অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મહત્વની કામગીરી

ફીશીંગ નેટ

સંસ્થા દ્વારા જુદા જુદા ત્રણ પ્રકારની માછલાં પકડવાની જાળ અને દોરીઓનું ઉત્પાદન કરી તે માછીમારોને પૂરી પાડવાની કામગીરી કરવામાં આવે છે.

કુલ ત્રણ પ્રકારની ફીશીંગ નેટ ઉપલબ્ધ છે.

  • નાયલોન મલ્ટી ફીલામેન્ટ નેટ
  • એચ.ડી.પી.ઇ. નેટ
  • નાયલોન મોનો ફીલામેન્ટ નેટ
  • ફીશીંગ નેટ જુદીજુદી સાઇઝ તથા જાડાઇમાં ઉપલબ્ધ છે. જેનો ભાવ પ્રતિ કિલો અલગ-અલગ હોય છે.

ફીશીંગ નેટ મેળવવાનું સ્થળ જાણો

નાયલોન નેટ પ્લાન્ટ
સી.ટી.એમ.મીલ પાસે, રામોલ રોડ,
ખોખરા, અમદાવાદ.
(ઓ.) ૦૭૯-૨૫૮૫૩૭૨૯ 
(મો.) ૯૪૨૭૩૦૪૦૦૪

નાયલોન સેલ્સ ડેપો
કેન્ટીન બિલ્ડીંગ, વેરાવળ, 
(ઓ) ૦૨૮૭૬-૨૩૧૨૩૫

મત્સ્યબીજ

મીઠા પાણીના મત્સ્યબીજ જેવાકે સ્પોન, ફ્રાય, એર્ડવાન્સ ફ્રાય, ફીંગરલીંગ્સન, અને એડવાન્સ ફીગરલીંગ્સવ, વિગેરે જુદીજુદી સાઇઝમાં મત્સ્યબીજ ઉપલબ્ધ છે.

મત્સ્યબીજ માટેનું સ્થળ જાણવા અહીં ક્લીક કરો

મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર

મુ.વાલોડ, નવા ફળીયા,

તા. બારડોલી., જી. તાપી. (ઓ) ૦૨૬૨૫-૨૨૦૧૮૮

(મો.) ૯૪૨૭૬૨૭૩૦૭.

દરિયાઇ તથા મીઠાપાણીની માછલી

સંસ્થા દ્વારા જુદા જુદા સ્થળોએ મોબાઇલવાન મારફત તાજી માછલી અને દરિયાઇ માછલીનો છુટક વેચાણ કરવામાં આવે છે. 

માછલીના વેંચાણ ભાવ નોટીસ બોર્ડ પર દર્શાવવામાં આવે છે. 

મોબાઇલવાન મારફત તાજી માછલી અને દરિયાઇ માછલી મેળવવાનું સ્થળઃ

મોબાઇલ વાન
વસ્ત્રાપુર તળાવ પાસે, આઇ.એમ.એમ. કોલોની સામે,
અમદાવાદ
(મો.)૯૪૨૮૪૨૧૦૪૭

ફીશ પાર્લર
સેકટર – ૨૧, શાક માર્કેટની બાજુમાં, 
ગાંધીનગર. 
(ઓ) ૨૩૨૨૪૧૧૦

દિલ્હી યુસુફસરાઇ
ગ્રીનપાર્ક, દિલ્હી, 
(ઓ) ૦૧૧-૨૩૩૬૩૯૨૧
(મો.) ૯૮૭૧૮૩૧૬૯૦

રાહત દરે એજીંન અને ડીઝલનું વેંચાણ

સંસ્થાના જુદાજુદા ડીઝલપંપો જેવાકે વેરાવળ-૧,૨,૩, બી.બી.વાય, માઢવાડ, રાજપરા, નવાબંદર, જાફરાબાદ, માંગરોળ, પોરબંદર, રૂપેણ, આડીત્રા, ઓખા, સલાયા, સચાણા, જખૌ, ઉમરગામ, ધોલાઇ અને કોસંબા. વિગેરે સ્થપળે માછીમારોને ફીશીંગ માટે ડીઝલનું વેંચાણ કરવામાં આવે છે.

અશોક લેલેન્ડ એજીંન તથા ઓ.બી.એમ. એજીંન મેળવવાનું સ્થળ

ભીડીયા પ્લોટ
મુ. વેરાવળ, જી.જુનાગઢ, 
(ઓ) ૦૨૮૭૬-૨૩૧૩૩૧

માછીમાર અકસ્માત જુથ વિમા યોજના

માછીમાર અકસ્માત જુથ વિમા યોજના રાજયના ૧,૭૨,૩૫૯ સક્રિય માછીમારોને ફીશીંગ દરમ્યાન અકસ્માત થવાના કિસ્સા માં રૂા.૧.૦૦ લાખનો વીમા કલેઇમ ફીશકોપ્ફેમડ ન્યુ દિલ્હી દ્વારા ચુકવવામાં આવે છે.

સંપર્ક કરવા માટેનું સ્થળ :

જી.એફ.સી.સી.એ.લી.
મોટર સેલ્સા એન્ડદ સર્વિસ બિલ્ડીં ગ,
આશ્રમરોડ, અમદાવાદ-૩૮૦૦૦૯. 
(ઓ) ૦૭૯- ૨૬૫૮૦૪૮૩

સરકારશ્રીની યોજનાઓનું અમલીકરણ

રાજય સરકારની રાહતની યોજનાઓ જેવી કે બોટ/જાળ યોજના, પગડીયા આદિજાતિ તાલીમાર્થી કીટ, એક્વેરીયમ, ફીશ તથા એસેસરીઝ વિગેરે માટે સંસ્થાક આ યોજનાઓની સંસ્થા અમલીકરણ કરનાર એજન્સી છે. માછીમારોને જુદીજુદી યોજનાઓ માટે સંસ્થામાંથી ખરીદી ઉપર ૫૦ ટકા ૭૫ ટકા અને ૯૦ ટકા સુધીની રાહત મળવાપાત્ર થાય છે. લાભાર્થીઓ પસંદ કરવાની કામગીરી જે તે મત્સ્યોધ્યોગ કચેરીઓ ધ્વારા કરવામાં આવે છે. 
અમલીકરણનું સ્થળ :

નાયલોન નેટ પ્લાન્ટ,
સી.ટી.એમ.ચાર રસ્તા,
ખોખરા, અમદાવાદ-૩૮૦૦૨૬

સ્ત્રોત : ગુજરાત રાજ્ય મત્સ્યોદ્યોગ કેન્દ્રિય સહકારી સંસ્થા લિમિટેડ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate