অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આધાર કાર્ડ

aadhaar

આધાર શું છે?

આધાર એ ૧ર આંકડાનો વ્‍યક્તિગત ઓળખ નંબર છે, જે ભારત સરકાર વતી ભારતના યુનિક આઇડેન્‍ટીફીકેશન ઓથોરીટી- વિશિષ્‍ટ ઓળખ સત્તાતંત્ર- દ્વારા જારી કરવામાં આવે છે.

આ આધાર નંબર ઓળખ અને સરનામાના પુરાવા તરીકે ભારતમાં ગમે તે સ્થળે માન્ય છે.

ભારતની રહીશ કોઇપણ વ્‍યક્તિ, પછી ભલે તે ગમે તે ઉંમરની કે જાતિની હોય અને ભારતના વિશિષ્‍ટ ઓળખ સત્તાતંત્ર દ્વારા નક્કી કરાયેલ ચકાસણીની શરત પરિપૂર્ણ કરતી હોય તે વ્‍યક્તિ ‘આધાર’ માટે નોંધણી કરાવી શકે છે.

દરેક વ્‍યક્તિએ માત્ર એકવાર નોંધણી કરાવવાની હોય છે અને તે નિ:શુલ્‍ક હોય છે.

દરેક આધાર નંબર દરેક વ્‍યક્તિ માટે અલગ અલગ હોય છે અને તે જીવન પર્યંત ચાલુ રહે છે. આધાર નંબર વ્‍યક્તિનેબેન્‍ક, મોબાઇલ ફોનના જોડાણ અને અન્‍ય સરકારી, બિન-સરકારી સેવાઓ માટે ઉપયોગી બને છે:

આધાર :

  • ઓનલાઇન પર નજીવા દરે સહેલાઇથી ચકાસી શકાય છે
  • તે વિશિષ્‍ટ છે. મોટા પાયા પર તેનું બેવડીકરણ થતું ટાળી શકાય છે તેમજ સરકારમાં અને ખાનગી ક્ષેત્રમાં ખોટી ઓળખ દૂર કરી શકાય છે
  • આમાં જે નંબર આપવામાં આવે છે તેમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ અને ભૌગોલિક વિસ્‍તાર પ્રમાણેનું વર્ગીકરણ શક્ય નથી

આધાર શું છે અને આધાર શું નથી

ક્રમ

આધાર શું છે?

આધાર શું નથી

1.

તે ૧ર આંકડાનો બનેલો નંબર છે

તે કોઇ અલગ પ્રકારનું કાર્ડ નથી

2.

નવજાત શિશુ સહિત દરેક વ્યાક્તિ માટે છે

તે કૌટુંબિક ધોરણે નથી

3.

તેનાથી ઓળખ મેળવી શકાય છે અને તે દરેક રહેવાસી માટે છે

તેનાથી નાગરિકત્વ પ્રસ્થાપિત થતું નથી અને તે માત્ર ભારતીયો માટે જ નથી

4.

તે દરેક વ્યરક્તિની ઓળખ પ્રસ્થા પિત કરવા માટે વસતિ વિષયક અને બાયોમેટ્રિક માહિતી એકત્ર કરે છે.

તે જ્ઞાતિ, ધર્મ, ભાષા જેવી વિગતો એકત્ર કરવા માટે નથી.

5.

તે સ્વૈકચ્છિાક છે.

તે ફરજિયાત નથી

6.

તે બહારના પણ દરેક રહેવાસી માટે છે

તે માત્ર દરેક વ્યક્તિ માટે નથી કે જેમની પાસે ઓળખના દસ્તાવેજ છે

7.

દરેક વ્યંક્તિને માત્ર એક જ વિશિષ્ટ ઓળખ નંબર આપવામાં આવશે

દરેક વ્યળક્તિ અનેકવિધ આધાર નંબરમેળવી શકે નહિ

8.

ભારતના વિશિષ્ટ ઓળખ સત્તાતંત્ર-યુ.આઇ.ડી.એ.આઇ. એવું વૈશ્વિક ઓળખ માળખું વિકસાવશે, જેથી રેશન કાર્ડ,પાસપોર્ટવિગેરે જેવી ઓળખ આધારીત અરજીમાં તેનો ઉપયોગ કરી શકાશે.

આધાર કાર્ડ અન્ય તમામ ઓળખપત્રોનું સ્થાન લેવા માટે નથી.

9.

ભારત સરકારના વિશિષ્ટ ઓળખ સત્તાતંત્ર-યુ.આઇ.ડી.એ.આઇ. કોઇપણ ઓળખ પ્રમાણિકરણનીપૃચ્છાનો‘હા’ અથવા ‘ના’ નો પ્રતિભાવ આપી શકશે.

ભારત સરકારના વિશિષ્ટ ઓળખ સત્તાતંત્ર-યુ.આઇ.ડી.એ.આઇ.ની માહિતી જાહેર કે ખાનગી એજન્સીઓને સુલભ રીતે ઉપલબ્ધ થવાની નથી.

સ્ત્રોત: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથઓરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/1/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate