অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સુક્ષમ પિયતમાં ઓટોમેશન

ટપક તથા ફુવારા સિંચાઈ પદ્ધતિ માં તેને સમયસર ચાલુ કરવી તથા બંધ કરવી છે તે અગત્યનું પરિબળ છે. જો સિંચાઈ સમયસર ચાલુ ના થાય તો છોડને પાણી ની અછત તરત જ અનુભવાય છે અને જો પ્રણાલી નો સમયસર બંધ કરવામાં ના આવે તો વધારાના પાણી નો વ્યય થાય છે. ટપક કે ફુવારા પદ્ધતિ અપનાવવો હેતુ પર આવતો નથી. આ સંજોગો માં સુક્ષ્મ પિયત પદ્ધતિ માં જો ઓટોમેશન અપનાવવા માં આવે તો બંને પદ્ધતિની કાર્યક્ષમતા માં અનેક ઘણો વધારો થાય છે.

ઓટોમેશન શા માટે?

  • એકજ જગ્યા એથી સરળતાથી ઓપરેટ કરી શકાતુ હોવાથી ટાઢ – તડકા કે વરસાદ માં વાલ્વ ચાલુ – બંધ કરવા માટે ખેતરની અંદર જવાથી મુકિત .
  • મોંધી ડ્રિપ અને સ્પ્રિંકલર સિસ્ટમ ચલાવવા માટે પ્રોપર ટ્રેઈનિંગ વગરના માણસો પર રાખવા પડતા આધારનું સચોટ અને સરળ નિરાકરણ.
  • ચોક્કસ સમય અને પાણીના ચોકક્સ જથ્થા નું પ્રોગ્રામિંગ થઈ શકતું હોવાથી પાણી અને સમ્ય બન્ને ની બચત.
  • ઘરે કે પ્રસંગ માં બેઠા – બેઠા પોતાની ઈરિગેશન સિસ્ટમનું સુઘડ સંચાલન
  • ઓટોમેશન ને ૬ મહિના સુધી એડવાન્સ માં પ્રોગામ કરી શકાય.
  • ઓટોમેશનને કમપ્યુટર તેમજ ઈનટરનેટ સાથે સરળતાથી કનેકટ કરી શકાય છે.
  • જો પ્રોગ્રામ કરેલ પાણી નો જથ્થો કે સમય કોઇપણ કારણથી પુરો ન થઈ શકે તો પહેલાથી રજિસ્ટર કરેલા ખેડુતના મોબાઈલ નંબર પર એસ.એમ.એસ. કરી શકે છે.
  • ઓટોમેશનના દરેક ઉપભોકતા કંપનીની આઈફોન / એડ્રોઈટ એપ્લીકેશન ફ્રી માં ડાઉનલોડ કરીને તેના દ્ધારા પણ સિસ્ટમનું સ્ટેટસ જાણી તેમજ મેનેજ કરી શકે છે.
  • ઓટોમેશન એ એક ઈન્ટેલીજન્ટ સિસ્ટમ હોવાથી તમારા પંપ, મોટર અને પાઈપીંગ લાઈનને રક્ષણ પુરૂ પાડે છે.

ઓટોમેશનની કાર્યપદ્ધતિ :

  • ઓટોમેશન એ ડ્રિપ / સ્પ્રિંકલર ઈરિગેશન સિસ્ટમ કે લેંકસ્કેપ ગાર્ડનીંગના ફિલ્ડ વાલ્વને ઓટોમેટિકલી ચાલુ / બંધ કરવા માટેની એગ્રિકલ્ચર ઓટોમેશન સિસ્ટમ છે.
  • ઓટોમેશન ખેડુતની જરૂરીયાત અને એગ્રોનોમિસ્ટ ની સલાહ મુજબના બધા જ વાલ્વને નિશ્વિત સમય તેમજ પાણીના ચોક્કસ જથ્થા ( ફ્લો ) મુજબ ઓટોમેટિકલી ઓપરેટ કરી શકે છે.
  • ઓટોમેશન એ મહતમ ૫૧૨ વાલ્વસ એટેલે કે  લગભગ ૧૮૦૦ હેકટર્સ સિસ્ટમ ને સમય તેમજ જથ્થા મુજબ સરળતાથી ઓપરેટ કરી શકે છે.
  • ઓટોમેશન એ એકદમ સરળતાથી વાપરી શકાય તેવી આકર્ષક ફિચર્સ સાથેની ઓટોમેશન સિસ્ટમ છે.
  • ઓટોમેશન માં કવોલિફાઈડ એગ્રોનોમિસ્ટની સલાહ મુજબ ગુજરાતમાં ડ્રિપમાં લેવાતા મહત્વના બધા જ પાકોના ઈરિગેશન શિડયુલ્સના પ્રોગ્રામ્સ પહેલેથી જ કંપની તરફથી ફીડ કરીને આપવામાં આવે છે.
  • ઓટોમેશન એ IP66 / 67  ગ્રેડના મજબુત એબીએસના બોક્ષ માં આવતુ હોવાથી ફિલ્ડ કંડિશન માં ઉપયોગમાં લેવા માટે ઉપયુકત છે.
  • એ કોઈપણ ખેડુતને ખરિદવી પોસાય તેવી એડવાંસ એગ્રિક્લચર ઓટોમેશન સિસ્ટમ છે.

સ્ત્રોત : ડૉ. કે.ડી. મેવાડા , ડૉ. એમ. વી. પટેલ , ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ , બં, અ. કૃષિ મહાવિદ્યાલય , આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ

સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/12/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate