অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નેટ હાઉસ -ગ્રીન હાઉસ

કેમ ગ્રીન હાઉસ ?

  • આજ ના ખેડૂત ને  એક એવી  અસરકારક નવી ટેકનોલોજી જોઈએ છે જે સતત ઉત્પાદકતા અને નફા ની  સ્થિરતા વધારી શકે અને આ જટેકનોલોજી  કહેવાય છે ગ્રીન હાઉસ ટેકનોલોજી.
  • ગ્રીન હાઉસ ટેકનોલોજી થી છોડ ને કુદરતી વિપત્તિ જેમ કે વરસાદ, વાવાજોડું,કીટક જન્ય રોગો અને વધુ પડતી ગરમી જેવા પરિબળો થી બચાવી પાક ને અનુકુળ વાતાવરણ આપી શકાય છે.
  • ગ્રીન હાઉસ ટેકનોલોજી થી છોડ ની  આસપાસ એક આદર્શ  વાતાવરણ બનાવી શકાય છે જ્યાં કોઇ પણ સમયે,કોઈપણ જગ્યાએ,કોઈ પણ છોડ  ને અનુકુળ  પર્યાવરણીય પરિસ્થિતિઓ પેદા કરી ઓછામાં ઓછા કામદાર દ્વારા  વધુ  માં વધુ ઉત્પાદન લઇ શકાય છે.
  • ગ્રીન હાઉસ ઓછા માં ઓછા એક એકર એટલે કે ૪૦૦૦ મીટર (૪૦ ગુંઠા) માં સરકારી નિયમ મુજબ બનાવી શકાય છે.
  • ગ્રીન હાઉસ માં હાઈટેક ખેતી પદ્દતિ થી થતા ખેતી ના ફાયદા ને ધ્યાન માં રાખી ને ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર ધ્વારા સબસીડી મળવા પાત્ર છે.
  • ગ્રીન હાઉસ માં ટપક પદ્દતિ ધ્વારા પાણી,ખાતર અને દવા નો શ્રેષ્ઠ ઉપયોગ કરી ત્રણે નો થતો બગાડ અટકાવી શકાય છે અને છોડ સિવાય ની જગ્યા માં પાણી અને ખાતર ના મળવાથી નિંદામણ પણ ઘણું જ ઓછુ કરવું પડે છે.

ગ્રીન હાઉસ ના ફાયદા

  • ગ્રીનહાઉસ  ટેકનોલોજી થી છોડ ની આસપાસ એક આદર્શ  વાતાવરણ બનાવી પાક નો પરંપરાગત  ખુલ્લી ખેતી કરતા ૧૦-૧૨ ગણું ઉત્પાદન લઇ શકાય છે.
  • ગ્રીન હાઉસ ટેકનોલોજી થી આખા વર્ષ દરમિયાન ઓફ સિજન માં પણ શાકભાજી અને ફળો નું ઉત્પાદન સરળતા થી લઇ શકાય છે
  • ગ્રીન હાઉસ ટેકનોલોજી થી કેમિકલ , દવાઓ અને જન્તુંનાસક નો યોગ્ય અને અસરકારક રીતે ઉપયોગ કરવા માં આવે છે.
  • ગ્રીન હાઉસ માં થતા પાક ની ગુણવત્તા પરંપરાગત ખેતીના પાક કરતા ખુબ જ ઉચ્ચ કક્ષાની હોય છે
    • Hydroponic (Soilless culture), Aeroponics અને Nutrient ફિલ્મ આ બધી ટેકનોલોજી ફક્ત  ગ્રીન હાઉસમાં જ ઉપયોગ થઇ શકે છે
  • ગ્રીન હાઉસ નું સંપૂર્ણ કામ જય અંબેએગ્રોટેક ને કેમ આપવું ?
  • કેમ કે   જય અંબે એગ્રોટેક.........
    • ગ્રીન હાઉસ વિશેની  સંપૂર્ણ માહિતી પૂરી પાડે છે
    • ગ્રીન હાઉસના લગતા તમામ પ્રકાર ના પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરી આપવામાં આવે છે
    • ગ્રીન હાઉસના લગતા તમામ પ્રકાર ના પ્રોજેક્ટ માં બેંકો ના નીતિ નિયમો મુજબ લોન કરાવી આપે છે
    • ગ્રીન હાઉસ માં ગુજરાત સરકાર/ભારત સરકાર તરફ થી સરકાર નાધારા/ધોરણો મુજબ મળતી સબસીડી આપવામાં મદદરૂપ થાય છે
    • ગ્રીન હાઉસ તેમજ નેટહાઉસ ના સરકાર ના ગુણવત્તા ના  ધારા/ધોરણોમુજબ ના સ્ટ્રકચર બનાવી આપે છે તેમજ તેમાં પ્લાસ્ટિક/પોલીથીન  (પેપર), સાઈડ નેટ, ઇન્સેકટ નેટ, તેમજ શેડ નેટ લગાવી આપે છે
    • ગ્રીન હાઉસ માં ઉત્પાદન થતા શાકભાજી, ફૂલો તથા ફળો  ના વેચાણ અંગેખેડૂતો ને પુરતું માર્ગદર્શન આપી ખેડૂતો ની આર્થિક સદ્ધરતા વધારવામદદરૂપ થાય છે
    • ગ્રીન હાઉસ માં ઉત્પાદન થતા અમુક ચોક્કસ પ્રકાર ના  શાકભાજી, ફૂલોતથા ફળો ખેડૂત મિત્રો પાસેથી ખરીદી કરવા માં આવે છે

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate