অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગુજરાતમાં ગ્લેડીઓલસની ખેતી

ગ્લેડીયોલસ s Gladiolus grandiflorus L.f એ એક અગત્યનો પ્રખ્યાત, સામાન્ય, બહુવર્ષાયુ ફુલોની શોભાવાળો કંદવર્ગનો છોડ છે. બગીચામાં બોર્ડર પ્લાન્ટ તેમજ કટફલાવર તરીકે ગ્લેડીયોલસ ઉપયોગી છે. ગ્લેડીયોલસની જુદી જુદી જાતો, જુદાં જુદાં આકાર અને રંગના ફુલોને લીધે દેશ, વિદેશમાં ફુલ બજારરમાં તેનું આગવું મહત્વ છે. આકર્ષક સ્પાઈક (કટ ફલાવર) અને કંદને વેચીને તેમાંથી ઉંચી કિંમત મેળવી શકાય છે. તેની ફુલની દાંડી લાંબો સમય પાણીમાં ટકી રહે છે. તેના પાન તલવાર આકારના હોઈ તેને 'સ્વોર્ડ લીલી' પણ કહે છે. તેની ૩૦૦ જાતોમાંથી રપ૦ જાતો વાઈલ્ડ અને પ૦ જાતો બગીચા માટે ઉપયોગી છે.

આબોહવા :

ગેલાર્ડીયાના પાકને શિયાળાની ઠંડી ૠતુ વધારે માફક આવે છે. સારી ગુણવતાવાળા ફુલો તૈયાર કરવા ઓછો ભેજ, ઓછુ તાપમાન અને મધ્યમ સરનો જમીનમાંનો ભેજ ખુબજ જરૂરી છે.

જમીનઃ

રેતાળ,ગોરાડું જમીનમાં કટફલાવર અને કંદનું ઉત્પાદન વધારે મળે છે. ભારેકાળી જમીનમાં સારી સફળતાપૂર્વક ખેતી થઈ શકતી નથી. ૬.પ થી ૭.પ પી.એચ. આંકવાળી જમીન વધુ ઉત્તમ ગણાય છે.

પ્રસર્જન :

વાનસ્પતિક પંસર્જનની રીતથી કંદ, કંદના બચ્ચાં (કોર્મેલ) કંદના ભાગ ધ્વારા તેમજ પેશી સંવર્ધનની રીતથી પ્રસર્જન કરવામાં આવે છે. સંકરણથી નવી જાત ઉત્પન્ન કરવા માટે બીજથી પસર્જન કરવામાં આવે છે.

રોપણી સમય અને અંતર :

  • ગલેર્ડીઓલસના કંદની સુષુપ્ત અવસ્થા ૩૦ થી ૧ર૦ દિવસની હોય છે. જે જગ્યાએ હવામાન અનુકુળ હોય તે વિસ્તારમાં આખું વર્ષ આની ખેતી થઈ શકે છે. પરંતુ આપણાં વિસ્તારમાં સામાન્ય રીતે સપ્ટેમ્બર થી ડીસેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયા સુધી રોપણી કરી શકાય છે.
  • ૪ થી પ સે.મી વ્યાસના કંદને બે છોડ વચ્ચે ૧પ થી ર૦ સે.મી અને બે હાર વચ્ચે ૩૦ થી ૪પ સે.મી અંતર જળવાય તે રીતે પ થી ૭ સે.મી.ની  ઉંડાઈએ રોપવામાં આવે છે. મોટી સાઈઝના કંદ વાવવાથી ફુલો વહેલા, મોટી–લાંબી દાંડીવાળા અને એજ ૠતુમાં મેળવી શકાય છે. જયારે ધણી નાની સાઈઝનાં  કંદ વાવવાથી એજ સાઈઝમાં ફુલો મેળવી શકાતા નથી.

પોષણ :

ફુલો અને કંદના વધુ ઉત્પાદન માટે સેન્દ્રિય તેમજ રાસાયણિક ખાતરો નીચેની વિગતે આપવા ખુબજ જરૂરી છે. રપ થી ૩૦ ટન સારૂ કહોવાયેલું છાણીયું ખાતર અને ફોસ્ફરસ તેમજ પોટાશનો પુરેપુરો જથ્થો પ્રતિ હેકટરે જમીનમાં તૈયારી અને કંદની રોપણી વખતે આપવો.

ગલેર્ડીઓલસની જાતોના મુખ્ય બે પ્રકાર જોવા મળે છે.

  1. મોટા ફુલોવાળી જાત અને
  2. નાના ફુલોવાળી જાત (બટરફલાય ટાઈપ)

જેને ક્રમશઃ અમેરીકન અને ડચ ગ્લેડીઓલસની જાતો તરીકે પણ ઓળખવામાં આવે છે જે નીચે મુજબની છે.

  • ૧પ૦ કિ.ગ્રા નાઈટ્રોજન +૧૦૦ કિ.ગ્રા ફોસ્ફરસ + ૧ર૦ કિ.ગ્રા પોટાશ પ્રતિ હેકટરે આપવા.
  • નાઈટ્રોજનનો જથ્થો ત્રણ તબકકે રોપણી સમયે, ર–૩ પાનવાળી સ્થિતિએ અને ફુલ નીકળે ત્યારે ત્રણ સરખા ભાગમાં આપવાથી સારી ગુણવતાવાળા ફુલો અને કંદ મેળવી શકાય છે.

પિયત :

૮ થી ૧૦ દિવસના ગાળે નિયમિત હલકું પિયત આપવું ફુલની દાંડી બેસવાની અવસ્થાએ ખાસ પાણી આપવું આ સ્ટેજ ક્રીંર્ટીકલ ગણાય છે. પાણી કયારામાં ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવી જેથી કહોવારાનો રોગ નિયંત્રણમાં રાખી શકાય.

ફુલો ઉતારવા :

ફુલ દાંડીમાં જયારે નીચેના પ્રથમ ફુલનો રંગ અને ફુલ ખીલવાની શરૂઆત થાય ત્યારે ફુલદાંડી છોડનો નીચેનો ૪ થી ૬ પાનવાળો ભાવ રહેવા દઈ કાપી લેવી અને પાણી ભરેલ ડોલમાં મૂકવી પાણી ભરેલ વાસણમાં કટ ફલાવરને લાંબો સમય રાખવા માટે રોજ રોજ કાપતા રહેવું

કંદ ખોદવા :

  • ફુલદાંડી કાપી લીધા બાદ છોડના પાન પીળા પડવામાંડે ત્યારે એટલે કે આશરે ૧.પ થી ર માસ બાદ કંદ ખોદીને લઈ તેને ૦.ર ટકા બાવીસ્ટીનના દ્રાવણમાં અડધો કલાક બોળી માવજત આપી સંગ્રહ કરવો.
  • કોસ્ડસ્ટોરેજમાં ૪ થી ૭ સે.ગ્રે તાપમાને ૪ મહિના સુધી કંદનો સંગ્રહ કરી શકાય છે.

મૂલ્ય

  • આ ફુલોની માંગ બજારમાં ખુબજ હોઈ રૂપિયા ૧૦૦/– થી ૧ર૦/– પ્રતિ ડઝનના ભાવથી વેચાય છે. વેલેન્ટાઈન ડે તેમજ જુદા જુદા ડે ની ઉજવણી વખતે ભાવમાં ખુબજ ઉછાળો જોવા મળે છે.

અન્ય માવજત :

મલ્ચીંગ તરીકે કાળી પોલીથીલીન શીટ અથવા સેન્દ્રિય તત્વો ધ્વારા છોડની લંબાઈ, ફુલની દાંડીમાં ફુલોની સંખ્યા વધારી શકાય છે. તેમજ નિંદણ પણ નિયંત્રણમાં રાખી શકાય છે. છોડની ફરતે માટી ચઢાવવી , પાળા બાંધવા વિગેરે કાર્યોથી છોડને ફુલોની અવસ્થાએ ઢળી પડતો રોકી શકાય છે. અને છોડની ફરતે પાણી ભરાતું નથી તેથી કહોવારો પણ અટકે છે. ફુગનાશક દવા વડે કંદને માવજત આપવાથી તેમજ વખતોવખત ફુગનાશક, જંતુનાશક દવા જરૂર પડે ઉપયોગ કરવાથી રોગ જીવાતનો ઉપદ્રવ જોવા મળતો નથી.

સ્ત્રોત : શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ કૃષિ યુનિવર્સિટી : બાગાયત વિભાગ,ચી.પ.કૃષિ મહાવિધાલય,સરદારકૃષિનગર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate