉદાહરણોમાં એક્ઝિબિશન, વેપાર મેળા, સર્કસ વ્યવસાય, વગેરેમાં રહેલ વેચાણકર્તા છે.

બીજા કિસ્સામાં સંદર્ભિત વ્યક્તિને ‘બિન-નિવાસી કરપાત્ર વ્યક્તિ‘ કહેવામાં આવે છે, એટલે કે જે ભારતની બહાર રહે છે અને ક્યારેક ભારતમાં કરપાત્ર વ્યવહારો કરે છે, જ્યાં તેમને વ્યવસાય અથવા નિવાસનું નિશ્ચિત સ્થળ નથી.

ચાલો હવે વર્તમાન શાસન અને જીએસટી હેઠળ કેઝ્યુઅલ અને બિન-નિવાસી કરપાત્ર વ્યક્તિઓના સંદર્ભમાં રહેલ જોગવાઈઓ સમજીએ.

અગાઉનું કર શાસન

‘કેઝ્યુઅલ ડિલર’ અને ‘બિન-નિવાસી ડીલરો’ના કોન્સેપ્ટ વર્તમાન શાસનમાં વેટ અંતર્ગત આવે છે. રજિસ્ટ્રેશન, કર ચુકવણી અને રિટર્ન ફાઇલિંગના નિયમો દરેક રાજ્યમાં અલગ અલગ છે. ઉદાહરણ તરીકે, કેરળમાં, કેઝ્યુઅલ અને બિન-નિવાસી ડીલરોએ તેમના ટર્નઓવરને ગમે તે હોય, રજીસ્ટર કરવું ફરજિયાત છે. વ્યવસાય શરૂ થયાના ઓછામાં ઓછા 3 દિવસ પહેલાં રજીસ્ટ્રેશન માટેની અરજી સબમિટ કરવી જોઈએ. રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર ઇશ્યૂની તારીખથી મહત્તમ 3 મહિના માટે માન્ય છે. આવા ડીલરોએ માસિક રિટર્ન (ફોર્મ 10 ઈ) મહિનાની 10 મી તારીખે અથવા છેલ્લા વ્યવસાય વ્યવહાર પૂર્ણ થયા પછી 24 કલાકની અંદર, જે પહેલાં હોય ત્યારે સબમિટ કરવું જોઈએ. ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં, રજિસ્ટ્રેશન સમયગાળા માટેની ટેક્સ લાયબિલિટી નો અંદાજ કરવો જોઈએ અને રજીસ્ટ્રેશન માટે અરજી કરતી વખતે અગાઉથી ચૂકવવો જોઈએ.

જીએસટી શાસન

રજિસ્ટ્રેશન

ફરજિયાત રજિસ્ટ્રેશન – કેઝ્યુઅલ કરપાત્ર વ્યક્તિઓ અથવા બિન-નિવાસી કરપાત્ર વ્યક્તિઓ તરીકે વ્યવહારો કરતા હોય તેવા તમામ વ્યક્તિઓ, તેમના ટર્નઓવરને ધ્યાનમાં લીધા વગર, ફરજીયાત રજીસ્ટર કરાવવું જોઈએ.

રજિસ્ટ્રેશન ફોર્મ

રજિસ્ટ્રેશન નો પ્રકાર

રજિસ્ટ્રેશન માટેની અરજી

કેઝ્યુઅલ કરપાત્ર વ્યક્તિ

જીએસટી આરઈજી-01

બિન-નિવાસી કરપાત્ર વ્યક્તિ

જીએસટી આરઈજી-09

રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા

  1. રજિસ્ટ્રેશન માટેની અરજી વ્યવસાયની શરૂઆતના ઓછામાં ઓછા 5 દિવસ પહેલાં સબમિટ કરવી આવશ્યક છે. એપ્લિકેશન સબમિટ કરતી વખતે, વ્યક્તિએ આ સમયગાળા માટે તેની કર જવાબદારીઓનો અંદાજ કાઢવો જોઈએ અને સમાન રકમ એડવાન્સ ટેક્સ તરીકે જમા કરવી જોઈએ

ઉદાહરણ: શ્રી. પ્રકાશ હાથબનાવટની ઝવેરાત માટે રિટેલ દુકાન ચલાવે છે અને તેઓ મહારાષ્ટ્રમાં રજીસ્ટર્ડ છે. 1 લી ઓગષ્ટ, 2017 થી 15 ઓગસ્ટ, 2017 સુધી ગુજરાતમાં યોજાનાર એક પ્રદર્શનમાં જ્વેલરી વેચવા શ્રી પ્રકાશ વિચારી રહ્યા છે.

અહીં, 1 લી ઓગષ્ટ, 2017 ના રોજ પ્રદર્શન શરૂ થયાના 5 દિવસની અંદર શ્રી પ્રકાશને નોંધણી માટે અરજી કરવી જોઇએ. શ્રી પ્રકાશને 1 લી ઑગસ્ટથી 15 ઓગસ્ટ 2017 સુધીના અંદાજિત કર જવાબદારીઓની એડવાન્સ ડિપોઝિટ પણ કરવી જોઈએ.

નોંધ: જો વ્યક્તિ બિન-નિવાસી કરપાત્ર વ્યક્તિ તરીકે નોંધણી માટે અરજી કરી રહી હોય, તો અરજી પર કોઈ અધિકૃત સહીકર્તા દ્વારા હસ્તાક્ષર કરવા જોઈએ, જે માન્ય પાન સાથે ભારતમાં રહેતી વ્યક્તિ હોવી જોઈએ.

  1. નોંધણીનું પ્રમાણપત્ર વ્યક્તિને આપવામાં આવે પછી, તે નોંધણીની તારીખથી મહત્તમ 90 દિવસ માટે માન્ય રહેશે. વિનંતી પર, રજિસ્ટ્રેશન ફોર્મ જીએસટી આરઈજી-11 માં અરજી સબમિટ કરીને અન્ય 90 દિવસ માટે લંબાવી શકાય છે. રજીસ્ટ્રેશનના વિસ્તરણ માટેની અરજી રજીસ્ટ્રેશનની મુદત પૂરી થાય તે પહેલાં રજૂ થવી જોઈએ. જો રજિસ્ટ્રેશન સમય લંબાવવામાં આવે, તો વ્યક્તિએ નોંધણીની માંગણી માટેના સમયગાળા માટે અંદાજિત કર જવાબદારીની સમકક્ષ કરની વધારાની રકમ જમા કરાવવી જોઈએ.
  2. જો જમા કરેલ એડવાન્સ ટેક્સ વાસ્તવિક ટેક્સ જવાબદારી કરતાં વધુ નીકળે, તો તે વ્યક્તિને તે સમયગાળા માટેના રિટર્ન fail કર્યા પછી તે રિફંડ કરવામાં આવશે.

રિટર્ન

કેઝ્યુઅલ કરપાત્ર વ્યક્તિને રજિસ્ટ્રેશનના સમયગાળા માટે નિયમિત વેપારીને લાગુ પડતા માસિક રિટર્ન આપવું પડશે. જે નીચે આપેલા છે:

કેઝ્યુઅલ કરપાત્ર વ્યક્તિઓ દ્વારા આપવા પડતા રિટર્ન્સ

ફોર્મ

આવૃત્તિ

છેલ્લી તારીખ

વિગત

જીએસટીઆર-1

માસિક

પછીના મહિનાની 10મી તારીખ

કરપાત્ર માલ અને / અથવા સેવાઓના આઉટવર્ડ સપ્લાયની વિગતો આપવી

જીએસટીઆર-2A

માસિક

પછીના મહિનાની 11મી તારીખ

સપ્લાયર્સ દ્વારા અપાયેલ ફોર્મ જીએસટીઆર -1 ના આધારે સપ્લાયના પ્રાપ્તકર્તાઓને ઉપલબ્ધ કરાયેલ ઇનવર્ડ સપ્લાયની વિગતો આપોઆપ ખુલતી વિગતો.

જીએસટીઆર-2

માસિક

પછીના મહિનાની 15મી તારીખ

ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવા માટે ઇન્વર્ડ સપ્લાયની વિગતો આપો. ફોર્મ જીએસટીઆર-2A માં ઉમેરાઓ અથવા ફેરફારો સબમિટ કરવા જોઈએ.

જીએસટીઆર-1A

માસિક

પછીના મહિનાની 17મી તારીખ

ફોર્મ જીએસટીઆર-2 માં પ્રાપ્તકર્તાઓ દ્વારા બાહ્ય પુરવઠાની વિગતોમાં કરેલ ઉમેરા, સુધારા અથવા ડિલિશન ને સપ્લાયર માટે ઉપલબ્ધ કરવામાં આવશે. સપ્લાયર પ્રાપ્તકર્તાઓ દ્વારા કરેલા ફેરફારોનો સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે છે.

જીએસટીઆર-3

માસિક

પછીના મહિનાની 20મી તારીખ

ટેક્સ ચુકવણી સાથેના આઉટવર્ડ સપ્લાય અને ઇન્વર્ડ સપ્લાય ની અંતિમ વિગતો ધરાવતું માસિક રિટર્ન ફાઈલ કરવું જોઈએ

બિન-નિવાસી કરપાત્ર વ્યક્તિઓ દ્વારા આપવું પડતું રિટર્ન

ફોર્મ

આવૃત્તિ

છેલ્લી તારીખ

વિગત

જીએસટીઆર-5

માસિક

ત્યાર પછીના મહિનાની 20 મી અથવા રજિસ્ટ્રેશન સમાપ્ત થયાના 7 દિવસ પછી, જે પહેલા હોય તેr

આયાત, આઉટવર્ડ સપ્લાય, મેળવેલ ITC, ચુકવેલ ટેક્સ અને બંધ થતા સ્ટોક ની વિગતો આપો

ઉપસંહાર

કેઝ્યુઅલ અને બિન-નિવાસી કરપાત્ર વ્યક્તિઓ માટે, જીએસટી પાલનમાં સરળતા લાવશે કારણ કે નોંધણી, કર ચુકવણી અને રિટર્ન ફાઇલિંગ સંબંધી નિયમો સમગ્ર ભારતમાં સામાન્ય હશે, જે વર્તમાન શાસન માં નથી, જ્યાં આ નિયમો રાજ્ય-રાજ્યમાં અલગ હોય છે. જીએસટી હેઠળ કેઝ્યુઅલ અને બિન-નિવાસી કરપાત્ર વ્યક્તિઓ માટે યાદ રાખવાનાં મહત્ત્વનાં નિયમો એ છે કે રજિસ્ટ્રેશન માટેની અરજી વ્યવસાયની શરૂઆતના ઓછામાં ઓછા 5 દિવસ પહેલાં થવી જોઈએ, જેમાં અંદાજિત કર જવાબદારીઓને આધારે એડવાન્સ ટેક્સ ચૂકવવાની સાથે નોંધણીનું પ્રમાણપત્ર મહત્તમ 90 દિવસ માટે માન્ય રહેશે, જે વધુમાં વધુ બીજા 90 દિવસ સુધી લંબાવી શકાય છે, અને રજિસ્ટ્રેશન સમયગાળા માટે માસિક રિટર્ન ફાઈલ થવું જોઈએ.

સ્ત્રોત: ટેલીસોલ્યુશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate