অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એસટી ના હેઠળ ટેક્સ રિટર્ન તૈયાર કરનાર કોણ છે

વર્તમાન અપ્રત્યક્ષ કર શાસનકાળ માં, અધિકૃત એકાઉન્ટિંગ અને ટેક્સ વ્યાવસાયિકો જેવા કરપાત્ર વ્યક્તિઓ વતી રિટર્ન ફાઇલ કરવા માટે છે. હાલમાં, આ ભૂમિકા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (સીએ), સેલ્સ ટેક્સ પ્રેક્ટિશનર્સ (એસટીપી) અને વકીલો દ્વારા કરવામાં આવે છે. ડ્રાફ્ટ મોડલ જીએસટી કાયદો કરદાતા અને વળતર તૈયાર કરનાર વચ્ચે આ સંગઠનને નિશ્ચિત સ્વરૂપ આપવા માંગે છે અને કરદાતા, ટેક્સ રિટર્ન તૈયાર કરનાર અને જીએસટીએન પારદર્શક વચ્ચે ત્રી માર્ગીય એસોસિયેશન બનાવવા માગે છે.

જીએસટી ના હેઠળ, ટેક્સ રિટર્ન તૈયાર કરનાર કોણ છે એ સમજીયે

ટેક્સ રિટર્ન તૈયાર કરનાર એક એવી વ્યક્તિ છે જે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલી કરપાત્ર વ્યક્તિ છે અને નીચેની કોઈપણ અથવા નીચેની તમામ પ્રવૃત્તિઓ કરવા માટે શક્ષમ છે:

  • તાજા રજીસ્ટ્રેશન માટે એક અરજી દાખલ કરવી
  • નોંધણી માં સુધારો અથવા રદ કરવા માટે અરજી દાખલ કરવી
  • આવક અને જાવક પુરવઠો ની વિગત આપવી
  • માસિક, ત્રિમાસિક, વાર્ષિક કે અંતિમજીએસટી વળતર આપવું
  • ઇલેક્ટ્રોનિક કેશ ખાતાવહી માં ક્રેડિટ માટે ચૂકવણી કરવી, કર, વ્યાજ, દંડ, ફી અથવા અન્ય કોઇ રકમ માટે ચૂકવણી કરવી
  • રિફંડ માટે દાવો કરવો
  • એક્ટ હેઠળ કોઈપણ કાર્યવાહીમાં કરપાત્ર વ્યક્તિ, નિરીક્ષણ, શોધ, જપ્તી અને ધરપકડ ના સિવાય અન્ય બધીજ કાર્યવાહીઓ રીપ્રેઝન્ટ કરે છે
  • પ્રથમ એપેલેટ ઓથોરિટી ને અપીલ ફાઇલ કરવી
  • એપેલેટ ટ્રિબ્યુનલ માટે અપીલ ફાઇલ કરવી (માત્ર સીએ/ સીએસ / આઈસીડબ્લ્યુએ / વકીલ દ્વારા કરી શકાય છે)

કોણ ટેક્સ રિટર્ન પ્રિપેરર બની શકે છે?

એક વ્યક્તિ જીએસટી હેઠળ ટેક્સ રિટર્ન પ્રિપેરર બની શકે છે જો તે / તેણી નીચેની યાદી થયેલ શરતો સંતોષે:

  1. ભારતના નાગરિક હોવા જોઈએ
  2. સ્વસ્થ મનનો એક વ્યક્તિ હોવી જોઈએ
  3. નાદાર તરીકે જાહેર કરવામાં નથી આવી
  4. બે કરતાં વધુ વર્ષ માટે કેદ અને કોઈ ગુના માટે દોષિત કરવામાં નથી આવી
  5. જરૂરી શિક્ષણ અથવા કાર્ય કરવાનો અનુભવ માપદંડ, નીચે આપેલ પૂર્ણ કરે છે:
  • કોઈપણ રાજ્ય સરકાર કોમર્શિયલ ટેક્સ વિભાગના અથવા સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ નો એક નિવૃત્ત અધિકારી હોવો જોઇએ, જેની પોસ્ટ ગ્રુપ-બી રાજપત્રિત અધિકારીની પોસ્ટ થી નીચેની પોસ્ટ ન હોવી જોઈએ અને 2 થી વધારે વર્ષ સુધી કામ કર્યું હોય
  • એ સ્નાતક અથવા અનુસ્નાતક ડિગ્રી અથવા તેની સમકક્ષ પરીક્ષા -પસાર થઈ ગયો છે, સમય બળ માં હોવાના દરમિયાન કોઇ કાયદા દ્વારા સ્થાપિત થયેલી કોઈ પણ ભારતીય યુનિવર્સિટી માંથી કોમર્સ, લો, બેન્કિંગ સહિત ઉચ્ચ ઓડિટીંગ, અથવા બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અથવા બિઝનેસ મેનેજમેન્ટ ની ડિગ્રી હોવી જોઈએ
  • બી. એક ડિગ્રી કોઈ પણ ભારતીય યુનિવર્સિટી દ્વારા માન્ય થયેલી કોઇ પણ વિદેશી યુનિવર્સિટી ની પરીક્ષા જેનો ઉપર ઉલ્લેખ કર્યો છે એની ડિગ્રી પરીક્ષા ને સમકક્ષ હોવી જોઈએ
  • સી. અન્ય કોઇ પરીક્ષા આ હેતુ માટે સરકાર દ્વારા સૂચિત
  • ડી. કોઈ પણ ભારતીય યુનિવર્સિટી દ્વારા માન્ય થયેલી ભારતીય યુનિવર્સિટી અથવા કોઈપણ વિદેશી યુનિવર્સિટી ની ડિગ્રી જેની ડિગ્રી પરીક્ષા સમકક્ષ છે અને નીચેની કોઈ પણ પરીક્ષા માં પસાર થઇ ગયો છે:
    • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા સંસ્થા ની અંતિમ પરીક્ષા અથવા
    • કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા સંસ્થા ની અંતિમ પરીક્ષા અથવા
    • કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા સંસ્થા ની અંતિમ પરીક્ષા

ટેક્સ રિટર્ન પ્રિપેરર ને લગતા ફોર્મ

ફોર્મ જીએસટી ટીઆરપી -1

ટેક્સ રિટર્ન પ્રિપેરર તરીકે નોંધણી માટેની અરજી

ફોર્મ જીએસટી ટીઆરપી -2

ટેક્સ રિટર્ન પ્રિપેરર તરીકે નોંધણી પ્રમાણપત્ર, એક અધિકૃત અધિકારી દ્વારા અદા થયેલ

ફોર્મ જીએસટી ટીઆરપી -3

નોંધ ગેરવર્તણૂક માટે ટેક્સ રિટર્ન પ્રિપેરર જારી કરવામાં આવેલી પ્રવેશ અથવા કારણદર્શક નોટિસ માટે અરજી પર વધારાની માહિતી માગી

ફોર્મ જીએસટી ટીઆરપી

ટેક્સ રિટર્ન પ્રિપેરર જો ગેરવર્તણૂક ના દોષી ઠરાવવા માં આવે તો પ્રવેશ અથવા ગેરલાયકાત માટેની અરજી અસ્વીકારવાનો ઓર્ડર

ફોર્મ જીએસટી ટીઆરપી -5

દાખલ કરેલા ટેક્સ રિટર્ન પ્રિપેરર ની યાદી સામાન્ય પોર્ટલ પર જાળવવામાં આવી છે

ફોર્મ જીએસટી ટીઆરપી -6

સામાન્ય પોર્ટલ પર કરપાત્ર વ્યક્તિ દ્વારા ટેક્સ રિટર્ન પ્રિપેરર નું ઓથોરાઈઝેશન

ફોર્મ જીએસટી ટીઆરપી -7

કરપાત્ર વ્યક્તિ દ્વારા ટેક્સ રિટર્ન પ્રિપેરર ની અધિકૃતિ પાછી ખેંચવી

ટેક્સ રિટર્ન પ્રિપેરર દ્વારા રિટર્ન્સ ફાઇલ કરવી

કરપાત્ર વ્યક્તિ જીએસટી રિટર્ન ફાઇલ કરવા માટે ટેક્સ રિટર્ન . તૈયાર કરનાર અધિકૃત કરી શકે છે. એકવાર અધિકૃત કર્યા પછી, ટેક્સ રિટર્ન પ્રિપેરર નિવેદન ને તૈયાર કરશે, અને કરપાત્ર વ્યક્તિ દ્વારા પુષ્ટિ કરી શકાય છે.

આ માટે પ્રક્રિયા નીચે બતાવવામાં આવી છે

કોઈપણ સમયે, એક કરપાત્ર વ્યક્તિ ફોર્મ જીએસટી ટીઆરપી -7 ની મદદથી ટેક્સ રિટર્ન બનાવનાર પાસેથી અધિકૃતિ પાછું ખેંચી શકો છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate