অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખેડુત નવીનીકરણ

ઓછા શ્રમે શેરડી કાપવાનું, ગાંઠો દૂર કરવાનું સાધન

શેરડી કાપવાની હાલની પદ્ધતિ શ્રમ માગી લેનારી, સમય વેડફનારી અને ખર્ચાળ છે. મધ્યપ્રદેશના મેખ ગામના ખેડુત શ્રી. રોશનલાલ વિશ્વકર્માને શેરડીન વાવેતર તેમજ વ્યક્તિગત રોપાઓ રોપવામાં અત્યંત મુશ્કેલી પડતી હતી. રોપા મોટા પ્રમાણમાં ઉપલબ્ધ ના હોવાથી વાવેતરમાં તકલીફ પડતી હતી. ખેડુતને આશ્ચર્ય થતું હતું કે શેરડીની ગાંઠો રોપવાના બદલે બટાકાની જેમ ઉગાડી કેમ ના શકાય.

સખત મજુરી

તેણે એક નિષ્ણાત સાથે આ વિચારની ચર્ચા કરી. તેને મળેલા પ્રોત્સાહક સૂચનોના આધારે તેણે આ વિચારનો અમલ કરવાનું નક્કી કર્યું અને બે વર્ષના સતત અને સખત શ્રમ પછી ખેડુતે એક સાદુ સાધન વિકસાવ્યું હતું. શેરડીની ગાંઠ કાપવાનું આ મશિન જમીન પર રાખવાનું હોય છે અને તેમાં અર્ધગોળાકાર ધારવાળી એક છરી હોય છે, જે અત્યંત તીવ્રતા સાથે ગાંઠોને કાપે છે અને તે પણ એકદમ સફાઈપૂર્વક અને શેરડીને કશું પણ નુકસાન કર્યા વિના. “આ સાધનનો ઉપયોગ કરીને એક વ્યક્તિ કલાકમાં 100 ગાંઠો કાપી શકે છે,” શ્રી. વિશ્વકર્મા જણાવે છે.

કાપવાની ક્ષમતા

આ યંત્ર શેરડીને નાના ટુકડાઓમાં પણ કાપી શકે છે અને તેની રેન્જ મોટી છે. તે વિવિધ કદની અને વ્યાસની શેરડીને કાપી શકે છે. શેરડી કાપવાના હાથથી ચલાવાતા પરંપરાગત સાધનોમાં હાથ અને અંગુઠાને અત્યંત શ્રમ પડે છે, બગાડ થાય છે, આડાઅવળા કાપાથી નુકસાન થાય અને સખત ગાંઠો કાપી શકતા નથી.

યંત્રની વિગતો

ગાંઠ કાપવાનું યંત્ર એક સર્ફેસ પ્લેટ, હોલ્ડિંગ સ્ટેન્ડ, આગળ પાછળ ફરતી એસેમ્બલી, એડજસ્ટ થઈ શકે તેવા સ્ક્રુ સાથેની ગતિશીલ કળ, કનેક્ટર, સ્પ્રિંગ સ્ટોપર સાથે બોલ્ટથી જોડેલી અને નીચેની તરફ ઘસરકો કરતી યુ-આકારની કટિંગ છરી, સપોર્ટિગં સ્ટડ્સ અને ધક્કો મારવા મારવા માટે સ્પાઇરલ સ્પ્રિંગનો સમાવેશ થાય છે. રૂ. 600ની કિંમતનાં આ મશિન સાથે પાંચ વર્ષની ગેરન્ટી છે. આ યંત્ર વાપરનાર આરામથી જમીન પર બેસીને ડાબા હાથે સતત શેરડી ઓરી શકે છે, જ્યારે જમણા હાથથી સરળતાથી એર્ગોનોમિક સ્પ્રિંગ લોડેડ હેન્ડલનો ઉપયોગ કરીને શેરડીની ગાંઠોને કાપી શકે છે.

સફાઈદાર કટાઈ

અર્ધગોળાકાર કટિંગ બ્લેડથી બે સ્ટેપમાં ચીરો પાડવાની અને કાપવાની કામગીરી કરીને સફાઈદાર અને સંપૂર્ણ કટાઈ કરે છે. મશિન ચલાવવા ઉર્જા કે બળતણની જરૂર પડતી નથી. તેનું વજન થોડાક કિલોગ્રામ હોવાથી તેને હેરફેર સરળ છે. આ સાધન શેરડીની ગાંઠો કાપવા પૂરતું જ સીમિત નથી. તે વ્યાપકપણે કલમ કરનારા સાધન તરીકે પણ વાપરી શકાય છે, જેમાં મોટા છોડોની ગાંઠો આસાનીથી દૂર કરી શકાય છે. “તે કહે છે, “મેં આ યંત્ર એવી રીતે બનાવ્યું છે કે તે કોઇપણ કદની શેરડીને કાપી શકે અને વાપરનાર આરામથી જમીન પર બેસીને કામ કરી શકે. વિવિધ પ્રકારના કટિંગ આકારો પર પ્રયોગો કરીને મેં છેવટે શેરડીના સાંઠાને નુકસાન કર્યા વિના સ્પ્રિંગ લોડેડ હેન્ડલની એક જ ત્વરિત ગતિથી ગાંઠને કાપવા માટે યુ-આકારની કટિંગ રૂપરેખા વિકસાવી.”

Table top version

હાલના જમીન સાથે જોડાયેલા યંત્રના બદલે ટેબલ સાથે જોડાયેલા યંત્રનો વિચાર કરતા તેમને જણાયું હતું કે વિવિધ વપરાશકર્તા જ્યારે તેનો ઉપયોગ કરશે ત્યારે જોઇતી ઉંચાઈએ શેરડી નાંખવાનું કામ વધારે અઘરું બનશે. બીજુ, તેમણે એ પણ નોંધ્યું કે ગ્રામીણ વપરાશકર્તાઓને ટેબલ સાથે જોડાયેલા યંત્રને બદલે જમીન સાથે જોડાયેલું યંત્ર વધારે સગવડભર્યું લાગતું હતું. તેમણે ફોલ્ડિંગ પ્રકારની બડ ચીપર વિકસાવવાનું પણ શરૂ કર્યું હતું, પરંતુ સ્થાનિક વપરાશકર્તાઓને તે પસંદ પડી નહીં. એટલે તેમણે એ મોડેલ વિકસાવવાનું પડતું મુક્યું હતું. આ પ્રદેશના શેરડી ઉગાડતા ઘણા ખેડુતો હવે સમય અને નાણા બચાવવા શ્રી. વિશ્વકર્માના યંત્રનો ઉપયોગ કરી રહ્યા છે.

શ્રી.રોશનલાલ વિશ્વકર્મા
પોસ્ટ – મેખ, ગોતેગાંવ, નરસિંહપુર,
મધ્યપ્રદેશ 487002
ટેલીફોન નં. 09300724167
ઇમેઇલ: info@nifindia.org and bd@nifindia.org,

ગ્રામીણ સ્ત્રીઓ માટે આવક સર્જનારી એક શોધ

કોઇમ્બતુર (તમિળનાડુ)ના શ્રી. કે. વિવેકાનંદને રૂ. 8 લાખનું રોકાણ કર્યું અને ધાણા-મરચાને દળવા માટે 3 હોર્સ પાવરનું પિન પલ્વરાઇઝર રચ્યું હતું. તેઓ કહે છે, ‘‘પોતાની ઘરેલુ આવક વધારવા માગતી ગ્રામીણ સ્ત્રીઓ માટે આ એક આદર્શ આવકસર્જક યંત્ર છે.’’ મરચુ અને ધાણા દળવા માટેના હાલના મોટાભાગના યંત્રો બહુ મોટો ઇન્સ્ટોલેશન ખર્ચ ધરાવે છે અને ઘણી વીજળી વાપરતા હોવાથી જ્યાં વીજળી અનિયમિત હોય તેવા ગ્રામીણ વિસ્તારો માટે અનુકૂળ નથી.

પડકારો ઝીલ્યા

શ્રી વિવેકાનંદે જ્યારે મશિન વિકસાવ્યું ત્યારે તેમણે વિચાર્યું હતું કે તેમણે દળવાની સમસ્યા 90 ટકા હલ કરી લીધી અને તેમણે લગભગ 100 જેટલા યંત્રોનું ઉત્પાદન પણ કરી નાંખ્યું. પરંતુ, તેમની નિરાશા વચ્ચે તેમને જણાયું કે માત્ર 20 મશિનોને ખરીદનારા મળ્યા. કેટલાક ખરીદકર્તાઓએ મશિન પરત કર્યું, કારણ કે મરચુ અને ધાણા ફિલ્ટર સ્ક્રીનમાંથી પસાર થતા નહોતા અને દળતી વખતે પુષ્કળ રજ ઉડતી હતી. કામ સ્થગિત થઈ ગયું અને લગભગ એક વર્ષ સુધી શરૂ જ ના થયું.
શ્રી. વિવેકાનંદને ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને મદદ કરતા સંગઠન વિલગ્રો વિષે જાણવા મળ્યું. તેમણે સંગઠનનો સંપર્ક સાધ્યો. વિલગ્રોના કર્મચારીઓએ આ સમસ્યા પર કામ કરવા વિવિધ સંસાધનોને કામે લગાડ્યા હતા. તેમની ટેકનિકલ નિપુણતાએ સૌ પ્રથમ વિવેકાનંદનને એક હોર્સ પાવરનું સિંગલ ફેઝ મશિન બનાવવામાં મદદ કરી, કારણ કે મશિન પ્રારંભમાં 3 હોર્સ પાવરની ઝડપથી ચાલી શકતું નહોતું. (ગ્રામ્ય વિસ્તારોમાં વોલ્ટેજની ચડ ઉતર ને કારણે એક હોર્સ પાવરના સિંગર ફેઝ મશિન પર લોકો પસંદગી ઉતારે છે)
કેટલાક પરીક્ષણો પછી તેમણે તારવ્યું કે મરચુ અને ધાણા રેસાના ઉંચા પ્રમાણને કારણે સ્ક્રીનમાં ચોંટી જતા નથી, બલકે રોટરની ઝડપને કારણે ચોંટી જાય છે. આના આધારે તેમણે ગ્રામીણ ઉપયોગને અનુકૂળ થવા મશિનનું વજન ઘટાડ્યું તેમજ તેના પતરાની જાડાઈ, કદ તથા સ્ટેટર અને રોટરના વ્યાસમાં ફેરફાર કર્યો હતો.

ખર્ચ

શ્રી. વિવેકાનંદને મશિનમાં વપરાતી સામગ્રીના પ્રકાર અને પ્રમાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રામીણ જરૂરિયાતોને પહોંચી વળવા મશિનની કિંમત ઘટાડી હતી. દરેક નંગની કિંમત રૂ. 11,500 (મોટર સાથે) છે.

વધુ માહિતી માટે વાચકો સંપર્ક કરી શકે છે

શ્રી. વિવેકાનંદન,
મેસર્સ વિવેગા એન્જિનીયરિંગ વર્ક્સ, ન્યુ નં.116-118,
સાથી રોડ, આર. કે. પુરમ, ગણપથી,
કોઇમ્બતુર -641 006,
મોબાઇલ : 94437-21341.

સ્રોત:The Hindu

બહેતર વળતર આપતી ટકાઉ કૃષિ પ્રણાલીઓ

તમિળનાડુના ઇરોડ જિલ્લાના ગોબિચેટ્ટીપલયમના કુદરતી ખેતી કરતા ખેડુત શ્રી. અરુણાચલમના કહેવા પ્રમાણે, કુદરતી કે ટકાઉ ખેતી સસ્તી છે, સરળતાથી કરી શકાય, ઉધઈ અને રોગો સામે અસરકારક છે અને સૌથી અગત્યનું, તે સલામત છે

આઠ વર્ષ પહેલા અરુણાચલમ અને તેમના કુટુંબે ત્રણ એકર જમીન ખરીદી. જમીનની કિંમત અત્યંત ઓછી હતી, કેમકે જમીન ક્ષારવાળી હતી અને એક જવાબદારી મનાતી હતી. લોકોએ તેમને જણાવ્યું હતું કે આવી જમીન પર કોઈ પાક ઉગાડી ના શકાય.

ટકાઉ પ્રણાલીઓ કામ કરી ગઈ

  • વિવિધ બીજ વાવેતર : શ્રી. અરુણાચલમે સૌ પ્રથમ વિવિધ બીજ વાવેતર કર્યું હતું. આ પદ્ધતિમાં વિવિધ ગૌણ સીંગી વનસ્પતિઓ વાવવામાં આવે છે. એક મહિના પછી ફણગા ફૂટેલા બીજ પાછા જમીનમાં ભળી ગયા હતા.
  • ડાંગરમાંથી આવક : એ જ જમીનમાં તેમણે કેટલીક પરંપરાગત ડાંગરની જાતો ઉગાડી અને તેના વેચાણમાંથી લગભગ રૂ. 1,90,000ની કમાણી કરી હતી.
  • કેળામાંથી આવક : પાછળથી એ જ ખેતરમાં લગભગ 1800 કેળા ઉગાડવામાં આવ્યા. હવે દર આઠ મહિને ફળોનો પાક લેવામાં આવે છે. પાકનું હાલ અગિયારમુ ચક્ર છે. કેળાની દરેક લૂમ રૂ. 100થી રૂ. 190માં વેચાય છે અને લગભગ રૂ. 1,80,000ની આવક થઈ છે.
  • કેળાનું છાદન : દર વખતે લણણી પછી ખેતરમાં જમીન પર પડ્યા રહેતા કેળાના પાનછાદનનો લગભગ એક ફુટ જથ્થો થયો છે. શ્રી. અરુણાચલમ કહે છે, તેમને કોઈ નિંદામણ કે ખાતરની જરૂર પડતી નથી અને કોઈ ખર્ચ પણ થતો નથી, કેમકે તે સતત ચાલતું સ્વ-સંચાલિત ચક્ર છે, જેમાં માત્ર લણણીની જ જરૂર પડે છે.
  • એકાંતરા પાક : ભીંડો, રીંગણ, મરચી, તૂરીયા, કોળું, પપૈયુ, મગ અને મસુર કેળાના ખેતરમાં એકાંતરા પાકો તરીકે ઉગાડવામાં છે અને તેમાંથી લગભગ રૂ. 10,000ની કમાણી થઈ છે.
  • વાડ અને શેઢાના પાક : લાકડા અને ચારાના કામમાં આવતા વૃક્ષો વાડ અને શેઢાઓ પર ઉગાડવામાં આવે છે.
  • પશુ સંવર્ધન : બે દેશી કંગયમ બળદો એકના રૂ. 8,500ના ભાવે ખરીદવામાં આવ્યા ત્યારે તેમની ઉંમર એક વર્ષની હતી. છ મહિનામાં સ્થાનિક વાર્ષિક પશુ મેળામાં તેમને વેચવામાં આવ્યા. તેમને વેચવામાં આવ્યા તેટલા સમય સુધીમાં તેઓ કાર્યક્ષમ ભારવાહકો થવા સારી તાલિમ મેળવી લે છે. બળદો અને લગભગ 15 ટેલીચેરી બકરીઓનો મળ પાણીમાં મિક્સ કરીને ખેતરોમાં સિંચવામાં આવે છે. તે જમીન માટે સારા ખાતરની ગરજ સારે છે. બકરીઓના વેચાણમાંથી થતી આવક વધારાના રૂ. 60,000 રળી આપે છે. તેમના દસ કુકડાઓના આહારમાં પપૈયા અને તેના બીજ કામમાં આવે છે. તેમને લડાકુ કુકડા તરીકે તાલિમ આપવામાં આવે છે અને રૂ. 1000માં વેચવામાં આવે છે. એક વર્ષમાં તેમને આ પક્ષીઓના વેચાણમાંથી રૂ. 10,000 મળે છે. બળદો, બકરાં કે કુકડા, આ પરંપરાગત પશુ ઓલાદો પૈકીનું કોઇપણ પશુ કોઇપણ રોગનો ભોગ બને તેટલું નબળું હોતું નથી અને તેમને બજારમાં વેચાણક્ષમ બનાવવામાં કોઈ ખર્ચ થતો નથી.

““જો હું મારી ત્રણ એકર જમીનમાંથી એક વર્ષમાં છ લાખ રૂપિયા રળી શકું છું અને તે પણ ખાતર પાછળ કોઇપણ પ્રકારના ખર્ચ વિના, તો અન્ય ખેડુતો શા માટે કમાણી ના કરી શકે?

વધુ માહિતી માટે સંપર્ક
શ્રી વી. એસ. અરુણાચલમ, કુલાવિકરાડુ,
પી. વેલ્લાપલયમ, (પોસ્ટ), ગોબિચેટ્ટીપલયમ,
ઇરોડ, તમિળનાડુ, પિન: 638476
મોબાઇલ: 9443346323
ઇમેઇલ: elunkathir@gmail.com,
સ્રોત :ધી હિન્દુ, તા. 01 ⁄ 01 ⁄2009

ઝીંગાની સેન્દ્રીય ખેતી

ઝીંગાના ખેડુત, જોસેફ કોરા, કુટ્ટાનડ, એલેપ્પી તેમના કુટુંબના સભ્યો સાથે

કેરળમાં કુટ્ટાનડ એક વિશિષ્ટ માનવસર્જિત, જલાર્દ્ર પર્યાવરણીય વ્યવસ્થા છે, જે પુષ્કળ પાણી અને ફળદ્રુપ જમીન ધરાવે છે. આ વિસ્તાર ડાંગરની ખેતી માટે આદર્શ જગ્યા છે. જોકે, પરિસ્થિતિ હવે બદલાઈ છે. ખાતર-બીયરણના ઉંચા ખર્ચા, શ્રમની તંગી અને નીપજના બિન-લાભકારી ભાવો આ વિસ્તારના ડાંગર ખેડુતો સામેના મોટા પડકારો છે.

જ્યારે ખેડુતો સસ્તા વિકલ્પની તીવ્રતાપૂર્વક શોધ કરી રહ્યા હતા, ત્યારે ડાંગરની સેન્દ્રીય ખેતી કરતા શ્રી. જોસેફ કોરાએ તેમના ચાર હેક્ટરના ખેતરમાં ઝીંગાની સેન્દ્રીય ખેતીમાં આગેવાની લીધી હતી.

બહેતર માટે પરિવર્તન

દરિયાઈ નીપજ નિકાસ વિકાસ સત્તામંડળ (ધી મરિન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઑથોરિટી (એમપીઇડીએ) અને અન્ય વિકાસલક્ષી એજન્સીઓએ તેમની સમક્ષ કરચલાના સેન્દ્રીય એક્વાકલ્ચરનો વિચાર મુક્યો હતો. તેમની ચાર હેક્ટર જમીનમાં લગભગ 11 લાખ કરચલાના ઇંડા ઉછેરવામાં આવ્યા. ઇંડા, ખોરાક, સલાહ અને વ્યક્તિગત મુલાકાતો ગોઠવવામાં અધિકારીઓની મદદ મળી હતી. લગભગ સાત મહિના પછી તેમના ચાર હેક્ટરમાં લગભગ 30 ગ્રામ વજનનો એક એવા કુલ 1800 કિલો જેટલા કરચલા પેદા થયા.

વધુ માહિતી માટે સંપર્ક

શ્રી. જોસેફ કોરા,
કેરીવેલિથારા, રમણકારી, પોસ્ટ 689-595,
કુટ્ટાનડ, એલેપ્પી,
ફોન: 04070-2702325, મોબાઇલ:9495240886
શ્રી. આર. હાલી,
ફોન: 04070-2622453, મોબાઇલ:9947460075.
સ્રોત: ધી હિન્દુ, તા. 08 ⁄ 01 ⁄ 2009

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate