অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સૂક્ષ્મ પિયત : પ્રવર્તમાન પરિસ્થિતિ અને જરૂરિયાત

સૂક્ષ્મ પિયત : પ્રવર્તમાન પરિસ્થિતિ અને જરૂરિયાત

સમગ્ર સૃષ્ટિ ના લાલન પાલન  માટે પાણી અનિવાર્ય પરિબળ છે. પાણીની લભ્યતા થકી જ પ્રાચીનસકાળ થી અત્યાર ના યુગ સુધી વિવિધ સંસ્કૃતિઓ નો વિકાસ થયો છે અને ઇતિહાસ સાક્ષી છે કે જે દેશ માં પાણીની અછત સર્જાઈ છે ત્યાંની સંસ્કૃતિ નો કર્મશ: નાશ થયો છે. વિશ્વની મહતમ સંસ્કૃતિ ઓ મોટી નદી ઓના કિનારે જ ઉદ્-ગમી ને વિકાસ પામી છે પરંતુ વિશ્વ અત્યારે પાણીની ભયંકર કટોકટી નો સામનો કરી રહ્યું છે.

વર્તમાન સમયમાં પાણી ને અનેક દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધો જોવા મળે છે. આવા દેશોમા ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ , અને નેપાલ જોવા દેશોનો સમાવેશ થાય છે. ઇજરાયેલ અને જૉર્ડન ની નદીમાથી પાણી મેળવવા માટે ઇજરાયેલ પોતાની લશ્કરી તાકાત નો પણ ઉપયોગ કરે છે. આ જ રીતે મિસર અને ઇથોપિયા વચ્ચે પણ પાણી ને લઈ તનાવપૂર્ણ સંબંધો છે. મિસરે નાઈલ નદીના પાણી ની ભાગીદારી માટે અનેકવાર ઈથિપિયા ને યુદ્ધ ની ધમકી આપી છે. આવી જ રીતે ઉતર આફ્રિકા માં એવા કેટલાયે દેશ છે કે જ્યાં પાણી માટે ઝઘડા થતા રહે છે. ભારત દેશમાં પણ અનેક રાજ્યો વચ્ચે નદીઓના પાણી ના વહેંચણી માટે વારંવાર તનાવ ઉભો થાય છે.

આનું મુખ્ય કારણ પૃથ્વી પરના મર્યાદિત તાજા પાણીનાં જથ્થાની ઝ્ડપ થી ઉભી થતી અછ્ત છે. પર જે કુલ પાણી છે તેમાંથી ૯૭% પાણી નો સમુદ્રમાં ખારા પાણી તરીકે સીધા વપરાશ માટે બિનઉપયોગી છે. બાકીના ૩% તાજા પાણી પૈકીના ૬૯% પાણી ધ્રુવીય પ્રદેશો માં , બાકીનો ૩૦% જ્થ્થો ભુગર્ભ જળ ( ૨૯.૬%) તથા જમીન ના ભેજ ( ૦.૩% ) સ્વરૂપે સંગ્રહિત છે. ત્યારબાદ નદી , તળાવો , સરોવરો વગેરેમાં સીધા વપરાશ ના કામમાં આવે તેવો ૧% જથ્થો રહેલો છે. આમ પૃથ્વી પર કુલ પાણીનાં ફક્ત ૦.૦૧% જથ્થો જ સુલભ્ય છે.

વિવિધ દેશોમાં માથાદિઠ જળપ્રાપ્યતા ( ૧૦૦૦મી )

પાણીની વૈશ્વિક લભ્યતા

પૃથ્વી પરના કુલ પાણીના જથ્થાના ૦.૦૧%

જળસંપતીની દૃષ્ટિએ ભારતની પરિસ્થિતિ :

જળસંપતિની દૃષ્ટિએ ભારત દેશની ગણતરી સમુદ્ધ દેશોમાં થાય છે. આપણે ત્યાં દર વર્ષે ૧૧૭૦ મિલીમીટર વરસાદ થાય છે. પણ આ વરસાદ આખા દેશમાં સમાન રીતે વરસતો નથી. રાજસ્થાન ના જેસલમેર વિસ્તાર માં સરેરાશ ફક્ત ૨૧૦ મિલીમીટર જ્યારે આસામના ચેરાપુંજી વિસ્તાર માં ૧૫૦૦ મિલિમીટર થી વધુ વરસાદ પડે છે. મોટે ભાગે આપણા દેશમાં વરસાદ દક્ષિણ ચોમાસાને કારણે ફક્ત જુનથી સપ્ટેમ્બર ની મધ્ય સુધી થાય છે. તેથી દેશના એક સ્થળે પુર આવે છે , તો બીજા સ્થળે દુષ્કાળ ની પરિસ્થિતી જોવા મળે છે. વસ્તી વધારા ને લીધે સ્થળે દુષ્કાળ ની પરિસ્થિતી જોવા મળે છે. વસ્તી વધારા ને લીધે વ્યક્તિદિઠ પાણીની ઉપલબ્ધતા પણ ધટતી જાય છે. આપણે જ્યારે સ્વતંત્ર થયા ત્યારે વ્યક્તિદિઠ પાણીની ઉપ્લબધ્તા ૬૦૦૮ ઘનમીટર હતી જે આજે ઘટી ને લગભગ ૨૨૬૬ ઘનમીટર થઈ ગઈ છે. ભવિષ્યમાં આ પાણીની ઉપલબ્ધતા વસ્તીવધારાની સાથે હજુ પણ વધુ ઘટવા પામશે તેમાં કોઇ શંકા નથી.

ભારતમાં થયેલ એક સર્વેક્ષણ મુજબ આપણે ત્યાં ૧,૪૦,૯૭૫ જે‍ટલી વસ્તીવાળા વિસ્તારોમાં પીવાના પાણીનો સ્ત્રોત નથી. આવા વિસ્તારોમાંના લાકોએ પીવાના પાણી માટે ઘણે દુર સુધી જવું પડે છે. આવા વિસ્તારોમાંના લોકોને પીવાના પાણી માટે ઘણે દુર સુધી જવું પડે છે. આવા વિસ્તારોમાં ૩.૨૬ કરોડ લોકો રહે છે. આવા વસ્તીવાળા વધુ વિસ્તારો ઉત્તર પ્રદેશ માં આવેલા છે જેની સંખ્યા ૨૩૨૫૦ છે. આવા વિસ્તારો બિહારમાં ૨૧,૫૪૨, રાજસ્થાનમાં ૧૬,૯૮૮, મધ્યપ્રદેશમાં ૧૩,૯૭૬ , આસામ માં ૧૩,૯૬૦ અને ઓરિસ્સામાં ૧૦,૨૭૮ આવેલા છે. આ પ્રકાર સર્વેક્ષણ અનુસાર

પાણીની તીવ્ર સમસ્યાગ્રસ્ત રાજ્યો

ક્રમ

રાજ્ય

જિલ્લની સંખ્યા

બ્લોક / તાલુકા / જળસ્ત્રાવની સંખ્યા

ઑવર એક્ષપાલોટેડ

ડાર્ક ઝોન

સંખ્યા

ટકા

સંખ્યા

ટકા

ગુજરાત

૨૬

૧૮૪

૧૩

૭.૦૭

૧૫

૮.૧૫

હરિયાણા

૧૭

૧૦૮

૩૩

૩૦.૫૬

૭.૪૧

3

પંજાબ

૧૭

૧૩૮

૭૨

૫૨.૧૭

૧૧

૭.૯૭

રાજસ્થાન

૩૨

૨૩૬

૭૪

૩૧.૩૬

૨૦

૮.૪૭

તમિલનાડુ

૨૭

૩૮૪

૬૪

૧૬.૬૭

૩૯

૧૦.૧૬

દિવ અને દમણ

 

૫૦.૫૫

૫૦.૦૦

દિલ્હી

 

૬૦.૦૦

૨૦.૦૦

પોંડિચેરી

 

૨૫.૦૦

-

-

દેશના કુલ વસ્તીવાળા વિસ્તારો પૈકી ૫૬.૬૭ ટકા વિસ્તારોમાં જ પીવાના પાણી ની પૂરતી સુવિધા ઉપ્લબ્ધ છે. આ સર્વેક્ષણ માં વ્યક્તિદીઠ દૈનિક ૪૦ લિટર પાણીની વપરાશ ની ગણતરી કરવામાં આવી હતી. આ રિપૉર્ટ માં જણાવ્યા મુજબ જો દરેક વસ્તીવાળા વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું હોય તો તે માટે અંદાજે ૩૯૧૮ કરોડ રૂપિયા ની જરૂર પડે તેમ છે. એક અનુમાન પ્રમાણે આપણે ત્યાં હાલમાં જે પીવાનું પાણી વપરાય છે તેમાં લગભગ ૭૦ ટકા ભાગ અશુદ્ધ છે.

ભારતમાં પાણીની ઉપલબ્ધ જથ્થાના વિતરણમાં અસમાનતા જોવ મળે છે. વિશ્વમાં પાણીના ઉપલબ્ધ જથ્થા પૈકી ૮૦.૦% કૃષિક્ષેત્રે વપરાય છે.જ્યારે ભારતમાં લગભગ ૯૦% પાણી ના સ્ત્રોત કૃષિક્ષેત્રે ઉપયોગમાં લેવાય છે. વિશ્વમાં ઔધોગિક અને ઘરગથ્થુ વપરશમાં ઉપલબ્ધપાણી ના અનુક્રમે ૨૩ અને ૮ ટકા છે. જ્યારે ભારત માં આ ટકાવારી અનુક્રમે ફક્ત ૬ અને ૪ ટકા છે.

પાણીનો વપરાશ ( % )

હેતુ

વિશ્વ

ભારત

ક્રુષિ

૬૯.૦

૯૦.૦

ઘરગથ્થુ વપરશ

૮.૦

૪.૦

ઓધોગિક

૨૩.૦

૬.૦

પાણી માટેની ચિંતાજનક પરિસ્થિતિ :

આ એક ચિંતજનક સ્થિતિ છે કાએન સ્વતંત્રતાના ૫૦ વર્ષ બાદ પણ આપણા દેશમાં લગભગ ૯ ટકા સુકો અને ૪૦ ટકા અર્ધસુકો વિસ્તાર આવેલો છે, દેશમાં કુલ ખેતીલાયક વિસ્તાર ૧૭૫૦ લાખ હેક્ટર છે જેમાં સિંચાય આપવા માટે ૨૬૦ ઘન કિલોમીટર પાણીની આવશ્યકતા છે , પણ પાણીની ઓછી ઉપલબ્ધતા ને લીધે ફક્ત ૧૪૫૦ લાખ હેક્ટર વિસ્તાર માં જ ખેતી થય શકે છે. એક અનુમાન પ્રમાણે સને ૨૦૨૫ માં ૭૭૦ ઘન કિલોમીટર અને ઊર્જા ઉત્પાદન માટે ૧ ઘન કિલોમીટર પાણીનો સમાવેશ થાય છે. સને ૧૯૯૧ માં દેશની વસ્તી ૮૪ કરોડ હતી જે સને ૨૦૧૫ માં ૧૨૬ કરોડ અને સને ૨૦૨૫ માં ૧૫૩ કરોડ  સુધી પહોંચવાની શક્યતા છે. આ સ્થિતિ માં અન્ય આવશ્યકતા ચિજવસ્તુઓ ની સાથે પાણી ની પણ માંગમાં પણ વ્રુદ્ધિ થાય તે સ્વાભાવિક છે. પરંતુ પાણીની ઉપલબ્ધતા નો વિચાર કરીએ તો તે માટેની પરિસ્થિતિ નિરાશાજનક દેખાય છે. દેશમાં મોટાભાગના વિસ્તારોમાં પાણીનો વધુ ઉપયોગ થવાને કારણે જમીનમાં તેના સ્તર નુ પ્રમાણ નિરંતર ઘટી રહ્યું છે.

કેન્દ્રિય ભુગર્ભ બૉર્ડે સને ૧૯૯૬ જણાવ્યા મુજબ દિલ્હીમાં ૪૮ મીટર ની ઉંડાઈએ ભુગર્ભ જળ ઉપલબ્ધ થાય છે. ગુજરાત માં મહેસાના અને સૌરાષ્ટ્ર વિસ્તાર માં તથા તમિલનાડુ કોઇમ્બતુર વિસ્તારમાં પણ ભુગર્ભ જળની સપાટી પહેલાં કરતાં ચિંતાજનક રીતે ઘટી રહી છે. રાજસ્થાનમાં ભુગર્ભ જળની સપાટી પાછલા ૧૦ વર્ષોમાં ૫ થી ૧૦ મીટર જેટલી ઘટવા પામી છે. પાણીની જરૂરિયાત માટે સાધનસંપન્ન લોકો પોતાનાં ઘરો કે ફાર્મહાઉસમાં બોર બનાવી પાણી મેળવે છે જેના માટે કોઈ ચાર્જ તેમણે ચુકવવો પડતો નથી. અન્ય દેશો માં બોર બનાવવા માટે સરકાર્ની મંજુરી ની જરૂર પડે છે પણ આપણે ત્યાં આ અંગે કોઈ પ્રતિબંધ નથી. પરિણામે આવા બોરમાંથી આવતા પાણીનો મોટા પાયા પર બગાડ થાય છે એટલે કે વ્યર્થ વહાવી  દેવામાં આવે છે. સામાન્ય માણસ પણ પાણીનો વધુ જથ્થામાં બગાડ કરવામાં સંકોચ રાખતા નથી . આ માટે જે નાણાં ખર્ચવાં પડે છે. તેની આર્થિક ચિંતા તેઓને હોતી નથી.

સિંચાઈના કામમાં વપરાત પાણીનો વ્યય પણ એટલો જ થાય છે. પાણીનો ભંડાર કેટલો સીમિત છે અને તેનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ તેની કોઈને ખબર નથી. સરકાર દ્ધારા પણ આ દિશામાં કોઈ જાણકારી આપવામાં આવતી નથી. જળપ્રાપ્તિ સાથે સંલગ્ન સરકારી વિભાગો દ્ધારા દર વર્ષે ૨૨ મી માર્ચે ‘વિશ્વ જળ દિવસ‘ અને પાંચમી એપ્રિલે ‘રાષ્ટ્રીય જળ સંશોધન દિવસ‘ તરીકે ઉજવણી કરવામાં આવે છે. તેથી ‘ પાણી નુ એકએક ટીપુ મુલ્યવાન  છે: તેવી સમજ લોકોમાં આવતી નથી. આ પરિસ્થિતિ જોતાં ભુગર્ભ જળની સપાટી નીચે જવી એ કોઈ આશ્ચર્યજનક બાબત નથી. વધુમાં જમીનના નીચેના સ્તરમાં રહેલા વિવિધ હાનિકારક તત્વો કોઇવાર પાણીમાં ભળતાં પાણી પ્રદુષિત થત્તાં જળ પ્રદુષણ માં નિરંતર વધારો થવા પામેલ છે.

ભુગર્ભ જળની ક્ષતિપ્રુર્તિ :

આ નિરંતર રીતે ઘટતા જતા ભુગર્ભજળ ના ભંડારોની ક્ષતિપ્રુર્તિ કેવળ વરસાદ ના પાણીથી થઈ શકે છે. પરંતુ આપણે વરસાદના પાણીનો સારી રીતે સદુપયોગ કરી શકતા નથી. આપણા દેશમાં પ્રતિવર્ષ ૧૧૭૦ મિલીમિટર વરસાદ પડે છે જે અમેરિકા કરતા છ ગણો વધારે છે. ચોમાસાના દિવસો માં આપણી દરેક નદીઓ પાણીથી છલોછલ ભરેલી હોય છે. અનેક સ્થ્ળો એતો ભયંકર પૂરની સ્થિતિ પણ જોવા મળે છે. વર્ષમાં વરસાદ અને હિમવર્ષાથી મળતો કુલ જથ્થો અંદાજે ૪૦ કરોડ હેક્ટર મીટર જેટલો જવા જાય છે. આમ વિપુલ રીતે પ્રાપ્ત થતા પાણી નો જથ્થો એ આપણા દેશ માટે એક કુદરતનો આશીર્વાદ ગણાય . પરંતુ આ રીતે પ્રાપ્ત  થતા જથ્થાનો આપણે ઉચિત ઉપયોગ કરી શકતા નથી એ આપણી કમજોરી છે. આ ૪૦ કરોડ હેક્ટર મીટર પાણીમાંથી અંદાજે ૭ કરોડ હેક્ટર મીટર પાણી બાષ્પિભવન થી બાષ્પરૂપે ઉડી જાય છે, ૧૧.૫ કરોડ હેક્ટર મીટર પાણી નદીઓમાં વહી જાય છે અને આશરે ૨૧.૫ કરોડ હેક્ટર મીટર પાણી જમીન માં શોષઈ જાય છે. આ જમીનમાં શોષતુ પાણી વૃક્ષો છોડવાઓની પ્યાસ બુઝાવે છે, જમીનને ભેજવાળી બનાવે છે, અને કુવા વગેરેમાં પાણીનુ સ્તર ઉંચુ લાવે છે. નદીઓમાં વહેતા પાણીનો કેટલો ભાગ પિયત ઉદ્યોગો કે પીવાના પાણીનાં કામમાં આવે છે. તે બાકીનો જથ્થો સમુદ્રમાં ભળી જાય છે. વરસાદ અને હિમવર્ષાથી પ્રાપ્ત થતાં પાણીમાંથી અંદાજે ૩.૮૦ કરોડ હેક્ટર મીટર એટલે કે ૯.૫૦ ટકા પાણી કામમાં આવે છે. જમીન પર પડતું કેટલુક પાણી ગંદા પાણીમાં ભળીને પ્રદુષિત થાય છે જે જમીન માં ઉતરી કે નદીઓમાં ભળી પ્રદુષણ માં વધારો થાય છે.

સુક્ષ્મ પિયતની શક્યતાઓ :

ભારતમાં ક્રુષિ ક્ષેત્રે પિયત્નો ઉપયોગ જોતા પિયતની કાર્યક્ષમતા વધારવા તેમજ વધુ વિસ્તારોને પિયત હેઠળ આવરી લેવા માટે ટપક અને ફુવારા પદ્ધતિ અપનાવવાની ઘણી વિશાળ શક્યતાઓ રહેલી છે. આ માટે ટપક અને ફુવારા પિયત પદ્ધતિની તાંત્રિક જાણકારી સરકારની સહાયકારી યોજનાઓની જાણકારી અને તેનું અસરકારક અમલીકરણ થાય તે ઘણું જરૂરી છે.

રાજ્યવાર ટપક હેઠળ જુદાજુદા પાકો હેઠ્ળનો વિસ્તાર ( ‘૦૦૦ હે ) વર્ષ ૨૦૧૦-૧૧

રાજ્ય

કઠોળ

શેરડી

મસાલા પાક

ફળ

શાકભાજી

તેલિબીયા

કપાસ

અન્ય

કુલ

આંધ્રપ્રદેશ

૨૧

૩૬૦

૨૩૩

૩૨૮

૪૨૩

૧૯૨

૧૨૭

૧૬૮૪ (૮.૦૨)*

આસામ

-

-

-

-

-

-

૨.(૦.૦૧)

બિહાર

૧૯

૩૩

૨૮૬

૭૨૩

૬૩૧

૧૧૬

૪૧૫(૧.૯૭)

ગુજરાત

૬૮

૨૫૫

૧૭૩

૨૯૫

૭૨૩

૬૩૧

૧૧૬

૨૨૬૫(૧૦.૭૮)

હરિયાણા

૫૯

૧૪૦

૫૮

૩૫૦

૫૫૪

૧૧૬૬(૫.૫૫)

હિમાચલ પ્રદેશ

૧૪

૨૬(૦.૧૨)

જમ્મુ કાશ્મીર

૨૦

૫૫

૭૩

૭૨

૮૧(૦.૩૯)

કર્ણાટક

૮૦

૪૧૭

૧૬૦

૨૦૦

૫૦૦

૭૩

૭૨

૧૫૦૨(૭.૧૫)

કેરલા

-

૩૬

૨૯

૧૬૬

-

૨૩૪(૧.૧૧)

મધ્ય પ્રદેશ

૯૩૭

૭૪

૧૧૭

૧૪૫

૨૦૭

૧૪૪

૧૬૨૪(૭.૭૩)

મહારાષ્ટ્ર

૨૬૭

૫૯૫

૧૩૫

૫૯૯

૨૩૨

૧૩૧

૧૯૬૫(૯.૩૫)

ઓરીસ્સા

૬૪

૩૧

૫૦

૨૧૦

૫૩

-

૪૧૨(૧.૦૯૬)

પંજાબ

૪૯

૧૧૬

૧૩૭

૧૧૬

૭૨૧

૧૧૫૨(૫.૪૮)

રાજસ્થાન

૩૮૨

૧૩

૪૧૦

૮૯

૧૩૧૧

૪૯૬

૨૭૦૨(૧૨.૮૬)

તમિલનાડુ

૬૦

૩૧૫

૭૩

૨૭૬

૫૫૩

૬૫

૧૩૫૦(૬૪૩)

ઉત્તરપ્રદેશ

૬૨૪

૧૮૪૪

૩૦

૭૪૩

૭૧૯

૧૩

૩૯૭૮(૧૮.૯૩)

પં.બંગાળ

-

-

-

૩૨૬

-

૩૩૪(૧.૫૯)

ભારત

૨૬૫૨

(૧૨.૬૨)

૪૨૧૭

(૨૦.૦૭)

૧૪૪૬

(૬.૮૮)

૩૫૦૮

(૧૬.૦૭)

૫૮૨૬

(૨૭.૭૩)

૩૦૧૩

(૧૪.૩૪)

૩૪૭

(૧.૬૫)

૨૧૦૦૯

(૧૦૦)

રાજ્ય

કઠોળ

શેરડી

મસાલા પાક

ફળ

શાક્ભાજી

તેલિબીયા

કપાસ

અન્ય

કુલ

આંધ્રપ્રદેશ

૨૫૪

૨૧

૩૬૦

૨૩૩

૩૨૮

૪૨૩

૧૯૨

૧૩૪

૧૯૪૫(૩.૮૭)*

આસામ

-

-

-

-

-

૩(૦.૦૧)

બિહાર

૩૪૧૭

૧૯

૩૩

૨૮૬

૫૫

-

૧૩.૭

૩૮૩૨(૭.૬૩)

ગુજરાત

૬૯૭

૬૮

૨૫૫

૧૭૩

૨૯૫

૭૨૭

૬૩૧

૩૧૨

૩૧૫૮(૬.૨૯)

હરિયાણા

૨૫૯૩

૫૯

૧૪૦

૫૮

૬૩૫૦

૫૫૪

૩૯૩

૪૧૫૨(૮.૨૭)

હિમાચલ પ્રદેશ

૯૭

૧૪

-

૧૨૮(૦.૨૫)

જમ્મુ કાશ્મીર

૧૧૮

-

૨૦

૫૫

-

૩૧

૨૨૯(૦.૪૬)

કર્ણાટક

૬૭૭

૮૦

૪૧૭

૧૬૦

૨૦૦

૫૦૦

૭૩

૭૭

૨૧૮૪(૪.૩૫)

કેરલા

-

૩૬

૨૯

૧૬૬

-

૩૭

૨૭૧(૦.૫૪)

મધ્ય પ્રદેશ

૨૩૬૪

૯૩૭

૭૪

૧૧૭

૧૪૫

૨૦૭

૧૪૪

૧૨૧

૪૧૦૯(૮.૧૮)

મહારાષ્ટ્ર

૧૨૮૭

૨૬૭

૫૯૫

૧૩૫

૫૯૯

૨૩૨

૧૩૧

૩૨૫૨(૫.૪૮)

ઓરીસ્સા

૩૭

૬૪

૩૧

૫૦

૨૧૦

૫૩

-

૪૪૯(૦.૮૯)

પંજાબ

૩૫૫૦

૪૯

૧૧૬

૧૩૭

૧૧૬

૭૨૧

૬૭૭

૫૩૭૦(૧૦.૬૯)

રાજસ્થાન

૨૮૦૧

૩૮૨

૧૩

૪૧૦

૮૯

૧૩૧૧

૪૯૬

૪૨૧

૫૯૨૩(૧૧.૭૯)

તમિલનાડુ

૧૩૦

૬૦

૩૧૬૫

૭૩

૨૭૬

૫૫૩

૬૫

૨૭

૧૪૯૯(૨.૯૮)

ઉત્તરપ્રદેશ

૯૩૬૭

૬૨૪

૧૮૪૪

૩૦

૭૪૩

૭૧૯

૬૨૦

૧૩૯૫૨(૨૭.૭૮)

પં.બંગાળ

૩૩૯

-

-

-

૩૨૬

-

૬૭૩(૧૩.૩૪)

ભારત

૨૬૭૦૩

(૫૩.૧૭)

૨૬૫૨
(૫.૨૮)

૪૨૧૭

(૨.૮૮)

૧૪૪૬

(૨.૮૮)

૩૫૦૮

(૬.૯૯)

૫૮૨૬

(૧૧.૬૦)

૩૦૧૩

(૬.૦૦)

૨૮૫૬

(૫.૫૯)

૫૦૨૨૧

(૧૦૦.૦)

* કૌસમાં દર્શાવેલ  આંકડા ટકાવારી દર્શાવેલ છે.

ભારત : વિશ્વનો બીજા નંબરનો પાણીનો વપરાશકરતા દેશ

દેશ

કુલ વપરાશ (કિ.મી.3)

માથાદીઠ વપરાશ ( મી3)

ચીન

૩૯૧.૭

૩૦૭.૭

ભારત

૩૦૬.૪

૨૮૭.૩

અમેરિકા

૧૬૬.૩

૫૯૮.૧

જાપાન

૪૫.૧

૩૫૫.૪

જર્મની

૧૮.૮

૨૨૬.૭

ઑસ્ટ્રેલિયા

૧૨.૬

૬૪૮.૩

વિશ્વ

૧૫૨૪.૪

૨૮૭.૩

ભારત માં પિયત હેઠળ આવરી લેવાયેલ મુખ્ય પાકો ( ૧૦૦૦ હેક્ટરમાં )


શેરડી

૮૮.૫

ઘઉં

૮૬.૮

સરસવ અને રાઈ

૬૬.૩

જવ

૬૧.૩

ડાંગર

૫૦.૧

કપાસ

૩૪.૮

ચણા

૨૬.૪

મકાઈ

૨૨.૭

મગફળી

૮.૧

ડૉ. કે.ડી. મેવાડા, ડૉ. એમ. વી. પટેલ, ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

પ્રકાશક:  વિસ્તરણ શિક્ષણ નિયામક આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ– ૩૮૮૧૧૦

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate