હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / ઇ-શાસન સંબંધિત અન્ય માહિતી / નેશનલ પેન્શન સિસ્ટમને સફળતા માટે પાંચ મુદ્દાની મહત્ત્વપૂર્ણ યોજના
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નેશનલ પેન્શન સિસ્ટમને સફળતા માટે પાંચ મુદ્દાની મહત્ત્વપૂર્ણ યોજના

નેશનલ પેન્શન સિસ્ટમ વિશેની માહિતી (NPS)

ગ્રાહકો માટે એનપીએસને વધુ આકર્ષક બનાવવા માટે સંખ્યાબંધ ફેરફાર કરવાની જરૂર છે

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)નો પ્રારંભ ભારતમાં સ્વરોજગારી ધરાવતા અને બિનસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે વિધિવત્ પેન્શન સિસ્ટમ સ્થાપવાનો હતો. NSSOના સરવેના ૬૬મા રાઉન્ડ મુજબ ભારતના આશરે ૪૦ કરોડ કામદારો બિનસંગઠિત ક્ષેત્રના છે. આ લોકોને પેન્શનના લાભ મળતા નથી.
એનપીએસમાં હાલમાં ૧૩.૮ મિલિયન સબસ્ક્રાઇબર્સ છે, જેમાં માત્ર ૨,૭૦,૦૦૦ લોકો આ યોજનાના મૂળ સ્વરૂપમાં જોડાયેલા છે. સરકારી કર્મચારીઓ ફરજિયાત આદેશને કારણે આ સ્કિમ છે. કોર્પોરેટ કર્મચારીઓ આ સ્કિમના મૂળ ટાર્ગેટ નથી, કારણ કે તેમને બીજી સ્કિમ હેઠળ પેન્શનના લાભ મળે છે.
બાકીના ૮.૧ મિલિયન જૂની એનપીએસ લાઇટ અથવા હાલની અટલ પેન્શન યોજના હેઠળ તેમાં જોડાયેલા છે. આ સ્કીમ ગેરંટેડ રિટર્ન સ્કીમ છે અને પ્રારંભિક યોગદાન બાદ તેમાં નોંધપાત્ર ડ્રોપઆઉટ રેટ છે. 80CCD(1b) હેઠળ રૂ. ૫૦,૦૦૦ સુધીના વધુ ટેક્સ લાભના અમલ બાદ એનપીએસ એકાઉન્ટની સંખ્યામાં દર મહિને ૭,૦૦૦થી ૧૦,૦૦૦નો વધારો થયો છે. જોકે સ્વનિર્ભર લોકોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખતાં આ આંકડો ઘણો નાનો છે. PFRDA આ બાબતને સારી રીતે સમજશે. PFRDAએ એનપીએસને લોકપ્રિય બનાવવા માટે તેમાં ઘણા ફેરફાર કર્યા છે. તેમાં એક્ટિવ ફંડ મેનેજમેન્ટ, ઓનલાઇન રજિસ્ટ્રેશનની મંજૂરી અને ન્યૂ લાઇફ સાઇકલ ફંડ્સને મંજૂરી આપવામાં આવી છે.
આ ફેરફાર હકારાત્મક છે, પરંતુ PFRDA રોકાણકારોની બેપરવાઈના મુદ્દાનો ઉકેલ લાવી શક્યું નથી. રોકાણકારોમાં આકર્ષણ થાય તેવાં ફીચર્સ લાવવાં જોઈએ.

એનપીએસને સફળ બનાવવાની પાંચ મુદ્દાની યોજનાનો અમલ જરૂરી છે.

  • પ્રથમ ગ્રાહકો સાથેના વ્યવહારમાં ફેરફાર કરવાની જરૂર છે. સંચાલકીય અને ટચ પોઇન્ટ્સના અવરોધ દૂર કરવાની જરૂર છે. ટ્રાન્ઝેક્શનનો ચુસ્ત અને નિયમબદ્ધ ટર્નઅરાઉન્ડ સમય નક્કી કરવો જોઈએ. હાલના તાકીદના જોડાણના વિશ્વમાં યોગદાનનું ખાતામાં પ્રતિબિંબ પડતાં પાંચથી ૧૦ દિવસ લાગે છે. ગ્રાહકોની ફરિયાદના નિકાલ માટે ઘણા દિવસો જાય છે.
  • બીજું, લોકિંગ એકાઉન્ટની જૂની સિસ્ટમની જગ્યાએ ટ્રાન્ઝેક્શનની સરળતા પર ધ્યાન આપવું જોઈએ. લોકિંગ એકાઉન્ટ અભિગમની જગ્યાએ રોકાણના રિમાઇન્ડર તરીકે રોકાણકારોને સરળતા કરી આપવી જોઈએ.
  • ત્રીજું એ કે સક્રિય ફંડ મેનેજમેન્ટની સિસ્ટમ લાવવી જોઈએ. ગ્રાહકોને ઇક્વિટી અને ડેટની વિવિધ કેટેગરીમાં જુદા જુદા ફંડ મેનેજર્સ પસંદ કરવાની છૂટ મળવી જોઈએ. પેસિવ ફંડ મેનેજમેન્ટને દૂર કરવામાં આવ્યા બાદ માત્ર એક ફંડ મેનેજર્સની સિસ્ટમ યોગ્ય નથી. આ ઉપરાંત સ્કીમની પસંદગીમાં ફેરફાર કરવાની મર્યાદાને સંપૂર્ણપણે દૂર કરવી જોઈએ.
  • ચોથું એ કે સ્વાવલંબી કર્મચારી કરતાં પગારદાર કર્મચારી માટે એનપીએસમાં વધુ સારી ટેક્સ સિસ્ટમ છે. પગારદાર વર્ગને 80 CCD(2) હેઠળ ટેક્સમાં વધારાની કપાતનો લાભ મળે છે, જે સ્વરોજગારી હેઠળના કર્મચારીને મળતો નથી. અસામાન્ય બાબત એ છે કે આત્મનિર્ભર લોકો માટે એનપીએસનો પ્રારંભ કરવામાં આવેલો છે, પરંતુ તેમને જ ટેક્સના ઓછા લાભ મળે છે.
  • છેલ્લું એ કે એનપીએસનો વ્યાપ નવા રોકાણકારો સુધી લઈ જવો જોઈએ. બીજી ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સના સ્ટેટમેન્ટની સાથે એનપીએસનું સ્ટેટમેન્ટ પણ એકસાથે આપવું જોઈએ.
સ્ત્રોત: નવગુજરાત સમય 
3.07692307692
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top