હોમ પેજ / ખેતીવાડી / માર્કેટિંગ મેનેજમેન્ટ / વેચાણ વ્યવસ્થાપન / ફળપાકોમાં મુલ્યવર્ધન અને તેની વેચાણ વ્યવસ્થા
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ફળપાકોમાં મુલ્યવર્ધન અને તેની વેચાણ વ્યવસ્થા

ફળપાકોમાં મુલ્યવર્ધન અને તેની વેચાણ વ્યવસ્થા વિશેની માહિતી

આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે.જેમાં આજે ફળપાકોને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે આપણા દેશમાં કેરી,સીતાફળ,જાંબુ,ચીકુ,લીંબુ,સંતરા,નારંગી જેવા અનેક ફળોનો  ઉપયોગ વિવિધ વસ્તુઓની બનાવટો માં કરવામાં આવે છે .ગુજરાત માં વર્ષ ૨૦૧૫-૧૬ માં ફળ હેઠળ નો વિસ્તાર ૪.૦૧ લાખ હેક્ટર અને ઉત્પાદન ૮૫,૦૫,૨૭૨ મેટ્રિક તાણ નૌધાયેલ છે.નિકાસ ક્ષેત્રે જોતાં કેરીની નિકાસ ૬૨.૬૧ કરોડ ,દ્રાક્ષ ની નિકાસ ૮૨.૯૭ કરોડ અને અન્ય ફાળો ની નિકાસ ૧૧૫.૪૯ ની થવા જાય છે.

 

ફળ પાકોમાં મુલ્ય વૃદ્ધિ કરવા માટે દયાનમાં રાખવાના મુદાઓ:

(૧) ફળોનો પરિપકવ અવસ્થાએ  ઉતારવા.(ખાસ કરીને કદ,રંગ,સ્વાદ,સુગંધ વજન વગેરે ધ્યાને રાખવું.)

 

(૨) ફળોને વ્યવસ્થિત ઉતારવા માટે સારા સાધનો જેવા કે વડી,ખેરા નો ઉપયોગ કરવો.તેમજ ફાળો ઉતારી ચીક નિતારવું અને કેરેટ ભરી ફળોની હેરફેરી  કરવી.

(૩) ફળોને ઉતાર્યા બાદ સફાઈ કરી ધોઈ ચય્ડામાં સુકવી વર્ગીકરણ કરવું.તેમજ જરૂરિયાત પ્રમાણે બોક્ષ ના ૧૦ કે ૨૦ કિ.ગ્રા. ના પેકિંગ કરી બજારમાં લઇ જવા.

(૪) ફળ તેમજ શાકભાજી પરિક્ષણ કરી વિવિધ બનાવટો માં પરીવર્તન કરી પેકેજીંગ કરી મુલ્ય વૃદ્ધિ કરી શકાય છે જેથી સારા ભાવો મળે છે.

(૫) ફળ અને શાકભાજી ને ઠંડા વાતાવરણમાં રાખવાથી તેની સંગ્રહ શક્તિ વધે છે અને લાંબો સમય સાચવી શકાય છે.

(૬) ફળ અને શાકભાજી ણે શીતાગારમાં રાખી વેચાણ માટે લઇ જવાથી સારા ભાવો મેળવી શકાય છે.

ફળમાંથી બનતી વિવિધ બનાવટો

કેરી: રસ ,ઠંડા પીણા ,જામ ,આર્ક્ષિત કરેલી ચીરી,ટોફી,આમચૂર,મુરબ્બા,અથાણા ,ચટણી,પાઉડર,બફાણા

કેળા: ટીનપેક  માવો ,સુકવણી કરેલ માવો ,ટોફી પાઉડર ,કાતરી ,વેફર,કેન્ડી ,જામ ,બેબી ફૂડ

જામફળ: ટીન પેક માવો,ચીજ ,ટોફી ,નેકટર,રસ ,જામ,પાઉડર

આમળા:મુરબ્બો,મુખવાસ,જામ,કેન્ડી,માર્મલેડ,અથાણું ,ચટણી,સુકવેલ કટકા ,સુકવેલ છીણ,હેર ઓઈલ ,શેમ્પુ ,હેર .ડાઈ,ચ્યવનપ્રાશ વગેરે.

કાજુ : કાજુ એપલ ,સરબત ,સુકા કાજુ મીંજ ,રસ વગેરે.

સીતાફળ: પોલીફોનીલ ઓક્સીડેજ  એન્ઝાઈમ,માવામાંથી આઈસ્ક્રીમ વગેરે.

લીંબુ : રસ ,અથાણા ,સાબુ,સરબત,પેક્ટીન,કેન્ડી,ચટણી,જામ વગેરે.

પપેયા: જામ ,કેન્ડી ,પેપીન વગેરે.

ચીકુ: રસ,કેન્ડી,કાતરી ,જામ,પાઉડર વગેરે.

બોર: કેન્ડી ,મુરબ્બો ,જામ,શરબત ,અથાણા ,જેલી ,સુકવેલ બોર ,ટુટીફૂટી વગેરે.

ગુંદા: મેથીયું ,અથાણા ,ખારીયા વગેરે

કોઠા: ચટણી ,જેલી ,સરબત,અથાણા વગેરે

દાડમ: સરબત, પેસ્ટ ,રસ,જેલી ,સ્ક્વોસ ,સીરપ,સુકો પાઉડર વગેરે.

નાળીયેર:બરફી,તાડી,પીણું,પાઉડર,ચક,મિકી,મિલ્ક ,પાઉડર ,ક્રીમ ,હેર ઓઈલ વગેરે.

વ્યાપારી ધોરણે કેનિગ ના તબક્કા

(૧)ફળને ધોવાની પ્રકિયા

(૨) છાલ ઉતારવી ,સ્લાઈસ બનાવવા ની કે કાઢવાની પ્રકિયા

(૩) બ્લેચિંગ

(૪) ડબ્બા  ભરવાની ક્રિયા

(૫) ડબ્બા ના સ્લાઈસ બનાવવા ની ક્રિયા કે કાઢવાની ક્રિયા

( ૬) ઢાંકણ બંધ કરવાની ક્રિયા

(૭) ડબ્બાને હવા રહિત કરવાની ક્રિયા

(૮) ડબ્બા ના ઢાંકણ ણે સીલ કરવાની ક્રિયા

(૯)સ્ટરીલાઈઝેસન અથવા પ્રોસેસિંગ

(૧૦) ડબ્બા ણે ઠંડા રાખવાની ક્રિયા

ફળ ની છાલ તેમજ બીજ વગર તેના એકસરખા ટુકડા કરી બંને ઉપર મુજબની માવજત આપ્યા બાદ ડબ્બામાં ભરવા માં આવે છે .ત્યારબાદ નિશ્ચિત સ્ટેગ્થની  ખાંડ ની ચાસણી તથા થોડી માત્રામાં એસીડ ટુકડા સંપૂણ પણે ડૂબી જાય ત્યાં સુધી ભરવામાં આવે છે.

 

ફળમાંથી રસ કાઢી તેને જુદા જુદા પ્રકારે સંગ્રહ કરવામાં આવે છે જેમ કે,

(૧) ચોખ્ખો જ્યુસ

ફળને દબાવી તેમાંથી રસ કાઢી તેમાં કોઈ જાતના બહારના પદાર્થો ઉમેર્યા વગર સંગ્રહ કરવામાં આવે છે.

(૨) જ્યુસ બેવરેજ

રસના બંધારણ માં ફેરફાર કરવામાં આવે છે

(૩) ફ્મેંન્ટેડ જ્યુસ

રસમાં આલ્કોહોલ દ્રારા આથો લાવવામાં આવે છે

(૪) સ્ક્વોશ

રસની અંદર તાજા ફળના પલ્પ નો થોડો જથ્થો તથા ખંડ ઉમેરવામાં આવે છે

(૫) કોડીયલ

રસમાંથી પલ્પના તાંતણા સંપૂર્ણ દુર કરી  ચોખ્ખું તથા મીઠું પીણું તૈયાર કરવામાં આવે છે

(૬) જ્યુસ કોન્સન્ટેટ

રસમાંથી પાણી દુર કરી બનાવવા માં આવે છે

(૭) કાર્બોનેટેડ  બીવરેજ

કાર્બન વાયુથી પ્રક્રિયા કરી તૈયાર કરવામાં આવે છે.

મુલ્ય વૃદ્ધિ ના ફાયદાઓ

  • ઉચ્ચ ગુણવતા વાળી પેદાશો મળે છે.
  • આર્થિક વળતર વધુ મળે છે
  • પોસ્ટ હાર્વેસ્ટ બગાડ અટકાવી શકાય છે.
  • પેદાશો ની સંગ્રહ શક્તિ માં વધારો થાય છે.
  • પેદાશો વધુ પોષણ ક્ષમ ,સ્વાદિષ્ટ  તથા આકષક બને છે
  • મુલ્ય વર્ધક યુનિટો  દ્રારા માનવ રોજગાર ની તકો વધારી શકાય.
  • બનાવટો ની નિકાસ કરી વિદેશી હુંડીયામણ કમાઈ શકાય છે.
  • ઉપજના ભાવો વધારે મળવાથી ગ્રામ્ય સ્તરે સામાજિક અને આર્થિક ધોરણો સુધારી શકાય છે.

આમ ,મુલ્ય વૃદ્ધિ થી ઘણા ફાયદાઓ મેળવી શકાય છે.કૃષિ પેદાશો આધારિત મુલ્ય વૃદ્ધિ સામાન્ય રીતે ભોતિક તથા રાસાયણિક સ્તરે કરવામાં આવે છે.

ફળપાકોમાં મુલ્ય વૃદ્ધિ

ફળ ઝડપથી બગડી જતી કૃષિ પેદાશ હોય તેમાં બગાડ નું પ્રમાણ વધારે જોવા મળે છે તેનું કેનિગ કરી રસાયણ સાથે ડબ્બામાં પેક કરી કે તેમાંથી રસ કે પલ્પ કાઢી રસાયણ સાથે અથવા થર્મલ પ્રોસેસિંગ ધ્વારા પ્રોસેસ કરી ,પેક કરી લાંબા સમય સાચવી શકાય છે. જેનું શરબત,પીણા ,આઈસ્ક્રીમ વગેરેની બનાવટોમાં ઉપયોગ કરી શકાય તેવી જ રીતે તેના કટકા કરી સુકવી કટકા કે પાઉડર ના સ્વરૂપમાં વાપરી શકાય છે.

માર્કેટિંગ વ્યવસ્થા:

માર્કેટિંગ વ્યવસ્થા ની ગોઠવણ પણ મુલ્ય વૃદ્ધિ પર અસર કરે છે. આપને હાલની માર્કેટિંગ વ્યવસ્થા માં ઉત્પાદક એટલે કે તેના માલના સારા ભાવો મળતા નથી અને ગ્રાહકે એટલે કે ઉપભોક્તા ણે તરત જ માલના બે કે થી ત્રણ ગણા નાણા ચુકવવા પડે છે એટલે કે દલાલો કે વચેટિયા ઓ વધુ નફો મેળવી લે છે અને ખેડૂત ફક્ત ઉત્પાદક જ બન્યો છે.બજારમાં મોટે ભાગે આવું જોવા મળે છે.જો ખેડૂત સહકારી મંડળી કે અન્ય આવા માળખા ની મદદ થી માલ ગ્રાહક સુધી પહોંચતો કરી શકે તો ખેડૂતો અને ગ્રાહક બંને ને લાભ થાય તેમ છે.ગરમીન મહિલાઓ પણ પ્રોસેસિંગ કામગીરી માં મોટો ફાળો આપી શકે તેમ છે.દા.ત. પાપડ ,ચટણી  વગેરે ગ્રામ્ય સ્તરે બનાવી તેમાંથી સારી એવી પુરક આવક મેળવી શકે છે.

હવે શહેરમાં જઈને મગફળી વેચીને વળતી વખતે ડબ્બા ખરીદવાની પ્રથા ણે તિલાંજલિ આપવાની જરૂરિયાત છે ખેતપેદાશોનું ગ્રામ્ય સ્તરે જ પ્રોસેસિંગ કરવાનું તાતી જરૂરિયાત છે.અલબત્ત આ માટેના યંત્રો કે સાધનો થોડા મોંઘા જરૂર છે,પરંતુ સહકારી ધોરણ ગામડામાં આવાઆધુનિક પ્રોસેસિંગ યંત્રો વસાવી,પ્રોસેસિંગ કરી ,ખેતી ને એક નફાકારક ઉધોગ બનાવી શકાશે.ખેતપેદાશોનું ગ્રામ્ય સ્તરે પ્રોસેસિંગ કરવા માટે જરૂરી સાધન સામગ્રીના સંકલિત પ્લાન્ટો ના એકમો જેવા કે હળદર માંથી પાઉડર બનાવવાનું એકમ,કાજુનું પ્રક્રિયા એકમ ,પાપડી ,અથાણું  બનાવવાના એકમ ,મરચામાંથી બીજ કાઢવાનું એકમ,ઘાસના ચોસલા બનવાનું એકમ ,ઝડપથી બગડી જાય તેવી કૃષિ પેદાશોના સંગ્રહ માટેનું ઈપોરેટીવ કુલીંગ સ્ટકચર,ઘાસની ગાંસડી બનાવવાનું યંત્ર ,લીંબુ /ટામેટા માંથી બીજ કાઢવાનું એકમ ,આમળા માંથી છીણ અને ઠળિયા  જુદા પાડવાનું એકમ વગેરે આવા એકમો દરેક મોટા ગામોમાં થઇ શકે તેમ છે .તો આવા એકમની રૂબરૂ મુલાકાત લઇ માહિતી મેળવી ખેતીપાકોનું ગ્રામ્ય સ્તરે જ મુલ્ય વર્ધન કરી શકાય.

ખેતપેદાશ વેચાણ ની વ્યવસ્થા

છુટક માર્કેટિંગવ્યવસ્થા

છુટક વ્યાપારમાં છેવટના વાપરનાર ન તેના બિન ધંધાકીય ઉપયોગ માટે માલનું પ્રત્યક્ષ કે સીધું વેચાણ કરવાની બધી પ્રવૃત્તિ ઓનો સમાવેશ થાય છે.છુટક વેઓઅરી નાના જથ્થા માં વ્યવહારો કરે છે તે નાના જથ્થા માં જથ્થા બંધ વેપારીઓ પાસેથી ખરીદી કરે છે અને તેથી નાના જથ્થા ગ્રાહકો માલનું વેચાણ કરે છે.છુટક વેપારી અનેક ઉત્પાદકો ના વિવિધ પ્રકારના મળનો વ્યાપાર કરે છે તેને અસંખ્ય ગ્રાહકો નો અસંખ્ય જરૂરિયાતો અને ઈચ્છાઓ સંતોષવા ની હોય છે.

ખેડૂતો ની સહકારી મંડળી

આવી સહકારી મંડળી ઓ ખેડૂતો પાસેથી માલ એકઠો કરી તેનું ઊંચા ભાવે વેચાણ કરે છે જે નફો થાય તેઓ સભ્ય વચ્ચે વહેંચી દે છે .ખેડૂત પણ આ મંડળીનો એક સભ્ય હોય છે.

જથ્થા બંધ માર્કેટિંગ

જથ્થા બંધ વ્યાપાર એટલે મોટા પાયા પર થતું માળનું ખરીદ વેચાણ ,જેમાં અંતિમ વપરાશકાર ને માલનું સીધું વેચાણ કરવામાં આવતું નથી.આમ જથ્થા બંધ વ્યાપાર માં મોટા પાયા પર માલની ખરીદી થાય છે. જથ્થા બંધ વેપારી એ એવા વેપારી છે કે જે ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી કરે છે અને છુટક વેપારીઓને નાના જથ્થા માં વેચાણ કરે છે

સ્ત્રોત : ફેબ્રુઆરી ૨૦૧૮ વર્ષ ૭૦ સળંગ અંક ૮૩૮, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

3.46153846154
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top