વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મધમાખી પાલન નું અર્થકરણ

મધમાખી પાલનનું અર્થકરણ વિશેની માહિતી આપવામાં આવી છે

મધમાખી ઉછેર એ કૃષિ આધારીત વ્યવસાય છે જે ખેડુતોને ખેતી ઉપરાંતની વધારાની આવક મેળવવા કરી શકે છે. મધધમાખી ફૂલોના રસ ને મધમાં ફેરવે છે અને તેને મધપુડામાં સંગ્રહ કરે છે. મધમાખી વિવિધ પાકોમાં પરાગનયન કરતી હોવાથી પાક ઉત્પાદનમાં વધારો જોવા મળે છે. જંગલમાં મધપુડા માંથી મધ એકત્ર કરવાની પધ્ધતિ ઘણા સમયથી ચાલતી આવી છે. મધ અને તેના ઉત્પાદનોની વધતી જતી માંગને કારણે મધમાખી ઉછેર એક ઉત્તમ વ્યવસાય તરીકે આગળ આવી રહેલ છે. મધ અને મીણ બે મહત્વના ઉત્પાદનો મધમાખી ઉછેર દરમ્યાન પ્રાપ્ત થાય છે.

મધમાખી ઉછેરથી આજીવિકા ઉપાર્જન માં થતા ફાયદા

 

  • મધમાખી ઉછેર ઓછો સમય, રોકાણ અને માળખાકીય જરૂરીયાતોમાં કરી શકાય છે.
  • મધ અને મીણ બંને ખૂબજ ઓછા ખર્ચમાંથી તૈયાર કરી શકાય છે.
  • મધમાખી ઉછેર અન્ય કૃષિ સ્ત્રોતો સાથે કયાંય સ્પર્ધામાં  ઉતરતુ નથી.
  • મધમાખી ઉછેર પર્યાવરણ જાળવવા/બચાવવા અગત્યનો ભાગ ભજવે છે.
  • મધમાખીઓ અનેક વનસ્પતિઓમાં પરાગનયનમાટે જવાબદાર છે અને તેથી સુર્યમુખી, રાયડો જેવા પાકોની ઉપજ વધારવામાં મદદરૂપ બને છે.
  • મધ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ઔષધ છે. મધ મેળવવાની જૂની ઢબથી મધમાખીઓના વસવાટ નાશ પામે છે મધમાખીઓને પેટીમાં  ઉછેરવાથી વધારે પ્રમાણમાં મધ મળે છે અને મધમાખીઓનો નાશ અટકાવી શકાય છે.
  • મધમાખી ઉછેર વ્યકિતગત રીતે અને સમુહમાં પણ કરી શકાય છે. મધ અને મીણ માંથી સારુ એવુ વળતર મળે છે.

સ્ત્રોતઃ પ્રો. ડી. બી. સિસોદીયા, ડો. સી. સી. પટેલ , કૃષિ સંસોધન કેન્દ્ર,એ.એ.યુ.,આણંદ

સ્ત્રોતઃ શીર્ષક- મધમાખી પાલન

પ્રકાશક: વિસ્તરણ શિક્ષણ નિયામક આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ– ૩૮૮૧૧૦

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

4.33333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top