অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

યુઝર એજન્સી

યુઝર એજન્સી

પ્રાસ્તાવિક

એ.યુ.એ. ભારતમાં નોંધાયેલી કોઇ સરકારી/જાહેર/ખાનગી કાનૂની એજન્‍સી છે. તે તેની સેવાઓ માટે આધાર પ્રમાણિકરણનો ઉપયોગ કરવા માગે છે. એ.યુ.એમુખ્‍યએજન્‍સી છે. જે પોતાની સેવાઓ/કામગીરી કરવા માટે પ્રમાણિકરણવિનંતીઓ મોકલે છે.

એ.યુ.એ. એ.એસ.એ. મારફત સી.આઇ.ડી.આર.ને(પોતાની મેળે એ.એસ.એ. બનીને અથવા હાલના એ.એસ.એ.નીકોન્‍ટ્રાકટસેવાઓથી) જોડે છે.

એ.યુ.એ.ના ઉદાહરણો

નાગરિક પુરવઠાખાતું સંબંધિત નિવાસીને તેમનું ચોખા, કેરોસીન, વગેરેનું માસિક રેશન આપતાં પહેલાં તેની ઓળખની ખરાઇ કરવા માગે છે.

કોઇ પણ બેન્‍ક/નાણાકીય સંસ્‍થા, નાણાંના ઉપાડ અથવા તબદીલી જેવી નાણાકીય લેવડદેવડ પૂરી કરતાં પહેલાં તે ગ્રાહકનીઓળખની ખરાઇ કરવા માગે છે.

ઊંચી –સુરક્ષાવાળા મકાનો/ઝોનવહીવટી ખાતાં/ સુરક્ષા ખાતું, તે મકાન/ઝોનમાં પ્રવેશ માગતી કોઇ પણ વ્‍યક્તિનીઓળખની ખરાઇ કરવા માગે છે.

એ.યુ.એ.ના તૈયારીના તબક્કાઓ

કામગીરી /સેવા આપવાની જરૂરિયાતો સુનિશ્ચિત કરો

આધાર પ્રમાણિકરણનો ઉપયોગ થતો હોય તેનીસેવાનાવિસ્‍તારોનેએજન્‍સીએસુનિશ્ચિતકરવાના રહે છે. આધારઆધારીતજુદી જુદીસેવાઓ આપવાની જરૂરિયાતો માટે તેઓ કયાપ્રમાણિકરણ પ્રકારનો ઉપયોગ કરવાનો રહેશે તે પણ એજન્‍સીએ નક્કી કરવાનું રહે છે.

ઓનલાઇન અરજી ફોર્મ ભરો

એ.યુ.એ. બનવામાં રસ ધરાવતી એજન્‍સીએઓનલાઇન અરજી કરવાની રહે છે. એ.યુ.એસ. તરીકે જોડાવા માટે યુ.આઇ.ડી.એ.આઇ. પાસે ઓનલાઇનએપ્લીકેશનનીકાર્ય પદ્ધતિ છે.

એ.એસ.એ. સાથે જોડાવું

એ.યુ.એ. બનવા માટેનાંપ્રારંભનાતબક્કાઅલ પૈકીની એક કાર્યવાહી હાલના એ.એસ.એ. સાથે જોડાવા અંગેની પણ છે. મંજૂર કરેલ એ.એસ.એ.ની યાદી ઓનલાઇન મળશે અને હિત ધરાવતા એ.યુ.એ. તદનુસાર જોડાઇ શકે. એજન્‍સીએ.એસ.એ. અને એ.યુ.એ. બન્‍નેબનવા માગતી હોય, તો તેણે પ્રથમ એ.એસ.એ. તરીકે મંજૂરી મેળવવાની રહેશે અને ત્‍યારબાદ તેણેએ.યુ.એ. બનવા અરજી કરવાની રહેશે.

સહી કરેલા કરાર અને સહાયક દસ્તાૂવેજોયુ.આઇ.ડી.એ.આઇ.ને મોકલવા

એ.યુ.એ. સહી કરેલા કરારની હસ્‍તપ્રત અને જરૂરી સહાયક દસ્‍તાવેજોયુ.આઇ.ડી.એ.આઇ.નેમોકલવાના રહેશે. જરૂરી દસ્‍તાવેજોમળ્યેથીયુ.આઇ.ડી.એ.આઇ. ઓનલાઇન અરજી મંજૂર કરશે.

પ્રક્રિયા અને પ્રૌદ્યોગિકીનું પાલનસુનિશ્ચિત કરો

એ.યુ.એ. દ્વારા યુ.આઇ.ડી.એ.આઇ.નાંધોરણો અને વિશિષ્‍ટ વિગતો મુજબનું જરૂરી પદ્ધતિ, પ્રક્રિયા, માળખાગત સવલત વિગેરે રચવાનું રહે છે. આવી કેટલીક જરૂરિયાતોમાં હેરફેર તંત્રની વ્‍યાખ્‍યા, આધાર પ્રમાણિકરણએ.પી.આઇ.નો ઉપયોગ કરીને એપ્‍લીકેશનવિકસાવવી, પ્રમાણિકરણડિવાઇસમાંથીએ.યુ.એ. સર્વરવગેરેને જોડાણ સુનિશ્ચિત કરવું. જુદી જુદીજરૂરિયાતોનાપાલનનેઓન લાઇન અરજી ફોર્મ મારફત યુ.આઇ.ડી.એ.આઇ.નું સમર્થન મેળવવાનું રહેશે.

ડિવાઇસની યોજના ગોઠવવી

એ.યુ.એ.એ તેનીકામગીરીની જરૂરિયાતો મુજબના પ્રમાણિકરણસાધનોનીવિશિષ્ટ વિગતો પર નિર્ણય લેવાની જરૂર છે અને તે સ્થપિત થાય તે સુનિશ્ચિત કરવું. એ.યુ.એ. બાયોમેટ્રિકપ્રમાણિકરણ માટે પસંદગી કરે, તો સેન્‍સર/એકસ્‍ટ્રેકટરના સાધનો એસ.ટી.કયુ.સી. દ્વારા પ્રમાણિત કરાવવાની જરૂર રહેશે. એ.યુ.એઓપરેટરનામદદવાળાસાધનો પસંદ કરે, તો એ.યુ.એનેઓપરેટરનીતાલીમનીતૈયારી નિશ્ચિત કરવાની રહેશે.

યુ.આઇ.ડી.એ.આઇ.ની મંજૂરી મેળવવી

યુ.આઇ.ડી.એ.આઇ.એ નક્કી કરેલ વિવિધ જરૂરીયાતો પૂર્ણ કર્યેથીએ.યુ.એની અરજી મંજૂર કરવામાં આવશે. એ.યુ.એ. આ પ્રક્રિયા દરમિયાન યુ.આઇ.ડી.એ.આઇ.ને જરૂરી સ્‍પષ્‍ટતાઓ પૂરી પાડશે.

શરૂથી અંત સુધીનું પરીક્ષણ કરવું

યુ.આઇ.ડી.એ.આઇ.સી.આઇ.ડી.આર. સાથેની એ.યુ.એ.ને તેમની એપ્લીકેશનનું શરૂઆતથી અંત સુધીનું પરીક્ષણ કરવાની છૂટ આપે છે. ખરેખર નિવાસી પ્રમાણિકરણની જીવંત પ્રક્રિયા શરૂ કરતા પહેલાએ.યુ.એ. પસંદગીનાએ.એસ.એ. સાથે અને સી.આઇ.ડી.આર. સાથે તેમની એેપ્લીકેશનનું શરૂઆતથી અંત સુધીનું પરીક્ષણ કરે તે સલાહ ભર્યું છે. એ.યુ.એ. આધાર પ્રમાણિકરણને લગતી પદ્ધતિઓને કામે લગાડતાં પહેલાં માન્ય સંસ્‍થા દ્વારા તેનું ઓડીટ કરાવવાનું રહેશે.

શરૂ કરવું

યુ.આઇ.ડી.એ.આઇ.નાં બધા ધોરણો અને વિશિષ્‍ટ વિગતોને ચુસ્‍તપણે અનુસર્યાનું  સમર્થન મળ્યા પછી એ.યુ.એ. કામ શરૂ કરી શકશે. યુ.આઇ.ડી.એ.આઇ. ઓનલાઇન કાર્યપ્રવાહ પર આધારિત એપ્‍લીકેશન વ્‍યવસ્‍થા કરવાનું આયોજન કરે છે.

એ.યુ.એ.ની મહત્ત્વની જવાબદારીઓ

  • કામગીરી પર આધારિત યોગ્‍યપ્રમાણિકરણ પસંદ કરો અને તેમાં ઉદ્દભવતાજોખમનીઆકારણીગોઠવો; તે અંગે યુ.આઇ.ડી.એ.આઇ.ને જાણ કરો.
  • પ્રમાણિકરણને લગતી કામગીરી (પ્રક્રિયા, પ્રૌદ્યોગિકી, સલામતી વગેરે)નું પાલન યુ.આઇ.ડી.એ.આઇ.નાંધોરણો અને વિશિષ્‍ટ વિગતો મુજબ કરો.
  • એ.પી.આઇ. વિશિષ્ટ વિગતો મુજબ પ્રમાણિકરણપેકેટ તૈયાર કરો.
  • બધી પ્રમાણિકરણલેવડદેવડની વિગતો એકત્રિત કરો અને તેની જાળવણી કરો.
  • આધાર બાયોમેટ્રિકપ્રમાણિકરણનો ઉપયોગ કર્યો હોય તો,નિવાસીઓનાબાયોમેટ્રીકપ્રમાણિકરણ માટે ઉત્તમ આંગળી શોધી અમલીકરણ થાય તે સુનિશ્ચિત કરવું.
  • અપવાદરૂપ કામગીરી મુકરર કરવી અને ઓળખ પ્રમાણિકરણતંત્રરચનાને સમર્થન આપવું.
  • એ.યુ.એ.ની કામગીરી સંબંધી જરૂરિયાતો અનુસાર, ઓપરેટર અને બીજા કોઇ ઇકોસિસ્‍ટમનાસભ્‍યો અપવાદરૂપ હેરફેર તંત્રનો દુરુપયોગ ન કરે તે માટે કપટ નિયંત્રણ તંત્રને ગોઠવવું.
  • યુ.આઇ.ડી.એ.આઇ.નીવિશિષ્‍ટ વિગતો અનુસાર, આધાર પ્રમાણિકરણને લગતી કામગીરી અને પદ્ધતિનું ઓડિટ કરાવવું.
  • પ્રમાણિકરણડિવાઇસમાંથીએ.યુ.એ. સર્વરને અને એ.યુ.એસર્વર અને એ.એસ.એ. સર્વરવચ્‍ચેનું જોડાણ નિશ્ચિત કરો.
  • યુ.આઇ.ડી.એ.આઇ.નીવિશિષ્‍ટવિગતોનું પાલન કરી ડિવાઇસપ્રાપ્‍ત કરો, ગોઠવો અને તેની વ્‍યવસ્‍થા કરો.
  • પ્રમાણિકરણડિવાઇસનીવ્‍યવસ્‍થા કરતા કર્મચારીવર્ગ માટે પૂરતી તાલીમ નિશ્ચિત કરો.
  • પેટા-એ.યુ.એ.નો જોડવા/ન જોડવા માટે યુ.આઇ.ડી.એ.આઇ.નેજણાવો.
  • સમર્થિત પેટા-એ.યુ.એ. યુ.આઇ.ડી.એ.આઇ.નાંધોરણો અને વિશિષ્‍ટવિગતોનું પાલન કરે તે નિશ્ચિત કરો.
  • આધારની માહિતી, પ્રમાણિકરણસેવાઓના દુરુપયોગ અથવા આધારને લગતી માહિતી અથવા પદ્ધતિમાં કોઇ સમાધાન અંગે યુ.આઇ.ડી.એ.આઇ.નેજણાવો.

ફરજિયાત સલામતી જરૂરિયાતો

  • આધાર નંબરનો પ્રદેશના વિશિષ્‍ટ ઓળખ આપનાર તરીકે કદી ઉપયોગ ન કરવો.
  • ઓપરેટરનીમદદવાળીડિવાઇસ બાબતમાં, ઓપરેટરોનો પાસવર્ડ, આધાર પ્રમાણિકરણ વગેરે મિકેનિઝમનો ઉપયોગ કરવા પ્રમાણિકરણ કરવું.
  • આધાર પ્રમાણન માટે લીધેલ પી.આઇ.ડી. બ્‍લોકને તે સમય દરમિયાન એનક્રિપ્‍ટ કરવો અને નેટવર્ક પર કદી મોકલવો નહિ.
  • એન્‍ક્રીપ્‍ટેડપી.આઇ.ડી. બ્‍લોકનો હાલમાં તટસ્થ પ્રમાણન માટે ૨૪ કલાકના સમય માટે સંગ્રહ કરવામાં આવે છે, તેનાથી વધુ ટૂંકા સમયગાળા માટે તેનો સંગ્રહ કરવો નહીં.
  • આધાર પ્રમાણનના હેતુ માટે લીધેલીબાયોમેટ્રિક અને ઓટીપી માહિતીનો સંગ્રહ કોઇ કાયમી ડેટાબેઝમાંકરવો નહિ.
  • મેટા ડેટા અને પ્રતિસાદઓડિટના હેતુ માટે એકત્રિત કરવા.
  • એ.યુ.એ. અને એ.એસ.એ. વચ્‍ચેનું નેટવર્ક સુરક્ષિત રાખવું.
સ્ત્રોત: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથઓરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate