অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સાવજ ટ્રાયકોડર્રમા

પ્રસ્તાવના

  • ટ્રાયકોડર્મા એ જમીનમાં મુકત રીતે જીવન ગાળતી એક જમીનજન્ય ફૂગ છે, જે છોડમાં રોગ પેદા કરતી અન્ય જમીનજન્ય ફૂગો પર પરોપજીવી તરીકે જીવી એક આદર્શ ફૂગનાશક તરીકે કામ કરે છે. સાવજ ટ્રાયકોડર્મા હારજીયાનમની પાવડર આધારીત બનાવટ છે. જેના એક ગ્રામ પાવડરમાં ઓછામાં ઓછા ર૦ લાખ અને વધુમાં વધુ ર૦ કરોડ જીવંત બીજાણુઓ હોય છે, જે મગફળીનો થડ અને ડોડવાનો સડો (સફેદ ફૂગ), દિવેલા તથા કપાસનાં મૂળનો કોહવારો અને સુકારો, જીરૂ, તુવેર, તલ, ચણા ગમગુવાર તથા શાકભાજી પાકોનો સુકારો અને મૂળનો સડો, શેરડીનો રાતડો તથા સુકારો અને વિવિધ પાકોમાં ધરૂમૃત્યુનું અસરકારક નિયંત્રણ કરે છે.
  • કિંમત રૂ|. ૭૦ પ્રતિ પેકેટ (૧ કીલો)

ઉપયોગ

  • એક હેકટર વિસ્તારમાં ર.પ કિલો સાવજ ટ્રાયકોડર્માને ૧૦૦ કિલો એરંડીનો ખોળ અથવા સંપૂર્ણ સડી ગયેલ છાણીયા ખાતર સાથે ભેળવી વાવેતર સમયે જમીનમાં/ચાસમાં આપવું.
  • વાવેતર બાદ ઉપર મુજબના જથ્થાને ખેતરમાં છાંટી ઉપર પિયત આપવું.

કાળજી

  • ઉપયોગ સમયે જમીનમાં જરૂરી ભેજ હોવો આવશ્યક છે.
  • સાવજ ટ્રાયકોડર્માને અન્ય કોઇ રસાયણો સાથે ભેળવી ઉપયોગ કરવો નહિ.
  • ઠંડી અને સુકી જગ્યાએ સંગ્રહ કરવો.
  • જમીનમાં સેન્િદ્રય તત્વોની હાજરી સાવજ ટ્રાયકોડર્માની કાર્યક્ષામતામાં વધારો કરે છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રો

સાવજ ટ્રાયકોડર્મા નીચેના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પરથી પણ મળશે

ક્રમ     કેન્દ્રનું નામ    ફોન નં.

  1. કૃષિવિજ્ઞાન કેન્દ્ર, અમરેલી     ૦ર૭૯ર-રર૭૧રર
  2. કૃષિવિજ્ઞાન કેન્દ્ર, જામનગર    ૦ર૮૮-ર૭૧૦૧૬પ
  3. કૃષિવિજ્ઞાન કેન્દ્ર, નાના કાંધાસર (ચોટીલા)   ૦ર૭પ૧-ર૯૪૧ર૦
  4. કૃષિવિજ્ઞાન કેન્દ્ર, તરધડીયા (રાજકોટ)        ૦ર૮૧- ર૭૮૪૧૭૦
  5. કૃષિવિજ્ઞાન કેન્દ્ર, ખાપટ (પોરબંદર)   ૦ર૮૬- ર૯૧રપ૬ર,રર૪ર૪૧૬
  6. કૃષિવિજ્ઞાન કેન્દ્ર, પીપળીયા (ધોરાજી-રાજકોટ)

ઉત્પાદક અને પ્રાપ્તિ સ્થાન

વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી,

જૂનાગઢ. -૩૬ર ૦૦૧.

ફોન નં. : (૦ર૮પ) ર૬૭ર૦૮૦-૯૦, પીબીએકસ નં.: ૪૦૩/૩૦૩/૩પપ

સ્ત્રોત: આણંદ કૃષિ  યુનીવર્સીટી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate