વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નાગરિક અધિકારપત્ર

નાગરિક અધિકારપત્ર

નાગરિક અધિકારપત્ર શું છે?

લોકશાહી શાસન પ્રણાલીમાં વ્યકિત સ્વતંત્રતા સિધ્ધાંત ને મુખ્યઆધારસ્તભ ગણવામાં આવે છે. વ્યકિત વિકાસ વિના તંદુરસ્ત લોકશાહીનો વિકાસ થઇ શકતો નથીએ નિર્વવાદ હકીકત છે.

ભારતના બંધારણમાં નાગરિકોને કેટલાક અધિકારી આપવામાં આવ્યા છે. આ હકકોને સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાનું વહીવટી તંત્ર એક માધ્યમ છે.તથા બંધારણીય ઇલાજના હકકોનો સમાવેશ કરતા વધુ વહીવટી તંત્ર ધ્વારા નાગરિક અધિકારોનુંરક્ષણ કરવાની મુખ્ય જવાબદારી છે. તે હકીકત પ્રતિપાદિત કરવામાં આવે છે.

પરંતુસાપ્રત સમયમાં વહીવટી તંત્ર બંધારણીય રીતે તેને સોપવામાં આવેલ જવાબદારીઓ સફળતાપુર્વક પરિપુર્ણ કરી શકેલ છે કે કેમ? તેની ચર્ચા તા.૨૪ મે ૧૯૯૭ ના રોજ માનનીય વડાપ્રધાનશ્રીના પ્રમુખ સ્થાને બોલાવવામાં આવેલ મુખ્યમંત્રીશ્રીઓની પરિષદમાં કરવામાં આવી. આ પરિષદમાં થયેલ ચર્ચા વિચારણાના પરિપાક રુપે કેન્દ્ર સરકાર તથા રાજયસરકારો વહીવટમાં પારદર્શિતા લાવે, તેમાં ઉત્તર દાયીત્વ પણ સાચા અર્થમા મળી રહેતથા સામાન્ય પ્રજાને વહીવટી તંત્રની ગતિવિધિઓની માહિતી મળી રહે તે માટે કેટલાક નકકર પગલાઓ લેવાનું ઠરાવવામાં આવ્યું. તેવા કેટલાક પગલાંઓ પૈકીનું એક પગલું નાગરિકઅધિકાર પત્ર છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ ૧૫ મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની ઉજવણીના પ્રસંગે પસંદગીના ૧0 વિભાગો, કચેરીઓમાં નાગરિક અધિકારપત્રની કામગીરી તાત્કાલીક શરુ કરી એક વર્ષના સમય ગાળામાં અમલમાં મુકવાની જાહેરાત કરી હતી.

ઉપરોકત ૧0 વિભાગો પૈકી પંચાયત વિભાગને પસદ કરવામાં આવેલ છે. અને રાજયની તમામ જિલ્લા પંચાયતોએ પોતપોતાના અધિકારપત્રો જાહેર કરેલા છે.

પ્રસતુત નાગરિક અધિકાર પત્ર ધ્વારા જિલ્લા પંચાયત ધ્વારા કઇ કઇ યોજનાઓનો અમલ થાય છે, તેનો સમાવેશ કરવામાં આવેલ છે તેમજઆ યોજનાઓનો લાભ કયા સંજોગોમાં નાગરિકો મેળવી શકે છે. તેની વિસ્તુત માહિતી પણ આપવામાં આવી છે. જિલ્લા પંચાયતની જુદી જુદી શાખાઓ ધ્વારા કયા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેનું વિહંગવાલોકન પણ કરવામાં આવ્યું છે.

જિલ્લા પંચાયતઘવારા અરજીઓની મંજુરી નામંજુરી નિકાલની સમયમર્યાદા નકકી કરવામાં આવે છે તથા નાગરિકો ને પુરતુ માર્ગદર્શન મળે તેવા હેતુસર નાગરિક સહાય તો કેન્દ્ર જીલ્લા પંચાયત દ્વારા  શરુ કરવામાં આવેલ છે. તથા નાગરિક પોતાના અરજી કે પ્રકરણ સંબધી યોગ્ય માહિતી મેળવી શકે તેનો પણ ઉચિત પ્રબંધ કરવામાં આવે છે. તથા પોતાની ફરીયાદ કયા અધિકારી સમક્ષ કરશે તેની વિગતો પણ સમાવિષ્ટ કરેલ છે. વધુમાં નીચે દર્શાવેલ અધિકારો અને અપેક્ષાઓ પ્રતિપાદીત કરવાનો પ્રયાસ કરવામા આવે છે.

નાગરિક અધિકારપત્ર

 • તમામ કચેરી ઓ કામ કાજના દિવસોમાં ૧૦.૩૦ થી ૧૮.૧૦ સુધી ખુલ્લીરહેશે.
 • કચેરીમાં આવતા તમામ અરજદારોને જેતે અધિકારી સાથે મુલાકાતનો અધિકાર રહે છે.
 • કચેરીના વડાની કચેરીમાં હાજરી અંગેની માહિતી પ્રર્દશિત કરવામાં આવશે. અરજદાર પોતાની ફરીયાદ અંગે રજૂઆત કરી શકે છે. વહીવટી તંત્રને જુદાજુદા પ્રકરણ માટે જણાવેલ પુરાવાઓ વિગતો સમયસર આપવા પ્રકરણનાનિકાલ માટે જરૂરી છે. લેવાયેલ નિર્ણયોની સ્પષ્ટ કારણો સહની જાણ અરજદારને કરવામાં આવશે. પત્ર વ્યવહારની ભાષા સરળ અને વિવેકપૂર્ણ રહેશે. વહીવટી તંત્રમાં સુધારા કર્મચારીઓના વલણ અંગેની ફરીયાદી ઉપર ત્વરિત ધ્યાનઅપાશે.
 • ગેરરીતિ અસામાજિક પ્રવૃતિ, ભ્રષ્ટાચાર વિગેરેની માહિતી કચેરીના વડાને અપાશે તોતે વ્યકિતનું નામ તેઓ ઇચછે તો ખાનગી રાખવામાં આવશે.
 • ટેલીફોન ફેકસ ઉપર મળેલા સંદેશાઓ ઉપર પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
 • સર્વે કર્મચારી- અધિકારીઓ પ્રમાણિકતાથી તટસ્થ રીતે ફરજ બજાવી શકે તેમાટે તેમની નિમણૂક બદલી અંગે હસ્તક્ષેપ ન થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
 • નકકી થયેલા કાયદા - નિયમો વિરુધ્ધ વહીવટીતંત્ર પાસે નિર્ણય લેવડાવવા બાહય રીતે દબાણના પ્રયાસો ન થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
 • નાગરિક સંસ્થાઓ લોક ફરીયાદોના નિરાકરણ માટે ગોઠ વાયેલી આ વ્યવસ્થાઓમાં સમાયાંતરે સુચનો કરી શકશે.
 • અરજદારી સંસ્થામાં તથા જિલ્લાના અન્ય ખાતાના અધિકારીઓ - પદાધિકારીઓ અધિકારપત્રની બાબતોની અમલમાં સહકાર તેવી અપેક્ષા છે.
 • પારદર્શક વહીવટ માટે લોકોને તમામ વહીવટી બાબતોની માહિતી જે તે સ્થળે – કચેરીએ આપમેળે ઉપલબ્ધ થાય તે જરુરી છે. આ અંગે નીચે મુજબની અમલવારી થશે.
 • દરેક નાગરિકને જાહેર વહીવટને લગતી અને તેમને સંબંધિત માહિતી મેળવવાના અધિકારરહેશે. માહિતી ન આપી શકાય તેવા કિસ્સાઓની કારણ સહની લેખેિત જાણ જે તે કચેરીના વડાને અરજદારને કરશે.
 • સરળ ભાષામાં લખાયેલી માહિતી પત્રીકાઓ ધ્વારા વિવિધ યોજનાઓની માહિતીપહોંચાડવામાં આવશે.
 • વલસાડ જિલ્લા પંચાયતની કચેરીએ આવતા મુલાકાતીઓ, અરજદારો, નાગરિકો અને કચેરી સાથે સંકળાયેલ વ્યકિતઓ પોતાનું કાર્ય સરળતાથી પાર પાળી શકે એ હેતુથી નાગરિક સહાયતા કેન્દ્ર શરુ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં વ્યકિત સરળતાથી પોતાના કાર્યની વિગતો રજુ કરી શકશે અને જોઇતી માહિતી, મદદ અને માર્ગદર્શન પ્રાપ્ત કરી શકાશે. આ માહિતીકેન્દ્રને કોમ્પયુટરાઇઝ કરવાની યોજના છે. જેથી જરૂરી માહિતી સરળતાથી ઉપલબ્ધ થઇશકશે. નોડલ અધિકારી આ કામગીરી સંભાળશે. આ કેન્દ્ર અરજદારો અને વહીવટી કર્મચારીઓવચ્ચે કડીરુપ બનશે.
 • આ કેન્દ્ર નાગરિકોને નીચે દર્શાવ્યા મુજબ સહાયરુપ થશે. અરજદારની અરજીઓ આ કેન્દ્ર ઉપર સ્વીકારવામાં આવશે તથા તે અંગેની પહોંચ આપવામાંઆવશે.
 • અરજદારોને જરૂરી ફોર્મ આ કેન્દ્ર ઉપરથી પુરા પાડવામાં આવશે.
 • ફોર્મ સાથે અરજદારોએ મુકવાના પુરાવા, ફીની વિગતો અને અન્ય જરૂરી માર્ગદર્શન આકેન્દ્ર ધ્વારા પુરુ પાડવામાં આવશે.
 • સરકારના વિવિધ ખાતાઓ હસ્તકની વિવિધ યોજનાઓની વિગત વાર માહિતી આ કેન્દ્ર ધ્વારાનાગરિકોને પુરી પાડવામાં આવશે.
 • અરજદારોની અરજીઓની દૈનિક આવક - જાવક અને નિકાલ અંગેની માહિતી આ કેન્દ્રનાસબંધિત અધિકારી તરફથી કચેરીના વડાને પુરી પાડવામાં આવશે.
 • અરજદાર ધ્વારા ટપાલ મારફતે મોકલવામાં આવતા પત્ર અરજીઓ જે અન્ય કચેરી - ખાતાને સંબંધિત છે તે તમામની પહોંચ પાઠવવામાં આવશે.

RTI કાયદા અને નિયમો માટે અહીં ક્લીક કરો

સ્ત્રોત : શાંતિલાલ તાવીયાડ

2.88461538462
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
Sunilrathod Apr 03, 2019 02:47 PM

મારા દાદી નો મરણ ની નોંધ પંચાયત માં નથી તો સુ કરવું .

હિતેશ ભાઈ જશભાઈ પટેલ Apr 14, 2018 11:33 AM

ગામ.સુંદણ , તા/જી.આણંદ
પંચાયત માં પાણી ની પાઈપલાઈન માં
ભ્રષ્ટાચાર થયેલ છે.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top