હોમ પેજ / ખેતીવાડી / મરઘાં - મધમાખી ઉછેર / મધમાખી પાલન / મધમાખીઓની અગત્યની જાતિઓ અને તેનું મહત્વ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મધમાખીઓની અગત્યની જાતિઓ અને તેનું મહત્વ

મધમાખીઓની અગત્યની જાતિઓ અને તેનું મહત્વ વિષે આપેલ છે

દુનીયા માં આશરે ૧૦૦ થી ૪૦૦ વર્ષ પહેલા એપિસ જાતની મધમાખી વિકસેલ છે. આ મધમાખીઓમાં સાત જુદી જુદી પ્રજાતિઓ જોવા મળે છે. જેમાંથી ચાર મુખ્ય અને ત્રણ ગોણ જાત છે. ચાર મુખ્ય જાતમાં બે પાલતુ અને બે જંગલી છે. ભારત એક એવો દેશ છે કે જયાં ત્રણ પકાર ની પ્રજાતીઓ હતી અને ચોથી યુરોપ ના દેશ માંથી આયાત કરવા માં આવેલ છે.    મધમાખી ની એપીસ (Apis) જાતિ માં ચાર પ્રજાતીઓ મુખ્ય છે. જેવી કે ઈટાલીયન મધમાખી (Apis mellifera Linnaeus), ભારતીય મધમાખી (Apis cerena indica Fabricious),ભમરિયું મધ (Apis Dorsata Fabricious) અને ડાળી મધ (Apis floria Fabricious),જયારે ગુસ્યું મધ (Trigona spp.) એ મેલિપોનિડી (Meliponidae) કૂળ માં સમાવેશ થાય છે.  મધમાખી બીજા પ્રાણીઓ ની જેમ જ ગુસ્સા વાળી હોય છે. આ વિવિધ મધમાખીઓની પ્રજાતીઓમાંથી  ઈટાલીયન મધમાખી અને ભારતીય મધમાખી સરળતા થી લાકડા ની મધપેટીમાં ઉછેરી શકાય છે આથી તેમને  હાઈવ બી કહે છે. તેમની વધારે પડતી મધ ઉત્પાદન ની ક્ષમતા ને કારણે મધમાખી ઉછેર માં અગ્રિમતા ધરાવે છે. આથી વિરૂધ્ધ ભમરિયુ મધ,ડાળી મધ અને ગુસ્યુ મધને સરળતા થી મધપેટી માં ઉછેરી શકાતું નથી  આથી તેમને જંગલી માખી તરીકે ઓળખવા માં આવે છે.

મધમાખીઓના પ્રકાર

ભારતમાં થતી મધમાખીઓ માં  સૌથી મોટી અને તેને સ્થાનીક ભાષા માં સારંગ માખી તરીકે પણ ઓળખવામાં આવે છે આ મધમાખી મુખ્યત્વે ઉષ્ણકટિબંધ અને સમઉષ્ણકટિબંધ ભાગો જેવા કે એશિયા, સુમાત્રા, જાવા ફિલિપાઈન્સ  અને બીજા એશિયાઈ ટાપુઓ વિસ્તરેલ છે. આ મધમાખી એશિયા ખંડ ની બહાર ના વિસ્તારો માં જોવા મળતી નથી સપાટ મેદાનો તેમજ પહાડી પ્રદેશ ૧ર૦૦ મી. ઉંચાઈ સુધી જોવા મળે છે. સ્વભાવે ખુબ ક્રોધી હોવાથી જલદી છંછેડાઈ જઈ અને ડંખ મારે છે. તેમજ છંછેડવામાં આવે તો તે તેના દુશ્મન ઉપર દૂર સુધી પાછળ પડી ને હુમલો ચાલુ રાખે છે તે સ્થળાંતર કરવા ની વૃત્તિ વાળી છે. તેના ડંખ થી માણસ નું મૃત્યુ પણ થઈ શકે છે. ઉંચા વૃક્ષો,મોટા મકાનો ની દિવાલો કે છાજલીઓ ઉપર, પાણી ની ઉંચી ટાંકી ઓ ની નીચે કે મોટા ટાવરો ની નીચે મધપૂડો બનાવે છે મધપૂડો ૧૦૦ થી ૩૦૦ સે.મી. લાંબો અને ૬૦ થી ૧ર૦ સે.મી. પહોળો હોય છે.

એક પૂડા માંથી દર વર્ષે રપ થી ૧૦૦ કિલો મધ મળે છે. આ માખી ના સ્વભાવ ને લીધે ઘરગથ્થુ અને વ્યાપારી ધોરણે  ઉછેરવી શકય નથી  આ પ્રજાતી ની માખીઓ સ્થાન બદલતી રહેતી હોય છે. પરીણામે તેને મધપેટી માં ઉછેરી શકાતી નથી  તે પ થી ૮ કિ.મિ દૂર થી પણ ફૂલો નો રસ અને પરાગરજ લાવે છે. ખોરાકની  અછત અને વધુ તાપમાન હોય તો તે અનૂકૂળ સ્થળે સ્થળાંતર કરે છે. આપણા દેશ માં ૬૦ થી ૭૦ ટકા મધ આ પ્રજાતી થી મળે છે આ મધમાખીઓની સારી વસાહત માં ૬૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ મજુરો ની સંખ્યા હોય છે. પ૦ થી ૧૦૦ મી. દૂર થી માણસ આવતો હોય તો પણ તે જાણી શકે છે  આ જાતિ  ની એક જ માખી પ૦૦૦ માખીઓ ને સતેજ કરી શકે છે. તેને  છંછેડવામાં આવે તો બીજી બધી જ પ્રવૃતીઓ છોડી દૂશ્મન પર હમલો કરે છે એક માખી માણસને ડંખ માર્યા પછી તેની ગંધ છોડે છે જેથી બીજી બધી માખીઓ દૂશ્મન ને ઓળખી જાય છે. અને એક સાથે તેના પર હુમલો કરે છે. આ માખીઓ કરડવા થી ઘણી વખત માણસ ને દવાખાના માં દાખલ પણ કરવો પડે છે તેમજ વધારે પડતી માખીઓ કરડવાથી માણસ નુ મૃત્યુ પણ થાય છે

ભારતીય મધમાખી

આ મધમાખી એપીસ સેરેના ઈન્ડિકા ના વૈજ્ઞાનીક નામ થી ઓળખાય છે આ મધમાખી કદ માં ડાળી મધમાખી  કરતા મોટી અને જંગલી મધમાખી કરતા નાની હોય છે  તે સ્વભાવે નમ્ર અને  ભારત માં ડૂંગરાળ અને સપાટ પ્રદેશ માં જોવા મળે છે

આ માખી ને સાતપૂડીયા માખી તરીકે ઓળખવા માં આવે છે. ઝાડ ની બખોલ, ગુફાઓ, કુવા ની દિવાલો વગેરે જગ્યા એ મધપૂડા બનાવવાનું પસંદ કરે છે જે એક કરતા વધારે પૂડા બનાવે છે. મધ પણ પ્રમાણ મા સારુ એકઠું કરે છે આથી મધમાખી ઉછેર માટે ઘણી જ માફક છે  આથી આ જાત નો ઉછેર મધ મેળવવા કરવામાં થાય છે. સપાટ પ્રદેશ માં આ જાત ની મધમાખીઓ ના મધપૂડા માંથી ૧પ થી ૩૦ કિલો જેટલું મધ આખા વર્ષ દરમ્યાન પરાગરજ અને મધુરસ પુરા પાડતી વનસ્પતિ મળી રહે તો એક વસાહત માંથી મળે છે. આ જાત ની મધમાખીઓ  ફળ પાકો ના બગીચા માં ફલનીકરણ કરવા માટે થાય છે આ મધમાખી વસંત ૠતુ કરતા શિયાળા માં વધારે કાર્યરત હોય છે આ મધમાખી ના મધપૂડા માં સામાન્ય રીતે ર૬,૦૦૦ થી ૩પ,૦૦૦ હજાર અને વધુ માં વધુ પ૦,૦૦૦ હજાર જેટલી મધમાખીઓ હોય છે  આ મધમાખી ઓ જો વાતાવરણ સારૂ હોય તો  સ્થળાંતર કરતી નથી આ મધમાખીઓ ભમરીઓ અને  બીજા દૂશ્મનો સામે સારી રીતે ટકી શકે છે. આ મધમાખીઓ કથીરી ના ઉપદ્રવ સામે પણ પતિકારક શકિત ધરાવે છે આ મધમાખીઓ પોતાના ખોરાક માટે ખૂબ દૂર સુધી  જતી નથી માટે વસાહત ની નજીક પૂરતો ખોરાક તેને મળી  રહેવો જોઈએ  આ મધમાખીઓ સખત ગરમી  કે ઠંડી  સામે પણ ટકી શકે છે માટે આખા ભારત દેશમાં તેમજ એશિયાઈ દેશો જેવા કે પાકિસ્તાન,ચીન,નેપાળ વગેરે દેશો માં જોવા મળે છે.

ડાળી મધમાખી

ડાળી મધમાખી  (એપીસ ફલોરીયા)એ મધમાખીઓની મુખ્ય જાતિઓ માં  સૌથી નાના કદ ની મધમાખી છે આ મધમાખી પૃથ્વી થી પ૦૦ મીટર ઉંચાઇ સુધી મળે છે ઝાડ ની ડાળીઓ દિવાલો ના ખૂણા અને કૂવા ની બખોલ માં નાનો મધપૂડો બનાવે છે. આ મધમાખી ઓછા પ્રમાણ માં મધ ભેગું કરી શકે છે  સ્વભાવ માં ભંમરિયા મધમાખી કરતા શાંત હોય છે તે કયારેક ડંખ મારતી હોવાથી તેને પાળવી અનુકૂળ નથી. તે સ્થાન પરિવર્તન કરતી રહે છે અને પ–૬ મહિના કરતા વધુ એક સ્થાન પર રહેતી નથી આ મધમાખી ફકત એશિયાના મેદાની વિસ્તાર માં જ જોવા મળે છે તે રણ પ્રદેશમાં જોવા મળતી નથી  તે અન્ય પ્રજાતી ની મધમાખી કરતાં  વધુ તાપમાન(પ૦ સે.) સહન કરી શકે છે તેની મધ ઉત્પાદન ક્ષમતા ખૂબ જ ઓછી છે પરંતુ તે ફલનીકરણ માં અગત્ય નો ભાગ ભજવે છે આ મધમાખી મુખ્યત્વે એક જ મધપૂડો બનાવે છે જેની પહોળાઈ ૩પ સે.મી. લંબાઈ ર૭ સે.મી. અને જાડાઈ ૧૮ સે.મી. છે એક મધપૂડા માંથી ૪૦૦ થી ૯૦૦ ગ્રામ મધ મળે છે આ મધમમાખીઓ ઘણા ખેતી પાકો જેવા કે રજકો, વાલ, કપાસ, લીચી વગેરે માં પરાગ નયન માટે મહત્વ ની પરાગ વાહક છે.

 

ઇટાલિયન મધમાખી

મધમાખી ની આ જાતિ સૌથી વધારે વિસ્તારમાં પ્રસરેલ અને ઉછેર માટે સૌથી વધારે મહત્વ ની છે.  મધમાખી ની આ જાતિઓ માં  મધ આપતી જાતિ ઇટાલિયન મધમાખી છે વધારા માં આ જાતિ ની વાતાવરણ માં ભળવા ની ક્ષમતા અદભૂત છે. આ મધમાખીઓ કદમાં ભંમરિયા મધ કરતાં નાની અને સાતપૂડિયા મધ કરતાં મોટી, રંગે ભુરી અને સ્વભાવે નમ્ર હોય છે ખૂબજ પ્રમાણ માં મધ ભેગું કરવા ની ક્ષમતા ધરાવે છે મધ એકઠું કરવા ખૂબ જ દૂર સુધી વારંવાર જાય છે લાકડા ની પેટીઓ બનાવી તેનો ઉછેર કરવો અનુકૂળ છે  વર્ષમાં એક પુડા માંથી સરેરાશ ૩૦ કિલો અને વધારે માં વધારે ૭૦ કિલો  જેટલૂ મધ મળે છે અને મધ ની ગુણવત્તા પણ સારી હોય છે. હાલ માં આ જાતિ ની માખીઓ નો ઉછેર વ્યાપારી ધોરણે સારી  રીતે વિકસેલ છે. આ મધમાખી નો ડંખ વધુ પીડા દાયક હોતો નથી. ભારતીય મધમાખી કરતા વધુ મધ એકઠું કરે છે આ પ્રજાતિ ની મધમાખીઓને પણ ભારતીય મધમાખીની જેમ જ અંધારુ વધુ પસંદ છે દરેક પ્રકાર ના વાતાવરણ માં તે અનુકૂલનતા કેળવી લે છે માટે આખી દુનિયા ના મોટા ભાગ ના દેશો માં તે જોવા મળે છે. તે પોતાની વસાહત વારંવાર બદલતી નથી માટે પેટીઓમાં તેને ઉછેરી શકાય છે. તે ખૂબજ પ્રમાણમાં મધ એકઠૂં  કરતી હોવાથી મોટા ભાગે વ્યાપારી ધોરણે આ મધમાખીઓને ઉછેરવાનું પસંદ કરે છે.

ગુસ્યુ મધ

આ માખી નાની ડંખ વગરની હોય છે જે દિવાલ ઉપર કે ઝાડની બખોલ માં નાના ગોળ મધપૂડા બાંધે છેે જેમાંથી ખૂબ જ ઓછૂ મધ મળે છે ગુસ્યા મધમાખીની માફક છંછેડાય તો ડંખ મારતી નથી ગુસ્યા માખીની પ૦૦ કરતા પણ વધારે જુદી જુદી જાતો છે. મોટા મા મોટી ગુસ્યા માખી ૧૩ મિ.મી. લાંબી અને નાનામાં નાની ર મિ.મી. લાંબી હોય છે. દૂનિયા માં મુખ્યત્વે ટ્રિગોના અને મેલિપોના પ્રજાતિ ની ગુસ્યા મધમાખી જોવા મળે છે. ભારત માં મેલિપોના ગુસ્યા માખી જોવા મળતી નથી ટ્રિગોના ગુસ્યા માખી પ્રમાણ માં નાના કદ ની ત્રીકોણાકાર  ઉદરપ્રદેશ અને લાંબી પાંખો ધરાવતી હોય છે. ગુસ્યા મધમાખીની સામાજીક અને ગૃહ વ્યવસ્થા અન્ય પ્રકાર ની મધમાખી જેવી જ હોય છે તેમની એક વસાહત (કોલોની)માં ફકત એક જ રાણી (કવીન)તરીકે પરિપકવ માદા હોયછે. ૯૦ ટકા જેટલા મજુર / કામદારો (જે અપરિપકવ હોય છે) અને પ થી ૧૦ ટકા નાં પ્રમાણ માં નર / ડ્રોન (જે નવી કોલોની બનવાની હોય ત્યારે જ અફલિત ઈંડા માંથી વિકાસ પામતા હોય છે)ની સંખ્યા હોય છે. રાણી સોનેરી બદામી રંગ ની અણીદાર ઉદર વાળી અને લગભગ ૧૦ મિ.મી. લાંબી હોય છે. રાણી પોતાનાં શરીર માંથી એક ચોકકસ પ્રકાર નાં રસાયણ નું (ફેરોમોન)ઝરણ કરે છે જે કોલોનીની સામાજીક વ્યવસ્થા જાળવવા માં મહત્વ નો ભાગ ભજવે છે. તે ફકત ઈંડા મુકવાનું કામ કરે છે કર્મચારી માખીઓ ૪ મિ.મી. જેટલા કદની હોય છે. તેઓ સામાન્ય રીતે નાના ફૂલો માંથી  પરાગરજ અને મધુરસ શોધી ને એકઠો કરવા નું , રાણી ની તહેનાત માં રહેવાનું, મધપૂડો બનાવવાનું, ઈયળ ને ખોરાક પુરો પાડવાનું વગેરે કાર્યો કરે છે. વસાહત ની યુવાન માખીઓ પરિચારીકા(નર્સ) તરીકે નું કામ કરે છે. મજુર/ કામદાર માખી ના ઉદર પ્રદેશ ની નીચેની તરફ મીણગ્રંથીઓ હોય છે જેમાંથી મીણ ઝરે છે. કામદાર માખીઓ તેમના પાછળ ના પગ ઉપર આવેલી પરાગ ટોપલી (પોલન બાસ્કેટ) અને પરાગ બ્રશ ની મદદ થી પરાગ ભેગા કરી પેડા માં ખોરાક માટે સંગ્રહ કરે છે. આ  ઉપરાંત જુદી  જુદી વનસ્પતિ માંથી રેઝિન (જેને રાળ અથવા ડમ્મર કહે છે) એકઠું કરે છે અને પરાગ ટોપલી માં દાણા સ્વરૂપે ભરીને પૂડા માં લાવે છે.રેઝિન માંથી પ્રોપોલીસ  નામનો પદાર્થ બનાવે છે જેને મીણ સાથે ભેળવી ને સેરૂમેન નામનો પદાર્થ બનાવે છે. કર્મચારી માખીઓ સેરૂમેન અથવા રેઝિન ભીની માટી અને ઘણી વખત પ્રાણીઓ ની હગાર અને વનસ્પતિ ના ટુકડા નુ મીશ્રણ કરીને બેટુમેન નામનો ખાસ પ્રકાર નો પદાર્થ પણ બનાવે છે. ગુસ્યા મધમાખી આ પદાર્થ નો ઉપયોગ કરી ને તેમના પુડા અથવા માળા બનાવે છે જયારે અન્ય પ્રકાર ની માખી ના પુડા ફકત મીણ ના બનેલા હોય છે. આ મધમાખીઓ ના એક મધપૂડા માંથી આખા વર્ષ દરમ્યાન એક કિલો મધ નીકળે છે. આ માખી ધ્વારા તૈયાર થતા મધ માં ઔષધીય ગુણ વધારે હોય છે.

ડો. સી. સી. પટેલ,હીમાંશુ સી. પટેલ,  કીટક શાસ્ત્ર વિભાગ ,બં. અ કષિ મહા વિદ્યાલય,એ.એ.યુ.,આણંદ

સ્ત્રોતઃશીર્ષક - મધમાખી પાલન

પ્રકાશક: વિસ્તરણ શિક્ષણ નિયામક આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ– ૩૮૮૧૧૦

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

4.5
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top