অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્રીનહાઉસની અસર

શું આપણું જીવન જોખમમાં છે?

અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી પર વધતી જતી ગરમી માણસજાતના અસ્તિત્વને મિટાવી દેશે. સાયન્સ મૅગેઝિનમાં અમુક વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે ‘માણસજાતે હવામાનને એટલું બધું બગાડી મૂક્યું છે કે એને સુધારવું શક્ય નથી. છેવટે માણસે જ એના પરિણામ ભોગવવા પડશે.’ પણ અમુક વૈજ્ઞાનિકોને લાગે છે કે વધતી જતી ગરમી માટે ફક્ત માણસ જ નહિ પણ બીજા કારણો હોય શકે. શા માટે વૈજ્ઞાનિકો આવું અલગ-અલગ વિચારે છે?

એક કારણ એ છે કે તેઓ પૃથ્વીના વાતાવરણને પૂરેપૂરી રીતે સમજી શક્યા નથી. બીજું કે બધા વૈજ્ઞાનિકો અલગ-અલગ રિસર્ચ સેન્ટરમાં કામ કરે છે. એટલે જે પણ ડેટા મળે છે, એના પર દરેક સેન્ટર અલગ-અલગ અહેવાલ આપે છે. ચાલો જોઈએ કે વૈજ્ઞાનિકો કેવો અહેવાલ આપે છે.

શું ખરેખર ગરમી વધી રહી છે?

યુનાઇટેડ નેશન્સના ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઑન ક્લાઇમેટ ચેન્જ (IPCC) એક અહેવાલમાં જણાવ્યું છે કે ‘ગ્લોબલ વોર્મિગ થવાનું કારણ માણસજાત જ છે.’ જોકે અમુક વૈજ્ઞાનિકો એ વિચાર સાથે પૂરેપૂરા સહમત નથી. તેમ છતાં તેઓ કબૂલે છે કે શહેરોમાં થતાં વસ્તી વધારાને લીધે અને અલગ-અલગ પ્રકારના બાંધકામને લીધે ગરમી વધી રહી છે. તેઓ એવો પણ દાવો કરે છે કે ગામડાઓમાં આની કોઈ અસર થતી નથી.

પણ શું એ સાચું છે? એનો જવાબ મેળવવા અલાસ્કાના એક કુટુંબનો દાખલો લઈએ. તેઓ એક નાના ટાપુમાં રહે છે. તેઓ ઠંડીના મહિનાઓમાં ખોરાક માટે હરણ જેવા જાનવરનો શિકાર કરે છે. પણ એવા જાનવર ટાપુ પર મળતા નથી. એટલે સમુદ્રનું પાણી બરફ બને પછી જ તેઓ શિકાર કરવા બીજી જગ્યાએ જઈ શકે. સામાન્ય રીતે ત્યાં ઑક્ટોબર મહિનામાં બરફ જામતો હોય છે, પરંતુ હવે છેક ડિસેમ્બર સુધી તેઓએ રાહ જોવી પડે છે. આ બતાવે છે કે ગ્લોબલ વૉર્મિંગની અસર નાના નાના ટાપુઓ પર પણ થઈ રહી છે.

ચાલો આર્ક્ટિક મહાસાગરનો દાખલો લઈએ. દર વરસે આ સાગર અમુક સમયગાળા માટે બરફ બની જાય છે. જેના લીધે વહાણોની અવર-જવર બંધ થઈ જાય છે. પરંતુ ૨૦૦૭માં એ સાગર બરફ બન્યો જ નહિ એટલે બારેમાસ વહાણોની અવર-જવર થતી રહી. ધ નેશનલ સ્નો એન્ડ આઇસ ડેટા સેન્ટર ઇન યુનાઇટેડ સ્ટેટ્સ જણાવે છે કે “દર વરસે અમે જોયું છે કે બરફ જામવાના મહિનાઓ ઓછાને ઓછા થવા લાગ્યા છે.”

ગ્રીનહાઉસની અસર

ગ્રીનહાઉસ અસર શું છે? એ સમજવા આપણે જાણવું જોઈએ કે સૂર્ય દ્વારા પૃથ્વીને ઉર્જા મળે છે. જો ઉર્જા કે ગરમી જળવાઈ ન રહે તો પૃથ્વીનું તાપમાન -૧૮ ડીગ્રી સેલ્સિયસ થઈ જાય. મોટા ભાગની ઉર્જાને હવા, પાણી અને જમીન પકડી રાખે છે. જે પણ વધારાની ગરમી છે એ પાછી ઉપર જતી રહે છે, એટલે પૃથ્વી વધારે પડતી ગરમ થતી નથી. પણ પ્રદૂષણના કારણે વધારાની ગરમી ઉપર જવાને બદલે વાતાવરણમાં જ રહે છે, આમ પૃથ્વીનું તાપમાન વધે છે. આને વૈજ્ઞાનિકો ગ્રીનહાઉસ અસર કહે છે.

પ્રદૂષણ કયા ગેસને લીધે વધે છે? કાર્બન ડાયૉકસાઇડ, નાઇટ્રસ ઑક્સાઇડ, મિથેન અને વૉટર વેપર. કોલસા અને ખનિજ તેલને બાળવાને લીધે આ બધા ગેસમાં વધારો થયો છે. છેલ્લા ૨૫૦ વર્ષોમાં ઇન્ડસ્ટ્રીમાં થયેલા વધારાને લીધે કોલસા અને ખનિજ તેલ જેવી પેદાશનો વપરાશ વધ્યો છે. એટલું જ નહિ ગાય-ભેંસ જેવા પ્રાણીઓના પેટમાં અમુક પ્રકારના જીવાણુઓ હોય છે, જે મિથેન અને નાઇટ્રસ ઑક્સાઇડ ગેસ પેદા કરે છે. એના લીધે પણ ગરમી વધે છે. અમુક વૈજ્ઞાનિકો માને છે કે બીજા કારણો પણ છે જેમાં માણસનો હાથ નથી.

બીજા કયા કારણો?

અમુક વૈજ્ઞાનિકો માનતા નથી કે ગ્લોબલ વૉર્મિંગ માટે માણસ જવાબદાર છે. તેઓ એનું કારણ આપતા જણાવે છે કે પૃથ્વી પર ઠંડી-ગરમીનું ચક્ર ચાલ્યા કરે છે. એનો પુરાવો આપતા તેઓ સમજાવે છે કે એક વખતે પૃથ્વી પર મોટે ભાગે હિમપ્રદેશો હતા. એ વખતે પૃથ્વીનું વાતાવરણ સાવ ઠંડું હતું. એવા પણ પુરાવા મળ્યા છે કે પૃથ્વી પર એક સમયે સખત ગરમી પડતી હતી. જેમ કે ગ્રીનલૅન્ડ કે જે આજે હિમપ્રદેશ છે, ત્યાં સદીઓ પહેલા ગરમીને લીધે ઝાડ-પાન ઉગતા હતા. તેમ છતાં વૈજ્ઞાનિકો એ માહિતી પર સંશોધન કરે છે ત્યારે તેઓને એ માહિતી અધૂરી લાગે છે.

પણ સવાલ થાય કે પૃથ્વી પર પ્રદૂષણ ન હતું તો પછી વાતાવરણમાં કેમ ફરક પડ્યો? કદાચ સૂર્યમાંથી મળતી ઉર્જા પૃથ્વીને વધારે કે ઓછી ગરમ કરતી હશે. જ્વાળામુખીમાંથી ધગધગતો લાવારસ બહાર આવવાથી પૃથ્વી પર ગરમી વધી ગઈ હશે. અથવા દરિયામાં આવતા ભરતી કે ઓટને લીધે તાપમાનમાં વધારો કે ઘટાડો થયો હશે.

વાતાવરણમાં સંતુલન જરૂરી

પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, એના લીધે પૃથ્વીના વાતાવરણમાં શું અસર થઈ શકે? વૈજ્ઞાનિકો પાસે એની પૂરતી માહિતી નથી. પણ તેઓ તાપમાન વિષેની માહિતી અને ફિઝીક્સના નિયમોને કૉમ્પ્યુટર પ્રોગ્રામમાં મૂકે છે. એ પ્રોગ્રામ અંદાજ આપે છે કે વાતાવરણમાં શું ફેરફાર થઈ શકે.

દાખલા તરીકે આ પ્રોગ્રામ અંદાજ આપે છે કે જો સૂર્ય, પૃથ્વીને ઓછી ઉર્જા આપે તો હિમશિલા, પાણી, હવા, વાતાવરણનું દબાણ, વાદળો અને વરસાદમાં કેવી અસર થઈ શકે. જો વધારે જ્વાળામુખી ફાટે તો પ્રોગ્રામ જણાવે છે કે હવામાનમાં કેવા કેવા ફેરફારો થઈ શકે. જો પૃથ્વીની વસ્તી વધે, જંગલો કાપવામાં આવે, પ્રદૂષણ વધે તો વાતાવરણમાં કેવી અસર પડશે એનો અંદાજ પણ આ પ્રોગ્રામ આપે છે. વૈજ્ઞાનિકો આશા રાખે છે કે આ પ્રોગ્રામ વધારે ને વધારે સાચો અંદાજ આપે.

હવે સવાલ થાય કે પ્રોગ્રામ સાચો અંદાજ શાના આધારે આપી શકે? પ્રોગ્રામમાં વાતાવરણનો બધો જ ડેટા આપવો પડે. જેટલી વધારે માહિતી આપો એટલો સચોટ જવાબ મળે. તેમ છતાં સાયન્સ મૅગેઝિન જણાવે છે કે ‘હવામાનમાં એટલો બધો ફેરફારો થઈ રહ્યો છે કે, બધો જ ડેટા મેળવી શકાતો નથી. એટલે ભાવિમાં શું થશે એનો સાચો અંદાજ લગાવી શકાતો નથી.’ દાખલા તરીકે વૈજ્ઞાનિકો અંદાજ પણ ન લગાવી શક્યા કે આર્કટિક મહાસાગર પીગળી જશે. ભલે અંદાજ સાચો હોય કે ખોટો જો આપણે હમણાં જ પગલાં લઈશું તો હવામાનમાં થોડો ઘણો સુધારો થશે.

પણ કેવો સુધારો કરી શકીએ? એનો જવાબ મેળવવા વૈજ્ઞાનિકોએ જુદા-જુદા છ સંજોગોના ડેટાને કૉમ્પ્યુટરમાં મૂક્યા. એના પરિણામમાંથી બેનો અભ્યાસ કર્યો. એક એ છે કે આજે માણસજાત જે રીતે જીવી રહી છે એ જ રીતે વીસ કે ત્રીસ વર્ષ જીવે તો શું થશે. બીજા સંજોગમાં એવું હતું કે પ્રદૂષણને રોકવા ઘણા બધા નિયમો બનાવીએ તો શું થઈ શકે. બેવ સંજોગોનો અભ્યાસ કરવાથી તેઓને જોવા મળ્યું કે ફેરફાર કરવા પગલાં લેવા ખૂબ જરૂરી છે. જેવાં કે બળતણનો વપરાશ ઓછો કરવો. કોલસાને બદલે ન્યુક્લિયર પાવરથી વીજળી પેદા કરવી. એવી ટેકનોલૉજી વાપરવી જોઈએ જેથી વાતાવરણમાં કોઈ નુકસાન ન થાય.

શું આવા પ્રોગામ પર ભરોસો મૂકી શકાય?

પ્રોગામ જે અંદાજ આપે છે એમાં અમુક લોકો સહમત થતાં નથી, કેમ કે પ્રોગ્રામ દરેક દિવસે અલગ-અલગ અંદાજ આપે છે. એક વૈજ્ઞાનિક જણાવે છે કે ‘વાતાવરણમાં એટલું બધું જાણવા જેવું છે કે એની પૂરતી માહિતી અમારી પાસે પણ નથી. એટલે અમે પૂરતી માહિતી પ્રોગ્રામમાં મૂકી શકતા નથી. તેથી પ્રોગ્રામ જે અંદાજ આપે છે એમાં હું પણ પૂરો ભરોસો મૂકી શકતો નથી.’*

પ્રોગ્રામ સાચી કે ખોટી માહિતી આપતું હોય તો પણ આપણે કંઈક પગલાં લેવા જોઈએ, કેમ કે આજે દુનિયામાં પ્રદૂષણ વધી રહ્યું છે. જંગલો કાપવામાં આવી રહ્યા છે. શહેરોમાં વસ્તી વધારો થઈ રહ્યો છે. અરે અમુક જાનવરોનું તો નિકંદન જ નીકળી ગયું છે. આપણું જીવન ટકાવી રાખે એવી બીજી બાબતોનો પણ નાશ થઈ રહ્યો છે. આ તો અમુક જ બાબતો જણાવી. જો આપણે પગલાં નહિ લઈએ તો આવતી પેઢીનું શું થશે? તેઓને શું જવાબ આપીશું?

આપણા પર ગ્લોબલ વૉર્મિંગનો ભય તોળાઈ રહ્યો છે. એને અટકાવવો હોય તો આપણી પાસે થોડાં જ વરસો છે. એટલે જરૂરી છે કે આપણે હમણાં જ પગલાં લઈએ. પોતાનો સ્વાર્થ છોડીને કુદરતી પેદાશનો યોગ્ય ઉપયોગ કરીએ. મન ફાવે એમ જીવવાને બદલે બીજાનો વિચાર કરીએ. સરકારે પણ એવા નિયમો બનાવવા જોઈએ

સ્ત્રોત : નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate