વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આધાર નોંધણી

આધાર નોંધણી વિશેની માહિતી આપેલ છે

કેવી રીતે નોંધણી કરવી?

 • આધારની નોંધણી મફત છે.
 • તમે ભારતમાં કોઇ પણ સ્‍થળે અધિકૃત આધાર નોંધણી કેન્‍દ્રમાં તમારી ઓળખ અને સરનામાના પુરાવા સાથે જઇ શકો છો.
 • યુ.આઇ.ડી.એ.આઇ. ની પ્રક્રિયા ૧૮ ઓળખનાં પુરાવા અને સરનામાનાં ૩૩ પુરાવાના દસ્‍તાવેજો સ્‍વીકારે છે. રાષ્‍ટ્રીય સ્તરે માન્ય દસ્‍તાવેજોની યાદી માટે અહીં કિંલક કરો ઓળખ અને સરનામાનાં સામાન્‍ય પુરાવા ચૂંટણી ફોટો, ઓળખ કાર્ડ, રેશનકાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્‍સ છે.
 • પાનકાર્ડ અને સરકારી ઓળખ કાર્ડ જેવાં ફોટો ઓળખકાર્ડને ઓળખના પુરાવા તરીકે લેવા પરવાનગી આપેલ છે.સરનામાના પુરાવાના દસ્‍તાવેજોમાં છેલ્‍લા ત્રણ મહિનાના પાણી-વીજળી-ટેલિફોન બિલનો પણ સમાવેશ થાય છે.
 • તમારી પાસે ઉપર મુજબના સામાન્‍ય પુરાવાઓ ન હોય, તો લેટરહેડ પર રાજ્યપત્રિત અધિકારી/તહસીલદારે ઇસ્‍યુ કરેલ ફોટો ધરાવતું ઓળખ પ્રમાણપત્ર પણ ઓળખના પુરાવા તરીકે સ્‍વીકારવામાં આવે છે. લેટરહેડ પર સંસદ સભ્‍ય/વિધાનસભા સભ્‍ય/રાજપત્રિત અધિકારી/તહસીલદારે અને ગ્રામીણ વિસ્‍તારો માટે ગ્રામ પંચાયતના વડા અથવા સમકક્ષ અધિકારીએ ફોટો ધરાવતું સરનામાનું પ્રમાણપત્ર આપ્‍યું હોય તે સ્‍વીકારવામાં આવશે.
 • કુટુંબમાં કોઇ વ્‍યક્તિ માટે વ્‍યક્તિગત કાયદેસર દસ્‍તાવેજ ન હોય, અને જો કુટુંબ હકનાદસ્‍તાવેજમાં તેનું નામ હોય, તો નિવાસી તેના થકી પણ નોંધણી કરાવી શકે. આ કેસમાં હકના દસ્‍તાવેજમાં કુટુંબના વડાનું નામ કાયદેસર ઓળખના પુરાવા અને કાયદેસર સરનામાના પુરાવાના દસ્‍તાવેજ સાથે નોંધણી કરાવવી જોઇએ. તે પછી કુટુંબના વડા કુટુંબમાં બીજા સભ્‍યોને તેમની નોંધણી થતી હોય ત્યાં ઓળખાવી શકે. યુ.આઇ.ડી.એ.આઇ. સંબંધના પુરાવા તરીકે ૮ દસ્‍તાવેજો સ્‍વીકારે છે. અહીં ક્લિક કરો રાષ્‍ટ્રીય સ્તરે સ્વીકાર્ય દસ્તાવેજોની યાદી માટે
 • જ્યારે કોઇ દસ્‍તાવેજ ઉપલબ્ધ ન હોય, ત્યારે નિવાસી નોંધણી કેન્‍દ્રમાં ઉપલબ્ધ ઓળખકર્તાની મદદ લઇ શકે છે. રજિસ્‍ટ્રાર ઓળખકર્તાને અધિસૂચિત કરે છે. આ અંગે વધુ વિગત માટે સંબંધિત રજિસ્‍ટ્રારની કચેરીનો સંપર્ક સાધો.
 • નોંધણી કેન્‍દ્ર પર તમારી અંગત વિગતો ફોર્મની અંદર ભરો. નોંધણીના ભાગ તરીકે તમારો ફોટો, આંગળાંની છાપ અને કીકીની છાપ સ્‍કેનકરી લેવામાં આવશે. તમે પૂરી પાડેલી વિગતોની સમીક્ષા કરી પ્રત્યક્ષ નોંધણી દરમિયાન તેમાં સુધારા કરી શકો છો. તમને નોંધણી રસીદ, કામચલાઉ નોંધણી નંબર અને નોંધણી દરમિયાન મેળવેલીઅન્ય વિગતો આપવામાં આવશે
 • તમારે ફકત એકવાર નોંધણી કરાવવાની છે. ફરીથી નોંધણી કરાવો તે તમારા સમયનો બગાડ છે, કેમકે તમને ફકત એક આધાર નંબર મળશે.
 • તમે આપેલી માહિતીના આધારે, તમારી વિગતોની કેન્‍દ્રીય રીતે ખરાઇ કરવામાં આવશે. તમારી નોંધણી અરજી સફળ રહે , તો આધાર નંબર તૈયાર કરી તમારા સરનામે મોકલવામાં આવશે.

અન્ય માહિતી

સી.ડી.આર.માં નિવાસીનીમાહિતીનાંપેકેટ મળ્યા પછી આધાર મેળવવા માટેનો પ્રતીક્ષા સમય ૬૦-૯૦ દિવસ જેટલો થશે. તેમ છતાં, એન.પી.આર. મારફત નોંધણી થાય, તો તે વધારે સમય પણ લઇ શકે છે.

નોંધણી પછી, નોંધણી કેન્‍દ્રના સુપરવાઇઝર જરૂરી હોય ત્‍યાં સુધારા પ્રક્રિયા કર્યા પછી ગુણવત્તા વિષયક ચકાસણી કરે છે. ત્યાર પછી નોંધણી એજન્‍સી માહિતીને યુ.આઇ.ડી.એ.આઇ. ના માહિતી કેન્‍દ્રમાં મોકલે છે. સી.આઇ.ડી.આર.માંમોકલેલ માહિતી ઝીણવટભરી ચકાસણી અને પ્રમાણભુતતાના વિવિધ તબકકામાંથી પસાર થાય છે કે જે ખાતરી કરે છે કોઇ ડુપ્‍લીકેટ નથી તેમજ માહિતીનો સ્ત્રોત પણ પ્રમાણિત છે. નિવાસીઓ પાસેથી મેળવેલ વસ્તી વિષયક અને બાયોમેટ્રિક માહિતી પર નમૂનારૂપ ગુણવત્તા ચકાસણી કરવામાં આવે છે. ઓપરેટર/ સુપરવાઇઝર/ ઓળખકર્તા કરાવનાર/નોંધણી એજન્‍સી અને રજિસ્‍ટ્રાર દ્વારા દરેક પેકેટને પણ પ્રમાણિત કરવામાં આવે છે. માહિતીની ગુણવત્તા ચકાસણી અને બીજી પ્રમાણભુતતામાંથી પસાર કર્યા પછી જ પેકેટના ડુપ્‍લીકેશનને રદ કરવામાં આવે છે અને પછી આધાર નંબર તૈયાર કરવામાં આવે છે.

કોઇ પણ ભૂલના કિસ્સામાંપેકટ રાખી મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે જેમણે નિવાસીની નોંધણી કરી તે ઓપરેટરની વિગતો ડેટાબેઝ સાથે સાતત્ય ધરાવતી ન હોય અને ફોટો અને ઉંમર/જાતિમાં વિસંગતતા જોવા મળે (દા.ત. બાળકના ફોટોમાં પ૦ વર્ષની ઉંમર દર્શાવી હોય) તો પેકેટને વધુ તપાસ માટે રાખી મૂકવામાં આવે છે. શક્ય હોય ત્‍યાં આવા પેકેટમાં સુધારાનાં પગલાં લેવાય છે. નહિતર નિવાસીને તેના નિવાસે પુન:નોંધણી કરાવવાની જાણ તથા અગાઉની નોંધણીના અસ્‍વીકારનો પત્ર મોકલવામાં આવે છે. ઇન્ડિયાપોસ્‍ટને આધાર પત્રો છાપવા અને તેની ડિલીવરીની જવાબદારી સોંપવામાં આવી છે. બેક લોગ,ડિલીવરીનુંસ્‍થળવિગેરેના આધારે ઇંડિયા પોસ્‍ટને નિવાસીઓના આધાર પત્ર છાપવા અને ડિલીવર કરવામાં સામાન્‍ય રીતે ૩ થી પ અઠવાડિયાનો સમય જાય છે.

એન.પી.આર. મારફત આધારની નોંધણી બાબતમાં, ખરાઇની પદ્ધતિ આર.જી.આઇ.એ મંજૂર કરેલ એલ.આર.યુ.આર (સામાન્યનિવાસીઓના સ્‍થાનિક રજિસ્‍ટ્રાર)ની ખરાઇ પ્રક્રિયા છે. એલ.આર.યુ.આર. પ્રક્રિયા પૂરી થયા પછી જ આધાર નંબર ઇસ્‍યુ કરવામાં આવશે. જેમાં ઉપર જણાવેલ નિયત કરેલ સમય કરતાં વધારે લાંબો સમય જઇ શકે છે. નિવાસીઓ નોંધણી કેન્‍દ્રો પર અથવા નોંધણી સમયે તેમને આપેલી પહોંચ પરથી તેમના રજિસ્‍ટ્રારના નામની ખરાઇ કરી શકશે. તે ભારતના મહારજિસ્‍ટ્રારની હોય, તો તેવા કિસ્સામાં વધારે વિગત માટે તેમની કચેરીનો સંપર્ક સાધો.

સ્ત્રોત: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા
3.05263157895
સંદિપ ભાઈ May 21, 2019 11:54 AM

મારે આધાર કાડ સાથે મોબાઈ નંબર જોડવો સે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top