অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રથમ અપીલ અરજી કેવી રીતે પ્રસ્તુત કરવી?

”rti3”

પ્રથમ અપીલ ક્યારે કરવી:

  • દરખાસ્ત માહિતીને પૂરી પાડવાની તમારી અરજીને જો જાહેર સૂચના ઓફીસરે (PIO) અમાન્ય કરી હોય,
  • જો જાહેર અધિકારી 30 દિવસો કે 48 કલાકોની* સમય-મર્યાદાની અંદર માહિતી પૂરી પાડવા માટે અસમર્થ હોય
  • અરજી મેળવવા માટે કે દરખાસ્ત માહિતીને પૂરી પાડવા માટે જો જાહેર અધિકારીએ સહાયક જાહેર સૂચના ઓફીસર/જાહેર સૂચના ઓફીસરની નિમણૂક ન કરી હોય,
  • જો સહાયક જાહેર સૂચના ઓફીસરે અરજી સ્વીકારવાની અને તેને જાહેર સૂચના ઓફીસરને મોકલવાની ના પાડી હોય
  • જો તમે જાહેર સૂચના ઓફીસરના નિર્ણયથી સંતુષ્ટ ન હોવ તો
  • જો તમને એવું લાગે કે પૂરી પાડવામાં આવેલી માહિતી અપૂર્ણ, ભ્રામક અને ખોટી છે,

પ્રથમ અપીલ અરજી ભરવા માટેની સમય-મર્યાદા:

  • નિશ્ચિત અવધિની સમાપ્તિની તારીખના કે રાજ્ય જાહેર સૂચના ઓફીસર(SPIO)/કેન્દ્રીય જાહેર સૂચના ઓફીસર(CPIO) થી સંચાર(વિનંતીનો નિર્ણય અથવા અસ્વીકાર)ની રસીદના 30 દિવસોની અંદર
  • જો પ્રથમ અપીલ સંબંધિત અધિકારી સંતુષ્ટ થાય કે અપીલકર્તા પર્યાપ્ત કારણ દ્વારા અપીલ ભરવાથી રોકવામાં આવ્યા હતા તો અપીલને 30 દિવસ પછી પણ દાખલ કરી શકાય છે.

પ્રથમ અપીલ અરજીનો પ્રારૂપ:

  • સફેદ કાગળ પર અરજીનો પ્રારૂપ બનાવો અથવા ઈન્ડિયા ડેવલપમેન્ટ ગેટવે પોર્ટલ પરથી અરજી પત્રકને ડાઉનલોડ કરો
  • અરજી લેખિત અથવા ટાઈપ કરેલી હોવી જોઈએ,
  • અરજી અંગ્રેજી,હિન્દી કે અન્ય કોઈપણ રાજ્ય ભાષાઓમાં લખેલી હોવી જોઈએ,
  • નિર્દિષ્ટ સ્વરૂપમાં સ્પષ્ટપણે આવશ્યક માહિતી પૂરી પાડો
  • અરજી ફીનો પુરાવો, જાહેર સૂચના ઓફીસર દ્વારા અરજીની રસીદ, નિર્ણયની નકલ ઈત્યાદિ સાથે વિનંતી અરજીની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલનું બિડાણ કરો.
  • તમારા આગળ સંદર્ભ માટે અરજી અને તમામ સંલગ્ન દસ્તાવેજોની ઝેરોક્ષ નકલ બનાવો.
પ્રથમ અપીલ અરજીને ક્યાં રજૂ કરવી:
  • તેને સમાન જાહેર અધિકારીના પ્રથમ અપીલ સંબંધિત અધિકારીની ઓફીસમાં રજૂ કરવી જોઈએ,
  • સ્તરીકરણમાં, અરજી મેળવવા માટે, દરખાસ્ત માહિતીને પૂરી પાડવા કે અરજીનો અસ્વીકાર કરવા માટે પ્રથમ અપીલ સંબંધિત અધિકારી વરિષ્ઠ ઓફીસર છે પછી જાહેર સૂચના ઓફીસર જવાબદાર છે,
  • પ્રથમ અપીલ અરજી રજૂ કર્યા પહેલા, પ્રથમ અપીલ સંબંધિત અધિકારીનું નામ, નિર્દિષ્ટ ફી અને ચૂકવણીની રીતનું પરીક્ષણ કરો(અમુક રાજ્યોએ પ્રથમ અપીલ મફત કિંમતે રાખવાની જોગવાઈ કરી છે જ્યારે અમુક રાજ્ય અરજીની ફી ચાર્જ કરે છે).

પ્રથમ અપીલ અરજી કેવી રીતે મોકલવી:

  • અરજી હાથેથી કે પોસ્ટ દ્વારા જ રજૂ થવી જોઈએ.
  • જો તમે પોસ્ટ દ્વારા અરજી મોકલવાના હોવ તો માત્ર રજીસ્ટર્ડ પોસ્ટ સેવાનો જ ઉપયોગ કરો. કુરીયર સેવાને હંમેશા ટાળો.
  • બન્ને કેસોમાં અરજી મોકલવાની કે રજૂ કરવાની રસીદ મેળવો.

માહિતી પૂરી પાડવા માટેની સમય-મર્યાદા:

  • સામાન્ય કેસમાં નિર્ણય 30 દિવસોમાં આપવો જોઈએ,પણ અપવાદરૂપે 45 દિવસોમાં પણ તે હોઈ શકે છે.
  • નિર્ણયની સમય-મર્યાદા પ્રથમ અપીલ સંબંધિત અધિકારી (FAA) દ્વારા અરજી મેળવ્યાની તારીખથી ગણવામાં આવશે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate