অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અન્ય યોજનાઓ

માછીમાર કલ્યાણકારી આવાસ યોજના

માછીમાર કલ્‍યાણકારી યોજના અંતર્ગત રાજય આવાસ વિહોણા માછીમારોને આવાસ બાંધકામ માટે રૂા.પ૦,૦૦૦/-ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. ર૦ આવાસ દીઠ એક ટયુબવેલ બનાવવા માટે રૂા.૩૦,૦૦૦/- તથા ૭પ આવાસ દીઠ એક કોમ્‍યુનીટીહોલ બનાવવા માટે રૂા.૧,૭પ,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે.

વર્ષ ૨૦૧૨-૧૩ માં આ યોજના તળે ૮૨ આવાસ અને ૧ ટયુબવેલ માટે કુલ રૂ. ૪૧.૩૦ લાખની સહાય ચુકવવામા આવેલ છે.

સક્રિય માછીમારો માટેની જુથ અકસ્માસત વિમા યોજના

દરીયાઇ અને આંતરદેશીય વિસ્‍તારના રાજયનાં તમામ સક્રીય માછીમારોને સદરહું યોજનામાં આવરી લેવામાં આવેલ છે.તે મુજબ કુલ ર,૧૮,ર૭૦ સક્રીય માછીમારોને લાભ આપવામાં આવનાર છે.સદરહું યોજનામાં સક્રીય માછીમારોને અકસ્‍માતે અવસાન અથવા કાયમી અપંગતાના કિસ્‍સામાં રૂા.૧,૦૦,૦૦૦/- અને અકસ્‍માતે અંશતઃ અંપગતાના કિસ્‍સામાં રૂા.પ્‍૦,૦૦૦/-નું વીમા કવચ પુરૂ પાડવામાં આવે છે.

વર્ષ ૨૦૧૨-૧૩ માં રૂ. ૩૧.૬૫ લાખના ખર્ચે તથા વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૩૧.૬૫ લાખના ખર્ચે ર,૧૮,ર૭૦ સક્રીય માછીમાર લાભાર્થીઓને વીમા કવચ નીચે આવરી લેવામા આવેલ છે.

માછીમારોને બાયોમેટ્રીક કાર્ડ પુરા પાડવા

તારીખ ૨૬/૧૧/૨૦૦૯ ના રોજ મુંબઈમાં થયેલ આતંકવાદી હુમલાના પરિણામે દરિયાઈ સુરક્ષાના ભાગરૂપે કેન્દ્ર સરકારશ્રી દ્વારા તમામ દરિયાઈ માછીમારોને બાયોમેટ્રીક કાર્ડ આપવાની નવી યોજના અમલમાં મુકવામાં આવેલ.

ભારત સરકારશ્રી દ્વારા નક્કી થયા મુજબ ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા પેપર બેઝ ડેટા કલેક્શન અને ફોટોગ્રાફ તથા ફિંગરપ્રિન્ટ લેવાની કામગીરી તા. ૭/૮/૨૦૧૦ થી ૧૩ જીલ્લામાં એકસાથે શરૂ કરવામાં આવેલ હતી રાષ્ટ્રીય સુરક્ષા અંતર્ગત બાયોમેટ્રીક કાર્ડના પોલીસ વેરીફીકેશન માટેના ડેટાની સોફ્ટકોપી દરેક જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રીને મોકલી આપી પોલીસ વેરીફીકેશન કરાવવામાં આવેલ છે.

મત્‍સ્‍યોધોગ ખાતા તરફથી કુલ ૧,૩૪,૦૫૦ માછીમારોના ડેટા એકત્રીત કરી, ભારત ઈલેક્ટ્રોનીક્સ લિમિટેડ(BEL) બેગ્‍લોરને મોકલી આપવામાં આવતા, ભારત ઈલેક્ટ્રોનીક્સ લિમિટેડ(BEL), બેગ્‍લોર તરફથી ૧,૨૮,૨૮પ બાયોમેટ્રીક કાર્ડ બનાવી મોકલી આપતા, જીલ્‍લાઓને તેની વિતરણ કામગીરી માટે મોકલી આપવામાં આવેલ છે. કુલ ૧,૨૦,૬૬૩ કાર્ડ વિતરણની કામગીરી પુર્ણ થયેલ છે.

બીજા તબ્‍બકાની કામગીરી શરુ કરવામાં આવેલ છે. જેમા ૫૬૩૦ માછીમારના પેપર બેઝ ડેટા કલેક્શન અને બાયોમેટ્રીક ડેટા એકત્રિત કરવામાં આવેલ છે. અને તેની ચકાસણીની કામગીરી બેલ ધ્‍વારા કરવામાં આવી રહેલ છે.

માછીમારી બોટોની કલર કોડની કામગીરી

રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં દરિયામાં વિવિધ હેતુથી જતી બોટોની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે સુરક્ષા એજન્સીઓ તરફથી માછીમારી કરતી બોટોનો કલર કરવાનુ નક્કી થયેલ છે. ભારત દેશના વિવિધ દરિયાઈ રાજ્યો માટે માછીમારી બોટોના કલર કોડ આ પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે.

ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા-૨૦૦૩ ની જોગવાઈ અનુસાર તથા તટરક્ષક દળ, કોસ્ટગાર્ડ વિભાગ (NW) ગાંધીનગરના પત્ર ક્રમાંક: ૭૦૧૪ તા. ૧૨/૦૪/૨૦૧૧ ને ધ્યાને લઈ ગુજરાત રાજ્યની માછીમારી બોટો માટે કલરકોડ નક્કી કરવામાં આવેલ છે.

કલરકોડ મુજબ તમામ મત્સ્યબોટોના કેબીનમાં નારંગી રંગ, પઠાણમાં કાળો રંગ તેમજ સુકાનની ઓરડી (વ્હીલ હાઉસ) અથવા કેનોપીમાં નારંગી રંગ લગાડવાનુ નક્કી કરવામાં આવેલ છે.

આ કલરકોડ મુજબ વહાણનો રજિસ્ટ્રેશન નંબર કાળા રંગથી લખવો તેમજ કેબીન ઉપર તથા બોટના મોરાની બન્ને બાજુએ કાળા બેકગ્રાઉન્ડમાં સફેદ અક્ષરથી ફ્લોરેસેન્ટ ઓઈલ પેઈન્ટથી બોટનુ નામ, રજિસ્ટ્રેશન નંબર અંગ્રેજીમાં લખવા તથા આવા અક્ષરની ઉંચાઈ ૧૦ સેમી તથા પહોળાઈ ૨ સેમી ઓછી ન હોવી જોઈએ. યાંત્રિક અને બિન યાંત્રિક દરિયાઈ માછીમારી વહાણની ડાબી અને જમણી બાજુએ ચાર જગ્યાએ ભારતીય ધ્વજ ચીતરવો.

ફીશીંગ બોટોના કલર કોડના કડક રીતે અમલ કરવા માટે જે ફીશીંગ બોટો એ કલર કોડનો અમલ ન કરેલ હોય તેવી ફીશીંગ બોટોને માછીમારો માટે જવા માટે ટોકન ઇસ્‍યુ કરવુ નહી તે મુજબની સૂચના આપવામાં આવેલ છે.

આજની સ્‍થિતિ એ રાજયમાં ૯૦ ટકા ફીશીંગ બોટો ધ્‍વારા કલર કોડની અમલવારી કરવામાં આવેલ છે.

માછીમારી બોટોનુ રજીસ્ટ્રેશન

ReAL Craft એ મત્સ્યોદ્યોગ ખાતા માટે NIC દ્વારા બનાવવામાં આવેલ ઈ-ગવર્નન્સ વેબ બેઝ પોર્ટલ છે.

આ પ્રોજેક્ટ માછીમારી કરતી બોટોના ઓન-લાઈન રજિસ્ટ્રેશન અને લાયસન્સ માટેનો પ્રોજેક્ટ છે.

દરિયાઈ સુરક્ષા સાથે સંકળાયેલ એજન્સીઓને આ વ્યવસ્થાથી દરેક ફીશીંગ બોટોની માહિતી જોઈએ ત્યારે મળી શકે.

ReAL Craft દ્વારા માછીમારી કરતી બોટોનો રેકોર્ડ ઓન-લાઈન ઉપલબ્ધ થઈ શકશે. આ એપ્લીકેશન દ્વારા ભારતના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતી બોટો વિષેની જરૂરી માહિતી ગમે તે સમયે મેળવવી શક્ય બનશે.

આ પ્રોજેક્ટ મુજબ તમામ દરિયાઈ રાજ્યોમાં સ્ટેટ લેવલ નેટવર્ક અને ઓન-લાઈન રજિસ્ટ્રેશન સીસ્ટમ ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે.

NIC નવી દિલ્લી ખાતે આ માટે એક સેન્ટ્રલ સર્વર બનાવવામાં આવશે જેની સાથે તમામ રાજ્યોના ડેટા સંકળાયેલા રહેશે. ReAL Craft સાથે સંકળાયેલા મુખ્ય કાર્યક્રમમાં નૉલેજ પોર્ટલ, રજિસ્ટ્રેશન અને લાયસન્સની કામગીરી, લાયસન્સ રિન્યુ કરવાની કામગીરી, ડુપ્લીકેટ લાયસન્સ/રજિસ્ટ્રેશન સર્ટિફીકેટ ઈસ્યુ કરવાની કામગીરી, બોટ માલિક કે ક્રુ મેમ્બર્સની માહિતીમાં થયેલ ફેરફાર, બોટની માહિતીમાં થયેલ ફેરફાર (એન્જીન, બોટની રચના, ગિઅર, ફ્યુઅલ ટેંક, લાઈફ સેવિંગ સાધનો, ઈન્સ્યોરન્સની માહિતી) વગેરેનો સમાવેશ થાય છે.

NIC દ્વારા ઓનલાઈન બોટ રજિસ્ટ્રેશન માટે જરૂરી તમામ હાર્ડવેરની ખરીદી કરી ખાતાની સબંધિત જીલ્લા કચેરીઓમાં તેનુ ઈન્સ્ટોલેશનનુ કામ પૂર્ણ કરવામાં આવેલ છે.

મત્સ્યોદ્યોગ ખાતા અને NIC દ્વારા ખાતાના સબંધિત કર્મચારીઓ તથા અધિકારીઓને ReAL Craft સોફ્ટવેર બાબતે તાલીમ આપવામાં આવેલ છે.

હાલમાં ખાતાની જીલ્લા કચેરીઓ દ્વારા ઓનલાઈન બોટ રજિસ્ટ્રેશન અન્વયે ડેટા એન્ટ્રી કરવાનું કામ ચાલુ છે. જે સત્વરે પૂર્ણ કરી દેવામાં આવશે.

તા.૨૭/૧/ર૦૧૪ની પરિસ્થિતિ મુજબ મળેલ ૨૨૬૪૮ અરજીઓની સામે ૨૨૧૬૩ બોટોનું રજીસ્ટ્રેશન થયેલ છે

સ્ત્રોત  : મત્સ્યોદ્યોગ કમિશ્નર, કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate