હોમ પેજ / ખેતીવાડી / મત્સ્યોદ્યોગ / બચ્ચાંને જન્મ આપતી માછલીઓનું પ્રજનન
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બચ્ચાંને જન્મ આપતી માછલીઓનું પ્રજનન

બચ્ચાંને જન્મ આપતી માછલીઓનું પ્રજનન ની માહિતી આપે છે..

વિશ્વમાં રંગીન માછલીઓનું સુશોભન આજે એક લોકપ્રિય શોખ થઈ ગયો છે. રંગીન માછલીઓનો ઉછેર વધવાને કારણે વિશ્વ સ્તરે તેના વેપારમાં વધારો જોવા મળી રહ્યો છે. રંગીન માછલીઓને પ્રજનનની રીતભાત પ્રમાણે મુખ્યત્વે જીવંત બચ્ચાં જન્મ આપનાર અને ઈંડા આપનાર એમ બે વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જીવંત બચ્ચાંને જન્મ આપનાર બધી માછલીઓ બહુ ખડતલ હોય છે અને શરૂઆત કરનારા માટે તેનો ઉછેર કરવો ઉત્તમ છે. આ માછલીઓ બચ્ચાંને પોતાના શરીરમાં રાખે છે અને જીવંત મુક્ત રીતે તરતા બચ્ચાંને જન્મ આપે છે. આવી માછલીઓમાં ગપ્પી, મોલી સ્વોર્ડ ટેઈલ અને પ્લેટી ફિશનો સમાવેશ થાય છે.

ગપ્પી :

ગપ્પીને મિલિયન કે રેઈન્બો (મેઘધનુષ) માછલી તરીકે ઓળખવામાં આવે છે. જે દુનિયાનાં ઉષ્ણ કટીબંધ પ્રદેશોમાં જોવા મળે છે અને તે કદ, આકાર અને પર્યાવરણની પરિસ્થિતિને મહદ્ અંશે અનુકૂળ થવાની ક્ષમતાને લીધે સૌથી વધુ જાણીતી મીઠાપાણીની રંગીન માછલી પણ છે. લાંબી પૂછડી વક્રાકાર પૂંછ, હૃદયના આકારની પૂંછડી વગેરે અલગ અલગ આકાર અને કદમાં જોવા મળે છે.

મોલી :

આ માછલીને નાની પાંખવાળી મોલી સામાન્ય મોલી કે વહાણનાં સઢ જેવી પાંખવાળી મોલી તરીકે ઓળખવામાં આવે છે. તે બહુ જાણીની રંગીન માછલી છે. મોલી અસામાન્ય પરિસ્થિતિ સહેલાઈથી વેઠી શકનાર તથા જલ્દીથી અનુકૂળ થઈ જનાર જાતી છે જે દરિયા કિનારાના પાણી, ભાંભરા પાણીના ખાડા અને મીઠાપાણીના વહેળામાં મળી આવે છે. આ માછલીની કળી, સુવર્ણ, લીલી, ચાંદી, લાલ, લગન આકાર કે યુ આકાર વગેરે સંવર્ધન કરેલ પ્રજાતિઓ છે.

સ્વોર્ડ ટેઈલ :

આ માછલીના નરમાં પૂંછના નીચેના રેસા તલવાર આકારના હોવાથી તેનું નામ સ્વોર્ડ ટેઈલ (તલવાર આકારની પૂંછવાળી માછલી) રાખવામાં આવેલ છે. મુખ્યત્વે ગીચ વનસ્પતિ ધરાવતા પ્રવાહો અને નદીમાં જોવા મળે છે. નરની પૂંછડી ઉપરની બાજુથી તિક્ષ્ણ અને લીલી, કેસરી, લાલ કે પીળા રંગની જોવા મળે છે. બીજી અગત્યની જાતીઓમાં રેડ વગેટેઈલ, બ્લેક ટેઈલ અને ટેલેડો મુખ્ય છે.

પ્લેટી ફિશ:

પ્લેટી જાણીતી રંગીન માછલી છે જેમાં ઘણા પ્રકારની જેવીકે મીકી માઉસ, વેગટેલ, ટુડો, મુન, વાદળી, લાલ, કોમેટ, હાઈફીન વગેરે સંવર્ધન કરેલ પ્રજાતિઓ જોવા મળે છે. તે ટૂંકું, જાડું અને સપાટ શરીર ધરાવતી નાના આકારની ઉષ્ણ કટીબંધની માછલી છે. તે શાંત સ્વભાવની હોવાથી અન્ય જાતિઓ સાથે રાખી શકાય છે. મોટા ભાગની વ્યાપારી સંવર્ધન કરેલ પ્લેટી માછલીઓ અંત:પ્રજનન અને વધુ ઉત્પાદનને કારણે બહુ ખડતલ હોતી નથી.

રંગીન માછલીઓનું પ્રજનન ધંધાની દૃષ્ટિએ મોટા પાયા પર મોટા તળાવોમાં અને નાના પાયા પર વ્યકિતગત રીતે શોખ ખાતર કરી શકાય છે. રંગની માછલીઓ મોટે ભાગે સહેલાઈથી ઉત્પન્ન કરી શકાય અને વ્યાપારી રીતે જાણીતી જાતો ઈંડા આપનાર અને બચ્ચાંને જન્મ આપતી માછલીઓના સમૂહમાં આવે છે.

બચ્ચાંને જન્મ આપતી માછલીનું પ્રજનન

જાતિ

જાતિની ઓળખ

કદ

બચ્ચાં.

પ્રતિ માદા

ગપ્પી

નર-નાનાં ચળકતાં અને મળદ્વાર મીનપક્ષ ગોનોપોડિયમ (પ્રજનનનું અંગ) માં રિવર્તિત થયેલું હોય છે.

૨.૫-૩.૫

૨૦-૧OO

માદા-મોટી, ઝાંખા રંગની અને સામાન્ય મળધ્વાર મીનપક્ષ ધરાવે છે.

પ-૬

મોલી

નર-પૃષ્ઠ મીનપક્ષ મોટું અને લહેરાતું તથા ગોનોપોડિયમ ધરાવતા

૭-૮

30-90

માદા-મોટી અને મળદ્વાર મીનપક્ષ ગોનોપોડિયમ વગરની હોય છે.

૮-૯

સ્વોર્ડ ટેઈલ

નર-પાતળા, ગોનોપોડિયમની સાથે અને પંછ નીચેથી તલાવર આકારની હોય છે.

૬-૭

૨૦-૧૦૦

માદા-સામાન્ય મળદ્વાર મીનપક્ષ અને પૂંછડીવાળી

૭-૯

પ્લેટી

નર-નાના અને ગોડોપોડિયમ ધરાવતાં

૩-૪

૧૦-૧૦૦

માદા-મોટી અને સામાન્ય મળદ્વાર મીનપક્ષવાળી

૪-૫

અંતગર્ભધાન અને વિકાસ:

બચ્ચાને જન્મ આપતી માછલીઓમાં નર સમાગમ સમયે શુક્રાણુઓને માદાના શરીરમાં દાખલ કરવામાં આવે છે. આમાંથી કેટલાંક શુક્રાણુઓ છુટા પડી ઈંડા સાથે ગર્ભાધાન શક્ય બનાવે છે જયારે બાકીના શુક્રાણુઓ અંડાશયમાં હવે પછીના ગર્ભાધન માટે અનામત પડી રહે છે. સગર્ભા માદાના શરીરનો નીચલો ભાગ જાડો હોય છે. આવું ઘેરા રંગની માછલીઓમાં તપાસવું અઘરૂ છે. ઈંડાનો વિકાસ થઈ બચ્ચાં અંદર જ ઈંડાની બહાર નીકળે છે અને માદાના શરીરમાંથી પૂર્ણ વિકાસ થઈ બહાર આવે છે. વિકસતા ગર્ભને પોષણ માદાની અંદર રહેલી જરદીથી જ મળે છે. બચ્ચાંની સંખ્યા માદાના કદ ઉપર મોટેભાગે આધારિત રહેતી હોય છે.

તાજા જન્મેલા બચ્ચાંઓનું રક્ષણ:

કેટલીક બચ્ચાંને જન્મ આપતી માદાઓ સ્વજાતિ ભક્ષી હોય છે અને તે પોતાના બચ્ચાંને પણ ખાઈ જતી હોય છે એટલા માટે આવી અવસ્થામાં તેના બચ્ચાઓને પિંજરા કે જલીય વનસ્પતિનો ઉપયોગ કરી સુરક્ષિત કરવા જોઈએ,

પ્રજનન પિંજર :

મોટી સંખ્યામાં અથવા એકાદી ગર્ભવતી માદાને નાના કાણાંવાળા પિંજરા અથવા જાળીવાળા પિંજરામાં મુખ્ય પ્રજનન ટાંકીમાં એવી રીતે રાખવામાં આવે છે કે પ્રજનન પછી નાના બચ્ચાં પિંજરાની જાળીમાંથી બહાર આવી જશે અને પ્રજનક આમાંથી બહાર નીકળી શકશે નહી. જન્મ સમયે બચ્ચાં તરવાની ક્ષમતા ન ધરાવતાં હોવાથી તરત જ પાણીની નીચેની બાજુ જશે. આ સમયે તેનો વધારે શિકાર થવાની શક્યતા હોવાથી પિંજરાને લીધે સહેલાઈથી છટકી શકે.

જલીય વનસ્પતિવાળી ટાંકીમાં પ્રજનન :

ગર્ભિત માદા એ પુખ્ત નર-માદાને ખૂબ જ પ્રમાણમાં રાખેલ જલીય વનસ્પતિ દા.ત. હાઈડિલા, વેલીસનેરીયા વાળી ટાંકીમાં રાખી પ્રજનન કરાવી શકાય છે. નવા તાજાં જન્મેલા બચ્ચાં વનસ્પતિના પાંદડામાં સંતાઈ જશે. બચ્ચાંને જન્મ આપ્યા બાદ નર-માદાને ટાંકીમાંથી કાઢી લેવાય છે.

બચ્ચાંનો ખોરાક :

તાજા જન્મેલા બચ્ચાંને સજીવો અને ઝીણો દળેલો ખોરાક આપવો જોઈએ.

સ્ત્રોત:જુલાઈ-ર૦૧૭,વર્ષ:૭૦,અંક:૩,સળંગઅંક ૮૩૧,કૃષિગોવિધા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

3.0
જયેન્દ્રભાઈ Sep 10, 2019 02:54 PM

હુ રંગીન માછલીની હેચરી બનાવવા માંગુ છુ મને માર્ગદર્શન આપી મને મદદ કરશો પ્લીઝ 🙏

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top