હોમ પેજ / ખેતીવાડી / માર્કેટિંગ મેનેજમેન્ટ / વેચાણ વ્યવસ્થાપન / કૃષિ ક્ષેત્રે બજારલક્ષી વિસ્તરણ સેવાઓનો ઉપયોગ અનિવાર્ય
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કૃષિ ક્ષેત્રે બજારલક્ષી વિસ્તરણ સેવાઓનો ઉપયોગ અનિવાર્ય

કૃષિ ક્ષેત્રે બજારલક્ષી વિસ્તરણ સેવાઓનો ઉપયોગ અનિવાર્ય છે કે નહિ તેના વિષે માહિતી આપવામાં આવી છે

કૃષિ ક્ષેત્રની પેદાશો પરંપરાગત રીતે અને તુ પ્રમાણે ઉત્પાદિત થાય છે પરંતુ હવે ફૂડ મેન્યુ ફેકચર્સ જે ઉદ્યોગ ક્ષેત્રે રોકાણ કરે છે તે ખેતપેદાશના કાચા માલનો પૂરવઠો યોગ્ય ગુણવત્તાવાળો અને ઓછા ખર્ચે સમયસર મળી રહે તેવી વ્યવસ્થા થાય તેવું માગે છે. ગ્રાહકો પોતે પણ યોગ્ય ગુણવત્તાવાળી પેદાશ માગે છે. ગ્રાહક ખેતપેદાશના પોષણમૂલ્ય વિષે સભાન બન્યો છે. બજારમાં પણ જે તે ખેતપેદાશની પોષક મૂલ્ય પ્રમાણે ગુણવત્તા ચકાસવામાં આવે છે. ગ્રાહક સજીવ ખેતી દ્વારા એટલે કે રસાયણોના ઉપયોગ વિના ઉત્પાદિત થયેલ ખેત પેદાશ માંગે છે અને તે મુજબની માંગ જાણી પોતાની ખેતીમાં સજીવ ખેતી અપનાવવા માગે છે. ગ્રાહક અને બજાર ઉદ્યોગ પણ વધારાનો ખર્ચ કર્યા વિના સજીવ ખેત પેદાશ માંગે છે તે પણ ખેતી ક્ષેત્રે એક પડકારજનક બાબત છે. આ પડકારને પહોંચી વળવા માટે કૃષિ ક્ષેત્રે બજાર વિસ્તરણ સેવાઓનો ઉપયોગ કરવો જરૂરી છે.

ઉત્પાદનલક્ષી વિસ્તરણ અને બજારલક્ષી વિસ્તરણ

કમ

વિગત

ઉત્પાદનલક્ષી વિસ્તરણ

બજારલક્ષી વિસ્તરણ

હેતુ

ઉત્પાદન માટેની તાંત્રિકતાઓનો પ્રચાર  પ્રસાર કરવો

ખેડૂત પોતાના એકમ વિસ્તારમાંથી વધુમાં વધુ આદર્શ વળતર મેળવીને

શકે

.

અપેક્ષિત અંતિમ પરિણામ

મોટા ભાગના ખેડૂતો ભલામણ કરેલ ખેતીના કાર્યો અપનાવે તેવો સંદેશો મળવો

ખેતીમાં ઊંચું વળતર મળે

ખેડૂતોને કઈ રીતે જોઈ શકાય

પ્રગતિશીલ ખેડૂત નું વધુ ઉત્પાદનકર્તા તરીકે

ખેડૂત એક ઉદ્યોગસાહસિક છે રીતે

ભાર મૂકવો

બિયારણમાંથી બીજ ઉત્પાદન ઉપર ભાર મૂકવો

ખેતીની આવી પ્રક્રિયાને એક ઉદ્યોગ રૂપિયામાંથી/ રૂપિયા એટલે કે ઊંચું વળતર આપે તે ઉપર ભાર મૂકવો

તાંત્રિકતા

ખેત હવામાન વિસ્તાર પ્રમાણે વિવિધ ખેતી પધ્ધતિઓમાં કરેલ ખેતીના કૃષિ કાર્યોનો મોટા વિસ્તારમાં અમલ થવો

જે તે ખેતી પધ્ધતિઓ અને સ્થાનિક પરિસ્થિતિ મુજબ ખેતીના કૃષિ

કાર્યો થવી.

વિસ્તરણ કાર્યકરોની પ્રતિક્રિયા/ આપલે

સંદેશ, તાલીમ વગેરે દ્વારા ભલામણો અંગે અભિપ્રેરિત કરવા

જે તે ભલામણ અપનાવવા અંગેના પ્રશ્નો ઊભા થાય તેનું સંયુકત રીતે નિરાકરણ કરી યોગ્ય સલાહ આપવી

જોડાણ

સંશોધન-વિસ્તરણ– ખેડૂત

સંશોધન-વિસ્તરણ–ખે ડૂતનું બજાર સાથે જોડાણ

વિસ્તરણ કાર્યકરોનો ફાળો

માહિતીની આપ-લે કરવી અને તેના ફીડબેક સંશોધન સુધી પહોંચાડવા

બજાર અને એગ્રો પ્રોસેસિંગની સ્થાપનાની સાથોસાથ ખેડૂત જૂથોનું સીધુ જોડાણ બજાર અને પ્રોસેસર્સ સાથે થાય તેવી બજાર અંગેની હોશિયારી કેળવવી.

ખેડૂતો સાથેનો સંપર્ક

વ્યકિતગત

ખેડૂતોના રસ ધરાવતા જૂથો (FIGS) કોમોડિટી મુજબ રસધરાવતા જૂથો (cIGs) સ્વ સહાય

જૂથો (SHGs)

૧૦

રેકોર્ડની જાળવણી

ઉત્પાદન તરફ ભાર મુકાતો હોઈ રેકર્ડજાળવણી ઉપર ભાર કોઈ મહત્ત્વઆપવામાં આવતું નથી

ખેતીને એક ઉદ્યોગ તરીકે જોવામાં

આવતી હોઈ કોઈ ખર્ચ આવક અનેનફાનું ગુણોત્તર જાણવા રેકોર્ડની જાળવણી કરતાં વધુ ફાયદો થાય

તે જોવામાં આવે છે

બજાર માહિતીની જાણકારી :

ખેડૂતોને નીચે જણાવેલ બજારલક્ષી માહિતી ની જાણકારી હોવી જરૂરી છે, જેવી કે

 1. પ્રર્વતમાન ખેતી અંગેના પ્રવાહ અને જમીનના વપરાશ અંગેની જાણકારી
 2. વિવિધ ખેતીપાકો ખેતી ધંધા હેઠળ ખેડૂતોની જરૂર મુજબની જમીન ધારણ ક્ષમતા
 3. નજીકના ભવિષ્યમાં જે તે ખેતી પાકની પેદાશની બજારમાં માંગ
 4. જે તે પાકના બજારભાવ
 5. ખેતી માટે જરૂરી ચીજવસ્તુઓ (ઈનપુટસ) પ્રાચતા
 6. ઈનપુટસનો યોગ્ય ઉપયોગ
 7. ધિરાણની સવલતો
 8. ગ્રાહકોની જરૂરિયાત મુજબ ખેતપેદાશોની ગુણવત્તા હોવી
 9. સ્થાનિક વિસ્તારનું બજાર માળખું અને વિવિધ બજારોમાં ખેતપેદાશોના ભાવોમાં રહેલ તફાવત
 10. સંગ્રહ માટેના કોઠારો અને વેરહાઉસની સવલતો અને તેનું નેટવર્ક
 11. વાહનવ્યવહારની સગવડતાઓ
 12. બજાર અંગેની નિયમિત જાણકારી મેળવવાની હોશિયારી
 13. ઉત્પાદનલક્ષી તાંત્રિકતાઓ જેવી કે સુધારેલી સંકર જાતો, સજીવ ખેતી, બાયોપેસ્ટીસાઈડ અને જૈવિક ખાતરો, સંકલિત જીવાત વ્યવસ્થાપન, સંકલિત પોષણ વ્યવસ્થા, સંકલિત નીંદણ વ્યવસ્થાપન, કાપણીની સાચી પધ્ધતિ વગેરેની પુરતી જાણકારી
 14. કાપણી બાદની વ્યવસ્થા જેવી કે, પ્રોસેસિંગ, ગ્રેડિંગ, પેદાશ સ્ટાન્ડર્ડ, મૂલ્ય વર્ધન, પેકેજીગ, સંગ્રહ, પ્રમાણિકરણ (સર્ટિફિકેશન) વગેરેની જે તે પેદાશ (અનાજ, ફળ, શાકભાજી, ઈડાં, મરચાં વગેરે) મુજબની પુરતી જાણકારી
 15. કોન્ટ્રાકટ ફાર્મિંગ
 16. ખાનગી આધુનિક ટર્મિનલ માર્કેટ
 17. ફૂડ રીટેઈલ ચેઈન
 18. ફૂડ સેફટી અને કર્વાલિટી સ્ટાન્ડર્ડ
 19. પ્રમાણિકરણ (સર્ટિફિકેશન)
 20. વિશ્વ વ્યાપારી સંગઠન (WTO)ના નિયમનો

કૃષિમાં બજારલક્ષી વિસ્તરણ માટેનાં પાંચ પગથિયાં

બજારલક્ષી વિસ્તરણ અંગે કૃષિ વિસ્તરણ કાર્યકરોના ઘનિષ્ઠ પ્રયાસો જરૂરી:

ખેડૂતોના હિત માટે કૃષિ વિસ્તરણ કાર્યકરોએ બજારલક્ષી વિસ્તરણ માટે નીચે દર્શાવેલ પ્રયાસો હાથ ધરવા જરૂરી છે.

 1. બજાર અંગેનું પૃથક્કકરણ : બજાર અંગેના મજબૂત પાસાં (માંગ, ઊંચી બજારક્ષમતા, સારી કિંમત, ઊંચું વળતર વગેરે) નબળાઈઓ (પૂ રવઠાનો ભરાવો, નીચી બજારક્ષમતા, ઓછી કિં મત, ખોટ વગેરે), તકો (અન્ય સ્થળોએ પેદાશની નિકાસ, વેચાણ માટેનો યોગ્ય ઉમેરો સમય વગેરે) અને ભયસ્થાનો (આયાત, ખેતપેદાશનો બગાડ, સંગ્રહની ખામી વગેરે)ને જાણી તે મુજબ બજાર વ્યવસ્થાનું પૃથક્કરણ કરવું જોઈએ અને તે મુજબ ખેડૂતના ઉત્પાદન અને બજાર અંગેનું આયોજન ગોઠવવું જોઈએ.
 2. ખેત ઉદ્યોગની વ્યવસ્થા મુજબ જે તે ખેતપેદાશમાં રસ ધરાવતા પેદાશની ક્ષમતા મુજબ ખેડૂત જૂથો (FIGS) ની રચના કરવી જોઈએ.
 3. આવા ખેડૂત જૂથોને સ્થાનિક રીતે વિવિધ યોજના કાર્યક્રમો (જેવા કે જળસ્ત્રાવ સમિતિઓ, વપરાશકારના જૂથો, સ્વસહાય જૂથો, જળ વપરાશ મંડળીઓ, ધિરાણ જૂથો વગેરે)માં જોડાઈ તેમની ક્ષમતા વધારી આગળ વધે તે રીતે પ્રયત્નો કરવા જોઈએ. આવા જૂથોને સ્વસહાય જૂથના કાર્યો-પ્રક્રિયાના ફાયદાઓ, મહત્ત્વ, જરૂરિયાત અને કામગીરી વગેરે અંગેનું શિક્ષણ પુરૂ પાડવું જોઈએ.
 4. ખેડૂતો, ગ્રાહકો, વચેટીયા અને સીધા બજાર સાથે સંપર્ક સાધી બજારમાં બાર્ગેનિંગ કરી બજારની પ્રતિક્રિયા ફીડબેક મેળવી શકે તેવી સંદેશાવ્યવહારની કુશળતા પ્રાપ્ત કરે તે માટેના પ્રયત્નો કરવા જોઈએ.
 5. ખેડૂત જૂથો, બજાર અને ખાનગી પ્રોસેસર્સ વચ્ચે બજાર અને એગ્રો–પ્રોસેસિંગ અંગે યોગ્ય જોડાણ કરવું જોઈએ.
 6. પેદાશના આયોજન અંગે સલાહ: ખેત ઉદ્યોગ અને ખેડૂતની જમીનધારણ શક્તિ અને બજારમાં માંગ પ્રમાણેના પાકની પસંદગી અને જાતની પસંદગી કરવી અત્યંત જરૂરી છે. આ અંગેની માહિતી વિસ્તરણ માળખા દ્વારા પૂરી પાડી શકાય તેમ છે. ખેતીને એક ઉદ્યોગ તરીકેની પ્રવૃતિ ગણવા તેમજ તે મુજબ પાક ઉત્પાદનના વિવિધ પાસાઓ અને બજાર અંગે ખેડૂતોને શિક્ષણ આપવું જોઈએ.
 7. ખેડૂત પોતે સીધો જ માલ બજારમાં વેચી શકે તે બાબતની જાણકારી પુરી પાડવી જોઈએ. જે તે ખેતપેદાશ માટે રસ ધરાવતાં જૂથોસમૂહોને જે તે ખેતપેદાશની સુધારેલી ઉત્પાદન પધ્ધતિઓ, કાપણી પછીની પ્રક્રિયાઓ, સંગ્રહ, વહન અને બજાર વગેરે અંગે સક્ષમ બને તેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ.
 8. બજારના વિવિધ પાસાઓ અંગેની જાણકારી બાબતે સંપૂર્ણ હોશિયારી મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ.
 9. બજાર હોશિયારી મેળવવા માટે નિયમિત રીતે કોમ્યુટર દ્વારા ઈન્ટરનેટનો ઉપયોગ કરવો.
 10. સમાચારપત્રો, રેડિયો અને ટેલીવિઝન ઉપરાંત ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ખેતી બજાર અંગેની માહિતી પ્રકાશિત કરવી જોઈએ.
 11. સમાન ખેતી કરતાં તેમજ સામાજીક, આર્થિક સમાનતા ધરાવતા ખેડૂતો એકબીજાના સંપર્કમાં આવે અને ખેતી અંગેની જાણકારી મેળવે તે માટે ખેડૂત જૂથોના અભ્યાસ પ્રવાસ ગોઠવવી જોઈએ.
 12. જે તે ખેતપેદાશમાં સફળ પામેલ ખેડૂતોની સફળ વાર્તાઓ તૈયાર કરી તેની વિડીયો ફિલ્મ બતાવવી જોઈએ.
 13. કૃષિ વ્યાપાર વ્યવસ્થાપન ક્ષેત્રે સફળતા પામેલ ખેડૂત જૂથોની કામગીરી અંગેની માહિતી ઉપલબ્ધ થઈ શકે તેવી રીતે એક વેબસાઈટ બનાવવી જોઈએ જેથી અન્ય ખેડૂત જૂથો તેવી સફળતા મેળવવા માટે પ્રેરાય.

અમલીકરણ :

બજાર પ્રક્રિયાને સઘન બનાવવા માટે આધુનિક વિસ્તરણ શિક્ષણ સેવાઓ એ એકમાત્ર ઉપાય છે. જો કે વિસ્તરણની પણ કેટલીક મર્યાદાઓ છે તેમ છતાં તે થકી નાના અને સીમાંત ખેડૂતોમાં તેની અસરો દ્વારા આર્થિક પરિવર્તન સંભવ છે.

નવી સંસ્થાકીય વ્યવસ્થા ઊભી કરવી:

સરકારે વિસ્તરણની વિવિધ પ્રક્રિયાઓ દ્વારા એક સમાન હેતુઓ માટે રોકાણ કરવામાં આવે તે માટે સંશોધકો, ખેડૂતો, ખાનગીક્ષેત્ર અને બજાર વચ્ચે યોગ્ય જોડાણ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.

ખેડૂતોની એજન્સી/જૂથો બનાવવા:

ખાનગી ક્ષેત્ર દ્વારા નાના અને સીમાંત ખેડૂતો દ્વારા કામ લેવાનું હોય ત્યારે આવા ખેડૂતોનું સંગઠન કે એક એજન્સી હોય તે જરૂરી છે. જો જૂથ સંગઠન હોય તો નાણાંકીય વ્યવસ્થા, બજાર, ઉત્પાદન, નવીનતાનો ઉપયોગ વગેરે દ્વારા બજારમાં સફળ રીતે ખેડૂતો જોડાઈ શકે.

બજાર ઉપર ભાર મૂકવો:

નાના અને સીમાંત ખેડૂતોને બજાર સાથે જોડવા માટે વેલ્યુ ચેઈન વ્યવસ્થા મહત્ત્વની છે. તેના દ્વારા બજારની માંગ અને વેપાર માટેની યોગ્ય વ્યવસ્થા મળી રહે છે જેથી પોતાની ખેતપેદાશની વેચાણ કરવાની યોગ્ય સરળતા સાંપડે છે.

બજાર ક્ષેત્ર ઉપર ભાર મૂકવો:

ઘણા દેશોમાં વિસ્તરણ ક્ષેત્ર દ્વારા ફક્ત ઉત્પાદન ઉપર ભાર મૂકવામાં આવે તે મુજબની વ્યવસ્થા હોય છે પરંતુ એ વિસ્તરણ ક્ષેત્રની વિવિધ એજન્સીઓ દ્વારા બજાર સાથે ખેડૂતોનું સીધુ જોડાણ થાય અને સારો વેપાર થાય તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. તેમ થાય તો ખેડૂતો પોતાની પાસે ઉપલબ્ધ જમીન અને જળનો યોગ્ય ઉપયોગ કરી બજારનો વધુ લાભ મેળવી શકે.

જોખમ સામે રક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવી:

માંગ મુજબ ઉત્પાદન પેદા કરનાર ખેડૂતોને પાક વીમાં દ્વારા કુદરતી જોખમો સામે રક્ષણ તેમજ નાણાંકીય ધિરાણ પૂરૂ પાડવું જોઈએ.

આઈસીટીનો ઉપયોગ

વિસ્તરણ એજન્સીઓ દ્વારા ઈન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે આઈસીટીના ઉપયોગ દ્વારા અસંખ્ય નાના ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન તથા સેવાઓ પૂરી પાડવી જોઈએ, વિસ્તરણના નવા એપ્રોચ થકી ખેડૂત, મેનેજર અને આઈસીટી અંગેની સેવા પૂરી પાડનાર સાથે યોગ્ય સહકાર અને જોડાણ હોવું જોઈએ. જવાબદારી : તાલીમ, ટેકનોલોજીમાં ફેરફાર વગેરે પ્રકારની વિસ્તરણ સેવાઓ જવાબદારીપૂર્વક થવી જોઈએ તો જ ખેડૂતો તેમાં વધુ ને વધુ જોડાઈ શકે. દરેક કાર્યમાં પારદર્શિતા હોવી જરૂરી છે કે જેથી વિના સંકોચે ખેડૂતો આવી સેવાઓનો ખરે સમયે લાભ લઈ પોતાની ખેતી પ્રવૃત્તિઓનો વ્યાપ વધારી શકે.

ટુંકમાં, વિવિધ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે વિસ્તરણ સ્ટાફ એ વ્યવસ્થા અને ખેત ક્ષેત્રે તાલીમ મેળવી પોતે નિષ્ણાત બની ખેડૂતો માટે યોગ્ય બજારનો વિકાસ કરી, ખેડૂતો અને બજાર વચ્ચે સીધું જોડાણ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.

સ્ત્રોત : જાન્યુઆરી-૨૦૧૬ ,વર્ષ : ૬૮ અંક : ૯ સળંગ અંક : ૮૧૩, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

3.15625
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top