હોમ પેજ / ખેતીવાડી / મરઘાં - મધમાખી ઉછેર / મધમાખી પાલન / પરાગરજ અને મધુરસ પુરી પાડતી વનસ્પતિઓ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પરાગરજ અને મધુરસ પુરી પાડતી વનસ્પતિઓ

પરાગરજ અને મધુરસ પુરી પાડતી વનસ્પતિઓ વિશેની માહિતી આપવમાં આવેશે છે

મનુષ્ય ઘણી જાત નાં પ્રાણીઓ પાળે છે અને તેને એવી રીતે કેળવે છે કે તેમને પોતાના ખોરાક કે રક્ષણ માટે ભેગા કરેલા કે ઉત્પન્ન કરેલા પદાર્થો તેઓ સહેલાઈ થી મેળવી શકે. આવા પ્રાણીઓ પૈકી મધમાખી આપણને મધ અને મીણ આપે છે. મધમાખી અને વનસ્પતીઓ નો સબંધ ઘણો જુનો છે મધમાખીઓ પોતાનો ખોરાક મેળવવા માટે અમૂક વનસ્પતીઓ નાં ફૂલો માંથી મધુરસ(નેકટર)અને પરાગરજ(પોલન)એકઠા કરે છે. મનુષ્ય ધ્વારા આવા નાના પ્રમાણ માં ઝરતો મધુરસ તેમજ પરાગરજ ભેગા કરવા લગભગ અશકય છે. મધમાખી અવિરત પણે કામ કરી આશરે એક લાખ ફેરા કરી ને એક કિલો મધ નો જથ્થો ભેગો કરી શકે છે. મધમાખી આવું કરે ત્યારે એક ફુલ પર થી બીજા ફુલ પર જાય છે. ત્યારે અજાણપણે પરાગનયન પણ કરે છે અને ફલનીકરણ માં મદદ કરી પાક નો ઉતારો વધારવા માં મદદરૂપ બને છે. આમ, મધુરસ અને પરાગરજ એ મધમાખી નો કુદરતી ખોરાક છે. મધુરસ અને પરાગરજ ની ઉપલબ્ધતા વિસ્તાર મૂજબ જુદી જુદી હોય છે. આથી મધુપાલકે મધુરસ અને પરાગરજ પુરી પાડતી વનસ્પતીઓ નું જ્ઞાન ધરાવવું આવસ્યક છે. મધુપાલન કરવા નું હોય તે સ્થળ ની આસપાસ નાં ૧.પ થી ર.૦ કિ.મી. વિસ્તાર માં મોજુદ હોય તેવી ૠતુ અનુસાર ઉગતી/વવાતી તમામ વનસ્પતીઓનું ફૂલ બહાર નાં સમય સાથેનું વાર્ષિક કેલેન્ડર બનાવવું જોઈએ. વર્ષ દરમ્યાન મધમાખીઓ ને પુરતો ખોરાક મળી રહે તે માટે મધુપાલકે જરૂરી વનસ્પતીઓનો વ્યાપ વધારવો જોઈએ. મધુપાલક પાસે ૠતુ અનુસાર વર્ષ દરમ્યાન મધમાખીઓ નો સક્રીય સમય તથા મધમાખી ની મધુરસ/પરાગરજ/બંને એકઠા કરવાની પ્રવૃતિઓની માહિતી નાં આધારે બનાવેલ કેલેન્ડર માં ફૂલ/પુષ્પ ની ઉપલબ્ધિ અંગે વ્યવસ્થાપન કરી શકાય અને મધમાખી પાલન નો વ્યવસાય કોઈ અડચણ વગર ચલાવી શકાય છે.

મધુરસ અને પરાગરજ ની ઉપલબ્ધતા અંગે મધુપાલક નીચેની માહિતી જાણતા હોવા જોઈએ

 • વિસ્તાર માં થતી તમામ વનસ્પતીઓ ની યાદી
 • જુદી જુદી વનસ્પતીઓ નો પુષ્પ બહાર નો સમય
 • વર્ષ દરમ્યાન કુદરતી રીતે ફૂલ/પુષ્પ ની અનઉપલબ્ધતાનો સમયગાળો
 • ઉપયોગી પુષ્પ ધરાવતી વનસ્પતિની ગીચતા

મધમાખી મધુરસ પોતાના ખોરાક માટે ભેગું કરતી હોય છે. આપણે ર૦ કિ.ગ્રા. મધ મેળવવા માટે આશરે ર થી ૪ એકર માં ૧૦૦ જેટલા ફૂલ/પુષ્પ ધરાવતા વૃક્ષો/વનસ્પતિની જરૂર રહે છે. મધમાખીઓને પરાગરજ/મધુરસ બંને પુરા  પાડતા બહુવર્ષિય વૃક્ષો ની સંખ્યા વધારવા નવું વાવેતર કરતું રહેવું જોઈએ. આખા વર્ષ દરમ્યાન પરાગરજ/મધુરસ મળતા રહે તે રીતે વિવિધાસભર વૃક્ષો નું વાવેતર કરવું આવશ્યક છે.

મધુરસ અને પરાગરજ ની ઉપલબ્ધતા ને અસર કરતાં પરિબળો

 • જમીન નો ભેજ
 • ઉષ્ણતામાન
 • જમીન નો અમ્લતા આંક
 • જમીન ની ફળદ્રુપતા
 • હવા માંનો ભેજ
 • વરસાદ
 • સુર્યપ્રકાસ
 • પવન

જુદી જુદી વનસ્પતીઓ નું કેલેન્ડર

 • સરસાવ,રાઈ,તારામીરાં વગેરે ઓકટોબર થી ફેબ્રુઆરી સુધી પરાગ અને મધુરસ નાં ઉત્તમ સ્ત્રોત છે.
 • બીજ ઉત્પાદન માટેના ધાણા,મુળા,ગાજર,ફુલાવર,કોબીજ,ડુંગળી વગેરે પણ  ફેબ્રુઆરી થી માર્ચ દરમ્યાન  પરાગ અને મધુરસ પુરું પાડે છે.
 • સુર્યમુખી અને રામતલ ચોમાસામાં પરાગ અને મધુરસ નાં ઉત્તમ સ્ત્રોત છે.
 • કઠોળ વર્ગ ના પાકો માં રજકો તથા બરસીમ એપ્રિલ જૂન માં ખૂબ મધુરસ આપે છે. મગ અને અળદ ચોમાસામાં  જયરે તુવેર  ઓકટોબર થી ફેબ્રુઆરી સુધી મધુરસ નો ઉત્તમ સ્ત્રોત છે.
 • કપાસ ના ફૂલ જૂલાઈ થી ડિસેમ્બર તેમજ ગજરાજ ઘાંસ ના ફૂલ જૂન થી સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ હોય છે
 • મકાઈ અને બાજરા નાં પરાગરજ જૂલાઈ થી સપ્ટેમ્બર સુધી  ઉત્તમ સ્ત્રોત છે.
 • જાંબુ, ખજુરી, તાડવૃક્ષ, આમળા, બોર, લીમડો, ગુલમહોર વગેરે પણ મધુરસ અને પરાગ એકત્ર કરવા માટે ઉત્તમ વૃક્ષો છે.
 • આમલી એપ્રિલ થી જૂલાઈ, ફાલ્સા  એપ્રિલ થી ઓગસ્ટ,અને મહૂડો,કરંજ તેમજ તરબુચ એપ્રિલ મે દરમ્યાન પરાગ અને મધુરસ નો સ્ત્રોત છે.
 • કેળ સમગ્ર વર્ષ દરમ્યાન, નાળીયેરી મે–જૂન તથા લીંબુ વર્ગની વનસ્પતિઓ ફેબ્રુઆરી–માર્ચ માં વધુ પ્રમાણ માં મધુરસ અને પરાગ પુરા પાડે છે.
 • નીલગિરી જાન્યુઆરી થી જૂન સુધી મધુરસ અને પરાગ પુરા પાડે છે.
 • ગલગોટા જાન્યુઆરી થી સપ્ટેમ્બર સુધી જયારે ચાઈના એસ્ટર નામનાં ફૂલ સપ્ટેમ્બર થી નવેમ્બર સુધી પરાગ અને મધુરસ નો સ્ત્રોત છે.

આ ઉપરાંત ગુજરાત માં જીરૂ,વરીયાળી, સૂવા,અજમો, ગૂલ મહેંદી, રાતરાણી,ગરમાળો, તામ્રવૃક્ષ,રીંગણી, સાગ, ચીકુ, જામફળ, દાડમ, બોર, વેલા વાળા શાકભાજી વગેરે વનસ્પતિઓ મધમાખીઓ ને મધુરસ અને પરાગરજ પુરા પાડતા હોય છે. વધુમાં મધુપાલકો ની જાણ માટે મધ્ય ગુજરાત માં સામાન્યતઃ વવાતાપાકો અને હયાત વૃક્ષો ઉપર વર્ષ નાં કયા સમયે અને કેટલા સમય સુધી ફૂલ અવસ્થા રહેતી હોય છે તેની પ્રાથમિક માહિતી અંહી આપેલ છે. આ વિસ્તાર માં મધુપાલકો દર્શાવેલ માહિતી નાં આધારે વનસ્પતિઓ નું કેલેન્ડર વિકસાવી શકે છે.

લેખક :એમ. ડી. સુથાર મિનાક્ષી લુણાગરીયા, કીટક શાસ્ત્ર વિભાગ ,બં. અ કષિ મહા વિદ્યાલય,એ.એ.યુ.,આણંદ

સ્ત્રોતઃશીર્ષક -મધમાખી પાલન
પ્રકાશક: વિસ્તરણ શિક્ષણ નિયામક આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ– ૩૮૮૧૧૦

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

3.25
હાજી મુસા ભાઈ મેર Jul 29, 2019 12:25 PM

મધ માખી પાલન ચાલુ કરવું માટે તાલીમ ની વ્યવસ્થા કરો

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top