অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મૂલ્ય વધારનારી બનાવટો

મૂલ્ય વધારનારી બનાવટો

માછલીમાંથી બનાવાતી મૂલ્યવર્ધક ચીજો

માછલીની કટલેટ

સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફીશરીઝ ટેકનોલોજી દ્વારા બનાવાતી ઘણી બધી બનાવટોમાંની માછલીની કટલેટ એક બનાવટ છે. આ વાનગી બનાવવા માટે મૂળ કાચી સામગ્રી તરીકે રાંધેલી માછલી અથવા માછલીનું ઝીણું છીણેલું માંસ હોવું જરૂરી છે.

આખી માછલીમાંથી માંસ ખેંચી કાઢનાર મશીન દ્વારા કઢાયેલું માંસ

  • બાફેલું માછલીનું માંસ : ૧૦૦ ગ્રામ
  • મીઠું : (સ્વાદ અનુસાર)
  • તેલ : ૧૨૫ મિલી
  • લીલા મરચાં : ૧૫ ગ્રામ
  • ડુંગળી : ૨૫૦ ગ્રામ
  • બટાકા (બાફેલા) : ૫૦૦ ગ્રામ
  • મરી પાવડર : ૩ ગ્રામ
  • લવિંગનો પાવડર : ૩ ગ્રામ
  • તજ પાવડર : ૨ ગ્રામ (સ્વાદ અનુસાર)
  • હળદર : ૨ ગ્રામ
  • ઈંડા : ૪ નંગ
  • બ્રેડનો ભૂકો : ૨૦૦ ગ્રામ

મેથડ ઓફ પ્રીપરેશન:

  • માછલીના ઝીણા ઝીણા ટુકડાને ૨૦ મિનિટ સુધી ઉકળતા પાણીમાં બાફો.
  • પાણી નીતારો (જો માછલી આખી હોય તો તેને કાપીને તૈયાર કરીને ૩૦ મિનિટ સુધી બાફો અને તેમાંનું પાણી નીતારી દો.
  • માછલીની ચામડી, ભીંગડાં અને હાડકાં કાઢીને માંસને અલગ પાડો.
  • બાફેલા માંસમાં મીઠું અને હળદર ઉમેરી તેને બરાબર મિક્સ કરી દો.
  • ડુંગળી બદામી રંગની થાય ત્યાં સુધી તેને સાંતળો. લીલાં મરચાં અને આદુને પણ સાંતળી દો પછી આને બાફેલા માંસમાં ભેળવી દો.
  • આમાં છુંદેલા બટાકા અને મરીમસાલા ઉમેરી તેને બરાબર મિક્સ કરો.
  • આ માવાના ૪૦ ગ્રામના એક એવા ઈંડાકાર અથવા ગોળ આકારના ટીકડા તૈયાર કરી તેને તોડેલા ઈંડામાં બોળો પછી તેને બ્રેડનાં ભૂકામાં ફેરવી તેને ડીપ ફ્રીઝરમાં મૂકી દો.
  • તેના પરનો બરફ ઓગાળી નાંખી તેને તળી લઈ તેને ખાઓ.
સ્ત્રોત : સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફીશરીઝ ટેકનોલોજી કોચીન

માછલીના બોલ્સ

માછલીની કેટલીક એવી જાતો છે કે જેની તાજી માછલીના બજારમાં બહુ માંગ નથી પરંતુ તે ખાદ્ય માછલીઓની સરખામણીમાં પોષકતત્વોવાળી અને ફાયદાકારક છે. આવી માછલીઓનેા અસરકારક વપરાશ સુનિશ્ચિત કરવા માટે તેને તરત જ બનાવીને પીરસી શકાય અથવા તરત જ રાંધી શકાય તેવા ગુણવત્તાવર્ધક સુવિધાજનક બનાવટ તરીકે બજારમાં મૂકવી. જેની દેશમાં અને પરદેશમાં પણ ખાસી એવી માંગ છે. માછલીનાં બોલ્સ એ માછલીના માંસ અને સ્ટાર્ચમાંથી બનાવેલી અને પ્રક્રિયા કરીને આવરણવાળી બનાવટ છે અથવા અનૂકુળ પ્રવાહીના માધ્યમમાં બનાવેલી ગરમ કરીને બનાવેલી વાનગી છે.

બનાવવાની રીત

  • માછલીનું માથું કાઢી નાંખીને તેના આંતરડા બહાર કાઢી નાંખીને તથા તેને ૧ % મીઠું અને ૫ % અનાજની કાંજીથી સારી રીતે ધોઈને માંસમાંથી હાકડાં છુટા પાડનાર મશીનનો ઉપયોગ કરીને તૈયાર કરેલા માછલીના માંસને મિક્સ કરો (જરૂર જણાયતો તેમાં લસણ, આદુ જેવા મસાલાઓ ઉમેરી શકાય.)
  • તેના નાના-નાના ગોળ બોલ્સ બનાવો કે જે ૨-૩ સે.મી.ના પરિઘવાળાં હોય તેને ૧ % ખારા ઉકળતા પાણીમાં ૫-૧૦ મિનિટ સુધી બાફો.
  • આ રાંધેલા બોલ્સને ઠંડા પડવા દો પછી તેને તેના લોટમાં કે બ્રેડનો ભૂકો લગાવી દો.
  • આ બોલ્સને થર્મોકોલવાળી ટ્રેમાં પેક કરી દો અથવા તેને ગરમ વેજીટેબલ તેલમાં તળીને પેક કરી દો.
તેને ફ્રિજમાં રાખીને ૧૮’ સેન્ટીગ્રેડ તાપમાનમાં રાખી સાચવો.

જો કે જુદી-જુદી જાતની માછલીઓનું માંસ માછલીના બોલ્સ બનાવવા માટે વપરાય છે. પરંતુ થ્રેડફીન બ્રીમ(Nemipterus japonicus), પલ્લીકોરા (Otolithus argenteusj) અને બરાકુડા (Sphyraena spp.), જેવી માછલીની જાતોના માંસમાંથી સંતોષકારક વાનગી બને છે. તાજા પાણીની માછલીઓ જેવી રોહુ (Labeo rohita) અને કાટલા (catla catla) પણ આ વાનગી માટે વપરાય છે. તેમ છતાં આવા કેસોમાં યાંત્રિક ગળણીથી ગાળેલું અને શુદ્ધ કરેલું માંસ હોવું જરૂરી છે. જેથી તેના ફરોડરજ્જુમાંના કાંટાથી બચી શકાય.

સ્ત્રોત : સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફીશરીઝ ટેકનોલોજી કોચીન.

માછલીનું અથાણું

પારંપારિક રીતે અથાણાં લીબું, આદુ, લસણ અને કેરાં જેવા શાકભાજીમાંથી બને છે અને તેને ભોજન સાથે મહત્વની વાનગી તરીકે ખાવામાં આવે છે. આવા અથાણાં માછલી અથવા માંસમાંથી બનાવવામાં આવતાં હોવા છતાં તેનાથી લોકો પહેલાં અજાણ હતાં. આવી ખાદ્યચીજો હવે ખૂબ પ્રખ્યાત બનવા માંડી છે અને હવે બજારમાં વિવિધ બ્રાન્ડોના નામે ઉપલબ્ધ છે.

જરૂરી ઘટકો/ સામગ્રી

  • માછલી (સાફ કરેલી અને નાના ટુકડા કરેલી) : ૧ ક્રિગ્રા
  • રાઈ : ૧૦ ગ્રામ
  • લીલા મરચાં (નાના-નાના ટુકડા કરેલા) : ૫૦ ગ્રામ
  • આદુ (છોલેલું અને છીણેલું) : ૧૫૦ ગ્રામ
  • મરચાનો પાવડર : ૫૦ ગ્રામ
  • હળદર : ૨ ગ્રામ
  • જીનજેલી તેલ : ૨૦૦ ગ્રામ
  • વિનેગર (એસેટીક એસિટ ૧.૫%) : ૪૦૦ મિલી
  • મીઠું : ૬૦ ગ્રામ
  • ખાંડ : ૧૦ ગ્રામ
  • તજ, લવિંગ, ઈલાયચીનો પાવડર : ૧.૫ ગ્રામ

બનાવવાની રીત
માછલીના વજનના ૩% જેટલું મીઠું નાંખીને તેને મિક્સ કરીને બે કલાક સુધી રહેવા દો. થોડી ખારી અને થોડી સૂકી માછલી પણ વાપરી શકાય. બહુ જ થોડા તેલમાં માછલીઓને તળી લો. તળેલા માછલીઓને અલગ રાખો.

બાકી રહેલા તેલમાં રાઈ, લીલા મરચાં, લસણ અને આદું વિગેરેને તળી લો અને પછી તેમાં મરચાંનો પાવડર, મરી પાવડર, હળદર ભેળવી તેને બરાબર મિક્સ કરી તેને ધીમા તાપે થોડી મિનિટ સુધી થવા દો. પછી ગેસ /સ્ટવ પરથી ઉતારી તેમાં સૂકી માછલી ભેળવી બરાબર હલાવો. જ્યારે રંધાઈ જાય ત્યારે તેમાં વિનેગર, તજ, લવિંગ અને ઈલાયચીનો પાવડર, ખાંડ અને બચેલું મીઠું ઉમેરી તેને બરાબર હલાવો. આ ઘટકો ઢંકાઈ જાય તેટલું પૂરતું ઉકાળેલું પાણી તેમાં ઉમેરો ત્યારપછી તેને સાફ, જંતુમુક્ત કરેલી કાચની બરણીઓ ભરી તેની પર એસિડપ્રુફ ઢાંકણાથી તેને બંધ કરી દો અને ધ્યાન રાખો કે બરણીમાંના અથાણા પર તેલનું એક પડ જરૂરથી હોય.

આ અથાણાંના પેકીંગ માટે ૧૨ માઈક્રોનના ૧૧૮ માંઈક્રોન પોલીસ્ટર લેમિનેટેડ પાઉચનો ઉપયોગ કરવો.

પ્રોનનું અથાણું
જરૂરી ઘટકો/સામગ્રી

  • છોલેલા પ્રોન્સ : ૧ કીગ્રા.
  • લીલા મરચાં : (નાના નાના ટુકડા કરેલા) ૫૦ ગ્રામ
  • આદુના નાના ટુકડા : ૧૫૦ ગ્રામ
  • લસણ : ૨૦૦ ગ્રામ
  • મરચાંનો પાવડર : ૩૫ ગ્રામ
  • હળદર : ૨ ગ્રામ
  • જીન્જેલી ઓઈલ : ૨૦૦ મીલી.
  • વિનેગર (૧.૫% એસીટીક એસિડ) (ઉડાળીને ઠંડુ પાડેલું) : ૩૦૦ મિલી.
  • મીઠું : (આશરે ૬૦ ગ્રામ) સ્વાદ અનુસાર
  • ખાંડ : ૫ ગ્રામ

બનાવવાની રીત
છોલેલા પ્રોનને મીઠા સાથે ભેળવી (પ્રોનના વજનના ૩% મીઠાંમાં) તેને તડકામાં ૧-૨ કલાક રાંધી સુકાવા દો. પ્રોનને ઓછામાં ઓછા તેલમાં તળીને અલગથી રાખો. બાકી રહેલા તેલમાં લસણ, આદુ અને લીલા મરચાંને તળીલો. જ્યારે તે તળાઈને બદામી રંગનું થઈ જાય ત્યારે તેમાં મરચાંનો પાવડર, હળદર તેને સ્ટવ/ગેસ પર મૂકી ઉમેરી બરાબર હલાવો પછી તેને ગેસ પરથી ઉતારી તેમાં પ્રોન ઉમેરી તેને બરાબર મિક્સ કરો. તે ઠંડુ પડે ત્યારે તેમાં વિનેગર, ખાંડ અને બચેલું ઉમેરો જરૂર જણાય તો તેમાં ૧ % એનેટીક એસીડ ઉમેરો.પછી તેને સાફ, સૂકી બરણીમાં ભરો અને ધ્યાન રાખો કે અથાણાં પર તેલનું એક થર રહે.

૧૨ માઈક્રોન પોલિસ્ટર ૧૧૮ માઈક્રોન એલડી.-એચ.ડી.થી લેમિનિટેડ પાઉચમાં તેનું પેકીંગ કરો.

સ્ત્રોત : સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફિસરીઝ ટેકનોલોજી કોચીન.

માછલીના સૂપનો પાવડર

જુદી-જુદી ચીજોમાં જેવી કે શાકભાજીઓ, માંસ, ઈંડા, ચીકન વિગેરેમાંથી સૂપ પાવડર બનાવવામાં આવેલાં સૂપ પાવડરો ખૂબ પ્રખ્યાત છે અને વિશ્વનાં જુદા-જુદા ભાગોમાં તે બહોળા પ્રમાણમાં વાપરવામાં આવે છે. પ્રોટીન, વિટામીન, ચરબી અને ખનિજ તત્વો જેવા પોષક તત્વો આમાં વિપુલ પ્રમાણમાં હોય છે. તેમ છતાં માછલીનું સૂપ સામાન્ય રીતે જોવા મળતું નથી. પરંતુ સસ્તી માછલીઓ સૂપ પાવડર બનાવવા માટે વાપરવામાં આવે છે. જરૂરી ઘટકો/ સામગ્રી

જરૂરી ઘટકો/ સામગ્રી

  • કાઢી લીધેલું બાફેલું માંસ : ૭૫૦ ગ્રામ
  • મીંઠું : ૧૭૦ ગ્રામ
  • ચરબી : ૧૨૫ ગ્રામ
  • ડુંગળી : ૭૫૦ ગ્રામ
  • ઘાણાં : ૧૨ ગ્રામ
  • સ્ટાર્ચ : ૨૫૦ ગ્રામ
  • દૂધનો પાવડર : ૧૦૦ ગ્રામ
  • ખાંડ : ૩૦ ગ્રામ
  • મરી પાવડર : ૧૫ ગ્રામ
  • એસ્ક્રોલીક એસિડ : ૧.૫ ગ્રામ
  • કોર્બોકસીમિથાઈસ સેલ્યુલોઝ : ૩ ગ્રામ
  • મોનો સોડિયમ ગ્લુટામેટ : ૧૦ ગ્રામ

બનાવવાની રીત

  • પ્રક્રિયા કરેલા માછલીના માંસને મિક્સ કરવું: ૧૫0 ગ્રામ મીલી.પાણીમાં પ્રક્રિયા કરેલ માછલીના માંસને છુટું પાડી દો અને વારીંગ બ્લેન્ડરમાં મટિરિયલને મિક્સ કરી દો.
  • તળેલા ઘટકોને ભેગા કરીને ફરીથી : મિક્સ કરવાં ઉપર બતાવેલા ઘટકોમાંનાં વેજીટેબલ ઓઈલમાં ડુંગળીને સાંતળી લો જ્યારે ડુંગળી આછી બદામી રંગની થઈ જાય ત્યારે તેમાં ઘાણા અને મરીનો પાવડર ઉમેરો અને હલાવો તેને ગેસ પરથી ઉતારી લો.પછી મિક્સ કરેલી માછલીનાં માસમાં તળેલી ડુંગળી અને દૂધના પાવડર સિવાયના અન્ય ઘટકો ભેળવો અને ફરીથી તે જાડું સારું પેસ્ટ ન બની જાય ત્યાં સુધી તેને ફેરવો.
  • સુકવવું : આ જથ્થાને એલ્યુમિનિયમની ટ્રે માં રેડી તેનો પાતળો થર કરો અને તેને ડ્રાયરમાં લગભગ ૭૦ સેન્ટીગ્રેડના તાપમાને સૂકવો.
  • પાવડર બનાવી તેમાં દૂધનો પાવડર ઊમેરવો : સૂકાયેલા જથ્થાને ડ્રાયરમાંથી કાઢી તેનો પાવડર કરો પછી એક સારી બનાવટ બનાવવા માટે તેમાં દૂધનો પાવડર ઉમેરો.
  • પેકીંગ : આ સૂપના પાવડરને હવાચુસ્ત પોલીથીન બેગમાં, એલ્યુમિનિયમ ફોઈલ બેગોમાં અથવા ડબ્બાઓમાં પેક કરો (આ સૂપ પાવડરને સંધરવાની / વાપરવાની મર્યાદા ૧ વર્ષની હોય છે.)

વાપરવા માટેની તૈયારી :
૧૦૦ ગ્રામ મિલી પાણીમાં ૫ મિનિટ માટે ૫ ગ્રામ સૂપ પાવડરને ઉકાળો અને તેને પીરસો.

સ્ત્રોત : સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફીશરીઝ ટેકનોલોજી કોચીન

ફીશ વેફર

કાર્બોહાઈડ્રેડ અને મુખ્ય બેઝ રાખીને તેમાં મીઠું અને બીજા કેટલાંક મિક્સ કરીને મરી મસાલા વાળી કે તે વગરની સૂકી, તરત જ કે પીરસી/ખાઈ શકાય તેવી વેફર્સ દેશના મોટાભાગના પ્રદેશોમાં જાણીતી છે. આ બનાવટને જુદી-જુદી ભાષામાં જુદા-જુદા નામે ઓળખવામાં આવે છે. જેમ કે મલયાલમમાં કોંડાત્તર્ન, તામિલમાં વાયલ, કનારીસમાં સાન્ડીંગ્સ, તેલુગુમાં ઓડીયાલું અને બંગાળીમાં ટિકિયા આ બનાવટમાં માછળીનું પ્રોટીન પ્રસૂર માત્રમાં હોય છે. તેને બનાવવાની રીત નીચે આપેલી છે.

જરૂરી સામગ્રી/ઘટકો

  • પ્રક્રિયા કરેલું માછલીનું માંસ : ૨ કીગ્રા
  • અનાજનો લોટ : ૧ કિલો
  • ટેપિઓડા સ્ટાર્ચ : ૨ કિગ્રા
  • સાદુ મીઠું : ૫0 ગ્રામ
  • પાણી : ૩.૫ ગ્રામ

બનાવવાની રીત

  • ૧૦ મિનિટ સુધી પ્રક્રિયા કરેલા માછલીના માંસને ૧ લીટર પાણીમાં મિકેનીકલ ગ્રાઈન્ડીંગ મશીનથી ભેળવો.
  • તેમાં અનાજનો લોટ, ટેપિઓડા સ્ટાર્ટ અને મીઠું ઉમેરી તેને પાણીમાં ૧ કલાક સુધી મિશ્ર કરો.
  • આ મિશ્ર જથ્થાનો એલ્યુમિનિયમ ટ્રેનાં ૧-૨ એમ.એમ.ની જાડાઈવાળો પાતળો થર કરો અને તેને ૩-૫ સુધી વરાળમાં બાફો.
  • રૂમના તાપમાન જેટલુ તેને ઠંડુ પડવા દો.
  • રાંધેલા મટિરિયલને ઈચ્છિત આકારમાં કાપો અને તેને તડકામાં સૂકવો અથવા આર્ટિફિશીયલ ડ્રાયરમાં (૪૫ અંશ સેન્ટિગ્રેડથી ૫૦ સેન્ટિગ્રેડના તાપમાને) તેમાં ૧૦% કરતાં ઓછો ભેજ રહે ત્યાં સુધી સૂકવો.
  • આ સુકાયેલી બનાવટને અનુરૂપ માત્રામાં સીલ કરાય તેવી પોલીથીન બેગોનાં અથવા કાચની બોટલોમાં ભરો અને તે વેચાણ સુધી તેને ઠંડી અને સૂકી જગ્યાએ સંગ્રહ કરો.,

આ બનાવટ બે વર્ષ સુધી સારી સ્થિતિમાં સંઘરી શકાય છે.

રંગીન માછલીની વેફર બનાવવા માટે પ્રક્રિયા કરેલા માછલીના માંસમાં અન્ય ઘટકો ઉમેરતાં સમયે તેમાં પરમીટેડ ફૂડ કલર ભેળવી શકાય.

સામાન્ય રીતે આ પ્રકારની બનાવટ તેલમાં તળ્યા બાદ તેને નાશ્તા તરીકે અથવા વધારાની સ્વાદ માટેની વાનગી તરીકે વાપરવામાં આવે છે.

સ્ત્રોત : સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફીશરીઝ ટેકનોલોજી કોચીન

અનૂરૂપ પાઉચમાં તરત જ પીરસી/ ખાઈ શકાય તેવી માછલીની કઢી

આજના સમયમાં ફ્લેક્સીબલ પાઉચમાં પેક કરેલી માંછલીની કઢીનું ખૂબ મહત્વ છે. આ પદ્ધતિમાં ધાતુનાં કેન આ ભરવાના વાસણ તરીકે વાપરવામાં આવે છે.

તરત ખાઈ શકાય/ પીરસી શકાય તેવી માછલી કાઢીને વર્તમાન સ્ટોરેજ કન્ટેનરમાં ભરવાના ગેરફાયદા.

  • આવા ડબ્બાઓમાં કઢી ભરવાથી ડબ્બાની ધાતુમાંનો એક પ્રકારનો વિચિત્ર સ્વાદ તેમાં ભળે છે
  • ભારતમાં ધાતુના ડબ્બા વાપરવા પોષાતાં નથી.
  • જો ધાતુનાં ડબ્બા મજબુત ન હોય તો તેમાંથી આવી કઢી લીક થઈ શકે છે.
  • ફ્લેક્સીબલ પાઉટ ગરમી સામે ટકી શકતાં નથી અને તેના ઘણાં ગેરફાયદાઓ છે.

તરત પીરસી શકાય તેવી માછલીની કઢીને પેક કરવાની સુધારેલી પદ્ધતિ

  • સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફીશરીઝ ટેકનોલોજીએ ત્રણ પડવાળી બનાવટ વાળી ફ્લેક્સીબલ પાઉચો આવી કઢીના પેકીંગ માટે વિકસાવ્યાં છે.
  • આવા ફ્લેક્સીબલ પાઉચ પોલીએસ્ટર એલ્યુમિનિયમ ફોઈલ/ કાસ્ટ પોલી પ્રોફીલીનના હોય છે.
  • આવા ફ્લેક્સીબલ પાઉચ ભારતમાં સી.આઈ.એફ.ટી દ્વારા વિકસાવવામાં આવ્યા છે.
  • સી.આઈ.એફ.ટી એ ઉચ્ચસ્તરની ફીશ કરીનું ઉત્પાદન કર્યુ છં. ઓવર પ્રેશર ઓટો ફ્લેનનો ઉપયોગ કરીને આ રીતે બનાવેલી કઢી રૂપમાંના તાપમાનમાં કોઈપણ પ્રકારના ફેરફાર વગર ૧ વર્ષ સુધી સંઘરી શકાય છે.
વધુ વિગત માટે સંપર્ક કરો.
નિયમકશ્રી
સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફીશરીઝ ટેકનોલોજી (આઈ.સી.એ.આર.)
સી.આઈ.એફ.ટી. જંક્શન મત્સ્યપુરી પી.ઓ.
વીલીગ્ડન આઈલેન્ડ, કોચીન - ૬૮૨ ૦૨૯, કેરળ, ભારત.
ફોન નં : ૯૧(૦) ૪૮૪- ૨૬૬૬૮૪૮
ફેક્સ નં : ૯૧(૦) ૪૮૪-૨૬૬૮૨૧૨
ઈમેઈલ : cift@ciftmail.org

મીઠાપાણીની સ્વાદિષ્ટ માછલી રેઈનબોમાં બનાવાતી વિવિધ મૂલ્યવર્ધક વાનગીઓ.

રેઈનબો નામની મીઠાપાણીની સ્વાદિષ્ટ માછલી એ વિલાયતથી આયાત કરેલી ઠંડા પાણીની માછલી છે. જે ભારતના ઘણા ભાગોમાં જોવા મળે છે. રેઈનબો માછલીના સંવર્ધન માટે હિમાલીયન ફુટહીલ્સ, કાશ્મીર કર્ણાટકના દક્ષિણ ઘાટોના ઉપરના ઝરણાં, તામિલનાડુ અને કેરળ આદર્શ ક્ષેત્રો છે. શહેરીજનોમાં આ માછલીની ખૂબ માંગ છે. વર્તમાનમાં ભારતમાં આ માછલી તાજી ખૂબ ઠંડી કરેલી સ્થિતિમાં વેચવામાં આવે છે. આ પ્રકારની માછલીઓમાંથી વિવિધ ગુણવત્તાવર્ધક બનાવટો બનાવવામાં આવે છે.

તાજી માછલીને સાચવવાના/ સંભાળવાના અભ્યાસો

  • તરત જ પકડેલી માછલીઓના આંતરડા કાઢી, ધોઈને સારી સાચવણી માટે બરફમાં પેક કરવી.
  • સારી ચીલીંગ પ્રેકટિસોથી તાજી માછલીને આખીને આખી સાચવી શકાય છે
  • વેક્ટેરિયા માછલીને દુષિત થતી અટકાવવા/ તેનું પ્રમાણ ઘટાડવા માછલીના આંતરડા કાઢી તેની ચૂઈ કાઢી અને સારી રીતે ધોઈને બરફમાં પેક કરવી. આખી માછલી ને તેના માંસનાં ટુકડાઓનું વેચાણ કરી શકાય છે. પ્રોસીસીંગના જુદા-જુદા તબક્કે મળતું પરિણામ નીચે મુજબ છે
પ્રોસેસીંગના તબક્કાઓ યીલ્ડ/પરિણામ/ફાયદો
માછલીના ટુકડા પરની ચામડી ૪૨.૧-૪૮.૧%
ચામડી વગરની માછલીના ટુકડા ૩૯.૬-૪૨.૫%
માંસ ૩૩.૯-૩૮.૭%

ઉછરેલી રેઈનબો માછલી તરતનુ બંધારણ નીચે મુજબનું હોય છે

ભેજ

૭૮.૧૦%

ફુડ પ્રોટીન

૧૯.૮૦

ફેટ/ચબરી

૦.૬૨%

એશ

૦.૬૧%

ફોઝન માછલી

રેઈનબો માછલીને ફિજીંગ કરીને અને કોલ્ડ સ્ટોરેજમાં નાંખીને વધુ સમય સુધી સારી સ્થિતિમાં રાખી શકાય છે. ફોઝન બનાવટનું ડિહાઈડ્રેશન અને ઓક્સિડેશનને ઘટાડવા માટે એક-એક માછલીને પોલીથીનીન કવરમાં પેક કરવી અસરકારક છે. આવી ફોઝન કરેલી આખી માછલીને ૧૮ સેન્ટીગ્રેડ તાપમાને ૧૨ મહિના સારી સ્થિતિમાં રાખી શકાય છે.

સ્મોલ્ડ ટ્રાઉટ

આ માછલી સર્વસામાન્ય ગુણવત્તાવર્ધક છે કે આંતરડા કાઢેલી આખી માછલીને ગરમ વરાળ આપીને બનાવવી આ પ્રક્રિયા દરમિયાન તેને સારી રીતે રાંધવામાં આવે છે. જેથી તેને તરત જ ખાઈ શકાય તેવી હોય છે. સી.આઈ.એફ.ટી. આ માછલીમાં વરાળ આપીને બનાવેલી બનાવટ બનાવવામાં માટેની તરનીક પ્રમાણિત કરી છે. આખી માછલીના આંતરડા કાઢીને ખુલ્લી કરીને ઠંડી સફેદ કરવા માટે તેને ૧૦% ખારા પાણીમાં ૧૫ મિનિટ સુધી રાખો પછી માછલીનો ઈચ્છિત રંગ અને સુગંધ મેળવવા માટે તેને ૬૦ સેન્ટિગ્રેડ તાપમાન પર ગરમ ધૂમાડો ૩ કલાક સુધી આપો. ખૂબ જ ઠંડી (ચિલ્ડ) કરેલા સ્ટોરેજનો અભ્યાસ બતાવે છે કે વેક્યુમથી પેeક કરેલી સ્મોક્ડ ટ્રાઉટ હવાથી પેક કરેલી ટ્રાઉડ માછલી કરતાં ૧૧ મહિના સુધી સારી સ્થિતિમાં રહે છે.

આવરણ/પડ ચઢાવેલા (કોટેડ) માંસનાં ટુકડાઓ

વેલ્યુ એડેડ બનાવટો પછી આપી કોટેડ બનાવટોની માંગ વધુ છે આને રાંધતી વખતે પ્રવાહી સાથે વાટેલું માંસ, મીઠું ઈંડા ભેળવવામાં આવે અને બ્રેડનો ભૂકો લગાવવામાં આવે તો તેના દેખાવ સુધરે છે. આવું કરતાં પહેલાં ચામડી વગરના આખી માછલીના ટુકડાઓને ઠંડાને સફેદ કરવા માટે ૫% મીઠું અને ૦.૧% સાઈટ્રીક એસિડમાં ૧૦ મિનિટ રાખવામાં આવે છે. આ બનાવટ ૧૮ સેન્ટિગ્રેડ તાપમાને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે તો ૧ વર્ષ સુધી સારી રહે છે.

ડબ્બામાં પેક કરેલી ટ્રાઉટ માછલી

આખી માછલીના આંતરડાં કાઢી,તેને ધોઈ તેના એકસરખી સાઈઝનાં ચપટા ટુકડા કરવામાં આવે છે. તેને ૦.૫% વાળા સાઈટ્રીક એસિડવાળા ૧૦% એન.એ.સી.આઈના ૧0 મિનિટ સુધી સફેદ કરવામાં આવે છે. પછી ૪૫ અંશ સેન્ટિગ્રેડ તાપમાને બે કલાક સુધી વરાળ આપવામાં આવે છે અને એક કલાક માટે તેને આંશિક સુકવવામાં આવે છે. આશરે ૧૨૦ ગ્રામ આવા ચપટા મછલીના ટુકડાઓને ૩૦૭*૧૦૭ ટી.એફ.એસ.ના ડબ્બામાં પેક કરી શકાય છે. આ ચપટા ટુકડાને રિફાઈન્ડ મગફળીના તેલમાં ૧૨૧ અંશ સેન્ટિગ્રેડ તાપમાને પકવવામાં આવે છે. વરાળ આપીને બાફેલી ચપ્ટી તેલમાં પકવેલા માછલીના ચપટા ટુકડા એક ઉત્તમ બનાવટ છે. જેને ૧ વર્ષ કરતાં વધુ સમય સુધી ગમે તેવી પરિસ્થિતિમાં સાચવી શકાય છે.

વધુ વિગત માટે સંપર્ક કરો.

નિયામકશ્રી
સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફીશરીઝ ટેકનોલોજી (આઈ.સી.એ.આર.)
સી.આઈ.એફ.ટી., જંકશન, મત્સ્યપુરી (પી.ઓ.)
વિલીન્ડન થાઈલેન્ડ, કોચીન- ૬૮૨૦૨૯, કેરળ, ભારત.

માછલીને મીઠું પાઈ પકવવાની સુધારેલી પદ્ધતિ

મીઠું પાઈને માછલીને પકવવાની પદ્ધતિ આપણા દેશની પરંપરાગત, સસ્તામાં સસ્તી અને અતિપુરાણી પદ્ધતિ છે.

Disadvantages in the present method of curing

  • સામાન્ય રીતે હલકી ગુણવત્તાવાળી માછલીઓ મીઠું પાઈને પકવવાની બનાવટો માટે વપરાય છે.
  • આમાં વપરાતું મીઠું ખૂબજ હલકી ગુણવત્તાવાળું, સારી એવી ગંદકી અને રેતીવાળું હોય છે, આમ, આવી રીતે સ્વચ્છતાનું ધ્યાન રાખ્યા વગર પકાવેલી માછલી સ્વાભાવિક રીતે હલકી ગુણવત્તાવાળી હોય છે.
  • આવા માછલીને મીઠામાં પકાવવામાં યાર્ડમાં સારી ગુણવત્તાવાળું પાણી ઉપલબ્ધ હોતું નથી.
  • કાઢેલી માછલીઓને મોટા સિમેન્ટના ટાંકામાં મીઠાનાં વારાફરતી કરેલા પડમાં ખડકવામાં આવે છે. માછલી રાખવાની જગ્યાઓ સાફ રાખવી જોઈએ. તેનો પણ તેમને અહેસાસ થતો નથી. બે-ત્રણ દિવસ સુધી માંછલીને આવા ટાંકામાં મીઠામાં રાખ્યા પછી તેને બહાર કાઢીને ખુલ્લા દરિયાકિનારા પર સૂકવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન માછલીનો ખૂબ બધી રેતીથી પ્રદૂષિત થાય છે અને તેનું પેકીંગ કર્યા વગર જ પછી જમીન પર જ તેના ઢગલા કરવામાં આવે છે.
  • આ રીતે મીઠામાં પકવેલી માછલીઓ લાલ હલોફીલીક બેક્ટેરિયાથી દૂષિત થયાનું બતાવે છે અને આવી આ બનાવટને વધારેમાં વધારે ૨ થી ૩ અઠવાડિયાથી વધારે સમય સુધી સંઘરી શકાતી નથી.

સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફીશરીઝ ટેકનોલોજી રિસર્ચ સેન્ટર, કાલિકટે સારી ગુણવત્તાવાળી મીઠામાં પકવેલી માછલીઓની પદ્ધતિને પ્રમાણિત કરી છે. જેનું સંક્ષિપ્તમાં વર્ણન નીચે આપ્યું છે:-

પદ્ધતિ

  • પલળેલી તાજી માછલીઓને કિનારા પર લાવી તેની પર ચોંટેલી પોચી ને ચીકણી માટી અને ચોંટેલી ગંદકીને દૂર કરવા માટે તેને તરત જ સાફ દરિયાના પાણીમાં ઘૂઓ.
  • ત્યારપછી તેને મીઠામાં પકવવાના યાર્ડમાં લાવવામાં આવે જ્યાં તેની સ્વચ્છતા જળવાઈ રહે અને મટિરિયલની ગુણવત્તા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે પરંપરાગત પદ્ધતિના બદલે આગળની પ્રક્રિયા ખૂબ જ ધ્યાનપૂર્વક કરવામાં આવે જેમ કે માછલીઓ રેતી કે ગંદકીથી પ્રદૂષિત ન થાય તે માટે તેને સ્વચ્છ ટેબલો પર રાખી સાફ કરવી.
  • આ તમામ સફાઈને લગતા કામ માટે એ સલાહભર્યું છે કે ૧૦ પી.પી.એન. ક્લોરીનવાળું પાણી વાપરવામાં આવે.
  • પ્રક્રિયા કરવા માટેના ટેબલ પર માછલીઓમાંથી હાડકાંઓ કાઢી નાંખવામાં આવે તેના પેટે અને અંદરના અવયવો કાઢી નાંખવામાં આવે. સાર્ડિન જેવી માછલીઓના પરના ભીંગડાઓ પણ કાઢી નાંખવામાં આવે. ટેબલ નીચે રાખવામાં આવેલી બાસ્કોટમાં માછલીના પેટ અને તેની અંદરના ભાગો તરત જ કાઢીને નાંખવામાં આવે નાની માછલીઓના કેસમાં જ્યાં ધંધાકીય રીતે આવું કરવું વ્યવહારુ ન લાગે ત્યાં માછલીઓને બરાબર સાફ કરીને સીધી તેને મીઠામાં નાંખવી.
  • હાડકાં કાઢી નાંખેલી માછલીઓ પછી સારી ગુણવત્તાવાળા પાણીમાં ધૂઓ અને તે પાણીને કાઢી નાંખો આવું કાણાવાળા ડબ્બામાં સારી રીતે કરી શકાય છે.
  • મીઠું ચઢાવેલી માછલીઓને પછી કાળજીપૂર્વક સાફ કરાયેલા સિમેન્ટના ટાંકાઓમાં ગોઠવવામાં આવે છે અને ત્યાં તેને ૨૪ કલાક રાખવામાં આવે છે. ત્યારપછી માછલીઓને બહાર ટાંકામાંથી બહાર કાઢીને તેની પર ચોંટેલા વધારાના નક્કર મીઠાને દૂર કરવા માટે સારી રીતે પાણીમાં ધોવામાં આવે છે.
  • ત્યારપછી મીઠામાં પકવેલી માછલીઓને સાફ પ્લેટફોર્મ પર સૂકવવામાં આવે છે. આ પ્લેટફોર્મ સિમેન્ટના કે વાંસની પટ્ટીઓના હોઈ શકે. જો આવું કંઈ ઉપલબ્ધ ન હોય તો તેને વાંસની સાદડીઓ પર સૂકવી શકાય. પરંતુ આનાથી માછલીમાંના ભેજનું પ્રમાણ ૨૫ % કે તેથી નીચું જતું રહે.
  • દરેક તબક્કે સ્વચ્છતાનું યોગ્ય ધોરણ જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખવી.

ઉપયોગમાં લેવાતાં પ્રિઝરવેટીવ્સ

  • આ પદ્ધતિથી સૂકવેલી માછલીઓને પછીથી કેલ્શિયમ પ્રોપાઈનેટ અને સરસ ઝીણા મીઠાના મિશ્રણમાં રગદોળવી.
  • આ મિશ્રણ સરસ રીતે માછલીના વજનના ત્રીજા ભાગના વજનનું કેલ્શિયમ પ્રોપાઈનેટ માછલીના વજનના ૨૭ માં ભાગના મીઠાનો પાવડર ભેળવી બનાવી શકાય છે.
  • એ ધ્યાનમાં રાખો કે આવું મિશ્રણ માછલીના દરેક ભાગ પર એકસરખી રીતે લાગે.
  • આ પછી માછલીઓને અનુકૂળ વજનવાળા જથ્થામાં પોલિથીન બેગોમાં પેક કરી તેનું છૂટક વેચાણ કરવું .જથ્થાબંધ વેચાણ માટે પોલિથીનની લાઈનીંગવાળા કોથળાઓમાં પેક કરવી. આવું પેકીંગ કરવાથી સ્ટોરેજ દરમિયાન તેનું વધારે પડતું ડિહાઈડ્રેશન થતું અટકે છે તેમજ તેને નુકશાનકારક બેક્ટેરિયાથી પ્રદૂષિત થતી બચાવી શકાય છે.
  • સામાન્ય રીતે ૧૦ કી.ગ્રા. માછલીઓને રગદોળવા માટે આવું ૧ કી.ગ્રા. મિશ્રણ હોવું જરૂરી છે.
  • જ્યારે રાંધતા પહેલાં આ માછલીઓને પાણીમાં પલાળવામાં આવે છે ત્યારે તેમાંથી વધારાનું મીઠું અને આવું પ્રિઝર્વેટીવ મિશ્રણ પણ નીકળી જાય છે.
  • આમ આ મીઠીમાં પકવેલી માછલીઓને લાંબા સમય સુધી સાચવવાની ખૂબ જ સલામત, સરળ અને અસરકારક પદ્ધતિ છે.
  • આ રીતે સચવાયેલી માછલીઓને ઓછામાં ઓછા ૮ મહિના સુધી સારી સ્થિતિમાં રાખી શકાય છે.

પદ્ધતિના ફાયદા

  • આ પદ્ધતિ એટલી સરળ છે કે તેને કોઈપણ સામાન્ય માણસ સહેલાઈથી વાપરી શકે.
  • આનાથી માછલીઓને નુકશાનકારક બેક્ટેરિયાથી દૂષિત થતી બચાવી શકાય છે અને તેની સંઘરવાની મુદ્દત વધે છે.
  • કેલ્શિયમ પ્રોપાઈનેટની મીઠામાં પકવેલી માછલીના રંગ, સુગંધ કે સ્વાદ પર કોઈ અસર થતી નથી.
  • આ સરખામણીમાં સસ્તી પદ્ધતિ છે વિસ્તૃત જીવન અને વધતી જતી કિંમતનો અહેસાસ આ પદ્ધતિના કારણે થાય છે. આથી આના ઉત્પાદન ખર્ચમાં થતો થોડો વધું ખર્ચને અવગણી શકાય.
સ્ત્રોત : સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફીશરીઝ ટેકનોલોજી, કોચીન, કેરળ,

મત્સ્યઉછેર દ્વારા નકામા/પ્રદૂષિત પાણીનું શુધ્ધિકરણ

તાજેતરના વર્ષોમાં વધતા જતાં ઉદ્યોગોનાં દ્વારા વહેવડાવવામાં આવતું પ્રદૂષિત પાણી અને ઘન કચરા ઉપરાંત દેશમાં સતત વધતી જતી જનસંખ્યાના કારણે પાણીનો બગાડ એટલી હદનો થાય છે કે જેનો ઉપચાર કરવો મર્યાદા બહારનો છે. ઘરેલૂ ગટરોના દૂષિત પાણીના જથ્થામાંથી દૂષિત દ્રવ્યો બહાર કાઢી તેને કુદરતી પાણીમાં છોડવાના વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

જૈવિક ઉપચારનો વિચાર

  • જૈવિક ઉપચારમાં બાયોકેમિકલ પ્રતિક્રિયાઓ માટે બેક્ટેરિયાની કુદરતી પ્રવૃતિઓનો પદ્ધતિ સહનો ઉપયોગ સમાવિષ્ટ છે. જે ઓર્ગેનીક મેટરનું CO2, H20, N2 અને SO4 ની ઓક્સિડેશનમાં પરિણમે છે.
  • ઘરેલૂ ગટરોના સાફ કરવાની પ્રક્રિયાઓ કે જે બહોળા પાયે વાપરવામાં આવે છે તે ગટરમાંના ચીકણા કાદવને સક્રિય કરે છે અને તે નાની પાણીની દદૂડીથી તેને ગાળવાની પદ્ધતિ વાપરવામાં આવે છે. ઓક્સિડેશન/કચરાને સ્થિર રાખનાર તળાવો, હવાની અવર-જવર થાય તેવા લગન્સ અને એનારોનીક શુદ્ધિકરણ તંત્રમાં પરિવર્તન.
  • હાલમાં જે નવી જ શોધાયેલી દૂષિત પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા છે તે અપફલો એર્નાએ બીક સ્લજ બ્લેન્કેટ છે.
  • ગટરના પાણીને ફરીથી વાપરી શકાય તેવું બનાવતી મૂળે જૈવિક પ્રક્રિયાઓ જેવી કે ખેતી હોર્ટિકલ્ચર, માછલીઓનું સંવર્ધન વિગેરે કેટલાંક દેશોમાં પ્રચલિત છે. કલકત્તાની ભેરીઓમાં ગટરના પાણીમાં માછલીઓનો કરવામાં આવતો ઉચેર વિશ્વમાં પ્રખ્યાત છે. આ બધી રીતો પ્રદૂષિત પાણીમાંથી પોષક તત્વો પાછાં મેળવવા માટેની છે.
  • ગટરના પાણીને ફરીથી વાપરી શકાય તેવું બનાવતી વિવિધ પદ્ધતિઓ પરથી સૂચનો તારણ મેળવીને અને નકામાં પાણીની વ્યવસ્થા/ વહીવટ કરતી વિવિધ પદ્ધતિઓની અંકિડાકીય જોતાં માછલીના ઉછેર દ્વારા પાણી શુદ્ધિકરણ કરવાની પદ્ધતિને ઘરેલુ ગટરના પાણીને સુધારવાની પ્રમાણિત અને સૂચિત પદ્ધતિ તરીકે માનવામાં આવે છે

ઉપચારાત્મક/ સુધારાત્મક પ્રક્રિયા

માછલીઓ/ જીવસૃષ્ટિનો ઉછેર કરીને નકામા પાણીને ફરીથી વાપરવા લાયક બનાવવા માટે ગટરના પાણીની ઈનટેક સીસ્ટમ પાણીમાં થતી વનસ્પતિનો ઉછેર, ગટરમાં પોષાતી માછલીઓનું તળાવ અને નિકાલની પદ્ધતિનો સમાવેશ થાય છે. પાણીમાં થતી વનસ્પતિઓનું સંવર્ધનમાં શ્રેણીબદ્ધ ડકવીડ તળાવોનો સમાવિષ્ટ છે. જ્યાં સ્પાઈરોડેલા, વોલ્ફા અને લેન્ના જેવા મેક્રોફીટીસ ઉછેરવામાં આવે છે. નકામું પાણી ગુરુત્વાકર્ષણબળથી અથવા પંપથી ખેંચીને ડકવીડ કલ્ચર સીસ્ટમને પહોંચાડવામાં આવે છે. જ્યાં તમને માછલીઓના તળાવમાં મૂકતાં પહેલા ૨ દિવસ રાખવામાં આવે છે.

  • ૧ એન.એલ.ડી નકામા પાણીની ટ્રીટમેન્ટ માટે વિકસાવવામાં આવેલું મોડેલ ૨૫ મીટર * ૮ મીટર*૧ મીટરનાં એક એવા ૧૫ ડકવીડ તળાવોનું અને ૩ લાઈનોમાં બનાવેલું હોય છે. આમ, નહેરો દ્વારા ત્રણ ડકવીડ તળાવોની શ્રેણીઓ દ્વારા માછલીના તળાવ સુધી પાણી પહોંચાડવામાં આવે છે.
  • આ પદ્ધતિમાં ૫૦ મી * ૨ મી ના ૨ માછલીના તળાવો અને ૪૦ મી * ૨0 મી. *૨ મી. ના માર્કેટીંગ તળાવોનો સમાવેશ થાય છે. આ પદ્ધતિ દ્વારા ગટરના પાણીમાં ઘન કચરાને કાઢી નાંખીને પ્રાથમિક સ્તરે સાફ કરેલું પાણી મેળવી શકાય છે.
  • બીજી બાજુ ભુવનેશ્વર શહેરના બે જુદા-જુદા વિસ્તારોમાં ૮ એમ.એલ.ડી. ગટરના પાણીને શુદ્ધ કરવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી. પરંતુ આટલા વિશાળ નકામા પાણીના જથ્થાને શુદ્ધ કરવાની પદ્ધતિમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો.
  • જ્યારે બી.ઓડી નું મહત્તમ લેવલ પાણીના શુદ્ધિકરણ માટેની રેન્જ ૧૦૦-૧૫0 એન.જી./૧ ની હોય તો જ્યાં ઓર્ગેનીક જથ્થો અને બીઓડીનું સ્તર ઘણું ઉંચુ હોય ત્યાં એર્નાબીક યુનિટને સમાવવું જરૂરી છે.
  • ડકવીડ કલ્ચર નકામા પાણીમાં ભારે ધાતુઓ અને રસાયણિક તત્વોના નિકાલમાં મદદરૂપ થાય છે નહીં તો ઉછરેલી માછલીઓ દ્વારા તે માનવીના ખોરાક તરીકે જાય છે. આ પણ એક પોષક tt તરીકે સેવા આપે છે, યુટ્રોફીકેશન અસરને ઘટાડે છે અને તેની ફોટો સિન્થેસીસ પ્રવૃતિ દ્વારા તે ઓક્સીજન પૂરો પાડે છે. ૧૫૦ એન.જી./૧ બી.ઓડી.લેવલનું ૧૧૫-૨૦ એન.જી./૧ જેટલું શુદ્ધપાણી કે જેને કુદરતી પાણામાં છોડી શકાય તેનું અલગ-અલગ માપદંડોથી પ્રમાણિત કરેલું પાણી મેળવી શકાય છે.
  • ઉચ્ચ કે ઉત્પાદનક્ષમતા અને ગટર આધારિત સીસ્ટમની ક્ષમતાનો લાભ લઈને માછલી ઉછેરવાળા તળાવોના ૩-૪ ટન કાર્પસ/હા નું ઉત્પાદન મેળવી શકાય છે. પાણીમાં ઉછરતી વનસ્પતિ અને માછલીઓનું ઉત્પાદન કરતી પાણીની શુદ્ધિ કરનારી જૈવિક ટ્રીટમેન્ટ સીસ્ટમ વપરાય છે. આવી જૈવિક ટ્રીટમેન્ટ પદ્ધતિની મુખ્ય મર્યાદા એ છે કે શિયાળામાં અને સમશીતોષણ હવામાનની પરિસ્થિતિમાં તેની કાર્યક્ષમતા ઘટી જાય છે. આ પદ્ધતિમાં અન્ય પદ્ધતિની તુલનામાં ૧ એમ.એલ.ડી ગટરના પાણીની ટ્રીટમેન્ટ માટે માત્ર ૧.૦ હા જેટલી ઓછી જમીનની જરૂર પડે છે અને તેમાંથી મેળવાતા ઉત્પાદનોની કમાણીમાંથી કામ કર્યાનો ખર્ચો આંશિક રીતે મેળવી શકાય છે. આથી આ પદ્ધતિ નકામા પાણીને કુદરતી પાણીમાં છોડતાં પહેલાંની ટ્રીટમેન્ટ આપનારી આદર્શ પદ્ધતિ છે.

એમ.એલ.ડી.પાણીના શુદ્ધ કરવાના ખર્ચની વિગત

ક્રમ નં.

વિગત

રકમ (લાખમાં)

આઈ

ખર્ચ

 

નિયત મૂડી – Fixed Capital

 

૧.

ડકવીડ તળાવો (૦.૪ હા) નો બાંધકામ ખર્ચ

૩.૦૦

૨.

માછલીના તળાવો (૦.૨ હા) નો બાંધકામ ખર્ચ

૧.૨૦

૩.

ડેપ્યુરેશન તળાવ (૦.૧ હા) નો બાંધકામ ખર્ચ.

૦.૬૦

૪.

પાઈપ લાઈનો, દરવાજા, એફ્યુઅન્ટ ચેનલ્સ વિગેરે.

૫.૦૦

૫.

પંપો અને અન્ય ઈન્સ્ટોલમેન્ટ્સ, તળાવોની લાઈનીંગ્સ વિગેરે

૫.૦૦

પાણીના વિશ્ર્લેષણના સાધનો

૧.૦૦

 

સબ ટોટલ

૧૫.૮૦

બી.

ઓપરેશનલ ખર્ચ

 

૧.

વેતન (૨@ Rs.2000/- માસિક)

૦.૪૮

૨.

વીજળી અને બળતણ

૦.૨૪

૩.

માછલીના બિયારણનો ખર્ચ

૦.૦૨

૪.

પરચૂરણ ખર્ચ

૦.૧૦

 

સબ ટોટલ

૦.૮૪

II

આવક

 

૧.

૧૦૦૦ કીગ્રા. માછલીનું વેચાણ @ ૩૦ રૂ।./કિગ્રા.

૦.૩૦

 

ઓપરેશનલ ખર્ચનું ટકાવારીમાં વળતર

૩૫%

સ્ત્રોત : સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફેશવોટર એકવાક્લચર, ભુવનેશ્વર, ઓરિસ્સા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate