હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / ઑનલાઇન કાનૂની સેવાઓ / ભારતીય ઉચ્ચ ન્યાયાલયમાં ઇ-ફાઇલિંગ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ભારતીય ઉચ્ચ ન્યાયાલયમાં ઇ-ફાઇલિંગ

ઇઃફાઇલિંગ દ્વારા ઉચ્ચ ન્યાયાલય દ્વારા નાગરીકો માટે લેવામાં આવેલા પગલાં વિશેની માહિતી

ઇઃફાઇલિંગ દ્વારા ઉચ્ચ ન્યાયાલય દ્વારા નાગરીકો માટે લેવામાં આવેલા પગલાં

ભારતીય ઉચ્ચ ન્યાયાલય, ભારતના નાગરીકો માટે ઇ-ગવર્નન્સ પર અધારીત રાખીને તેમના દરવાજા સુધી સેવા પૂરી પાડવા માટે આગળ વધી રહી છે. તેના સંદર્ભે, તા. 2, ઓક્ટોબર, 2006ના રોજ ઉચ્ચ ન્યાયાલય દ્વારા ઇ-ફાઇલિંગ સુવિધા શરૂ કરી છે. પોતાના ઘરેથી ઇન્ટરનેટના વપરાશથી કોઇપણ કેસને ફાઇલ કરવાનો આ સૌથી સરળ રસ્તો છે. ઇન્ટરનેટની મદદથી ઇ-ફાઇલિંગ કરવા માટે વકીલની મદદની જરૂર નથી. આ સેવાનો ઉપયોગ સામાન્ય માણસ ઉપરાંત કોઇ નોંધાયેલા વકીલ પણ કરી શકે છે. આ સેવાનો ઉપયોગ કરવા ઇચ્છતા કોઇપણ વ્યક્તિ વપરાશકર્તા તરીકે આ વેબસાઇટ www.sc-efiling.nic.in/sc-efiling/index.html સાઇન અપ કરીને કામગીરી કરી શકે છે.

ઇ-ફાઇલિંગ નોંધાવવા માટેની સૂચના

 • પ્રથમ વખત ઉચ્ચ ન્યાયાલયની ઇ-ફાઇલિંગ રજિસ્ટ્રર કરનારા વ્યક્તિએ “સાઇન અપ” વિકલ્પ દ્વારા તેની નોંધણી કરવાની રહેશે.
 • “ઇ-ફાઇલિંગ” દ્વારા ફક્ત નોંધાયેલા વકીલ અને ફરિયાદી વ્યક્તિ જ ભારતીય ઉચ્ચ ન્યાયાલયમાં કેસ નોંધાવી શકશે.
 • જો તમે નોંધાયેલા વકીલ હોય તો વકીલ વિકલ્પનો ઉપયોક કરવા, નહીં તો, જો તમે ફરિયાદી વ્યક્તિ હોય તો વ્યક્તિ વિકલ્પને પસંદ કરવો.
 • પ્રથમ વખત નોંધણી કરતી વખતે, સરનામું, કોન્ટેક્ટ વિગત, ઇ-મેઇલ આઇડી વગેરે જેવી, ફરજિયાત જાણકારીને ભરવી જરૂરી છે.
 • નોંધાયેલા વકીલ માટે તેનો કોડ(એડવોકેટ ઓન રેકોર્ડ કોડ) તેનું “લોગીન આઇડી” બનશે, જ્યારે કોઇ વ્યક્તિ માટે તેઓ “સાઇન અપ” વિકલ્પ દ્વારા તેનું લોગીન આઇ તૈયાર કરી શકશે. પાસવર્ડ ત્યારબાદ નાખવાની જરૂરિયાત રહેશે. એક વખત જરૂરી વિગત સંપૂર્ણપણે યોગ્યતાપૂર્વક ભર્યા બાદ લોગીન આઇડી અને પાસવર્ડ તૈયાર થઇ જશે.
 • સફળ લોગ ઇન પ્રક્રિયા બાદ સ્ક્રીન પર “ડિસ્ક્લેમર સ્ક્રીન” જોવા મળશે
 • “આઇ એગ્રી” વિકલ્પ પર ક્લીક કર્યા બાદ, ડિસ્ક્લેમર દ્વારા તમને આગળની પ્રક્રિયા માટે મંજૂરી આપવામાં આવશે, જ્યારે “આઇ ડિક્લાઇન” વિકલ્પ તમને લોગીન સ્ક્રીન પર ફરીથી લઇ જશે.
 • સફળ લોગઇન પ્રક્રિયા બાદ, વપરાશકર્તા તેના કેસને ઇલેક્ટ્રોનિકલી ફાઇલ કરી શકશે.
 • “નવો કેસ” વિકલ્પ વપરાશકર્તાને નવો કેસ ફાઇલ કરવા માટે મંજૂરી આપશે.
 • “મોડીફાઇ” વિકલ્પ વપરાશકર્તાને તેના દ્વારા કરવામાં આવેલા ઇ-ફાઇલ કેસમાં ફેરફાર કપવા માટે મંજૂરી આપશે. કોર્ટ ફી વિકલ્પ અહીં દર્શાવવામાં આવ્યો નથી.
 • ઇ-ફાઇલ કેસ સાથે જોડાયેલી વિગતની ખામીઓને ઉચ્ચ ન્યાયાલય નોંધણી દ્વારા વકીલ કે ફરિયાદ કર્તાને ઇ-મેઇલ કરી આપવામાં આવશે.
ભારત સુપ્રીમ કોર્ટમાં ઓનલાઇન કેસ દાખલ કરવા માટે અહીં ક્લિક કરો
2.89393939394
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top