অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઔષધિય અને સુગંધિત પાકોમાં મૂલ્યવર્ધન

ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી રાષ્ટ્રની આવકમાં કૃષિ પેદાશોનો મોટો હિસ્સો છે. ઉતરોતર કૃષિ વિકાસને પરીણામે આજે ભારતમાં કૃષિ સંલજ્ઞ પેદાશોને – ધ્યાનમાં લઈએ તો, આ આંકડો પપ૦ મેટ્રીક ટન જેટલો થાય. આમ ઉત્પાદનની બાબતમાં હવે આપણે સ્વનિર્ભર બની ગયા છીએ. પરતું જો ઉત્પાદન પછીનાં તબકકા ઉપર વિચારીએતો આ દિશામાં અપુરતી સંગ્રહ શકિત, વૈજ્ઞાનિક અભિગમ તથા ચીલાચાલુ પ્રક્રિયાઓને પરિણામે કુલ ઉત્પાદનના 7થી30ટકા જેટલા વપરાશકાર સુધી પહોચતાં જ નથી. વળી, આ પેદાશોને તેજ સ્વરુપમાં બજારમાં વહેંચવાથી તેનું વળતર પણ પોષણક્ષમ મળતું નથી. આમ વિપુલ માત્રામાં ઉત્પાદન થવા છતાં હજૂ પણ કાપણી બાદ યોગ્ય રીતે પ્રક્રિયા ન કરવાને કારણે બગાડ નાથી શકાયો નથી અને ખેડુતોને પોષણક્ષમ ભાવો મળતા નથી. કૃષિ પાકો અને તેને લગતી મૂલ્યવર્ધક બનાવટોમાં છેલ્લા કેટલાક સમયથી ઝડપથી ફેરફાર થઈ રહયો છે. ગ્લોબલાઈઝેશન પછી કૃષિ કોમોડીટીઝમાં રોકડીયાં પાકોનાં વાવેતર વિસ્તારમાં ખૂબ જ વધારો જોવા મળી રહયો છે. આ ઉપરાંત ઔષધિય અને સુગંધિત પાકોન અને તેને લગતા નાના-મોટા ઉદ્યોગોએ નોંધપાત્ર ધ્યાન ખેચ્યું છે. ઔષધિય અને સુગંધિત પાકોની ખેતી એ એક નાના સીમાંત ખેડૂતથી લઈને મોટા કલ્ટીવેટર્સ માટે આર્થિક ઉત્પાદન હેતુ એક ઉદ્યોગ તરીકે વિકાસ પામી રહી છે.


અન્ય દેશોની સરખામણીએ આપણા દેશમાં પ્રોસેસીંગનું પ્રમાણ પ થી ૭ ટકા જેટલું જ છે. વળી,ઔષધિય અને સુગંધિત પાકોના ઉત્પાદનમાં વિશ્વમાં આપણું સ્થાન ખુબ જ ઉંચુ હોવા છતાં વિશ્વની નિકાસ બજારમાં આપણો ફાળો પણ ઓછો છે. વળી,જયારે નવી આર્થિક નીતિને પરિણામે ખુલ્લી બજાર વ્યવસ્થામાં જો ટકવું હોય તો આપણી આ કૃષિ પેદાશોને યોગ્ય ગુણવતા વાળી બનાવટોમાં રૂપાંતરીત કરવી પડશે. તથા આ માટે આપણે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી પ્રોસેસીંગ ધ્વારા મુલ્ય વર્ધક બનાવટોમાંં આપણી પેદાશોને રુપાંતરીત કરવી પડશે. મૂલ્ય વૃધ્ધિથી ધણા ફાયદાઓ મેળવી શકાય છે. ઔષધિય અને સુગંધિત પાકોમાં મૂલ્ય વૃધ્ધિ સામાન્ય રીતે ભૌતિક તથા રસાયણીક સ્તરે કરવામાં આવે છે.

ભૌતિક સ્તરે મૂલ્ય વૃધ્ધિ

સામાન્ય રીતે ઔષધિય અને સુગંધિત પાકોના ભૌતિક બંધારણમાં ફેરફાર કરી તેને વધારે કિંમત આપી શકે તેવી સ્થિતિમાં રૂપાંતરીત કરી શકાય છે. જેમ કે, સુકવણી, કલીનીંગ, ગ્રેડીંગ, કયોરીંગ, પેકેજીંગ, સંગ્રહ, પરિવહન, વહેંચણી વિગેરે. આ પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રોસેસીંગ પણ કહે છે. ઔષધિય અને સુગંધિત પાકોમાં સુકવણી એક અગત્યની પ્રકિયા છે. યોગ્ય સુકવણી ઔષધિય અને સુગંધિત પાકોેને બગડતી તેમજ તેના ઉપર થતા ફુગ અને બેકટેરીયાના વિકાસને અટકાવે છે. ઔષધિય અને સુગંધિત પાકોની સુકવણી, ખુલ્લા તડકામાં ગરમ હવા ધ્વારા કે કુદરતી હવા ધ્વારા કરી શકાય છે. મોટાભાગના ખેડૂતો સુકવણી સૂર્યના તડકામાં ખુલ્લા ખેતરોમાં પાથરીને કરતા હોય છે. આમ ઉત્પાદન સુકવવા માટે મોટી જગ્યાની જરુર પડે છે અને મજુરીનો ખર્ચ વધુ ઉંચો આવે છે. આ ઉપરાંત ખુલ્લામાં સુકવવાથી સુકવણીનાં દર પર નિયંત્રણ ન રહેવાથી ઉત્પાદન બગડવાનો સંભવ રહે છે. ધૂળ કે કચરો પડવાથી ઉત્પાદન ની ગુણવતામાં પણ ધટાડો થાય છે અને પશુ–પક્ષીઓથી નુકશાન વેઠવું પડે છે. ગરમ હવા ધ્વારા સુકવણીમાં હવાને ગરમ કરવામાં આવે છે. ગરમ કરેલ હવા ઔષધિય અને સુગંધિત પાકોનાં સંપર્કમાં લાવવામાં આવે છે જેથી ભેજ ઉડી જાય છે. આ ગરમ હવાને સામાન્ય દબાણે અથવા તો બ્લોઅર ધ્વારા વધુ દબાણે સુકવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે હવાને ગરમ કરવા માટે ખનીજતેલ, ખેત ઉપપેદાશો અથવા સૂર્યઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. ગરમ હવાના ઉષ્ણતામાનનો આધાર પેદાશોના પ્રકાર તથા તેના છેવટના ઉપયોગ પર આધાર રાખે છે.


એર ડ્રાઈંગ પ્રકારની રીતમાં ઔષધિય અને સુગંધિત પાકના બંચને દોરા/ દોરીથી બાંધી તાર ઉપર લટકાવી નીચેથી ગરમ હવા સતત ધીમા દરે આપવામાં આવે છે. આ માટે સામાન્ય રીતે એક કંટ્રોલ કેબીન અથવા સારી રીતે હવાની અવર જવર થઈ શકે તેવાં શેડનાં બાંધકામની જરૂરીયાત રહેલી હોય છે. આ રીતનાં ઔષધિય અને સુગંધિત પાકોની સુકવણીમાં તેના ઉપર સૂર્યનો સીધો તાપ ન પડવો જોઈએ. આ રીતે ઔષધિય અને સુગંધિત પાકોની સુકવણીમાં સામાન્ય રીતે બે થી ત્રણ અઠવાડિયા જેટલો સમય લાગતો હોય છે. ઓવન ડ્રાઈંગ પધ્ધતિમાં ઔષધિય અને સુગંધિત પાકોની સુકવણી કરવા માટે તાપમાન સાથે સમયને કંટ્રોલ કરવો આવશ્યક હોઈ ઈલેકટ્રીક ઓપરેટેડ હોટ ઓર ઓવનનો ઉપયોગ કરી ઔષધિય અને સુગંધિતની સુકવણી કરવામાં આવે છે. ઔષધિય અને સુગંધિત પાકોની સુકવણી માટે તેનાં પ્રકાર મુજબ સામાન્ય રીતે તેને ૪૦ થી પ૦૦ સેન્ટીગ્રેડ તાપમાને રાખવામાં આવે છે. પાકોને સુકાતા લગભગ ૪૮ થી ૯૬ કલાક જેટલો સમય આ પધ્ધતિમાં લાગતો હોય છે. આ ટાઈમ ધટાડવા તેમજ સારી કવોલીટીની પ્રોડકટ બનાવવા હાલ માઈક્રોવેવ પ્રકારનાં ઓવનમાં ઔષધિય અને સુગંધિત પાકોની સુકવણી કરવામાં આવે છે. આ પધ્ધતિમાં પાકોમાંનાં પાણી સાથે ઓવનમાંથી છુટેલાં માઈક્રો વેવઝ રીએકશન લાવી કંપનો ધ્વારા પાકોમાંના પાણીને ઝડપથી ઉડાડે છે,આ પધ્ધતિમાં પાકોની સુકવણી અમુક કલાકમાં કંપલીટ થઈ જતી હોય છે. મોટાભાગની પધ્ધતિઓની સાપેક્ષમાં ઔષધિય અને સુગંધિત પાકોની સુકવણીમાં કવોલીટીની દ્રષ્ટિએ ફ્રિઝ ડ્રાઈંગ પધ્ધતિ ખૂબ જ અસરકારક છે. ઔષધિય અને સુગંધિત પાકોનાં કુદરતી આકાર અને કલર જાળવવા તેમનો ખાસ ઉપયોગ થાય છે. આ પધ્ધતિમાં ફ્રિઝ ડ્રાઈંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. ઔષધિય અને સુગંધિત પાકોને આ મશીનની ચેમ્બરમાં ૧૦૦ સેન્ટીગ્રેડ તાપમાને લગભગ ૧ર કલાક જેટલાં સમય માટે રાખવામાં આવે છે. આ સમય દરમ્યાન ઔષધિય અને સુગંધિત પાકોમાંના પાણીને વેકયુમ સીસ્ટમ ધ્વારા ખેંચી તેને કંડેન્સડ કરી સીધુ જ તેને બરફનાં સ્વરૂપમાં જ દૂર કરવામાં આવે છે. આ પધ્ધતિમાં મશીનની કિંમત ઉંચી હોઈ તે અગત્યનાં કિંમતી પાકોની સુકવણી માટે ઉત્તમ છે.

રસાયણિક સ્તરે મૂલ્ય વૃધ્ધિ

ઔષધિય અને સુગંધિત પાકો ઉપર પ્રક્રિયા કરી તેમાં પ્રીઝર્વેટીવ ઉમેરી કે થર્મલ પ્રોસેસીંગ ધ્વારા જામ, જેલી, અથણા, કેચપ, સોસ, મુરબ્બા, જયુસ, પલ્પ અથવા તો કટકા કરી પ્રક્રિયા આપ્યા બાદ ડબામાં પેક કરી લાંબો સમય સાચવી શકાય છે. જેથી સ્વાદીષ્ટ અને પોષણાત્મક બનાવટો મળે છે અને બગાડનુ પ્રમાણ પણ ઓછુ કરી શકાય છે. આવી કૃષિ પેદાશોમાં રાસાયણીક ફેરફાર કરી તેને અન્ય મુલ્યવાન બનાવટોમાં રુપાંતરીત કરી શકાય છે.



ઔષધિય અને સુગંધિત પાકોની વિવિધ બનાવટોઃ

ઔષધિય અને સુગંધિત પાકોમાંથી સુગંધીત તેલ અને તેને લગતી વિવિધ પોસેસ્ડ પ્રોડકટસ તેનાં ગુણધર્મોને આધારે બનાવી શકાય છે. આવી પ્રોસેસ્ડ પ્રોડકટમાં ખાસ કરીને સુગંધીત તેલ, લીકવીડ પરફયુમ, સુગંધીત હેર ઓઈલ, કુદરતી ડાઈઝ, ગુલકંદ, શરબત, વિવિધ પ્રકારનાં બેવરેજીસ, ઔષધીય તેમજ ન્યુટ્રાચ્યુુટીકલ કંપાઉન્ડસ અને બાથીંગ પ્રોડકસનો સમાવેશ થાય છે. આ પ્રકારની વિવિધ પ્રોડકટસ વિવિધ રીતે બનાવી શકાય છે. ઔષધિય અને સુગંધિત પાકોમાંથી સુગંધિત તેલ મેળવવા માટેની અગત્યની પ્રોસેસમાં ડીસ્ટીલેશન પધ્ધતિમાં હાઈડ્રો ડીસ્ટીલેશન, વેટ સ્ટીમ ડીસ્ટીલેશન અને ડા્રઈ સ્ટીમ ડીસ્ટીલેશન પધ્ધતિનો ઉપયોગ કરી. ઔષધિય અને સુગંધિત પાકોમાંથી સુગંધિત તેલને અલગ તારવી શકાય છે. એન ફલૂરેઝ પધ્ધતિ ખાસ કરીને નાજુક પ્રકારના સુગંધિત પાકો વિગેરેમાંથી સુગંધિત તેલ મેળવવાં ઉપયોગમાં લેવામાં આવે છે. જે પેદાશમાંથી સુગંધીત તેલ મેળવવા ઉંચા તાપમાનની અવળી અસર વધારે થતી હોય તેમાં આ પધ્ધતિ અસરકારક છે. કોલ્ડ અને હોટ એમ બંને પધ્ધતિથી ગંધ રહિત કોઈપણ પ્રકારનાં ફેટનો ઉપયોગ કરીને એનફલૂરેઝ પધ્ધતિ ધ્વારા સુગંધીત ઓઈલ મેળવી શકાય છે. મેશરેશન પધ્ધતિમાં સુગંધિત પાકોમાંથી સુગંધીત તેલ મેળવવાં પ્રોડકટના યોગ્ય સાઈઝનાં ટુકડા કરીને તેને ૪પ થી ૮૦૦ સેન્ટીગ્રેડ તાપમાનવાળા ગરમ ઓઈલ બાથમાં અમુક કલાકો સુધી રાખી ડાઈજેસ્ટ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને ફિલ્ટર કરી, ફિલ્ટરેટ મટીરીયલ્સ મેળવી તેમાં ફરીથી તાજી પ્રોડકટને કટ કરી મેળવી લગભગ ર૦ વખત આ પ્રોસેસને રીપીટ કરવામાં આવે છે. જયારે સુગંધિત પાકોમાંથી ઓઈલ કુદરતી સુગંધ સાથે મેળવવું હોય ત્યારે સોલ્વન્ટ એકસ્ટ્રેકશન પધ્ધતિ ઉપયોગી છે. આ પધ્ધતિમાં સોલ્વન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સોલ્વન્ટ મટીરીયલ્સ તરીકે ખાસ કરીને પેટ્રોલીયમ ઈથર અથવા બેન્જીનનો ઉપયોગ કરવામાં આવે છે. સુગંધિત પાકોમાંથી એકદમ શુધ્ધ પ્રકારનું સુગંધીત ઓઈલ મેળવવાં માટેસુપર ક્રિટીકલ ફલુડ એકસ્ટ્રેકશન પધ્ધતિનો ઉપયોગ થાય છે. આ પધ્ધતિમાં સોલવન્ટ તરીકે કાર્બન ડાયોકસાઈડનો ઉંચા દબાણે ઉપયોગ થતો હોઈ સુગંધીત ઓઈલમાં કોઈપણ પ્રકારની કુત્રિમ સોલવન્ટની ભેળસેળ થતી નથી તેથી શુધ્ધ સુગંધીત તેલ મેળવી શકાય છે. મીકેનીકલ એકસપ્રેશન પધ્ધતિમાં સુગંધિત પાકોને મીકેનીકલ પ્રેસમાં કંપ્રેશ કરી તેમાંથી લીકવીડ મેળવવામાં આવે છે. મેળવેલા લીકવીડમાં પાણીનું યોગ્ય પ્રમાણ રાખી બરાબર મીક્ષીંગ કરી આ મિશ્રણને સેન્ટ્રીફયુગેશન સીસ્ટમમાં દાખલ કરવામાં આવે છે. સેન્ટ્રીફયુગલ સિસ્ટમને ચોકકસ સ્પીડે ઓપરેટ કરવા તેમાંથી પાણી અને સુગંધીત તેલ જુદા પડે છે. આ રીતે સુંગધીત તેલને અલગથી તારવી તેનું યોગ્ય પેકેજીંગ કરવામાં આવે છે.


પેકેજીંગ, સંગ્રહ અને પરીવહન

ઔષધિય અને સુગંધિત પાકોનો સાદા શીતાગૃહ કે નિશ્ચિત વાતાવરણ ઉત્પન્ન કરી શકે તેવા શીતાગૃહમાં સંગ્રહ કરવાથી બગાડનું પ્રમાણ અટકાવવાની સાથે લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકે છે. અસરકારક અને સારા પેકેજીંગ ધ્વારા સંગ્રહ,પરીવહન કે અન્ય પ્રક્રિયા દરમ્યાન થતુ નુકશાન અટકાવવાની સાથે તેમાં થતાં ધટના પ્રમાણને નિયંત્રિત કરી શકાય છે તથા આકર્ષક દેખાવ હોવાથી વહેચણી પણ ઝડપથી અને ઉચી કિેંમતે થાય છે. સુકવણી કરેલ ઔષધિય અને સુગંધિત પ્રોડકટને જાળવી રાખવા કાર્ડ બોર્ડ બોક્ષ, થર્મકોલનાં પેકીંગ અને વેક્ષ પેપર જેવા મટીરીયલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આવી રીતે પેકેજીંગ થયેલ પ્રોડકટનાં બોક્ષમાં સાથે મોથબોલ અને સીલીકા જેલનાં નાનાં પાઉચ મુકવામાં આવે છે, જેથી ઈન્સેકટ અને ભેજથી તેનું સ્ટોરેજ દરમ્યાન રક્ષણ કરી શકાય.

ઉદ્યોગના પ્રશ્નો અને ઉકેલ

આ પ્રકારનાં નાના -મોટા ઉદ્યોગ સ્થાપવા ઘણા બધાં પ્રશ્નો શરૂઆતમાં ઉપસ્થિત થતાં હોય છે. જેમ કે, જરૂરી લાઈસન્સ મેળવવા, રો મટીરીયલ યોગ્ય ગુણવત્તાવાળા મેળવવા તેમજ તૈયાર થયેલ પ્રોડકટને ગુણવત્તાની ચકાસણી, તેનું માર્કેટીંગ ઉપરાંત સબસીડી,લોન વિગેરેનો સમાવેશ થાય છે. આ બાબતોનાં ઉકેલ માટે જે તે જિલ્લાનાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ બાગાયત ખાતામાં સંપર્ક કરવાથી જરૂરી માહિતી મળી રહે છે.

ઉદ્યોગનું ભાવિ

ઔષધિય અને સુગંધિત પાકો માટે પ્રોસેસીંગ ઉદ્યોગ નાના પાયા પરથી લઈને મોટા પાયા પર દરેક જગ્યાએ સ્થાપી શકાય છે. હાલ,પ્રોડકટને જોતા અન્ય નવા પ્રકારની ઘણી બધી અવનવી પ્રોડકટ વિવિધ રીતે બનાવી માર્કેટમાં મુકી શકાય તેમ છે. દેશમાં હાલ ઓર્ગેનાઈઝ રીતે ચલાવાતા પ્રોસેસીંગ ઉદ્યોગનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. જેનું પ્રમાણ વધારી,નવો ઉદ્યોગ સ્થાપી જે તે વિસ્તાર અનુરૂપ પ્રોડકટ બનાવી વધુ આવક મેળવી શકાય તેમ છે. આમ આવનાર દિવસોમાં આ ક્ષેત્રનું ભાવિ જોતા તેમજ દરેક કુટુંબની જરૂરિયાતને પૂરી કરવા આ પ્રકારનાં ઉદ્યોગ સ્થાપવા પડશે.

સબસીડી તથા લોન

આ પ્રકારના પ્રોસેસીંગ ઉદ્યોગ સ્થાપવા ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝ, નવી દિલ્હી સબસીડી સહાય પુરી પાડે છે. રાજયમાં આ માટે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ,ગાંધીનગર આ માટે કાર્યરત છે. આવા પ્રોસેસીંગ પ્લાન્ટ નાખવા જે તે વિસ્તાર પ્રમાણે સબસીડીની સહાય હોય છે. આ ઉપરાંત મુદ્રા બેંન્ક અને નાબાર્ડ જેવી નોડલ સંસ્થાઓ લોન સહાય પુરી પાડે છે.

સ્ત્રોત : લેખક: ડૉ. આર.આર. ગજેરા (સહ પ્રાધ્યાપક) , બાગાયત કોલેજ, આ.કૃ.યુ , આણંદ

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ


ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate