অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડિવાઈસીસ

આધારનું પ્રમાણિકરણ

પ્રમાણિકરણ સાધનો મારફત શરૂ થાય છે. પ્રમાણિકરણસાધનો નીચેનાં મહત્ત્વનાં કાર્યો કરે છે:

  • આધાર ધારકો પાસેથી પી.આઇ.ડી. એક્ત્રિત કરવી
  • સંપૂર્ણતા અને પાલન માટે એકઠી કરેલી માહિતી પર મૂળભૂત ચકાસણી કરવી
  • આધાર પ્રમાણિકરણ એ.પી.આઇ. મુજબ પ્રસારણ માટે પ્રમાણિકરણ માહિતી તૈયાર કરવી
  • પ્રમાણિકરણ પેકેટને પ્રમાણિકરણ માટે મોકલો
  • હવે પછીના કોઇ પગલાં માટેની સૂચનાઓ સાથે પ્રમાણિકરણ પરિણામ મેળવો

પ્રમાણિકરણ સાધનો એ.યુ.એ, પેટા-એ.યુ.એ. અથવા તેમના એજન્‍ટ પ્રયોજે છે. સાધનમાંથી એ.યુ.એ./સબ-એ.યુ.એ. સર્વર જોડાણ પણ કામચલાઉ રીતે એ.યુ.એ./સબ એ.યુ.એ.થી અપાય છે.

સાધનનું સ્પેસીફીકેશન્સ

પ્રમાણિકરણ સાધનોનો અનેક હેતુઓ માટે ઉપયોગ થાય છે અને તે દરેક એ.યુ.એ.ની ચોક્કસ જરૂરિયાતો મુજબ રહેશે. જુદા જુદા એ.યુ.એ.ની જુદી જુદી પ્રયોજવાની જરૂરિયાતો પૂરી પાડવા માટે, એ.યુ.એ.માંથી મળતાં પ્રમાણિકરણ પેકેટ ધોરણસરનાં અને સુરક્ષિત છે. ત્‍યારે યુ.આઇ.ડી.એ.આઇ.એ. પ્રમાણિકરણ લાગુ પાડવા માટે એ.પી.આઇ. આધારિત અભિગમ અપનાવ્‍યો છે.

હાર્ડવેર ભાગ માટે વસ્‍તી વિષયક અને ઓટીપી આધારિત પ્રમાણિકરણ માટે, યુ.આઇ.ડી.એ.આઇ.ના પ્રમાણિકરણ એ.પી.આઇ. અનુસાર પ્રમાણિકરણ પેકેટ ઊભું કરવાની શક્તિવાળી કોઇ પણ પ્રકારના સાધનની શરૂઆત કરી શકાય. બાયોમેટ્રિક પ્રમાણિકરણ માટે એસ.ટી.કયુ.સી.એ. પ્રમાણિત કરેલ સેન્‍સર અને એકસ્‍ટ્રેકટરનો સાધનમાં ઉપયોગ કરી શકાય.

યુ.આઇ.ડી.એ.આઇ.એે. પૂરી પાડેલી સેન્‍સર-એકસટ્રેકટરનાં વિસ્તૃત વિવરણ ઉપરાંત, એયુએ બહુભાષા સહાય, અવાજ સહાય, ફોર્મ ફેકટર વિગેરેજેવી વધારાની જરૂરિયાત નિર્દિષ્‍ટ કરી શકે છે. એ.યુ.એ.ની જરૂરિયાતોના આધારે પ્રયુક્તિ મોડલ/ફોર્મ ફેકટરમાં પ્રમાણિત સેન્‍સર-એકસ્‍ટ્રેકટરનો સમાવેશ કરવા અનેક પ્રયુક્તિ વિક્રેતા અપેક્ષિત છે.

બાયોમેટ્રિક પ્રમાણિકરણ સાધનો કે જેમાં કેટલાક શક્ય ફોર્મ ફેકટર પ્રયોજી શકાય તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • હાથમાં રખાતા/માઇક્રો એટીએમ જેવા પી.ઓ.એસ સાધનોહાજરી પુરવાના સાધનો
  • પી.સી. સાથે જોડાયેલ યુ.એસ.બી. સાધન
  • બાયોમેટ્રીક સેન્‍ટર ધરાવતો મોબાઇલ ફોન
  • એટીએમ, જેવા કીઓસ્ક એમ.એન.આર.ઇ.જી.એ.ની. નોકરી માટેના કીઓસ્ક(જેવી સુવિધા આપતું)ટેલિફોન સ્‍થળ

એ.યુ.એ. તેમની સેવા પહોંચાડવા અને નિયુકત જરૂરિયાતો પર આધારિત ફોર્મ ફેકરટમાંથી પસંદ કરે તે અપેક્ષિત છે.

કેટલાંક એ.યુ.એ.ને ગરમ/ઠંડાં રણ, ખૂબ ભેજવાળા વિસ્‍તારો વગેરે જેવી ચોક્કસ પર્યાવરણીય સ્‍થિતિની યોગ્‍યતા નિર્દિષ્‍ટ કરવાની જરૂર રહે.

જ્યાં સાધનો મૂકવામાં આવ્યા હોય તેવાં સ્‍થળોમાં નેટવર્કની ઉપલબ્ધતાના આધારે, એ.યુ.એ. પણ એસ.આઇ.એમ. ડ્યુઅલ સીમ,બહારના એન્‍ટીના વગેરે જેવા ઉકેલ પસંદ કરવાનું પણ વિચારી શકાય.

સાધનો પરનાં એપ્લીકેશનનાં ઘટકો

આધારનું પ્રમાણિકરણ

એ.યુ.એ.એ. તેની કામગીરીની જરૂરિયાતો અને યુ.આઇ.ડી.એ.આઇ.ના પ્રમાણીકરણ એ.પી.આઇ. પર આધારિત પ્રમાણીકરણ લાગુ પાડવાનું વિકસાવવું.

ઉત્તમ આંગળી શોધવાની (બેસ્‍ટ ફિંગર ડીટેકશન)એપ્લીકેશન

બાયોમેટ્રિક પ્રમાણિકરણની સફળતાનો આધાર પ્રમાણિકરણની વિનંતીમાં દર્શાવેલ બાયોમેટ્રિકની ગુણવત્તા પર રહેલો છે. રહેવાસીઓની જુદી જુદી આંગળીઓમાં,દબાણના પ્રમાણનાંઆધારે તફાવત આવે છે. રહેવાસી બાયોમેટ્રિક વિભાવનાથી જાણકાર છે તે ચકાસવા અને કઇ આંગળીઓ બાયોમેટ્રિક પ્રમાણિકરણ માટે ખૂબ યોગ્‍ય છે તેનાથી માહિતગાર રહે, તે માટે યુ.આઇ.ડી.એ.આઇ. બી.એફ.ડી. નામનો પ્રોટોકોલ વિકસાવ્‍યો છે. જો એ.યુ.એ. બાયોમેટ્રિક પ્રમાણિકરણ માટે પસંદગી કરે, તો પ્રસિદ્ધ કરેલ બી.એફ.ડી.એ.પી.આઇ. અનુસાર ડિવાઇસ પર બી.એફ.ડી. એપ્‍લીકેશન મૂકવામાં આવી છે તેવું સુનિશ્ચિત કરવું.

પ્રમાણીકરણ એપ્લીકેશન

એ.યુ.એ. આધાર-આધારિત ઓટીપી પ્રમાણિકરણ પસંદ કરે, તો એ.યુ.એ. ઓટીપીની વિનંતીના પ્રારંભ માટે મોડયુલનું નિર્માણ કરવુ અને તેને સેવા પહોંચાડવાની બાબત સાથે તેનું એકત્રિકરણ કરવું. ઓ.ટી.પી. વિકસાવવા એ.પી.આઇ. વિનંતી કરતાં, એપ્‍લીકેશન યુ.આઇ.ડી.એ.આઇ.ની વેબસાઇટ પર મળી રહેશે. સમર્થનની પસંદગી તરીકે યુ.આઇ.ડી.એ.આઇ.ના પોર્ટલ મારફત ઓ.ટી.પી.નું ઉત્‍પાદન કરવા એ.યુ.એ. પણ નિવાસીઓને માર્ગદર્શન આપી શકે. યુ.આઇ.ડી.એ.આઇ.નું સંપર્ક કેન્‍દ્ર અથવા યુ.એસ.એસ.ડી. નિવાસીના નોંધાયેલ મોબાઇલ ફોનથી સંપર્ક સાધી શકે.

ઓટીપી એપ્લીકેશન

એ.યુ.એ. આધાર-આધારિત ઓટીપી પ્રમાણિકરણ પસંદ કરે, તો એ.યુ.એ. ઓટીપીની વિનંતીના પ્રારંભ માટે મોડયુલનું નિર્માણ કરવુ અને તેને સેવા પહોંચાડવાની બાબત સાથે તેનું એકત્રિકરણ કરવું. ઓ.ટી.પી. વિકસાવવા એ.પી.આઇ. વિનંતી કરતાં, એપ્‍લીકેશન યુ.આઇ.ડી.એ.આઇ.ની વેબસાઇટ પર મળી રહેશે. સમર્થનની પસંદગી તરીકે યુ.આઇ.ડી.એ.આઇ.ના પોર્ટલ મારફત ઓ.ટી.પી.નું ઉત્‍પાદન કરવા એ.યુ.એ. પણ નિવાસીઓને માર્ગદર્શન આપી શકે. યુ.આઇ.ડી.એ.આઇ.નું સંપર્ક કેન્‍દ્ર અથવા યુ.એસ.એસ.ડી. નિવાસીના નોંધાયેલ મોબાઇલ ફોનથી સંપર્ક સાધી શકે..

અપવાદરૂપ કામગીરીની જોગવાઇ

એપ્લીકેશનમાં બાયોમેટ્રિક પ્રમાણિકરણ દરમિયાન ખોટી રીતે નકારવામાં આવ્‍યા હોય તેવા સાચા નિવાસીઓને સેવા આપવાની જોગવાઇઓ હોવી જોઇએ. વળી, નેટવર્ક ઉપલબ્ધ ન હોય, સાધનમાં બ્રેક ડાઉન જેવી બીજી ટેકનોલોજીની મર્યાદાઓમાં સેવા ચાલુ રાખવા પગલાં લેવાં જોઇએ. ટેકનોલોજીની મર્યાદાને કારણે નિવાસીઓની સેવા ઇન્‍કારવી જોઇએ નહિ. ફ્રોડના પ્રયત્‍નો અટકાવવા એકસેપ્‍શન હેન્‍ડલિંગ મિકેનિઝમ મારફત, હેરફેર કરાતી લોગ અને ટ્રેક વિનંતીઓને સ્‍વીકારવાયોગ્‍ય લક્ષણોથી સમર્થિત કરવું જોઇએ.

પ્રમાણિકરણ પર્યાવરણ

પ્રમાણિકરણ સાધન ઓપરેટરની સહાયથી અથવા જાતે ઓપરેટ કરી શકાય. તે જ પ્રમાણે જે પર્યાવારણમાં પ્રમાણિકરણ સાધન પ્રયોજવામાં આવે છે તેની વ્‍યવસ્‍થા/દેખરેખ એ.યુ.એ. રાખે છે અથવા તે વ્‍યવસ્‍થા/દેખરેખ વગર રહે છે. જ્યારે ઓપરેટરની સહાયવાળાસાધનો એ.યુ.એ. દ્વારાવ્યવસ્થિત કરેલ પર્યાવારણ સૌથી ઊંચી કક્ષાનો વિશ્વાસ આપી શકે છે. જે કદાચ દરેક પ્રમાણિકરણ હેતુ માટે વ્યવહારૂ ન પણ હોય.

પ્રમાણિકરણના પ્રકાર, સલામતી અને ઓડિટ પગલાં, કપટ નિયંત્રણ જરૂરિયાત વગરેને આખરીરૂપ આપતાં પહેલા પર્યાવરણનાં પરિબળો વિચારણામાં લેતી વખતે એ.યુ.એ.એ. સર્વગ્રાહી જોખમની આકારણી કરવી જોઇએ.

સાધનના ઓપરેટરની તાલીમ

મોટા ભાગના પ્રમાણિકરણ સાધનો,ખાસ કરીને બાયોમેટ્રિક પ્રમાણિકરણ ઓપરેટરની સહાયવાળી ડિવાઇસ હોવાની અપેક્ષા છે. આધાર પ્રમાણિકરણ લેવડદેવડ ચલાવવા અને નિવાસીની પૂછપરછ યોગ્‍ય રીતે હાથ ધરવા માટે ઓપરેટર પૂરતા તાલીમ પામેલા હોય તેની એ.યુ.એ.એ. ખાતરી કરવી.

ઓપરેટરની તાલીમનો ભાગ હોવા જોઇએ એવા કેટલાક મહત્ત્વના ક્ષેત્રોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • બાયોમેટ્રિક ડિવાઇસનો ઉપયોગ અને સારી ગુણવત્તાવાળી બાયોમેટ્રિક મેળવવા માટે આમ કરવું/ આમ ન કરવું
  • પછીના પગલા માટે જાણકાર નિવાસી અને માર્ગદર્શન આપતા નિવાસીઓ માટે બી.એફ.ડી.પ્રક્રિયાનો ઉપયોગ
  • અપવાદરૂપ પ્રક્રિયા હાથ ધરવા અને ટેકનોલોજીની મર્યાદાને કારણે નિવાસીઓને સેવાનો ઇન્‍કાર કરવામાં ન આવે તેની ખાતરી કરવી
  • નિવાસીઓ સાથે યોગ્‍ય રીતે સંદેશાવ્‍યવહાર કરવો
  • કપટનું નિયંત્રણ અને કપટ દર્શાવતું વ્યવસ્થાતંત્ર
  • મૂળભૂત મુશ્‍કેલી દૂર કરતાં પગલાં અને એ.યુ.એ.ના ડિવાઇસ/એપ્‍લીકેશન સમર્થન ટુકડીની સંપર્કની વિગતો

ફરજિયાત સલામતીની જરૂરિયાતો

  • આધાર પ્રમાણિકરણ માટે લીધેલા પી.આઇ.ડી. બ્‍લોકને તે દરમિયાન એન્‍ક્રિપ્‍ટ કરવા અને તેને કયારેય સુસ્પષ્ટ નેટવર્કમાં મોકલવા નહી.
  • એનક્રિપ્‍ટેડ પી.આઇ.ડી. બ્‍લોકને તે બફર્ડ પ્રમાણિકરણ માટે હોય તે સિવાય ટૂંકી મુદત માટે તેનો સંગ્રહ કરવો નહિ.
  • આધાર પ્રમાણિકરણના હેતુ માટે મેળવેલ ઓ.ટી.પી. અને બાયોમેટ્રિક માહિતી કોઇ કાયમી સંગ્રહ ડેટાબેઝ પર સંગ્રહ કરવો નહિ?
  • ઓપરેટરની મદદથી ચાલતાસાધન બાબતમાં, ઓપરેટરને પાસવર્ડ, આધાર પ્રમાણિકરણ વગેરે જેવી તંત્રરચનાનો ઉપયોગ કરવા પ્રમાણિકરણ કરવું
સ્ત્રોત: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથઓરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate